“`એક અખબારની આપવીતી.”

“`એક અખબારની આપવીતી.”

થોડા દિવસ પહેલાં એક સંબંધીને ત્યાં કોઈ કામ પ્રસંગે જવાનું થતા તેમના ઘરમાં પ્રવેશતા જ સુ-શોભિત ડ્ર્રોઈંગ રૂમ નજરે પડે છે જેમાં સુંદર સોફા-સેટ, સેન્ટર ટિપોય, કોરનરમાં નાજુક ટિપોયો ઉપર સજાવેલી ફુલદાનીઓ, લેટેસ્ટ મોડેલનું ટીવી, સુંદર રૂપકડું ટેલિફાન સ્ટેન્ડ વગેરે. આમ છતાં મારી દ્રષ્ટિ એક ખૂણામાં પડેલ તથા થોડૂં સોફા ઉપર પડેલ ચુંથાઈ ને ચીમળાઈ ગયેલ વેર-વિખેર અખબાર ઉપર પડી. આ અખબારની આપવીતી જાણવા મારું મન ઉત્સુક બન્યું.

તદન ચૂંથાઈ ગયેલા અખબારને હળવે હાથે મારા હાથમાં લઈ વ્યવસ્થિત ગોઠવી પૂછ્યું કે, “ ભાઈ, તારી આવી અવદશા કેમ થઈ ? કોણે કરી ?”
આ પ્રશ્ન સાંભળતા જ અખબારની આંખો આંસુઓથી ઉભરાઈ અને ગળગળા સાદે મને કહ્યું, કે “ આપ પ્રથમ સજ્જન છો, કે જેણે મારી અવદશા માટે રસ લઈ કંઈક પૂછવાની દરકાર કરી, અને કહ્યું, કે મિત્ર આ દશા,તો હજુ ઘણી સારી છે. અંદરના રૂમમાં જાવ કે રસોડામાં જાવ તો ત્યાં મારાં અનેક ભાઈઓની જર્જરીત હાલત જોવા મળશે. કેટલાકને ઉંદરે કાતરી ખાધા હશે તો કેટલાક વંદાના શિકાર બનેલા હશે. મોટા ભાગના ઘરોમાં અમારા પરિવારોની કરૂણા ભરેલી દયાજનક હાલત જોવા મળશે.”

વધુમાં ઉમેરતા કહ્યું, કે આપ જેવા સજ્જને મને મારું મૂળ ચીંથરેહાલ બનેલા રૂપમાંથી મૂળ સ્વરૂપ આપવા કોશિશ કરી તે માટે ધન્યવાદ સાથે આભાર માનું છું”

બાદ પોતાની કથની વિષે આગળ જણાવતાં કહ્યું, કે અમારું મૂળ સ્વરૂપ “ન્યુસ પ્રિંટ”, અર્થાત,” કાગળ” તરીકે ઓળખાય છે. આ કાગળના રોલ બનાવી “ અખબારો “ ની ઓફિસ-પ્રેસમાં મોકલવામાં આવે છે, જ્યાં અમારા ઉપર અનેક પ્રકારની શસ્ત્રક્રિયાઓ વડે ચોક્કસ પ્રકારની સાઈઝ ( કદ ) પ્રમાણે કાપ-કુપ કરી પ્રિંટીગ પ્રેસમાં અમારા શરીર ઉપર “ અખબાર “ના નામની ઓળખ માટે — મનુષ્ય જેમ કપાળમાં પોતાના ધર્મ કે સંપ્રદાયની ઓળખ માટે તિલક કરે છે તેવી જ રીતે — અમારાં કપાળ ( મથાળા ) ઉપર અમને પ્રેસમાં ધકેલી સખ્ત દબાણ સાથે મોટા અક્ષરોમાં નામ છાપવામાં આવે છે, ત્યારે થતી અસહ્ય વેદના કે પીડાથી અમારી બદનસીબીની શરૂઆત થાય છે. બાદમાં દુનિયા ભરના કહેવાતા વિવિધ સમાચારો-જાહેરાતો-ફોટોગ્રાફ્સ-કાર્ટૂનો-લેખો વગેરે સખ્ત દબાણ સાથે અમારા મોટા ભાગના અંગ-ઉપાંગોને ‌( પાનાઓ ) કપડાં સ્વરૂપે વિવિધ રંગો સાથે ( છાપવામાં ) શણગારવામાં આવે છે.

આ કામ પૂરું થયા બાદ અમને ગાંસડીઓમાં બાંધી પાર્સલ સ્વરૂપે પ્લેન-ટ્રેન-બસ કે મોટરગાડીઓમાં જુદા જુદા શહેરો-ગામોમાં રવાના કરવામાં આવે છે. ત્યાં પહોંચ્યા બાદ ગાંસડીમાં થતી ગુંગણામણમાંથી મુકતિ કરે છે, જે તે શહેર કે ગામનો પ્રતિનિધિ કે જેને આ કામ માટે નીમવામાં આવેલ હોય છે.

અમોને છૂટા પાડી અલગ અલગ વિસ્તારમાં પહોંચાડવાની કામગીરી જે તે શહેર કે ગામના ફેરિયાઓ કરતા હોય છે. આ ફેરિયાઓ અલગ અલગ વિસ્તારના ઘરોમાં અમોને વહેંચતા ફરે છે. જેમાં મોટાભાગના ફેરિયાઓ અમારો છૂટો ઘા કરતા હોય છે તો કેટલાક તો અમારા શરીરનું ભૂંગળૂ વાળી રબ્બર બેંડ ચડાવી 3થી 5 મજલા સુધીના મકાનોમાં જોર પૂરવક ઘા કરી પહોંચાડે છે ત્યારે આવી પછ્ડાટથી થતી વેદના માટે કોઈએ આજ સુધી સહાનુભૂતિ દશાવી હોય તેવું જાણ્યું નથી. ઉલ્ટાના અમારા આગમનથી ખુશ થતા જોવા મળે છે. જો આગમન મોડું થાય તો મોટા ભાગના લોકો બેચેન/નારાજ બની ફેરિયાઓને ધમકાવવા લાગે છે કારણ કે, કેટલાકને મારા આગમન પછી જ અને મને સાથે લઈ જાય તો જ પેટ સાફ આવવાની સંભાવના હોય છે. અલબત્ત મોટા ભાગના લોકો મારા આગમનથી ખુશ થાય છે અને મારાં શરીર ઉપરના વસ્ત્રો ( પાનાઓ ) ઉઠ્લાવી થોડી જ ક્ષણોમાં વિસરી જઈ મને ચૂંથી નાખી ઘરના એક ખૂણામાં ફંગોળી દેતા હોય છે. તો ક્યારે ક મારાં અંગે અંગ ( પાનાઓ ) ને પરિવારના સભ્યો પોતાને જે અંગ (પાના) માં રસ હોય તે છૂંટુ પાડી અલગથી ભોગવે છે. તો કેટલીક સ્ત્રીઓ અમારા આવા છૂટા પાડેલા ( પાના ) અંગને રસોડામાં લઈ જઈ તાવળામાંથી ધગધગતી વાનગીઓ અમારા ઉપર લાદી કાળી બળતરા ભર્યા ડામ દેતી હોય છે, પરિણામે અમારાં શરીર ઉપર જાણે હનુમાનને તેલ નો અભિષેક કર્યો તેવી ભ્રાંતિ પેદા થાય છે. કેટલાક શાક-ભાજી સમારી તેના છોતરા અમારા અંગોમાં ભરી કચરા પેટીમાં ફેંકે છે. અરે ! કેટલીક સ્ત્રીઓ તો પોતાના બાળકનું “ છી “ ઉસેડવા પણ અમારું અંગ વાપરવાની ગુસ્તાખી કરતા અચકાતી નથી.

કેટલાક પોતાની જાતને કલાકાર સિધ્ધ કરવા અમારા અંગોની કતલ કરી વિવિધ વસ્તુઓ જેવી કે, વિમાન, સ્ટીમર, પશુ-પક્ષીઓ વગેરે બનાવી બાળકોને ખુશ કરતા હોય છે, અને જો ભૂલે ચુકે બાળકના હાથમાં અમારું કોઈ અંગ પડે અને જો તેની પાસે બ્લેડ કે કાતર પણ હોય તો અમારું આવી બને છે, અમારા ટુકડે ટુકડા કરી નાખે છે અને આ ક્રિયા મા-બાપ ગૌરવ સાથે મૂક શાક્ષી બની જોતા રહે છે. કેટલાક નટખટ બાળકો તો પોતાના હાથે જ અમારી કતલ કરી નાખતા હોય છે. અલબત્ત કોઈ એવા અંગની કતલ બાળક કરી બેસે કે જે અંગ મા( પાનૂં વાંચવાનું બાકી હોય તો ) મા-બાપને રસ હોય તો, બાળકને ગુસ્સો સહન કરવો પડે છે.

કેટલીક વાર અમારો ઉપયોગ વેપારીઓ તેમના માલ બાંધવા પડીકા તરીકે પણ કરતા હોય છે, જ્યારે અમારો ઉપયોગ કોઈ મીઠાઈ કે ફરસાણ બાધવામાં થાય ત્યારે તેની સુગંધની મહેકથી જ સ્વર્ગીય આનંદ પ્રાપ્ત થતો હોય છે પરંતુ આ આનંદ ક્ષણ ભંગુર નીવડે છે કારણ કે થોડા સમય બાદ જ આ મીઠાઈ કે ફરસાણ બીજા સાધનમાં ઠાલવી દેવાતી હોય છે, અને અમને ફીંડલું વાળી ઉકરડાની ગંદકીમાં ફેંકી દેવામાં આવે છે.

આમ વિવિધ અંગો ( પાના ) વધેરાઈ ગયા પછી વધેલા અંગો ( પાના ) ઘરના ઊંડા અને અંધારીયા ભંડકિયામાં ધકેલી દેવામાં આવે છે કે જ્યાં અમારા જેવા અનેક અખબારો લગભગ મૃતાવસ્થામાં છૂટકારાની રાહ જોતા પડયા હોય છે.

જ્યાંથી અમારો છૂટકારો પસ્તી ખરીદનાર કરે છે. પસ્તીવાળા આખરે અમોને ફરીને પુનઃ અવતાર મળે તે માટે કાગળની મીલને વેંચી દે છે આમ અમારા ભાગ્યમાં જાણે મોક્ષ લખાયેલો જ ના હોય તેવું માલુમ પડે છે.

Advertisements

One comment

  1. Aaj na new papaer ni je news apvani quality che te enej layak che kayare pan sacha ane sara samachar chapva ne badle je news paper wala ne je political party sathe saru bane tena sara samachar ane daily news ma kayak koi nu murder, rap, chori corruption ane sava kharab prakar na samachar ape pachi loko su kare ane ema pan special GUJRAT SAMACHAR na news etle sav low quality na news always negative news

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s