“લપડાક”—–“નેટવર્ક” શ્રી ગુણવંત છો. શાહ, ગુજરાત સમાચાર

“લપડાક”—–“નેટવર્ક” શ્રી ગુણવંત છો. શાહ, ગુજરાત સમાચાર

વ્હાલા વડિલો અને મિત્રો,

ગુજરાત સમાચારની 29, ઓગષ્ટ,2012ને બુધવારની આવૃતિમાં શ્રી ગુણવંત છો. શાહની કોલમ “ નેટ વર્ક” માં પ્રસિધ્ધ થયેલ આયોજન પંચ અને અન્ય મંત્રાલયો દ્વારા નાસ્તા પાણી માટે પોતાના સ્ટાફ માટે 14 મહિના અર્થાત 426 દિવસ દરમિયાન થયેલ ખર્ચની વિગતો માહિતી અધિકારનો ઉપયોગ કરી મેળવેલ છે તે આપ સૌને જાણવાની અને આયોજન પંચના ઉપાધ્યક્ષે સર્વોચ્ચ અદાલતમાં કરેલા સોગંદનામા સાથે કેટલી હદે વિરોધાભાસી છે અને ગરીબ જનતાની ક્રુર અને ઘાતકી મજાક ઉડાવે છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ વિષે મારાં બ્લોગ ઉપર બે પોસ્ટ અગાઉ મૂકેલ છે જે મિત્રોને વાંચવા/જાણવામાં રસ હોય તે મિત્રો નીચે આપેલી લીંક ઉપર ક્લીક કરી વાંચી શકશે. આ યુપીએ-2 સરકાર કેટલી હદે આમ જનતાને બેવકુફ બનાવતી રહી છે તે પણ સમજી શકાશે.
આ પહેલાં આયોજન પંચના ઉપાધ્યક્ષ અહુલવાલીયાજીએ પોતાના ઉપયોગ માટે રૂપિયા માત્ર પાંત્રીસ લાખ (35.00.000/-) ના ખર્ચે ટોયલેટ બનાવેલ છે જે આપ સૌ મિત્રોને જાણ હશે જ તેમ ધારું છું. આયોજન પંચના ઉપાધ્યક્ષ જ જો દેશની આમ જનતાને ખર્ચે પોતાનો વૈભવ અને ઠાઠ-માઠ માણી રહ્યા તો તેમનો સ્ટાફ પણ તેમનું અનુકરણ જ કરે તે સ્વાભાવિક ગણાવું જોઈએ. બોલો, મેરા ભારત મહાન ! ! !
સ-સ્નેહ
અરવિંદ
“લપડાક”
“આ આયોજન પંચને બંધ કરો અથવા આહુલવાલિયા સહિત આખા સ્ટાફને છૂટો કરો !
જેના વડા આહુલવાલિયા જેવા ગરીબોની હાંસી કરનારા છે (અને છતાં માફી નથી માંગતા) એ આયોજન પંચ ‘કોના બાપની…’ કરીને તાગડધિન્ના કરે છે. માહિતી અધિકારનો ઉપયોગ કરવાથી જણાયું છે કે એના સ્ટાફે ૧૪ મહિનાના ૪૨૬ દિવસ દરમ્યાન ફક્ત નાશ્તાપાણી કરવા પાછળ ૮૪,૧૮,૫૭૩ રૃપિયા ઉડાડી દીધા છે અને એ બદલ આહુલવાલિયા શરમાવાના બદલે ગાજે છે!
નાસ્તાપાણીનો આ ખર્ચ મારા-તમારા ખિસ્સામાંથી જ થયો છે. આયોજન પંચનો સ્ટાફ ૧૧૬૦ જણનો છે.
આ ઉપરાંત બીજા મંત્રાલયની નાસ્તાપાણીના ખર્ચાની જે માહિતી મળી તે આ પ્રમાણે…
૨૦૧૧ની ૧ એપ્રિલ, ૨૦૧૨ના ૩૦ મે સુધીમાં ગૃહમંત્રાલયે એટલે કે એના સ્ટાફે નાસ્તાપાણી પાછળ ૮૮ લાખ, ૮૩ હજાર, ૧૭૨…, સંરક્ષણ મંત્રાલયના સ્ટાફે ૭૯,૭૯,૦૬૮…, એચઆરડી મંત્રાલયે ૩૭,૯૭,૧૩૫…, માહિતી અને પ્રસારણ મંત્રાલયે ૩૩,૧૮,૫૦૨…, ગ્રામવિકાસ મંત્રાલયે ૨૩,૦૯,૨૯૫, રાષ્ટ્રીય વિકાસ પરિષદે ૧૩,૩૨,૮૯૫ રૃપિયા નાસ્તાપાણી પાછળ આપણા જનતાના ખર્ચે તાગડધિન્ના કરેલા.”
https://arvindadalja.wordpress.com/2011/09/26/%e0%aa%b0%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%aa%bf%e0%aa%af%e0%aa%be-%e0%ab%a9%e0%ab%a8%e0%ab%a6%e0%ab%a6-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%b9%e0%aa%9c
( 2 ) https://arvindadalja.wordpress.com/2012/06/29/35-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96%e0%aa%a8%e0%aa%be-%e0%aa%96%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a%e0%ab%87-%e0%aa%86%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%aa%e0%aa%82%e0%aa%9a%e0%aa%a8%e0%aa%be/

Advertisements

5 comments

 1. આ વખતના નેટવર્કમાં તમે પ્રાચીન ભારતનો ખરો ઈતિહાસ રજુ કર્યો તે બદલ આપને ખુબ જ અભિનંદન આપુ છુ. આવી ઢગલો બાબતો રાજીવ દિક્ષિત નામના એક સામાજિક કાર્યકરે કરેલી છે. જે ખુબ જ અર્થસભર અને ભારતીય સંસ્કૃતિ તથા સભ્યતાને જાણવા માટે વેધક સાબિત થાય તેમ છે. હુ આપને વિનંતિ કરુ છુ કે તમે તેમના વિશે એક લેખ પ્રસ્તુત કરો જેથી સમગ્ર ગુજરાતની જનતા તેમના વિશે જાણે, તેમના કાર્યો વિશે જાણે અને જો તેઓ તેમના વક્તવ્ય એક વખત સાંભળશે તો લોકોમા ખરો જુસ્સો અને દેશભક્તિની ભાવના પેદા થશે. http://www.rajivdixit.net તથા http://www.rajivdixitmp3.com પર તમને બધીજ માહિતી મળી જશે. હુ આશા રાખું છુ કે તમે આ અંગે ઘટતી કાર્યવાહી માટે તમારો કિંમતી સમય ફાળવશો અને મારી અરજ સ્વીકારશો.
  અસ્તુ
  જય જય ગરવી ગુજરાત
  જય ભારત

  Like

 2. ગુણવંતભાઈ સરકારને મોટી લપડાક પડતી હોય ત્યારે પોતે નાની લપડાક મારી લે છે. વધુ વાગ્યુ હોય તો ચોળવું પડતું હોય છે એમ જ. નાની વાત કરી મોટી વાત છુપાવે છે. મોટી લપડાક તો કોલસાની પડી છે. એથીય મોટી લપડા તો ઓબામાની પડવાની છે. થોડા હજાર કરોડના યુરેનિયમની બદલે રામસેતુ નિચેના, ૪૮ લાખ કરોડના થોરિયમનો સોદો કરીને ગયો એનું શું થયુ ?

  Like

 3. આ નહેરુવિયન કોંગ્રેસીઓને ગાંધીજીનું નામ લેવાનો અધિકાર નથી. સાદગી, દારુબંધી, ગ્રામોદ્યોગ, ગૌરક્ષા, ખાદી, પારદર્શિતા, વિગેરે દરેક વાત નેવે મુકી છે.તેમણે તો રામ શબ્દને જ કોમ્યુનલ ગણી નાખ્યો છે.

  Like

 4. ૩૫ લાખના જાજરુવાળા આ જોજન (પ્ર)પંચના ‘વડા’નું રસોડું કેટલાનું હશે ?! (પોતાના (?)રસોડામાં તેઓશ્રી એવું તે શું ખાતા હશે કે જેના માટે આવું મોંઘું જાજરુ ?!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s