“ મોઢ-મહોદય “ સામયિક દ્વારા મોઢ-વણિક જ્ઞાતિનો સ્તુત્ય, સરાહણીય અને અનુકરણીય કાર્યક્રમ—

“ મોઢ-મહોદય “ સામયિક દ્વારા મોઢ-વણિક જ્ઞાતિનો સ્તુત્ય, સરાહણીય અને અનુકરણીય કાર્યક્રમ—

મોઢ-વણિક જ્ઞાતિનું “ મોઢ-મહોદય “ નામનું મુખ પત્ર આશરે ૯૬ વર્ષ થયા, જુદા જુદા શહેરો , ગામો અને વિદેશમાં વસતા જ્ઞાતિજનોના વિવિધ સમાચારો ઉપરાંત વિવિધ વિષયો ઉપરના લેખો-વાર્તાઓ કાવ્યો વગેરે જ્ઞાતિના ઉત્કર્ષ અને અભ્યુદય માટે પ્રસિધ્ધ કરતું રહ્યું છે. તે “ મોઢ-મહોદય” સંસ્થાના સંચાલકો દ્વારા એક અનોખો “ જીવન સાથી પરિચય મેળો “ આગામી ૧૯, ઓગષ્ટને રવિવારના અમદાવાદ મુકામે યોજેલ છે. આ “ જીવન સાથી પરિચય મેળો “ અનેરો અને અનોખો કહેવા પાછળનું કારણ એ છે કે, સંસ્થાએ ઝડપથી પરિવર્તન પામી રહેલા સામાજિક મૂલ્યોને બરાબર જીલી, સ્વીકાર કરી એક આગવું કદમ ઉઠાવવાની પહેલ કરી, માત્ર મોઢ-વણિક જ્ઞાતિને જ નહિ પરંતુ, અન્ય ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓને નવી દીશા ચીંધી નવો સંદેશ પણ આપ્યો છે.આ “ જીવન સાથી પરિચય” મેળામાં —

૧. ડાયવોર્સી યુવક –યુવતીના રી સેટેલમેંટ-રી મેરેજ ,

૨. વિધુર-વિધવા-ત્યકતાઓ માટે જીવન સાથી પસંદગી,

૩. મોટી ઊંમરના અપરિણીત યુવક-યુવતી માટે જીવનસાથી પસંદગી,

માટેનો આ મેળાવડો બની રહેવાનો છે, જે આજના સમયના સંદર્ભમાં એક પ્રગતિશીલ સોપાન બની રહેશે.
“ જીવન સાથી પરિચય મેળો” મોઢ-વણિક જ્ઞાતિ પૂરતો જ મર્યાદિત નહિ રાખતા “ સમસ્ત વૈષ્ણવ વણીક “ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. જે મોઢ વણિક જ્ઞાતિના સંચાલકોની વિશાળ સમજ અને દીર્ઘ દ્રષ્ટિ સુચવે છે.

ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત લેખકો-સાહિત્યકારો અને ચિંતકો જેવા કે, સર્વશ્રી સ્વ.ચંદ્રકાંત બક્ષી, ગુણંવત શાહ, વર્ષા અડાલજા તથા સ્વામીશ્રી સચ્ચિદાનંદજી વગેરે અવાર નવાર પોતાના પ્રવચનો અને ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિધ્ધ થતી તેમની કોલમમાં વિધુર અને વિધવા કે જે એકલવાયું જીવન વિતાવી રહ્યા હોય, તેઓને તેમની એકલતા અને ખાલિપામાં કોઈ જીવનસાથી મળી રહે અને જીવન રસભર્યું બને તે માટે આ વિચારને સ્વીકારવા અનુરોધ કરતા રહ્યા છે.

આ ઉપરાંત અમદાવાદ સ્થિત શ્રી નટુભાઈ પટેલ તો આ દિશામાં કેટલાક વર્ષો થયા અદભુત કામગીરી કરી રહ્યા છે. અમદાવાદમાં દર વર્ષે આવા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરતા રહે છે, એટલું જ નહિ પરંતુ છેલ્લા ખબર પ્રમાણે તો અલગ અલગ શહેરોમાં પણ આવા મેળા યોજી લોક માનસમાં પરિવર્તન લાવવા ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે.

આમ સમાજના જૂનવાણી અને રુઢિવાદી વિચારોમાં આમૂલ પરિવર્તનની પહેલ કરનારાઓમાં “ મોઢ-મહોદય “ દ્વારા મોઢ-વણીક જ્ઞાતિ પણ જોડાઈ રહી છે તે અત્યંત ખુશી અને આનંદની વાત છે.

જાણવા પ્રમાણે આજ સુધી યોજાયેલા આવા મેળાઓમાં મોટી ઉમરના પુરૂષો ઠીક ઠીક સંખ્યામાં હાજર રહેતા જણાયા છે, પરંતુ સ્ત્રીઓ અત્યંત જૂજ સંખ્યામાં હાજર રહેતી હોઈ, હજુ આ પ્રગતિશીલ વિચારને સ્ત્રીઓ તરફથી પૂરતો પ્રતિભાવ મળ્યો જણાતો નથી. સંભવ છે કે, આની પાછળ સામાજિક પરિબળો-પરિવારની તથા પોતાની/ બાળકોની જૂનવાણી માનસિકતા, પરંપરા અને રૂઢિઓ સ્ત્રીઓને આ વિચાર સ્વીકારવામાં અવરોધરૂપ બનતો હોય !

તેમ છતાં, આવા પ્રયત્નો સતત ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ દ્વારા વખતો વખત હાથ ધરવામાં આવતા રહે, ઉપરાંત જ્ઞાતિઓના સામયિકોમાં આવા પ્રગતિશીલ વિચારો ધરાવતા લેખકો-સાહિત્યકારો-ચિંતકો અને સ્વામી સચ્ચિદાનંદ જેવા પ્રગતિશીલ વિચારો ધરાવનારા સંતોના લેખો પ્રસિધ્દ્ધ થતા રહે તો, આવનારા દિવસોમાં આ પ્રયાસોને અદભૂત સફળતા મળશે તેવી મને શ્રધ્ધા છે.

અંતમાં, “ મોઢ-મહોદય “ ના સંચાલકોને તથા “ મોઢ-વણિક “ જ્ઞાતિના હોદેદારોને આવા પ્રગતિશીલ પગલાંને મૂર્ત સ્વરૂપ આપવા માટે હાર્દિક અભિનંદન અને આ કાર્યક્રમને સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવું છું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s