મારાં બ્લોગની ચાર વર્ષની યાત્રા— પાંચમા વર્ષમાં પ્રવેશ સમયે——

૧૧, ઓગષ્ટ,૨૦૧૨
મારાં બ્લોગની ચાર વર્ષની યાત્રા— પાંચમા વર્ષમાં પ્રવેશ સમયે——

વ્હાલા બ્લોગર મિત્રો અને વડિલો,

લગભગ છેલ્લાં આઠ-દસ માસ થયા “ સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ “ ની બિમારીને લીધે ગરદન પાછળ, ખભા અને હાથમાં થતા દુઃખાવાને કારણે લખવું, ટાઈપ કરવું અને બ્લોગ ઉપર પોસ્ટ મૂકવી ખુબજ કઠિન બની ગયેલ તેમ છતાં 11, ઓગસ્ટ,2011 થી 10 ઓગસ્ટ, 2012 સુધીમાં અલગ અલગ વિષય ઉપર અંદાજે 65 પોસ્ટ મૂકવાનું શક્ય બનેલું. આ ઉપરાંત અન્ય 29 પોસ્ટ ગુજરાતમાં પ્રસિધ્ધ થતા અખબારોમાંથી અલગ અલગ કોલમીસ્ટના લેખો કે, જે મહદ અંશે મારાં વિચારો સાથે સામ્યતા ધરાવતા હતા, તેવા લેખો બ્લોગર મિત્રોને પણ વાંચવામાં રસ પડશે તેમ ધારી રજૂ કરેલા. આ વર્ષ દરમિયાન અંદાજે બ્લોગ ઉપર 21000 મુલાકતીઓ દ્વારા તથા અંદાજે ૩૬૦ જેટલા પ્રતિભાવો દ્વારા મારો ઉત્સાહ જાળવી રાખેલ છે તે બદલ સર્વે મિત્રોનો સહ્ર્દય આભારી છું.

લખવું અને ટાઈપ કરવું “ સ્પોન્ડીલાઈટીસ “ ને કારણે કઠિન બનેલું પરંતુ તે દરમિયાન ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો “ શબ્દ્શઃ વાંચવાની તક ઝ્ડપી, વાંચી કાઢી અને જે વિચારો મનોમન પ્રગટ્યા તે બ્લોગ ઉપર મૂકી મિત્રો સાથે શેર કરવાની શરૂઆત કરી, જે મોટા ભાગના મિત્રોએ આવકાર્યું. આજ સુધીમાં પાંચ પોસ્ટ મૂકી શક્યો છું. વધારે મૂકવાની પ્રબળ ઈચ્છા હોવાથી જેમ જેમ તબિયત રજા આપશે તેમ મૂકતો રહીશ.

કોઈ પણ નાની-મોટી બિમારીની તીવ્રતા એકલાપણામાં અર્થાત “ એકલતા” માં જીવતી વ્યક્તિને વધુ પીડતી હોય છે.” એકલતા” ની વેદના, વ્યથા કે પીડા એ માત્ર અને માત્ર અનુભૂતિનો વિષય બની રહે છે જે ને ખરા સ્વરૂપમાં શબ્દ દ્વારા વ્યકત કરી શકાતી નથી. તેમ છતાં મારાં બ્લોગ ઉપર અવાર નવાર પધારી મારી પોસ્ટ વાંચી, પ્રતિભાવ જણાવનારા તમામ મિત્રોએ મને લાગણીભરી હુંફથી મારી “એકલતા” ને જીરવવામાં સહભાગી બની મને સાચવી લીધો છે તે સર્વેનો સમભાવ અને સહ્ર્દયતા મારા મતે એક અનોખું સંભારણૂં બની રહ્યું છે-રહેશે ! રૂબરૂ ના મળવા કે મળ્યા છતાં આવી દિલોજાન હુંફ અને લાગણી આવનારા દિવસોમાં પણ વણથંભી વહેતી રહેશે તેવી હું આશા અને અપેક્ષા રાખું તો વધુ નહિ ગણાય તેમ માનું છું.

આ બ્લોગની પ્રવૃતિ મને માનસિક રીતે ખૂબ જ વ્યસ્ત રાખે છે ! જાણે મારા રોજીંદા જીવનનો એક અવિભાજ્ય હિસ્સો ના બની ગયો હોય ! અન્ય બ્લોગર મિત્રોના બ્લોગની પણ અવાર-નવાર મુલાકાત લેતો રહી મારાં પ્રતિભાવો પણ જણાવતો રહુ છું. મારાં બ્લોગની મુલાકાત લઈ પ્રતિભાવો જણાવનારા મિત્રોને શક્ય હોય ત્યાં સુધી બ્લોગ ઉપર અને મેલ દ્વારા પ્રત્યુત્તર આપી મારી કૃતજ્ઞતા વ્યક્ત કરતા રહેવાનું નાદુરસ્ત તબિયતને કારણે નિયમિત રીતે પાલન કરી શક્યો ના હોય મિત્રો મને દરગુજર કરશો તેમ છતાં બ્લોગર મિત્રોની પોસ્ટ વાંચી ”લાઈક” તો અવશ્ય કરતો રહ્યો છું. અલબત્ત પ્રતિભાવ ટાઈપ કરવો પડતો હોઈ દર્શાવી ના શક્યો હોઉં તેવુ બની શકે !આજના આ દિવસે આપ સૌ બ્લોગર મિત્રો તરફ કૃતજ્ઞતા વ્યકત કરુ છું અને સાથોસાથ આવનારા દિવસોમાં પણ આપ સૌનો આવી જ રીતે લાગણી અને હુંફ ભર્યો સાથ-સહકાર અને પ્રોત્સાહન મળતા રહેશે તેવી અપેક્ષા સાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું !

આપ સૌની ક્ષેમ કુશળતા ચાહ્તો,

સ-સ્નેહ,
અરવિંદ

Advertisements

8 comments

 1. મુ. શ્રી અરવિંદભાઈ

  આપના બ્લોગને પાંચમા વર્ષની જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ,

  આપ વર્ષો સુધી ગુજરાતી સમાજની સેવા કરતા રહો,

  આપની તબિયતના સમાચાર જાણ્યા, થાય એવુ થોડુ થોડુ લખતા રહેશોજી.

  તબિયત સાચવજો સાહેબ

  Like

 2. વડીલશ્રી,
  ખૂબ ખૂબ અભિનંદન. આપના જોસ્સાને વંદન કરવા પડે. સોલ્ડર પેઈન્માથી ગુજરી ચુક્યો છું. એટલે પીડા સમજી શકું છું. ‘વેદનાનું સોહામણું સત્ય’ લેખમાળા એટલા માટે જ શરુ કરેલી છે. માઈન્ડ બોડી કંટ્રોલ ઉપાયો અજમાવી જોવા જેવા છે. ધન્યવાદ.

  Like

 3. આદરણીય વડીલ શ્રી અરવિંદ કાકા,
  ચતુર્થ વર્ષ પૂર્ણ કરીને પંચમ પુનીત વર્ષમાં ઉલ્લાસ ભર્યો પ્રવેશ .
  આનંદ હર્ષોલાસ ભર્યા સમાચાર સમાચાર સાંભળી અતિ આનંદ ઉપજ્યો.
  આ સેકડો વર્ષો સુધી બ્લોગ રણકતો મહેકતો અને લહેરાતો રહે એવી હદયની પ્રાર્થના
  અભિનંદન

  Like

 4. શ્રી અરવિંદભાઈ,

  ચાર વરસનો કાર્યકાળ ઝાઝો ન ગણાય પણ આ સમયમાં થયેલા અનુભવોને ધ્યાનમાં લઈએ તો એ જીવનની કિંમતી ક્ષણોનો ભંડાર હોય છે. વહેંચવાનું સુખ, વહેંચીને સુખી થવા/થયાનું સુખ એ એવી અંગત બાબત હોય છે જે અન્યને કહી શકાય પણ સમજાવી શકાતી નથી. એ તો સામો માણસ પણ એવો અનુભવ કરે ત્યારે જ એને સમજાય.

  આપણે સૌ આવા સ્વાનુભવીઓ છીએ. ને તેથી જ તમારા આનંદને અમારો આનંદ કરી શકીએ છીએ. તમારાં ચાર વરસનાં કાર્યો અને અનુભવોને સલામ.

  Like

 5. arvindbhai saheb u r greatest u comleted just 4 years in writing n started comenting on ” satya na prayogo”. histry will surly take note of it………..!!!! ????? or some one benifited from it will award u.!? any way i like people atleast thinking! other wise for whom u r writing thaey do not want common people to think!!!!

  Like

 6. માનનીય શ્રી અરવિંદભાઈ,

  તમોએ બ્લોગની દુનિયામાં ચાર વર્ષ પુરા કરીને પાંચમાં વર્ષમાં પ્રવેશ કર્યો તે નિમિતે

  આપને અંત:કરણથી ( BOTTOM OF THE HEART ) ખુબ ખુબ અભિનંદન…!!!

  આપને “ સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ “ બીમારી હોવા છતાં આપણાં બ્લોગર મિત્રોને

  જ્ઞાન અને આનંદ મળે તે માટે તમોએ ગરદન પાછળ, ખભા અને હાથમાં દુઃખાવો

  હોવા છતાં અને તે દુઃખાવાને કારણે લખવું, ટાઈપ કરવું અને બ્લોગ ઉપર પોસ્ટ મૂકવી

  ખુબજ કઠિન બની ગયેલ તેમ છતાં બ્લોગર મિત્રોને જ્ઞાન અને આનંદ મળે તે માટે તમોએ

  જે ભાવના વ્યક્ત કરેલ છે તે ભાવના માટે આપનો અત્યંત આભાર…આભાર માનવા માટે

  શબ્દો પણ ઓચ્છા પડે છે.

  આપનું જીવન ખુબ સુખ – શાંતિ સાથે નીરોગી અને રહે એવી શુભેચ્છાઓ…કનક તુરખીયા.

  Like

 7. Arvindbhai,
  Congratulations !

  અરવિન્દભાઈ,

  નમસ્તે!

  આ જાણી….ખુબ જ ખુશી, અને અભિનંદન !

  અહી મારે નીચે મુજબ લખવું છે >>>>>>>>>>>

  “અરવિન્દ અડાલજાનો બ્લોગ” નામે આ બ્લોગ છે,

  “એક સુંદર બ્લોગ છે” ચંદ્ર કહે એવું સૌને !

  ચાર વર્ષ પુરા કરી અને પાંચમા વર્ષમા એ પ્રવેશે છે,

  “સરસ, અરે ખુબ જ સરસ”ચંદ્ર કહે એવું સૌને !

  હવે પછી, તો અનેક વર્ષો બ્લોગના હશે,

  “હા, હા, જરૂર હશે કેમ ના ?”ચંદ્ર કહે એવું સૌને !

  બ્લોગમા વિષયો અનેક અને સમાજ સુધારાની વાત છે,

  “અરે, એ જ તો અરવિન્દ વિચારો છે” ચંદ્ર કહે એવું સૌને !

  અરે, કોણ આ અરવિન્દ ? કોઈ કહેશો મને ?

  “અરે એ તો અરવિન્દ જે ચંદ્રપૂકાર પર આવે” ચંદ્ર કહે એવું સૌને !

  …..ચંદ્રવદન

  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to Chandrapukar !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s