આનંદો ! આનંદો !! ભારતના ગરીબી રેખા નીચે જીવનારા લોકો આનંદો !!!

આનંદો ! આનંદો !! ભારતના ગરીબી રેખા નીચે જીવનારા લોકો આનંદો !!!
તમને મળશે મેજીક મોબાઈલની ભેટ !!!!

એક સમાચાર પ્રમાણે 15,ઓગસ્ટ 2012ના સ્વાતંત્ર દિનને દિવસે લાલ-કિલ્લા ઉપરથી દેશના વડાપ્રધાનશ્રી સાઠ લાખ ગરીબી રેખા નીચે જીવનારા આમ આદમીને મોબાઈલની મફતમાં ભેટ આપવાની જાહેરાત કરનાર છે. આવી આધુનિક ટેકનોલોજીથી હવે છેક છેવાડાનો આમ આદમી પણ વપરાશ કરતો થઈ જતા દેશની ગણના સુપર પાવરમાં થવા લાગશે ! પરંતુ કેટલાક લોકો આનો વિરોધ કરી રહ્યાનું જાણવા મળે છે કારણ કે તેમનો મોભો હવે જોખમમાં મૂકાઈ જશે !

આમે ય તે આપણાં લોકો “ વાંક દેખા અને વક્ર દ્રષ્ટિ” થી જ સરકારના પ્રગતિશીલ પગલાંઓની ટીકા કરતા રહેતા હોય છે. સરકારના ગરીબી નાબુદ કરવાના દરેક પગલાંની પૂરી જાણ મેળવ્યા સિવાય બસ ટીકા કરવી તે જાણે ફેશન બની ચૂકી છે. આયોજન પંચના વાઈસ ચેરમેને સર્વોચ્ચ અદાલતામાં સોગંદનામું કરી જણાવેલ કે જે આદમી 32 રૂપિયા ખર્ચી શક્તો હોય તે ગરીબ ના ગણાય. ઉપરાંત 35 લાખનું ટોયલેટ પણ બનાવેલું અને જે માટે ટીકાઓનો વરસાદ વરસી પડેલો. કોઈ સારા કાર્યો કરે તેને આપણાં લોકો નગુણા બની વખોડ્યા જ કરે છે જાણે તે જ સંસ્કાર બની ચૂકયા છે !

અરે મિત્રો ! આ મોબાઈલની ભેટ આપવાની યોજના પાછ્ળ પણ આયોજન પંચના વાઈસ ચેરમેન અને સોનીયાજીની બહાલી અને આશીર્વાદ છે. મનમોહનસીંઘ તો આ રીમોટ કંટ્રોલનું પ્યાદું છે !
તપાસ કરતાં જાણવા મળે છે તે પ્રમાણે આ મોબાઈલ મેજીક હશે ! અને અલાદીનના જાદુઈ ચિરાગ જેવું કામ આપવોનો છે– તે આપ જાણો છો ?

આ મોબાઈલ નીચે પ્રમાણે કામ આપશે તેમ જાણવા મળે છે. રખે, મોબાઈલ મેળવનારની ઈર્ષ્યા, કરતા !
• કી બોર્ડ ઉપર મોઢું મૂકી ખાવાનૂં માંગતા ફાઈવ સ્ટાર જેવું વૈભવી તૈયાર ખાણૂં પેટમાં પહોંચી જશે તમારે તો માત્ર ઓડકાર જ ખાવાનો રહેશે !
• એ જ પધ્ધતિથી W દબાવતાં મીનરલ વોટર આપની તૃષા તૃપ્ત કરી દેશે !
• B દબાવતા આપને બાથ લીધાનો સંતોષ જણાશે !
• મોબાઈલને ઊંધો કરી ઘસતા આપ જો કુદરતી હાજતે ગયા જશો તો આપની ઈચ્છા પ્રમાણે ટોયલેટ પેપર કે પાણીની ધાર કરશે !
• મોબાઈલને બંને તરફ ઘસતા જ પહેરવા માટે બ્રાંડેડ વસ્ત્રો મળી જશે !
• આગામી ચૂંટણીમાં કેંદ્રમાં અને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર આવશે તો આ જ મોબાઈલને ઉછાળતાં નવું ઘર બની આપને મળી જશે !
બોલો, આટ આટલૂં આ દેશના ગરીબી રેખા હેઠળ જીવતા આમ અદમી માટે યુપીએ સરકાર કરી રહી હોવા છતાં વક્ર દ્રષ્ટિ વાળાઓ વાંક દેખ્યા જ કરે છે જે આ દેશની કરૂણતા નથી ?
“ બોલો ! જોર સે બોલો ! “
મેરા ભારત મહાન !!!
“ સોનીયાજી-મનમોહનજી-અહુલવાલિયાજી ઘણૂં જીવો અને દેશના લોકોને દર સ્વાતંત્ર દિવસે વર્ષો વર્ષ આવી મેજીક ભેટો આપતા રહો !!!!!! “

Advertisements

3 comments

  1. બે વસ્તુ ઉમેરી લો. ૧૮% વિજળી બીલનો વધારો અને દુધના ભાવ વધારાની ધમકી. તો મોબાઈલ લાઈફ ટાઈમ ચાર્જ થયેલો આવશે. વિજળીની જરૂર નહી પડે. અને એક બટન દુધનુ પણ હશે જેથી દુધની ધાર થાય, બીલવાંકે મોબાઈલ વેચી નો નાખે અને દુધનો ભાવ વધારા સાથે નિસ્બત નહિ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s