“ સત્યના પ્રયોગો “ ————— “ ગાંધીજી વિલાયતમાં ! “ લેખાંક ( ૪ )

“ સત્યના પ્રયોગો “ ————— “ ગાંધીજી વિલાયતમાં ! “ લેખાંક ( ૪ )

મો.ક.ગાધીની સ્ટીમરની મુસાફરી પ્રથમ વખત હોવા છતાં દરિયો તો જરાય ના લાગ્યો પણ અંગ્રેજીમાં વાત કરવાની ટેવ ન હોવાથી શરમ થતી અને તેથી કોઈ પણ સાથે વાત કરતા શરમ અનુભવાતી. કાંટા-ચમચા વડે ખાતા ન આવડે અને કઈ વસ્તુ માંસ વગરની છે તે પૂછવાની હિમત પણ ન ચાલે તેથી ખાવાના ટેબલ ઉપર જવાને બદલે કેબીનમાં જ સાથે લીધેલ ભાતામાંથી ખાવાનું રહેતું. કેબીનની બહાર ભાગ્યે જ નીકળતા, તેમ છતાં એક અંગ્રેજ મિત્રે શું ખાય છે ? કોણ છે ? ક્યાં જવું છે ? વગેરે સવાલો કર્યા અને માંસ ન ખાવાના આગ્રહ વિશે સાંભળી હસ્યા ! વિલાયતમાં માંસા હાર કર્યા સિવાય રહેવાય નહિ તેમ પણ જણાવ્યું. “ મા પાસે માંસ ના ખાવાની પ્રતિજ્ઞા લીધી હોય જે થવું હોય તે થાય પણ માંસ તો વર્જ્ય જ રહેશે. નહિ જ ચાલે તો હિંદુસ્તાન પાછો ચાલ્યો જઈશ પણ માંસ તો નહિ જ ખાઉં ! “ તેવો જવાબ પણ આપ્યો.

માતાને સંતોષ આપવા માંસ નથી ખાતો તેવા પ્રમાણ પત્રો એક્ઠા કરવા લાગ્યા પણ બાદમાં જાણવા મળ્યું કે આવા પ્રમાણ પત્રો તો માંસ ખાનારાઓને પણ મળે છે તેથી તેના ઉપરનો મોહ નાશ પામ્યો. યુરોપના રીત-રિવાજો વિશે ડૉ. મહેતાએ સમાજવ્યું કે , “ કોઈની વસ્તુંને ન અડકાય,“ “ ઓળખાણ થતાં જ કેટલાક પ્રશ્નો હિંદુસ્તાનમાં પૂછતા હોય છે તેવું અહિ ન કરાય “, “ વાતો કરવામાં અવાજ ઉંચો ન કરાય “, દરેક ને સર પણ ન કહેવાય “.

શરૂઆતમાં હોટેલમાં ઉતરેલા જે અત્યંત ખર્ચાળ લાગતા રૂમ ભાડે રાખી. આ રૂમમાં મૂંઝવણ થાય, રાત પડે રડવાનું શરૂ થાય. અને આ દુઃખની વાત કોઈ સાથે થઈ ન શકે, લોકો વિચિત્ર, રહેણી વિચિત્ર, ઘરો પણ વિચિત્ર, ઘરમાં રહેવાની રીત ભાત પણ તેવી જ, સાથે ખાવા-પીવાની પરહેજ અને ખાઈ શકાય તેવો ખોરાક લુખો અને રસ વિનાનો લાગે. આમ સુડી વચ્ચે સોપારી જેવી દશા થઈ. વિલાયત ગમે નહિ અને દેશ પાછા જવાય નહિ. વિલાયતમાં ત્રણ વર્ષપૂરા કર્યે જ છૂટકો.

ગાંધીજીને શાકાહાર મેળવવાનો પ્રશ્ન મોટો બની રહ્યો. શાકાહાર મેળવવા દસ-બાર માઈલ ચાલવું પડે તેમ છ્તાં તદન ફિક્કું અને માત્ર રોટી-તાંદળજાની ભાજી જેવો ખોરાક મળે. મિત્રો માંસાહાર કરવા સમજાવે અને આગ્રહ કરે પણ પ્રતિજ્ઞા આગળ કરી શાકાહાર સિવાય ખોરાક ના જ લે.

હિંદુસ્તાનમાં ક્યારે ય અખબારો વાંચ્યા ન હતા પણ વિલાયતમાં ‘ ડેલી ન્યુસ’, ‘ડેલી ટેલીગ્રાફ’, ને ‘પેસમેસ ગેઝેટ’ જેવા પત્રો વાંચવા શરૂ કર્યા.

શાકાહારી ભોજન શોધતા એક રેસ્ટોરન્ટ બહાર વેંચાતા પુસ્તકોમાં સોલ્ટનું “ અન્નાહારની હિમાયત “ નામનું પુસ્તક જોતાં તે ખરીધ્યું. અને પુસ્તકની અસર એવી થઈ કે, હવે જેમ માંસ ખાનરા પોતાની ટોળીમાં અન્યોને ભેળવવાની કોશિશ કરે તેમ હવે ગાંધીજીએ પણ અન્યોને અન્નાહારી બનાવવાનો લોભ લાગ્યો.

ત્યારબાદ એક બીજું પુસ્તક “ આહાર નીતિ “ હાર્વડ વિલિયમ્સનું મળ્યું. આ ઉપરાંત દા.મિસિસ એના કિંગ્સફર્ડનું “ઉત્તમ આહારની રીત “ પુસ્તક પણ આકર્ષક જણાયું. દા. એલિન્સનના લેખો પણ મદદગાર થયા. જેમાં આરોગ્ય માટે દવાને બદલે કેવળ ખોરાકના ફેરફારથી જ દરદીને સારો કરવાની પધ્ધતિ જાણવા મળી. જુદા જુદા પુસ્તકોના વાચને ખોરાકમાં પ્રયોગો કરવાનું સુઝ્યું.

સભ્ય સમાજમાં સભ્ય દેખાવા વિલાયતી કપડાં સીવડાવી થોડી ટાપ ટીપ શરૂ કરી. નાચવાનું, વાયોલિન વગાડવાનું અને ભાષણ કરતાં શીખવાના વર્ગો ભરવા શરૂ કર્યા. પણ થોડા સમયમાં જ પ્રતીતિ થઈ કે, જન્મારો ઈંગ્લેંડમાં કાઢ્વાનો ના હોય આ બધું શીખવાનું અને ખર્ચ કરવાનું ગેર વ્યાજબી છે. આમ સભ્ય થવાની ઘેલછાનો ત્રણેક માસમાં અંત આવ્યો.

વિલાયતમાં ગાંધીજી એ એક અત્યંત મહત્વની કહી શકાય તેવી ટેવ કેળવી અને તે પાઈએ પાઈનો હિસાબ રાખવાની, તેઓ રોજ રાત્રે સુતા પહેલાં મેળ મેળવી લેતા જે આગળ જતાં જાહેર જીવનમાં પ્રવેશ્યા બાદ લાખો રૂપિયાનો ઉપાડ થતો હોવા છતાં યોગ્ય કરકસર વાપરી ચળવળૉ કરી અને ક્યારે ય કરજ કર્યું નહિ., પણ રકમ જમા રહેતી.

ગાંધીજી પોતાના ખર્ચની કડક ચકાસણી કરતાં, અને બીન જરૂરી ખર્ચ ઉપર કાપ મૂકતા અચકાતા નહિ. વિલાયતમાં કૂટુંબ સાથે અર્થાત પેઈંગ-ગેસ્ટ તરીકે રહેવાથી ક્યારે ક શરમમાં પણ ખર્ચ વધી જતું આથી અલગ રૂમ રાખી રહેવાનું શરૂ કર્યું. જુદા જુદા વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યું અને ગંતવ્ય સ્થાને પહોંચવા પગપાળા પહોંચી શકાય તેવા રહેઠાણો શોધી કાઢ્યા. બે રૂમનું મકાન રાખતા ખર્ચ વધતો જણાતાં તેવું જ બહાર જમવાથી પણ ખર્ચ વધુ આવતું, આથી બે રૂમનું મકાન છોડી એક રૂમનું રાખ્યું. સગડી ખરીદી અને સવારનું જમવાનું હાથે બનાવવાનુ શરૂ કર્યું. તેઓ લખે છે કે,” વાચનાર, પણ એમ ન માને કે, સાદાઈથી જીવન રસ હીન થયું, ઉલ્ટું ફેરફારોથી આંતરિક અને બાહ્ય સ્થિતિ વચ્ચે એકતા ઉપજી.”

ખોરાકના પ્રયોગો

જે રીતે રહેણીમાં અને ખર્ચમાં ફેરફાર કરતા ગયા તે જ ગતિથી ખોરાકમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું. અન્નાહારના પુસ્તકોમાં લેખકોના સૂક્ષ્મ વિચારો જોયા. તેઓએ અન્નાહારને ધાર્મિક, વૈજ્ઞાનિક, અને વ્યવહારિક તથા વૈદિક દ્રષ્ટિથી તપાસેલો હતો. નૈતિક દ્રષ્ટિએ વિચારનારાએ “ મનુષ્યને પશુ પંખીના ઉપર મળ્યું છે તે તેઓને મારી ખાવા નહિ, પણ તેઓની રક્ષા અર્થે “ વળી કેટલાક ખોરાકમાં માંસનો જ નહિ પણ ઈંડા અને દૂધનો પણ ત્યાગ સુચવેલો માલુમ પડ્યો.

આપુસ્તકો વાંચ્યા બાદ ઘેરથી મીઠાઈઓ અને મસાલા મંગાવવા બંધ કર્યા. બાફેલો ખોરાક પણ સ્વાદિષ્ટ લાગવા લાગ્યો.

ખોરાક માટે અનેક અખતરાઓ કરતા રહ્યા. ક્યારે ક સ્ટાર્ચ વાળો ખોરાક તો કોઈ વેળા પનીર, દૂધ અને ઈંડા જ લેતા થયા. જો કે ઈંડા વાળો અખતરો 15 દિવસથી વધારે ન ચાલ્યો. ઈંડા માંસ નથી તેમાં જીવ ન હોય, જીવતા જીવને દુઃખ નથી થતું એવા દલીલે તેઓ ભોળવાઈ ગયાનું જણાવે છે., પણ આ મૂર્છા ક્ષણિક બની રહી કારણ કે તેઓએ વિચાર્યું કે, માંસ ન લેવાની પ્રતિજ્ઞાનો નવો અર્થ કરવાનો તેમને કોઈ અધિકાર નહિ હતો. અર્થ તો પ્રતિજ્ઞા દેનાર નો જ લેવાય અને તે અનુસાર પ્રતિજ્ઞા દેનાર માતાને ઈંડાનો ખ્યાલ ન હોઈ, ઈંડા છોડ્યા ! યુરોપમાં ઈંડા અને માછલી માંસમાં ન ગણાય તે જ્ઞાન પણ મળ્યું.

ટુંકમાં, પ્રતિજ્ઞાનો અર્થ –પ્રતિજ્ઞા આપનારને જે અભિપ્રેત હોય તે જ સમજવો જોઈએ જેથી અનેક તકરારો મટી શકે છે. તેમના મતે જ્યાં બે અર્થ સંભવિત હોય ત્યાં નબળો વર્ગ જે અર્થ કરે તે ખરો માનવો જોઈએ.

આ રીતે અન્નાહારની નીતિનો જ્ઞાનપૂર્વક સ્વીકાર કરી “ અન્નાહારી મંડળ “ ની સ્થાપના કરી અને પોતે મંત્રી બન્યા અને તેથી સંસ્થા રચવાનો અને ચલાવવાનો થોડો અનુભવ મેળવ્યો.

મારો પ્રતિભાવ

મો.ક.ગાંધી તેમની 18 વર્ષની-ટીન એજમાં- વિદેશમાં અભ્યાસ કરવા ગયા અને ત્યાં મા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા પાળવા માટે અન્નાહારની શોધમાં રોજના લગભગ પાંચથી દસ માઈલ પગપાળા ચાલવાનો શ્રમ ઉઠાવતા. ઉપરાંત દિન-પ્રતિ-દિન ખર્ચ કેમ ઘટાડવો અને રોજે રોજંનો પાઈએ પાઈનો હિસાબ રાખી વધુમાં વધુ કરકસર કરી જીવન બસર કરી -અત્યંત સંઘર્ષ મય દિવસો વિતાવતા અભ્યાસ કર્યો તે ઉપરોકત હકિકતે જોયું.

આજના ટીન એજર પાસે ગાંધીજી જેવી જીવન શૈલી પ્રમાણે જીવવા કે અભ્યાસ કરવાની અપેક્ષા રાખવી કદાચ મૂર્ખાઈ ગણાય ! નવી અભ્યાસ પધ્ધતિ, નવી ટેકનોલોજી, સહેલી, સરળ અને ઝડપી મુસાફરી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વિવિધ જાતની ખાધ્ય સામગ્રીઓ, કોમપ્યુટર, ઈંટરનેટ વગેરેથી નવી પેઢી અત્યંત પ્રભવિત અને અભિભૂત થયેલી છે. પાશ્ચાત્ય જીવન શૈલી અને સંસ્કૃતિનું જબર જસ્ત આકર્ષણ ઉભું થયું હોય ત્યારે, તેનાથી બચવું અસંભવ તો નહિ, પણ અત્યંત કઠિન બન્યું છે. આજના ટીન એજર ટુ/ફોર વ્હીલર્ વાહન વગર 500 ફૂટ દૂરની શાળા કે કોલેજ કે કોચિંગ ક્લાસમાં જવા તૈયાર નથી. તો લેટેસ્ટ મોબાઈલ, આઈ પેડ જેવી સુવિધાઓની મા-બાપ પાસેથી અપેક્ષાઓ રાખતા થયા છે અને મોટા ભાગના ( જેમાં કેટલાક પહોંચ ના હોવા છતાં ) પૂરી પાડવા ભરપૂર કોશિશ કરે છે.ઉપર દર્શાવેલ સગવડ કે સુવિધાઓ ટીન એજરને આપવાની વિરૂધ્ધ વિચારનારને તેઓ તેમના દુશ્મન સમજે છે.

ગાંધીજીએ જે જાતનો સંઘર્ષ કર્યો તેવો સંઘર્ષ કરવાની આવશ્યકતા હાલના સમય અને સંજોગો પ્રમાણે નહિ હોવાનું સ્વીકારાય તો પણ રોજ બ રોજ વધતી જતી મોંઘવારીમાં કરકસર કરવી તો અતિ જરૂરી બની રહે છે. તેમ જ ખર્ચનો પાઈએ પાઈનો હિસાબ રાખવો પણ અનિવાર્ય ગણાવો જોઈએ. ઉપર દર્શાવેલ પાશ્ચાત્ય જીવન શૈલી સાથે જો આ ટીન એજ પેઢી એક મહત્વની પાશ્ચાત્ય જીવન શૈલી પણ અપનાવે તો સોનામાં સુગંધ ભળે ! અને તે છે 16 વર્ષની ઉમર પછી પોતાના તમામ ખર્ચ અભ્યાસ સહિત મા-બાપને ચૂકવવો અથવા મા-બાપથી અલગ રહી આ તમામ વ્યક્તિગત ખર્ચ ગમે તે વ્યવસાય કરી પોતે જાતે ઉઠાવવાની સમજ અને તેવી માનસિકતા આપણાં દેશના ટીન એજરોએ કેળવવી રહી ! ઉપરાંત મોટી ઉમરના તથા હેંડી કેપ લોકો તરફ માન, આદર કેળવવા અને દરેક સ્થળે તેઓને પ્રાથમિકતા આપવી. આજના ટીન એજરોને મા-બાપ લાયસન્સ વગર પણ વાહન ચલાવવા આપતા જોવા મળે છે અને કદાચ તેથી જ તેઓ ટ્રાફિકના તમામ નિયમોનું ઉલ્લંઘન કરી બેફામ સ્પીડે વાહન ચલાવતા નજરે પડે છે તથા જો કોઈ વરિષ્ઠ નાગરિક કે અન્ય નાગરિક તેના માર્ગમાં વચ્ચે આવે તો “મરવું છે, બહાર ના નિકળતા હો તો “ જેવા ટોણા સંભળાવતા બિલકુલ અચકાતા નથી એટલું જ નહિ, પણ જો ટ્રાફિક પોલિસ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા પકડે તો 50-100 રૂપિયા લાંચના આપી તોડ કરતા પણ ખચકાતા નથી. અને આ માટે આજના મા-બાપ પણ આવા રસ્તા અપનાવવા પ્રોત્સાહન આપતા માલુમ પડે છે જે આ દેશની કમનસીબી છે. આથી માત્ર ટીન એજરો જ નહિ પરંતુ સાથોસાથ મા-બાપોની પણ માનસિકતામાં બદલાવ લાવવાની અનિવાર્ય જરૂરિયાત છે.
!
આ ઉપરાંત આપણાં મા-બાપો અભ્યાસ દરમિયાન કોઈ ટીન એજર આવક મેળવવા પ્રયત્ન કરે તો મા-બાપ “ અમે બેઠા છીએ, તું તારો અભ્યાસ કર, હાલ કમાવાની જરૂરિયાત નથી “ તેવી લાગણીશીલતા દર્શાવતા હોઈ તે બંધ કરી, ટીન એજરોને સ્વાવલંબી અને સ્વાશ્રયી બનવા માટે ઉત્તેજન આપવા કમર કસવી જોઈએ તેમ મારું દ્રઢમાનવું છે. આપ શું માનો છો ?

અંતમા, જો મા-બાપો પોતે જ, દેશમાં પ્રવર્તતા નિયમો અને કાયદાઓને માન આપતા અને પાલન કરતા, આ નવી યુવા પેઢી/ટીન એજરોને નહિ શીખવે અર્થાત દુર્લક્ષ સેવશે તો એ આપણાં દેશનું દુર્ભાગ્ય હશે !

Advertisements

5 comments

 1. ગણપતિના ગ ગણિત મહારાજનું માન ન જાળવી બેફામ ખર્ચા કરે છે, કોઇ હિસાબ નથી રાખતા એમને પસ્તાવુ જ પડે છે. ભલે કોઇ કંજુસ કહી જાય પણ વેઢા ગણવા જ સારા । ગણિત મહારાજ કોઇની શરમ નો રાખે. ખાતામા જમા હોય એટલુ જ આપે.

  Like

 2. There is something in common in both….i.e. Gandhiji wrote “SATYANA PRAYOGO” and Aamirkhan produced “SATYAMEV JAYATE”.
  Gandhi did SATYAna prayogo and Aamir showed naked TRUTH…/ SATYA.
  And as per the Indian and world philosophy….TRUTH PREVAILS.
  In today’s India TRUTH suffers and lies enjoy….that is the truth.
  Aamir wants to establish..& .tries to generate a sense, among new generation, to reestablish the truth that TRUTH ONLY PREVAILS.
  Aamir works in today’s current environment and what Gandhiji did, is a history…
  In the last episode Aamir showed the real workers.,..with the proof, who dedicated their lives to eradicate the wrong from the society. Their lives are not safe.
  LAKHO SALAM TO Aamir…..
  Let us have a heart and brain to accept the TRUTH.

  Amrut Hazari.

  Like

 3. ગાંધીજી ની વિચારસરણી તો એવી હતી કે તેમણે તેમના છોકરાઓ ને પણ ભણવાનો વિરોધ કરતા અને ભણાવ્યા પણ નહિ અને સમાજ અને કુટુંબ સાથે બંડ પોકારી અફ્રિકા પેલા કાસમભાઈ ને બચાવવા દોડી ગયા હતા. તેમની વિચારસરણી અત્યારે બિલકુલ ચાલે તેમ નથી.
  તેમના અહિંસક આંદોલન ના લીધે આઝાદી મળી છે તે નર્યું જુઠાણું ચલાવે રાખ્યું છે. હિંદુઓ ના હિંસક અંદોલન અને ભગતસિંગ જેવા યોદ્ધાઓને
  લીધે ૧૯૪૨ માજ બ્રિટેન માં ભારત માંથી ખસી જેવું તેવું ઠરાવી લીધું હતું અને અંગ્રેજો આવા હિંસક આંદોલન ને લઇ ને ડરી જઈ તેવો ફક્ત અહિંસક
  અને મુસ્લિમ તરફી ગાંધીજી ની જ સલાહ માનવા લાગ્યા
  ગાંધીજી ના ચકરડા થી કોઈ ને રોજી રોટી મળે નહિ તે વાત પણ અત્યારે સ્વીકારવી પડે.

  Like

 4. Gandhiji started preparation to go to England ( Vilayat) in the yeat 1887. Today it is 2012. i.e. 125 years ago. He went in the same year…i.e. 125 years ago.
  In these 125 years …..atleast 4 generations have lived in India and in this world.
  Time….125 years have passed like a flooded river. This river of time has taken so many tolls and have changed so many directions that a common man had to flow with the flooded river of time. No go. If, tried to argue, use philosophy of daily life…!!!!!!! than thrown away. No body could change the every minute changing the flow of time.
  Before 125 years also same was the trend of the time….The time was like a free flowing river….before 125 years…Gandhi also changed his lifestyle and THINKING as per the changing time.
  Todays generation is living in every minute changing technology’s world. Let me ask my son to live life which I lived 50 – 60 years ago. He will say…Dad, forget it. I have to live this competetion….21st century life. Your days are gone….This is the picture in the time of ONE GENERATION….NO ESCAPE….STRUGGLE….SURVIVAL OF THE FITTEST.
  Since 1887……….atleast 4 generatons have seen the changing time. Technology in last 60 years have changed at a speed of 1000 miles an hour.
  Please do not relate Gandhi’s time with yours and your childrens…THE YOUNG GENERATION. YOU HAVE LIVED LIFE MUCH DIFFERANT THAN GANDHI’s.
  The old culture and religion is today’s greatest problem which is being carried out in India…STREEBHRUN HATYA…MANDIR MASJID’s SUPREME POWER…..( Pl.see Aamirkhan’s SATYAMEVA JAYATE )…..
  TODAY’s QUESTION we Hindustanies are facing is JAN JAGRUTI……

  FOR THIS JAN JAGRUTI….THE QUESTION is WHO we NEED…..MORARI BAPU…BHUPENDRA PANDYA…MUSLIM MAULVI…CHRISTIAN PAADARI….OR AAMIRKHAN…….
  WE NEED JAN JAGRUTI………THE YOUNG GENERATION NEEDS JAN JAGRUTI….JAN JAGRUTI…..JAN JAGRUTI…..THEY ARE LIVING IN 21st century….The world in coming one or two years will be changed from it is today…….
  Let us come out of the well of our old days.
  PLEASE DO NOT COMPARE GANDHI’s LIFE, 125 YEARS AGO…..WITH THE YOUNG GENERATION OF 2012…..
  GANDHI WAS GREAT 125 years ago….NO DOUBT.
  MINE AND YOUR GENERATION DID NOT LIVE WHAT GANDHI HAD LIVED.
  HOW CAN WE EXPECT TODAY’s GENERATION TO LIVE LIFE THAT WE HAVE LIVED….
  HISTORY IS FOR GUIDANCE…USE THIS GUIDANCE TO DESIGN YOUR ROADS…..

  THANKS.
  Amrut Hazari.

  Amrut Hazari.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s