સત્યના પ્રયોગો” માં ગાંધીજીએ વ્યકત કરેલા કેટલાક ચિંતનાત્મક વિધાનો આજના સમયના પરિપ્રેક્ષ્યમાં કેટલા અંશે પ્રસ્તુત ગણી શકાય ? ——– લેખાંક ( ૨ ) “ધર્મની ઝાંખી”.

“ સત્યના પ્રયોગો” માં ગાંધીજીએ વ્યકત કરેલા કેટલાક ચિંતનાત્મક વિધાનો આજના સમયના પરિપ્રેક્ષ્યમાં કેટલા અંશે પ્રસ્તુત ગણી શકાય ? ——– લેખાંક ( ૨ ) “ધર્મની ઝાંખી”.

ગાધીજીના મતે ધર્મનો ઉદાર અર્થ કરવો જોઈએ. “ ધર્મ એટલે આત્મભાન –આત્મજ્ઞાન “.
ગાંધીજી લખે છે કે, “ મારો જન્મ વૈશ્નવ સંપ્રદાયમાં એટલે હવેલીએ જવનું વખતોવખત બને, પણ તેને વિશે શ્રધ્ધા ઉતપન ન થઈ. હવેલીનો વૈભવ મને ના ગમ્યો, હવેલીમાં ચાલતી અનીતિની વાતો સાંભળતો તેથી તેને વિશે મન ઉદાસ થઈ ગયું. ત્યાંથી મને કંઈ જ ના મળ્યું.”

વધુમાં તેઓ લખે છે કે, તેમના કુટુંબની જૂની નોકર રંભાએ હું ભૂતપ્રેત આદિથી ડરતો હોઈ,તેનૂં ઔષધ રામનામ છે એમ સમજાવતા ભૂતપ્રેત આદિથી બચવા રામનામનો જપ શરૂ કર્યો. રામનામને ગાંધીજીએ અમોઘ શક્તિ સમજી.

રામરક્ષાનો પાઠ પણ શીખ્યા પણ તેમાં શ્રધ્ધા પેદા ના થઈ. રામાયણની પારાયણે ઊંડી છાપ પાડી. રામાયણ શ્રવણે રામાયણ પરના પ્રેમનો પાયો નાખ્યો, અને તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણ્યો.

તેમના રાજકોટના વસવાટ દરમિયાન ગાંધીજી જણાવે છે કે, સર્વ સંપ્રદાયો વિશે સમાન ભાવ રાખવાની તાલિમ મળી. હિંદુ ધર્મના પ્રત્યેક સંપ્રદાય પ્રત્યે આદરભાવ પ્રગટ્યો. તેમના પિતાશ્રી પાસે જૈન ધર્માચાર્યો પણ આવતા રહેતા અને વહોરાવતા પણ ખરા. આથી જૈન ધર્મ વિષે પણ જાણવા મળ્યું. તો મુસલમાન અને પારસી મિત્રો પણ પિતાશ્રી પાસે આવતા અને પોતાના ધર્મની વાતો કરતા જે વાતો તેમના પિતાશ્રી રસ પૂર્વક સાંભળતા અને આવા વાર્તાલાપો તેમને સાંભળવા મળતા કારણ કે ગાંધીજી પિતાની સેવા કરવા નર્સની ફરજો બજાવતા અને પરિણામે તેમને સર્વે ધર્મો પ્રત્યે સમાનભાવ પેદા થયો.

ખ્રિસ્તી ધર્મને તેઓ અપવાદ ગણાવી તે પ્રત્યે અભાવ થવાનું જણાવતા લખે છે કે, ખ્રિસ્તી વ્યાખ્યાનમાં હિંદુ દેવતાઓની ને હિંદુ ધર્મની બદબોઈ કરવામાં આવતી તે તેઓને અસહ્ય લાગતું. જેથી એકાદ વખત તેમનું વ્યાખ્યાન સાંભળેલું. આ સમય દરમિયાન એક હિંદુ ખ્રિસ્તી થયાનું સાંભળવામાં આવતા તેને ગોમાંસ ખવડાવવામાં આવ્યાનું અને દારૂ પીવડાવવામાં આવ્યાનું તથા પોશાક પણ બદલવામાં આવ્યાનું જાણવા મળતા તેઓને આ બધી વાતોથી ત્રાસ પહોંચ્યો. અને જે ધર્મને અંગે ગોમાંસ ખાવુંપડે , દારૂ પીવો પડે ને પોતાનો ધર્મ બદલવો પડે એને ધર્મ કેમ ગણાય? તેવો પ્રશ્ન મનમાં ઉદભવ્યો.
વધુમાં લખે છે કે, બીજા ધર્મ પ્રત્યે સમભાવ આવવા છતાં ઈશ્વર પ્રત્યે આસ્થા પેદા થઈ તેમ ના કહી શકાય !

આજ અરસામાં પિતાશ્રીના પુસ્તકસંગ્રહમાંથી મનુ સ્મૃતિનું ભાષાંતર મળતાં જગતની ઉઅત્પતિ વગેરેની વાતો વાંચી પણ શ્રધ્ધા ના બેઠી. ઉલ્ટી કંઈક નાસ્તિકતા આવી. મનુ સ્મૃતિ વાંચી અહિંસા તો ના જ શીખી. પણ એક વસ્તુ એ જડ ઘાલી કે આ જગત નીતિ ઉપર નભેલું છે. નીતિ માત્રનો સમાવેશ સત્યમાં છે, તો સત્ય શોધવું જ રહ્યું. દિવસે દિવસે સત્યનો મહિમા ગાંધીજીની નજર આગળ વધતો ગયો. સત્યની વ્યાખ્યા વિસ્તરતી ગઈ જે અંત સુધી ચાલુ રહી.

અપકારનો બદલો અપકાર નહિ પણ ઉપકાર જ હોઈ શકે એ વસ્તુ ગાંધીજીની જિંદગીનું સૂત્ર બની ગયું અને આ સૂત્રને તેમના ઉપર સામ્રાજય ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઈચ્છવું અને કરવું એ તેમનો અનુરાગ થઈ પડ્યો. જેના જીવનભર અખતરાઓ કર્યા.<strong

મારી વાત—

હું પણ વૈશ્નવ સંપ્રદાયમાં અને ગાંધીજીની જ્ઞાતિ મોઢ વણિકમાં જ જન્મયો છું અને 25 વર્ષની ઉમર સુધી હવેલીની બાજુમાં જ મોટો થયો છું. હવેલીના મા’રાજોની જાહોજલાલી અને વૈભવ નજરે જોયા છે. સાથે જ મરજાદી વૈશ્નવોને પણ હવેલી અને તેના મા’રાજોની ખાતર બરદાસ્ત કરતા ઉપરાંત છૂત-અછૂત અને આભડછેટ વગેરે કદાચ હવેલીની જ દેન હશે તેવું લાગતું. બાળપણથી જ ઘરમાં પ્રવર્તી રહેલા ભક્તિમય વાતાવરણે મને પણ ધાર્મિક બનાવેલો. પાઠ-પૂજા, દીપ-ધુપ, કરતો રહેતો. શ્રીમદ ભાગવત ઉપરાંત રામાયણ અને મહાભારત સંક્ષિપ્ત રૂપે વિધાર્થી અવસ્થામાં વાંચેલા. હનુમાન ચાલીસા કડકડાટ બોલી શકતો. વારે-તહેવારે એકટાણાં-ઉપવાસ પણ રાખતો.

કોઈકના કહેવાથી કારતક-માગશર માસના શનિવારે પરોઢિયે 4 વાગ્યે ઉઠી સ્નાનાદિથી પરવારી હનુમાનને અડદના દાણા તથા સીંદુર અને તેલ ચડાવવાથી “ માંગો તે મળી રહે છે “ તેવી લાલચે આ પણ કરી ચૂક્યો છું. આ ઉમરે ” હે ! હનુમાન દાદા પરીક્ષામાં પાસ કરી દેજો તે સિવાય શું માંગવાનું પણ હોય ?”

જન્માસ્ટમી-રામનવમી અને શિવ રાત્રિના ઉપવાસ પણ કર્યા છે. આપણાં જન્મદિને પાર્ટીઓ યોજી આનંદ કરવો અને કૃષ્ણ-રામ અને મહાદેવના પ્રાગટય દિને ઉપવાસ શા માટે ? તેવો પ્રશ્ન મનોમન ઉઠતો રહેતો. આખરે કોઈ સમાધાન નહિ મળતા આ ઉપવાસની નિર્થકતા સમજાઈ અને તે બંધ કરી પરિવાર સાથે કૃષ્ણ-રામ અને શિવના જન્મદિન ઉજવવાનું ઠરાવ્યું જે આજે પણ ચાલુ છે.

આ ઉપરાંત મહાદેવને દૂધ અને હનુમાનને તેલ અને સીંદૂર શા માટે ચડાવવાં આવે છે તેવા પ્રશ્નો પણ ઉઠતા જેનું આજ સુધી કોઈ સમાધાન મળ્યું નથી.

બાહ્યાચાર દ્વારા ફેલાયેલી ધાર્મિકતા જોઈ ઉબકાઈ જવાય છે. પરિણામે જાણ્યે-અજાણ્યે મનમાં નાસ્તિકતા આવી અને કહેવાતા ધર્માચાર્યો અને મંદિરો તથા દાતાના વિષે અભાવ પેદા થયો. અને આત્માના અવાજને ઓળખવાનો પ્રયાસ હાથ ધર્યો. અનુભવે સમજાયું કે જ્યારે પણ ક્ષણિક ફાયદા માટે કંઈ ખોટું કાર્ય કરવા મન લલચાય છે ત્યારે માહ્યલો તે વિષે ચેતવે છે અને નહિ કરવા જણાવે છે તેમ છતાં “ બધા આમ જ, કે આવું કરે છે, તો હું પણ કરું તેમાં કંઈ ખોટું નથી “ તેવુ વિચારી આત્માના અવાજ વિરૂધ્ધ જે પણ કાર્ય કરવામાં આવે તેમાં પાછળથી પસ્તાવું પડે છે.

“ ધર્મ એટલે આત્મભાન અને આત્મજ્ઞાન “ સાથે હું સંપૂર્ણ સહમત છું જ્યાં સુધી આત્મભાન કે આત્મજ્ઞાન અર્થાત અંતરાત્મા જાગૃત ના થાય ત્યાં સુધી ધર્મને નામે ધાર્મિકતા માત્ર અને માત્ર બાહ્યાચાર બની રહે છે. વાતવાતમાં યંત્રવત બોલાતા શબ્દો ” જયશ્રી કૃષ્ણ “ “ જય સ્વામિનારાયણ” “જય યોગેશ્વર” “જય માતાજી “ “જય જિનેન્દ્ર “ “ નમો નારાયણ “ “ મહાદેવ હર “ વગેરેમાં ક્યારે ય આત્માનો અવાજ ભળતો નથી પરંતુ આ ઠાલા શબ્દો માત્ર </strong>સંપ્રદાયની ઓળખ બની રહે છે. ઈષ્ટ દેવનો જય બોલાવનારાઓ કોઈ પ્રકારની અનીતિ અને અનૈતિક કે ભ્રષ્ટાચાર કે લાંચ-રૂશવત વગેરે કાર્યોંમાં સંડોવાયેલા હોઈ શકે ?. પાઠ-પૂજામાં કલાકો ગાળતા, ઓફિસ કે ધંધાના સ્થળે પણ ધુપ-દીવો કરતા ધાર્મિકતાનો ડોળ કરનારા અનેક અનીતિ અને અનૈતિક જેવી કે ખાધ્ય ચીજો કે દવા અને ઔષધમાં ભેળસેળ, કાળા બજાર કરતા રહે છે. લાંચ રુશવત અને ભ્રષ્ટાચાર જેવા અનીતિ અને અનૈતિકતાથી મેળવેલ ધનમાંથી 5-10% ધાર્મિક કાર્યોમાં વાપરી ધાર્મિકતાનો આંચળો ઓઢનારાઓ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. અને ધર્માચાર્યો આવા ભ્રષ્ટ લોકો દ્વારા મળેલા દાનથી મંદિરો બાંધતા રહે છે અને ધર્મને નામે અંધશ્રધ્ધા ફેલાવી લોકોને ગુમરાહ કર્યા કરે છે.

આ ધર્માચાર્યો અને મંદિરો આવા ચારિત્ર્યહિન દાતાઓની પ્રવૃતિઓથી જ્ઞાત હોવા છતાં તેમના તરફથી મળતા દાન સ્વીકારતા નથી પણ સમાજમાં મોભો અને મોટો દરજ્જો પણ આપતા રહે છે. મંદિરમાં દર્શન કરવા આવનારા અમીરોને પ્રથમ દર્શનનો લાભ આપવા અન્ય દર્શનાર્થીઓને કલાકો સુધી રાહ જોઈ ટાઢ-તડકો કે વરસાદમાં પ્રતીક્ષા કરવી પડે તેવી વ્યવસ્થા કરનારા ટ્ર્સ્ટ્રીઓ કે ધર્માચાર્યો માટે કયા શબ્દો વાપરવા તે સુઝતું નથી. ( ઉદાહરણ તરીકે અમિતાભ બચ્ચન અને અનિલ અંબાણી બાલાજીના દર્શનાર્થે ગયેલા ત્યારે અંદાજે 15000 થી વધારે દર્શનાર્થીઓને લગભગ 12 થી 15 કલાક લાઈનમાં ઉભા રહેવું પડેલું જે અત્રે યાદ કરવું અપ્રસ્તુત નહિ ગણાય તો દાન માટે કર્ણાટકના રેડ્ડી બંધુઓએ ખાણોના ખનન દ્વારા ગેરકાયદે એકઠી કરેલી ધન રાશીમાંથી 45 કરોડની કિંમતનો મુગુટ બાલાજીને ચડાવ્યો તો સાંઈબાબા કે જે પોતાના રોટલામાંથી કોઈ ભૂખ્યો જન આવે તો અર્ધો આપી ને જ પોતે જમે તેવા સંવેદનશીલ હતા તેમને સોનાનું સિંહાસન કોઈ દાતાએ દાન કર્યું. જો સાંઈબાબા જીવિત હોત તો આ દાન સ્વીકાર્યું હોત ખરું ? તેવો પ્રશ્ન અચુક થશે, તથા તાજા સમાચાર પ્રમાણે કોઈ અનામી દાતાએ 22 કીલો સોનાની ચરણ પાદુકા બાલાજીને અર્પી.) આટલી મોટી રકમનું દાન કરનાર પોતાનો પરિચય છૂપો રાખે તો શું સમજવું ? આવા અનેક દાખલાઓ આપણને જાણવા મળે છે. ધર્મના અને ધાર્મિકતાના ઓઠા હેઠળ દંભી લોકો અધાર્મિક પ્રવૃતિમાં સંડૉવાયેલા હોય છે. અરે ! મોટા ભાગના કહેવાતા સાધુઓ-સંતો-ગુરૂઓ-મહંતો અને કથાકારો વગેરે પણ આવી દંભી ધાર્મિકતામાંથી બાકાત રહેતા નથી. તેમના વિચાર-વાણી અને આચરણમાં એક સંવાદિતા હોતી નથી. પરિણામે આવા પાખંડ દિન પ્રતિ દિન વધતા નજરે પડે છે. જે મિત્રોને રસ હોય તેમને “ શું ઈશ્વર મંદિરમાં હોઈ શકે ? “ ના મથાળા સાથેનો એક લેખ મારાં બ્લોગ ઉપર હોઈ વાંચવા વિનતિ છે.

આવા સંજોગોમાં ગાંધીજીની વાત ધર્મ એટલે “ આત્મભાન અને આત્મજ્ઞાન “ અને સત્યની શોધ અને સત્યનો મહિમા તથા અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવાની વાત હ્રદયસ્પર્શી અને જીવનમાં ચરિતાર્થ કરવા સૌ એ તમામ પ્રયાસો કરી છૂટવા જોઈએ.

Advertisements

13 comments

 1. હિન્દુ ધર્મ ….,
  એનું મૂળ હિન્દુ છે જ નહીં. એ મૂળ તો વૈદિક જીવન પદ્ધતિ અને જીવન વિચાર હતું.
  અત્યારે જે ભગવાનોની મૂર્તિઓને હિન્દુઓ પૂજે છે- તે વેદના જમાનામાં ભગવાન ગણાતા જ ન હતા. જાતજાતની સંસ્કૃતિઓનો શંભુલેળો એટલે હિન્દુ ધર્મ – એમ હું માનું છું. અરે ! એ લોકો પોતાને હિન્દુ પણ કહેવડાવતા ન હતા! હિન્દુ શબ્દ પોતે જ બીન ભારતીય છે !

  પણ અષ્ટાંગ રાજયોગ, બુદ્ધની વિપશ્યના અને મહાવીરનાં નીજ દોષ પરિક્ષણ / પ્રતિક્રમણ જરૂર જીવનોપયોગી અને સચોટ ફળ આપનાર છે.
  ‘આર્ટ ઓફ લિવિન્ગ’ જગતમાં એક કરોડથી વધારે લોકો શીખ્યા છે ; અને મારી ભૂલ ન થતી હોય તો ઘણા દેશોમાં એના ૨૫,૦૦૦ થી વધુ શિક્ષકો તૈયાર થયા છે. જાગૃત શિક્ષીતોએ નાસ્તિકતા કે કહેવાતું રેશનાલિઝમ અપનાવતા પહેલાં આનો જાત અનુભવ લેવો જોઈએ.
  અને…
  – આ મારું માનવું છે.

  Like

 2. અરવિન્દભાઈ નમસ્કાર
  તમે મારા વડિલબન્ધુને સ્થાને છો. તમને હું શું કહી શકું.
  તમે જેને પાખન્ડી કહો છો એ લોકોને પ્રતાપે જ આપડે પહરેલે કપડે ઘરે પાછા આવી શકિએ છીએ. અબોધ પ્રજાને એ લોકોજ હેન્ડલ કરી શકે. શું તમે એમ સમજો છો કે આખો સમાજ તમારી જેવો સમજ દાર છે ? અરે, અરે જંગલી જેવા લોકો છે, ભણી લિધુ તો શું થયુ. લોકો ધર્માંધ છે એટલે થોડીઘણી નૈતિકતા બચી છે અને સમાજ થોડો શાન્ત છે.એના પરથી ધરમની ધાજા હટાવવા થી શું પરિણામ આવે તમે પોતે સમજી શકો.
  ભગવાન ખોટા ધર્મ ખોટો ગુરુઓ ખોટા બધું આપણે જાણીએ છીએ. પણ એનું પ્રદશન નો હોય કે આપણે આ પોલ જાણીએ છીએ.
  ઘણી બાબતો એકદમ ખોટી છે. પણ સમાજ માટે દવાનુ કામ કરે છે. આંખ આડા કાન કરવા જ પડે. ધર્મ પ્રત્યેનો અહોભાવ છોડી દેશો તો તમને ઘણી બાબતો તકલિફ નહી આપે. તમે નટકબાજી સમજી હસવામાં કાઢી નખશો. બીજે ખરાબી હોય તો ચાલે પણ ધર્મમાં આ વસ્તુ તો નો જ હોવી જોઈએ, એ માણસનો ધર્મ પ્રત્યે નો અહોભાવજ છે.
  તમે હિન્દી ના કોઇ ધાર્મિક બ્લોગ માટે ગુગલ કરી જુઓ. પરિસ્થિતીનો ખ્યાલ આવશે. તમને પોતાને લાગશે કે આવા લોકોને વતાવાય નહી, આવા લોકોને હજી બીજા ૧૦૦ વરસ ધરમનો ડોજ આપવો જ પડે.

  Like

 3. શ્રી ભીમરાવ આંબેડકરે કહ્યું હતું ગાંધીયુગ એક અંધકાર્યુગ હતો તેમાં થી બહાર આવવું જરૂરી છે
  પ્રસિદ્ધ લેખક અને વિદ્વાન ટી.કે. મહાદેવને કહ્યું છે કે ગાંધીજી ની આત્મકથા અસત્યોની પોટલી છે.
  ભીમરાવ આંબેડકરે બી .બી.સી . વાર્તાલાપ માં કહ્યું હતું
  यदि किसी ऐसे पुरुष को जिसके मुह में राम और बगल में छुरी हो उसे महात्मा की उपाधि दी जा सकती है
  तो गांधीजी सचमुच महात्मा थे.
  और उन्होंने कहाथा चारित्रिक रूप से भी गांधीजी महात्मा नहीं थे

  Like

  1. બાબાસાહેબ આંબેડકરના ગાંધીજી સાથેના મતભેદો જાણીતા છે. આની વિગતે ચર્ચા કરવાનું આ સ્થાન નથી, પરંતુ, જોસેફ લેલિવેલ્ડ પોતાના પુસ્તકમાં લખે છે કે આઝાદી મળી ત્યારે ગાંધીજીએ બાબાસાહેબને કાયદા મંત્રી બનાવવાની ભલામણ કરી હતી. લેલિવેલ્ડના આ પુસ્તક પર ગુજરાતમાં પ્રતિબમ્ધ છે, એટલે ગામ્ધીની પ્રશંસા કરવાનો તો લેખકનો ઇરાદો નથી જ, એ તો તમે સમજી શકશો. આમ છતાં એમણે આ વિધાન કર્યું છે.

   Like

  2. શબ્દસુરભાઈ
   તમારો આભાર લિન્ક આપવા બદલ. મેં પુસ્તક વાંચ્યુ. લેખક આંબેડકરવાદી લાગ્યા. એમની વાત કદાચ ન માનવામાં આવે પણ એમણે બીજા મહાનુભવો ના અભિપ્રાય આપ્યા છે તો માન્યા વગર છુટકો નથી. આપણને સરકારોએ ગાંધીવાદી બનાવી દિધા છે એટલે આપણને ન ગમે. ગુજરાત માં ગાન્ધીજીને લિધે મારો સમાજ દારુ પીવાથી દૂર છે એથી મને તો વિશેષ આદર હતો એમના માટે.

   Like

 4. આ અંગે મારી અભણ માતા પાસેથી એક સૂત્ર વારંવાર સાંભળવા મળે. “ઈશ્વર તમારી અંદર હોય તો બધે જ છે અને નહિતર ક્યાંય નથી” બાહ્યાચારો સાથે મન, હ્રદય અને બુદ્ધિ જોડાય એટલે સત્ય આપોઆપ સ્પષ્ટ થવા માંડે. અમને મંદિરોમાં જવાની ના નહી પણ ભક્તિ માટે ક્યાંય જવાની જરૂર નથી ઘરમાં બેસીને પણ થાય તેવી સ્પષ્ટ નીતી સાંભળવા મળે આથી કોઈ પંથવાદમાં ન ભળતા સર્વધર્મ સમાન છે એવી ભાવના દ્રઢ થઈ. ખ્રીસ્તી ધર્મમાં પણ અનેક ફાંટા છે. હમણાં અહીં એક હેલ્થ સેમીનારમાં ગયેલી જે ચર્ચ વતી હતો. અને ચર્ચ એડવાંટીસ્ટ પંથ (ખ્રીસ્તી ધર્મનો એક ફાંટો) નું હતુ. વ્યાખ્યાતા ડોક્ટરે બાઈબલમાંથી પાના નંબર સાથે દર્શાવ્યુ કે બાઈબલમાં ફક્ત પ્લાંટ બેઈઝ ખોરાક ખાવાનું લખ્યુ છે. દૂધને પણ આ ક્રિશ્ચીયન ડોક્ટર પ્રવાહી માંસ ગણે છે અને સેમીનાર પ્લાંટ બેઈઝ ખોરાકના ફાયદા અને માંસ વિગેરેના ગેરફાયદા પર હતો. કેટલીક વાર આપણી અજ્ઞાનતા જ આપણને નડતી હોય છે. આજે ચાર મહિનાથી મેં ડેરી પ્રોડક્ટ ખાવાનું બંધ કર્યુ છે અને જે ફાયદો થયો છે તે પર નિબંધ લખી શકાય. ખૂટતા તત્વો ક્યાંથી અને કેમ મેળવવા તે માટે ડો. માઈકનું માર્ગદર્શન ફ્રી ઓફ ચાર્જ મળે છે અને સેમીનારમાં શરૂઆત અને અંતમાં ઈશ્વરનો આભાર માનતી પ્રાર્થના સિવાય ધર્મ અંગે બીજી કોઈ જ વાત નહી અને હું હિંદુ છુ છતા મને પ્લાંટ બેઈઝ ખોરાક લેતાં લોકોનો ગ્રુપ સપોર્ટ મળે છે. આવા જાત અનુભવો બતાવે છે કે ગાંધીજીનો અનુભવ પણ વ્યક્તિગત હોઈ શકે જે ખ્રીસ્તીજૂથે આમ કર્યુ હોય તેમાં પણ અંગત દ્વેષ ભળેલ હોવાની સંભાવના છે. આપણા મંદિરોમાં જે રીતે દૂષણો છે તે રીતે જગતના બધા ધર્મોમાં અલગ પંથો અને દરેક પંથમાં દૂષણો હોવાના જ ભલે પછી તે વ્યક્તિગત દોષોને કારણે હોય. એમાં હિંદુ ય બાકાત નથી અને ખ્રીસ્તી પણ બાકાત નથી.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s