“ સત્યના પ્રયોગો” માં ગાંધીજીએ વ્યકત કરેલા કેટલાક ચિંતનાત્મક વિધાનો આજના સમયના પરિપ્રેક્ષ્યમાં કેટલા અંશે પ્રસ્તુત ગણી શકાય ? ——– લેખાંક ( ૧ ). “ મિત્રતા “

“ સત્યના પ્રયોગો” માં ગાંધીજીએ વ્યકત કરેલા કેટલાક ચિંતનાત્મક વિધાનો આજના સમયના પરિપ્રેક્ષ્યમાં કેટલા અંશે પ્રસ્તુત ગણી શકાય ? ——– લેખાંક ( ૧ ). “ મિત્રતા “

વિધાર્થી અવસ્થામાં ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો “ ના કેટલાક પ્રસંગો તૂટક-છૂટક વાંચ્યાનું આછું આછું સ્મરણ છે. શબ્દશઃ ક્યારે ય વાંચી નહિ હતી. કેટલાક દિવસો થયા “ સત્યના પ્રયોગો “ શબ્દશઃ વાંચવાનું ચાલુ કર્યું છે અને અંત ભાગમાં પહોંચી રહ્યો છું ત્યારે પૂ. ગાંધીજીએ વ્યકત કરેલા કેટલાક વિચારો સાથે સંપૂર્ણ સહમત થવાતું નથી તો કેટલાક ઊંડૂ ચિંતન અને મંથન કરવા પ્રેરનારા પણ છે. કેટલાક વિચારો સાથે મારાં વિચારોની સામ્યતા પણ જણાય છે.

આવા સંજોગોમાં આ “ સત્યના પ્રયોગો “ ના વાચનથી ઉદભવેલા કેટલાક વિચારો વિષે મારાં અંગત મંતવ્યો અને અનુભવો વગેરે બ્લોગર મિત્રો સાથે શેર ( SHARE ) કરવા વિચાર્યું અને તે ફલઃસ્વરૂપે મારાં બ્લોગ ઉપર ક્રમશઃ લખી આપ સૌ મિત્રોના વિચારો-અભિપ્રાયો- પ્રતિભાવો જાણવા ઉત્સુક હોઈ આ ઉપક્રમ શ્રેણી સ્વરૂપે શરૂ કરી રહ્યો છું

“સત્યના પ્રયોગો “ માં ગાંધીજીએ તેઓ જ્યારે હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે જે મિત્રો થયેલા તેના અનુસંધાને મિત્રતા વિષે લખેલ છે કે, “ જેને સુધારવા છે તેની મિત્રતા હોય નહિ. મિત્રતા માટે અધ્વેત ભાવના હોય. એવી મિત્રતા જગતમાં ક્વચિત જ જોવામાં આવે છે, મિત્રતા સરખા ગુણ વાળા વચ્ચે શોભે ને નભે, મિત્રો એક બીજા ઉપરની અસર પાડ્યા વિના ન જ રહે. એવી મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારા અભિપ્રાય મુજબ અંગત મિત્રતા અનિષ્ટ છે, કેમ કે મનુષ્ય દોષને ઝ્ટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્યકતા છે.”
ઉપરોક્ત વાત ગાંધીજીએ પોતે રાજકોટ અભ્યાસ કરવા માટે આવ્યા ત્યારે, તેઓ એક મિત્રના પરિચયમાં આવ્યા કે. જેણે માંસાહાર કરવાથી શક્તિવાન બનાય છે. અને અંગ્રેજો વગેરે માંસાહાર કરતા હોય આપણાં ઉપર રાજ કરે છે. ઉપરાંત અનેક હિંદુ વિધ્યાર્થીઓ અને શિક્ષકો પણ માંસાહાર કરે છે તેમ જણાવતા ગાંધીજી પોતાને માંયકાંગલા ગણતા હોય પોતે બળવાન બને તો કેવું સારું તેમ વિચારી માંસાહાર કરવા સ્વીકારેલું. માંસાહાર કર્યા બાદ માતા-પિતાને છેતર્યાનું ઊંડૂ દુઃખ થયું કારણ કે, તેઓ વૈશ્નવ સંપ્રદાયના અનુયાયી હોઈ જો આ વાત જાણે તો તેમનું તત્કાળ મૃત્યુ જ નીપજે. ઉપરાંત તેઓને થયું કે જુઠું બોલવું માંસ ન ખાવા કરતાં યે ખરાબ ગણાય, તેવી સમજ સાથે અને માતા-પિતાના મૃત્યુબાદ સ્વતંત્ર થયા પછી, ખુલ્લી રીતે માંસ ખાવું, ત્યાં સુધી માંસાહારનો ત્યાગ કર્યો, પરિણામે માંસાહર છૂટ્યો.

કંઈક આવો જ અનુભવ મને પણ મારાં કોલેજના દિવસો દરમિયાન મારાં અંગત મિત્રો તરફ્થી થયેલો. માંસાહાર કરવા મિત્રોએ વિવિધ પ્રકારના દબાણ અને આગ્રહ કરેલા જેના જવાબમાં મારો એક જ પ્રત્યુત્તર રહેલો કે, “ જે વસ્તુ ઘરમાં રાંધી પરિવારના સભ્યો સાથે ખાઈ શકાય તેવી વસ્તુ ખાવામાં મને કોઈ બાધ નથી.” માંસ આપણાં ઘરમાં રાંધી શકવાનું અને પરિવાર સાથે ખાઈ શકવાની કોઈ સંભાવના નહિ જણાતા અને મારી મક્ક્મતાથી આજ સુધીમાં ક્યારે ય માંસાહાર કર્યો નથી.

માંસાહારના ત્યાગ બાદ ગાંધીજીએ બીડી પીવા વિષે તથા બીડીના ઠુંઠામાં મજા નહિ આવતા કરજ કરી બીડી પીવાની મજા માણી બાદ ખોટું કર્યાનો પશ્ચાતાપ થતાં આપઘાત કરવા વિચાર્યું અને ધતુરાના બી પણ ખાધા પરંતુ મરવું સહેલું નહિ જણાતા થયેલ કરજ ચૂકવવા હાથમાં પહેરેલા સોનાના કડામાંથી ચોરી કરી કરજ ચૂકવ્યું. પરિણામે અંતરાત્મા સતત ડંખતો રહ્યો અને આખરે પિતા ઉપર ચીઠ્ઠી લખી જાણ કરી. ચીઠ્ઠી વાંચી પિતાની આંખમાંથી અશ્રુ ટપક્યા અને કશું પણ કહ્યા વગર પિતાશ્રીએ ચીઠ્ઠી ફાડી નાખી અને પોતે પણ રડ્યા ! આ વિગતો અત્યંત જાણીતી હોઈ ટૂંકમાં જણાવી છે.

કંઈક અંશે આવાજ પ્રકારની ધુમ્રપાન માટે અને તમાકુ/જરદા વાળા પાન મને ખવડાવવા મારાં અંગત મિત્રોએ ભરપૂર પ્રયાસો કોલેજ કાળમાં કરેલા. પાન વાળાને ઈશારા કરી મારાં માટે સુગંધી વાળી કિમામ અને તમાકુ સાથે પાન બનાવડાવતા જે હું મોં માં મૂકતા જ જાણી જતો અને થુકી નાખતો. ધુમ્રપાન માટે સખત અણગમો અને નફરત હોઈ તેનો ધુમાડો જ ગુંગળાવી નાખતો હોય, મને ક્યારે ય સમજાયું નથી કે આવી ગંદી અને હાનિકારક બીડી/સિગારેટ પીવાનો શોખ દુનિયામાં કેમ હશે ? બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આવા ધુમ્રપાન કરનારાઓ સહ પ્રવાસીને ધુમાડો કેટલો ત્રાસ કરતો હશે તે કોણ જાણે ક્યારે સમજશે ?

તમાકુ/ગુટકા અને પાન ખાનારાઓ ચો તરફ થુકી/પીચકારીઓ મારી જાહેર માર્ગો-સ્થળો, અરે ! પોતાના આંગણા-સરકારી કચેરીઓના ખૂણાઓમાં-સીડી ઉપર, લીફટમાં ગંદકીનું સામ્રાજય ઉભું કરતા રહે છે આવા લોકોને સખ્ત નશ્યત કરવી જોઈએ તેમ નથી લાગતું ?

જે કોઈ વ્યક્તિ માંસાહાર-ધુમ્રપાન કે તમાકુ વગેરે ખાવાનો ઈંન્કાર કરે તેને મિત્ર વર્તુળમાં એકલો પાડી દેવામાં આવે, અનેક પ્રકારના મ્હેણા-ટોણા મારી જેવા કે, “ નમાલો છે “, “ મર્દ નથી “ વગેરે બિરૂદ આપી પેલાનો અહમ જાગૃત કરવાનો પ્રયાસ થાય ! આવા મિત્રોના સંગથી સજાગ-સતર્ક રહી તેમના વ્યસનો છોડાવવા કોશિષ કરવી જોઈએ અને તેમની સાથે ભળી ના જવાય તે માટે સતત સભાન રહેવું અનિવાર્ય બની રહે !

સદભાગ્યે મને જે મિત્રોએ માંસાહાર-ધુમ્રપાન અને તમાકુ વગેરે ખવડાવવા પ્રયાસો કરેલા તે સર્વે એ મારી દૃઢ્તા સમક્ષ પરાજય સ્વીકારી આ પ્રયાસો પડતા મૂકેલા. અને મને કહેતા આનંદ થાય છે કે. આજે અમારી મિત્રતા 50-60 વર્ષ થયા અને ઉષ્માભરી લાગણી સાથે અડિખમ ઉભી છે એટલું જ નહિ પરંતુ આ મિત્રતા અમારાં સંતાનો અને તેમના સંતાનો સુધી લંબાઈ પણ છે

આ પ્રસંગે શ્રેષ્ઠ મિત્રતા મારાં મતે કોને કહેવાય તે અત્રે જણાવું તો અપ્રસ્તુત નહિ ગણાય તેમ ધારું છું.
મારાં નમ્ર મત પ્રમાણે કર્ણ અને દુર્યોધનની અને કૃષ્ણ અને સુદામાની મિત્રતા કદાચ દુનિયા ભરના સાહિત્યમાં શ્રેષ્ઠ ગણાતી હશે.

કૌરવ‌-પાંડવોનું યુધ્ધ નિશ્ચિત થઈ જતા માતા કુંતિ અને કૃષ્ણ કર્ણને મળવા જાય છે. યુધ્ધ પૂરું થયે હસ્તિનાપુરનું રાજ્ય ઉપરાંત દ્રોપદી પણ તેને સ્વીકારશે તેવા પ્રલોભન આપે છે. જેના જવાબમાં કર્ણ કહે છે કે, “ મને જેણે આ માન અને મોભો અણીના વખતે આપ્યો છે તેનો દ્રોહ હું નહિ કરું. હું એ પણ જાણૂં છું કે દુર્યોધન પક્ષે રહેવાથી મારું મૃત્યુ નિશ્ચિત છે. મને મૃત્યુ મંજુર છે, મિત્ર દ્રોહ નહિ !”

આવી જ મિત્રતાનો ઉત્તમ દાખલો કૃષ્ણ અને સુદામાનો છે. પત્નીના અનેક મેણાં‌ ટોણાં સાંભળી સુદામા દ્વારકા જવા તૈયાર થાય છે. પત્ની પાડોશમાંથી તાંદુર માગી આવી રસ્તાના ભાતા તરીકે સુદામાને પોટલીમાં બાંધી આપે છે. સુદામા દ્વારકા પહોંચે છે જેની જાણ કૃષ્ણને થતાં સિંહાસન ઉપરથી ઉઠી દોડતા જઈ સુદામાને ગળે લગાડી ભેટે છે અને પોતાના સિંહાસન ઉપર જ સાથે બાજુમાં બેસાડે છે અને ક્ષેમ કુશળ જાણી વાતોમાં લાગે છે. વિદાય સુધી સુદામા પોતાની ગરીબીની વાત મોંમાંથી કૃષ્ણને કહી શકતા નથી અને કોઈ સહાય માંગી શકતા પણ નથી. ખાલી હાથે જ વિદાય લે છે. તો આ બાજુ કૃષ્ણ સુદામાની વાસ્તવિક પરિસ્થિતિ જાણી તેમના માટે તમામ સગવડ સાથે ભવ્ય ઈમારત બનાવી મિત્ર તરફનું ઋણ અદા કરે છે. અર્થાત જે મિત્ર, મિત્રની તકલીફ જાણી માંગ્યા વગર તમામ પ્રકારની સહાય કરી છૂટે તે જ સાચો મિત્ર ગણાય !

અંતમાં હું તો માત્ર એટલું જ કહીશ કે મિત્ર હો તો કર્ણ-દુર્યોધન જેવા કે કૃષ્ણ-સુદામા જેવા ! સદભાગ્યે મને આવા કેટલાક મિત્રો મળ્યા છે.

આ સંજોગોમાં ગાંધીજીનું આ વિધાન મુજબ “ અંગત મિત્રતા અનિષ્ટ છે, કેમ કે મનુષ્ય દોષને ઝ્ટ ગ્રહણ કરે છે.” મને આત્યંતિક લાગે છે, આપ શું માનો છો ?

35 comments

 1. અરવિંદભાઈ
  તમે વ્યસની મિત્રોના સંપર્કમાં રહ્યા છતાં તમારી મક્કમ્તાએ તમને ઉગાર્યા .તમારી મક્કમતા વખાણવા જેવી છે .
  रहिमन उत्तम प्रकृतिको कहा करी सकत कुसंग
  चन्दन विष व्यापे नहीं लिपटे रहे भुजंग आता के सलाम आपकी उत्तम प्रकृतिको

  Like

 2. અમુકવર્ષે કદાચ એવું બને કે, દેશના કમ ભાગ્યે આજના જેવી કોંગ્રેસ જો સત્તા ઉપર આવે તો ગાંધીજીના પ્રશંસકોને સફ્રોનવાદી ગણી લેવામાં આવે. જેમ રામના અને કૃષ્ણના ભક્તોને સફ્રોનવાદી ગણવામાં આવે છે તેમ.

  Like

 3. બહુ સરસ અરવિંદભાઇ .. વાંચી ને આનંદ થયો.. હજુ ઘણી રસપ્રદ માહિતી અને હકીકતો આપ પાસે થી જાણવા મળે એવી અપેક્ષા.

  Like

 4. ગાંધીજીને “ઇમ્પ્રેક્ટિકલ” ગણવા તે ન્યૂટનને અવૈજ્ઞાનિક ગણવા બરાબર છે! 🙂 એમના જિન્નાહ સાથેના આ ફોટામાં તમને કોણ વધુ “પ્રેક્ટિકલ” લાગે છે? http://www.oldindianphotos.in/2008/12/mahatma-gandhi-and-jinnah-in.html હાથની આવી મુદ્રાઓ ક્યારે સંભવે?

  ખરેખર તો ગાંધીજીની પ્રયોગાત્મકતા એટલી બધી છે કે આપણામાંના સૈદ્ધાંતિક મનુષ્યને ગાંધીજી વિરોધાભાસી લાગે છે.
  ઉદાહરણ તરીકે નૈસર્ગિક ઉપચારોના બિન-વૈજ્ઞાનિક રીતે પ્રયોગો કરવા અને તારણના રિસર્ચ પેપર વિના જ ચલાવી લેવું, ખાદી-ગ્રામોદ્યોગ પર કોઈ જ અર્થશાસ્ત્રીય પ્રમેયો વિના આટલો બધો ભાર આપવો, એક બાજુએ રોજગારીની તકની વકિલાત કરવી અને બીજી બાજુએ પોતાનું કામ પોતે કરવા પર ભાર આપવો, અહિંસક સત્યાગ્રહના વિરોધાભાસો વગેરે.

  એમનો લોકભોગ્ય વેશ ઘણા ચિંતનને અને પ્રયોગોને અંતે ઓઢેલો વેશ છે. દેશને પહેલાં ધર્મ ઝનૂનને, પછી સમાજવાદને અને ફરીથી ધર્મ ઝનૂનને સદંતર શરણે જતો અટકાવવા ગાંધીજી જેવા મહાત્માએ ડાગલો બનીને ઝૂલવું પડયું છે.

  એ સિદ્ધાંતવાદી વેશની આરપાર, “નાગો” ગાંધી બહુ વિશાળ હૃદયનો ઊંડો વિચારક, બહુ હિંમતવાન યોદ્ધો, બહુ કસાયેલો નેતા છે. એના જેટલો “pragmatic” માણસ કોઈ નથી. એ ઊંડા સન્માનને પાત્ર છે.

  એટલે જ મારો ગાંધીજી સાથેનો આંતરિક સંબંધ એક મિત્રનો રહ્યો છે. એ મને ગમે છે. એના દોષો પણ મને દેખાય છે. સૌથી વધુ તો, એના કારણે મને મારા દોષો પણ મને દેખાય છે.

  Like

  1. ભાઈ શ્રી પ્રમથભાઈ,
   બહુ સારો પ્રતિભાવ. ગામ્ધી આપણૉ અરીસો છે. ગાંધી સાથે મિત્રભાવ જ સાચો ભાવ છે. એ ગુરુ નથી. એ કોઈ સંપ્રદાયમાં બંધાય એમ નથી. એનો ધર્મ પોતાનો,એનો વેશ પોતાનો. એ અરીસો આપણને દેખાડે છે કે પરંપરાઓની પર માણસ શી રીતે જીવે. આપણે પરંપરાઓથી આગળ ન વધ્યા (મેં મારી લાંબી કૉમેન્પટમાં પહેલાં પણ આ લખ્યું છે). ગામ્ધીને હું પણ મિત્ર માનું છું એક આશ્ચર્યજનક મિત્ર. જો કે એ પોતે મિત્રતાને અનિષ્ટ માને છે …પણ માન્યા કરે! મેરે હઠીલે શ્યામ મૈં હઠ પે અડા હું, ઠોકર લગા દે મૈં તેરે રસ્તે મેં પડા હું. બસ એ જ ભાવ…

   Like

 5. મુ. શ્રી અરવિંદભાઈ,
  તમે નવી પ્રેરણાદાયક લેખમાળા શરૂ કરી છે. આભાર. “ જે વસ્તુ ઘરમાં રાંધી પરિવારના સભ્યો સાથે ખાઈ શકાય તેવી વસ્તુ ખાવામાં મને કોઈ બાધ નથી.”
  મિત્ર હો તો કર્ણ-દુર્યોધન જેવા કે કૃષ્ણ-સુદામા જેવા !
  Ashok patel

  Like

 6. Ihave read “Satyana Prayogo athava Aatmakatha” This edition has………
  The publishar’s Nivedan is Dated..27-11-’47 and It has Preface…Prastavana…..written by Gandhiji dated…Maghshar Shud 11, 1982.
  Please read…Page: 7 / 2nd paragraph…His confession….” me khub aatmanirikshan kariu chhe……..ke mari drashtie ae khara chhe.”
  Page: 9…Paragraph..3….” Ae sankuchit khsetrama mara aatmakathana lekhomathi ghanu mali……..talmatra itchha nathi.”………
  While writing autobiographi he has confessed certain DOSH….
  He was clear about two different persons and having different thinking…
  He has completely written this autobiographi by 1947….During those days the social,political and other environments had different structures. His referance was those old days.
  Today when we started reviewing his writings, it is 2012….i.e. 50 -60 yar’s differance. Our mental background today is much much different. If we want to evaluate his writings, we have to place ourselves in old good day’s environment.
  Also he already have accepted his shortfalls and dosh.

  I have just finished reading his book published by NAVAJIVAN. 1st edition was dated 1959. The articles go back to 1920….1925….1934…..1936…..This is in form of Question and Answer. BOOK: ” Saiam ane Santatiniyaman.”
  With today’s referance no person, ( male or female ) will agree to his thinking. I disagreed. He had some followers in those days. I could see that during those days Medical Science was not this advanced as it is today. He talked only age old philosophi answering the questions.
  I wish all my friends do read this book.
  Please always consider the “TIME FACTOR”
  Thanks.
  Amrut Hazari.

  Like

 7. Shri Arvindbhai, thanks for your, attempt to dare to comment on Gandhi’s Atmakatha. Some beleive , we can not discuss or comment on Guru or Maha-Puruse,some say or think against. “Cheta Machedra Gorak Aya” Gorak alerted Machedra. In Our scripters there are so many contraveries. Same way in History and this modern History of our times.

  Gandhiji has started as an ordinary boy/student and Atmakatha is also “Satya na Prayogo” His mistakes and HOW he has saved himself from the situation, leading upto Death.
  I am 88 AND IN USA, AFTER 75 YEARS. I had read and reading as and when as refresher course. Also four parts written by Shri Nrayanbhai Desai nearly 1500 pages and heard his Gandhi Katha in USA. His lif is Messeage and last written is final and not era written his views or deeds. So Gandhi has turned from an ordinary Human- Atma to MAHATMA by his Satya Na Prayogo and so believe him as so by Great men of world and are confirming him as MAHATMA or GREAT MAN. We can recollect or think of our life, how we are brought up. and How our life is influenced.

  Nice tropic and I believe we have our own ability given by God and for the sake of learning or following also we must discuss and find out what is good for us Samaj, Nation or Universe.
  To keep doubt that one is writing for his own interest is no good thinking,.

  Churning is more important for evoluation than Blindly following — relegious, political or medical or scientific points to get butter-ghee or better thing or idea, is not SIN, but need.

  WORLD IS DEVOLOPING, UNIVERSE ALSO AND FOR THIS ANY TIME , THINKING IS NECESSARY FOR FURTHER PLANNING OR EVOLUTION AND THAT IS BY NEW GENERATION AND NOT BY PASS GREAT MAN/MEN . I LOVE TO NEW AND NEW CONSIDERING PAST ACHIEVEMENTS OR MISTAKES. WE LEARN HISTORY FOR THE VERY REASON, IS MY HUMBLE BELIEF..THANKS TO TO YOU AND ALL JOINING FOR GOOD CAUSE

  Like

 8. એમની આત્મકથા તો જીવનમાં માર્ગદર્શન માટેનો બહુમુલ્ય ગ્રંથ છે અને એની અનન્યતા એમાં છે કે તે જાત અનુભવનો અને સંપુર્ણ સત્ય ઘટનાઓનો ગ્રંથ છે….શ્રી ભુપેન્દ્રસિંહે ગાંધીજી વિષે એમના બ્લૉગ પર બાપુની નિખાલસ રજૂઆતો પર બહુ સરસ લખ્યું હતું.

  ગાંધીજીએ જે પ્રયોગો કર્યા તે સમગ્ર રાષ્ટ્ર માટે તો ખરા જ પણ એમણે જે વાત કરી કે સમગ્ર સ્વાતંત્ર્યઆંદોલન કર્યું તે તો મારા મોક્ષ માટે છે !! સાવ સ્વાર્થી લાગે તેવી આ વાતમાં જે રહસ્ય રહેલું છે તે બહુ મજાનૂં છે.

  ગાંધીની વાતો તો કરવા બેસીએ તો પાર ન આવે પણ આચરણ કરવાનું આવે ત્યારે અશક્ય જ બની જાય !! બસ આ જ એમની વિશેષતા !

  બહુ સરસ કામ લીધું છે. અભિનંદન.

  Like

 9. થોડા વખત પહેલા એક અંગ્રેજી પુસ્તક વાંચ્યુ હતું. “Gandhi – Naked Ambition”. આ પુસ્તક ગાંધીજીની નબળાઇઓને ઉજાગર કરતુ એક અંગ્રેજ દ્વારા લખાયેલું પુસ્તક છે. એ પુસ્તક વાંચીને બધી યોગ્ય વાતો બ્લોગ પર મૂકવાની ઇચ્છા હતી પણ સમયના અભાવે એ ના થઇ શક્યુ મારાથી. જો કે આ બાબતે લખેલી એક પોસ્ટની લિંક અહીં રજૂ કરુ છું.
  http://krunalc.wordpress.com/2012/04/11/gandhi-naked-ambition-i/

  Like

 10. સરસ શરૂઆત. આ ક્ર્મ ચાલુ જ રાખજો.
  કોઈ પણ ચીજ આત્યંતિક ન હોવી જોઈએ. મિત્રતામાં પણ અમૂક અંતર જરૂરી છે. એમ જ એકદમ ઘનિષ્ટ – પતિ/ પત્નીના સંબંધમાં …
  Safe distance even in intimate contacts.

  Like

 11. ઘણીવાર મોટી મુસીબતો માં મિત્રો જ સાથ આપે છે તેવા ઘણા ઉદાહરણો છે. ગાંધીજી ના સત્ય ના પ્રયોગો સત્ય જ છે
  તેમ માની લેવાની જરૂર નથી. તેતો તેમના વિચારો ફક્ત છે . કદાચ તેમાં જળતા વધારે પણ હોઈ શકે છે. ઘણા લોકો સત્યના પ્રયોગો
  ના વાંચવાની પણ ભલામણ કરતા હોય છે. કદાચ એવું પણ હોય કે એમનું ધાર્યું મિત્રો એ ના કર્યું હોય એટલે આવી પૂર્વભૂમિકા
  મિત્રો બનાવવા માટેની હોય. પણ મિત્રો ના બનાવવા એવો સંદેશ ના આપી શકાય. માણસ માણસ થી જ ઘડાય છે અને તેમાં ગાંધીજી પણ આવી જાય,
  પછી આ માણસ મિત્ર હોય પરિચિત હોય કે ગુરુ હોય કે સબંધી હોય વ્યાખ્યા અલગ હોય. મિત્રો વિનાની જિંદગી અધુરી છે .
  જયારે સ્વાર્થ આવે એટલે જ મિત્રો ખરાબ લાગે. માટે ગાંધીજી નું અર્થઘટન બિલકુલ ખોટું છે.

  Like

  1. ગાંધીજી મિત્રતાને અનિષ્ટ ગણે છે. કર્ણ અને દુર્યોધનની મિત્રતા આ અનિષ્ટનું ઉદાહરણ છે.હકીકતમાં તો બન્ને ‘શત્રુનો શત્રુ તે મિત્ર’ એ ન્યાયે મિત્ર હતા એટલે કર્ણ દુર્યોધનને રોકે એ શક્ય જ નહોતું. હું સમજ્યો છું ત્યાં સુધી, હું મંત્રી હોઉ અને મારો મિત્ર એનો લાભ લેતો હોય તો મિત્રતાને કારણે હું એને રોકું નહીં. આ પોતે જ અનિષ્ટ છે.
   તે સિવાય અધ્યત્મના માર્ગમાં તો માતા પિતાને પણ બંધન માનવામાં આવે છે, તો મિત્ર પણ એ જ કક્ષામાં ગણાય કે નહીં?
   શ્રી અરવિંદભાઇએ પોતાની સંકલ્પશક્તિનાં ઉદાહરણો આપ્યાં છે. ખરેખર તો ગાંધીજીના જીવનમાં અને આત્મકથામાં એવું ઘણું મળશે કે જે કોઈ પણ વ્યક્તિના જીવનમાં જોવા મળશે, કારણ કે ગાંધીજી ધીમે ધીમે બન્યા -ઇવૉલ્વ થયા. સવાલ એ છે કે આપણે કેટલા બન્યા, કેટલા ઇવોલ્વ થયા.
   એક પ્રસંગ એ પણ આવ્યો હશે કે શિક્ષકો વિશે છોકરાઓ કેવાં જોડકણાં બનાવીને ગાતા. ગાંધીજી પણ ગાતા અને હું પણ ગાતો. પરંતુ અમારા બન્નેની સમાનતા ત્યાં જ પૂરી થઈ જાય છે! આમ એમનું જીવન વિકસતું રહ્યું.
   હું ઘણી વાર વિચારૂં કે દક્ષિણ આફ્રિકામાં મારો સામાન ફેંકીને મને ટ્રેનમાંથી ઉતારી મૂક્યો હોત તો હું ગાંધીજી જેમ કરી શક્યો હોત? મને અંદરથી જવાબ એ મળે છે કે ના…હું રોઈ પડ્યો હોત. ગાળો દીધી હોત અને બીજા દિવસથી ગોરાઓના ડબ્બામાં ચડ્યો જ નહોત! પણ આ માણસે તો અંગત અપમાનને સાર્વજનિક બનાવી દીધું! શું એમનાથી પહેલાં જે હિન્દુસ્તાનીઓ ત્યાં વસતા હતા એમને આવા અનુભવ નહોતા થયા? માંસાહાર વગેરે ગાંધીજીના જીવનનાં પગથિયાં છે. એ ચડતા જ રહ્યા.આપણે ચડવાની કોશિશ પણ ન કરી, હિંમત પણ ન કરી. માત્ર ખાવાની નહીં, બીજી બધી પરંપરાઓને વળગી રહ્યા. ગાંધીજી પરંપરાવાદી નહોતા. આત્મકથામાં આગળ ઘણું આવશે જે દેખાડશે કે આપણા અને ગાંધીજી વચ્ચે સમાનતા ઓછી અને અસમાનતા વધું છે.
   આપણી પરંપરામાં માંસાહાર નથી એટલે કરોડો લોકો તો કશા જ પ્રયત્ન વિના નિરામિષભોજી છે. ચાર-છ પ્રસંગ આવ્યા હોય તો પણ એને ટાળી શક્યા હશે. પરંતુ માત્ર શાકાહારી હોવાથી ગાંધી નથી બનાતું. ખરૂં જોતાં આજે પશ્ચિમમાં ગાંધીનો જે આદર છે તે આપણા દેશમાં કે ગુજરાતમાં છે? આમ પણ ગાંધીજીના સાથીઓ, મૌલાના અબૂલ કલામ આઝાદ, ખાન અબ્દુલ ગફ્ફાર ખાન, જવાહરલાલ નહેરુ કઈં શાકાહારી નહોતા. ગાંધીજીએ એમને કદી રોક્યા હોવાનું મારા જાણવામાં નથી આવ્યું.

   Like

   1. ગાંધીજી ના રોકી શકે. ગાંધીજી જાણતા હતા કે ગુજરાતી અને થોડા મારવાડી શિવાય આખી દુનિયા માસાહારી છે. જો બધા છોડી દે તો બાજરો ક્યાંથી લાવવો બધા માટે. ઘઉં તો વી.આ.પી. હતા એના જમાનામાં.

    Like

 12. સ_રસ લેખમાળા ચાલુ કરી. આ બહાને આપ સમા વડીલ પાસેથી ગાંધીવિચાર વિષયે જ્ઞાન પ્રાપ્ત થશે. પરસ્પર ચર્ચા તો થશે જ. હમણાં જ વિકિસ્રોત પર “આત્મકથા” નું કાર્ય પૂર્ણ કર્યું તેથી કદાચ અમોને વધારે રસ પડશે. આપે ઉલ્લેખેલું અવતરણ અમોએ સ્રોત પર મુક્યું તે આમ છે;

  “સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઊતરવું નહીં જોઇએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હોય નહીં. મિત્રતામાં અદ્વૈતભાવના હોય. એવી મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારો અભિપ્રાય એવો છે કે અંગત મિત્રતા અનિષ્‍ટ છે, કેમ કે મનુષ્‍ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્‍યકતા છે. જેને આત્‍માની, ઇશ્ર્વરની મિત્રતા જોઇએ છે તેણે એકાકી રહેવું ઘટે છે, અથવા આખા જગતની સાથે મૈત્રી કરવી ઘટે છે. ઉપરના વિચાર યોગ્‍ય હોય કે અયોગ્‍ય, મારો અંગત મિત્રતા કેળવવાનો પ્રસંગ નિષ્‍ફળ નીવડયો.” — (સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૬. દુ:ખદ પ્રસંગ—૧) લિંક અંતે આપું છું.

  હવે ખાસ તો, આપે આપનાં અંગત અનુભવો વર્ણવ્યા તે વાંચી (માંસ-વ્યસન વિષયે) આજે પણ ગાંધી જેવી દઢતા ધરાવતા લોકો છે, ગાંધી કંઈ કલ્પનાનો માણસ નથી, તેનાં વિચારો માત્ર અવ્યવહારૂ શિખામણો નથી, એવી લાગણી થઈ.

  વાત માત્ર મિત્રતા પૂરતી કરીએ તો, આપનો સહેજ ભિન્ન મત પણ આદરપાત્ર ગણીને કહું તો, મને લાગે છે કે ગાંધી મિત્રતાનાં ગુણદોષ સ્પષ્ટતાપૂર્વક અને વ્યવહારૂ ઢબે વર્ણવી શક્યા છે. ઉપર આખું અવતરણ વાંચતા જણાશે કે, જેને હૃદયે સમષ્ટિનું હીત વસ્યું છે તેને માટે “અંગત મિત્રતા અનિષ્‍ટ છે”. આપે જ મિત્રતાનાં આપેલાં ઉદાહરણમાંથી દુર્યોધન-કર્ણનું ઉદા. લઈએ તો, (કથા પ્રમાણે) કર્ણ જાણતો જ હતો કે દુર્યોધન જે કરે છે તે ખોટું છે, તેનાં પરિણામો, અન્ય માટે તો ખરાં સ્વયં પોતાનાં મિત્ર માટે પણ, ભયંકર થશે. છતાં તે દુર્યોધનને વારી ન શક્યો. માત્ર ને માત્ર ’અંગત મિત્રતા’ની શરમ જાળવવા ! મિત્રતાનો દ્રોહ કરીને પણ મિત્રને સન્માર્ગે વાળવો એ સારું ? કે, મિત્રતાનો દ્રોહ તો થાય જ નહિ, ભલે મિત્રતાની શરમ રાખવા મિત્રના ખોટા કાર્યમાં પણ સાથ આપવો પડે, એ સારું ? ગાંધીને કદાચ ખબર હશે કે સંસારમાં બધાં જ લોકો કંઈ સબળું મન (આપની જેમ) ધરાવતા ન હોય. આથી તેમણે ’અંગત મિત્રતાને અનિષ્ટ’ તરીકે વર્ણવી હોય તેમ બને. આપે સુંદર અને વિચારપ્રેરક લેખ લખ્યો તે બદલ અનેક અનેક ધન્યવાદ.

  Like

 13. “ અંગત મિત્રતા અનિષ્ટ છે, કેમ કે મનુષ્ય દોષને ઝ્ટ ગ્રહણ કરે છે.”

  આમાં અનિષ્ટ તો દોષને ગ્રહણ કરવા તે છે તો મનુષ્યનો પુરુષાર્થ દોષથી ગ્રસ્ત ન થવાનો હોવો જોઈએ. મનુષ્ય સામાજીક પ્રાણી છે તેથી તેને કોઈકના આધાર વગર ચાલતું નથી. પારીવારીક સંબધો જન્મના આધારે બંધાતા હોય છે તેથી તેમાં પસંદગીને કોઈ અવકાશ નથી. મિત્રતા સમાન વિચારો ધરાવતી કોઈ પણ વ્યક્તિ સાથે જાતી, ઉંમર, લિંગ, દેશ, રંગ કે અન્ય કોઈ પણ બાબતને ધ્યાનમાં લીધા વગર થઈ શકે છે.

  અનિષ્ટ અંગત મિત્રતા નથી પણ અનિષ્ટ દોષોને ગ્રહણ કરવા તે છે.

  નવી લેખમાળા શરુ કરવા માટે અભિનંદન.

  Like

 14. arvindbhai aap pujya bapu ni atmakatha nu vivechan karo chho k teni sarkhamani te khabar padti nathi………… duryodhan na galat karya ma karna na sath fakt apavani vat sacha mitra ganavani vat thodi gale utare tevi nathi haa lord krishna sudama ni mitrata ne adarsh mani shakay.. j mitra ne khota kam karto atkavi na shake ane atkavava prayatna na kare tene sachi mitrata mani na shakay. samaj ane desh na hit ma na hoy teva karya ma sath e to gang banavi kehvay! biju gandhiji a kyarey shabdo ni maya jal rachi satya nathi chupavyu , ane galat karya ne bhul gani sudhari j chhe. aap kadach karni ane kathani juda rakhi shakti personalities thee prabhavit lago chho. gana sara muddao aap lakho chho pan kadach gandhiji j v vibhuti ni atmakatha vishe vivechan jevi vat aapni prasidhhi ni bhookh to nathi ne? aajkal mahan netao vishe controvershial vicharo raju kari ne vadhu prakhyat thavani hod chalechhe i hope u r not one of them…….

  Like

   1. ગાંધીએ તો પોતાની ભૂલો છુપાવી નથી. હવે એની ભૂલો પા્છળ પડવાનો શો લાભ? કદાચ રાજકીય લાભ હોય તો ભલે. આર.એસ.એસ.ની વિચારધારા ગાંધીની વગોવણી ઉપર જ ટકી છે. એનાં ચશ્માં ઉતારીને ગાંધીને જુઓ. આર.એસ.એસ.ને કારણે સમાજનું શું ભલું થયું તે પણ વિચારો.
    આપણે ગાંધીની ભૂલો કરતાં આપણી પોતાની ભૂલો પર ધ્યાન આપીએ તો સમાજનું ભલું થાય.

    Like

    1. દીપકભાઈ તમે rangila gandhi.com પર જઈ ગાંધીજી વિષે વધારે માહિતી મેળવી શકશો. આ વેબસાઇત આર. એસ . એસ એ નથી બનાવી.
     તેમાં એક લેખકે કહુય છે કે ગાંધીજી ના સત્ય ના પ્રયોગો એ અસત્યના પ્રયોગો માત્ર છે

     Like

    2. શબ્દ્સુરભાઈ,
     ગાંધી વિશે માહિતી મેળવવા માટે તમે કહો છો તે વેબસાઇટ ઉપરાંત ઘણી વેબસાઇટ છે. ગૂગલમાં સર્ચ કરતાં બહુ મોટી યાદી મળશે. આમાંથી તમે એક જ સાઇટની ભલામણ કરો છો એના પાછળ કામ કરતી માનસિકતા ન સમજાઈ. ઇંટરનેટ પર તો ઘણી બ્લૂ વીડિયો ફિલ્મો પણ જોવા મળશે. વેબસાઇટ તો કોઈ પણ માણસ શરૂ કરી શકે છે. ઇંટરનેટ પર હોય તે બધું ‘ઑથેન્ટિક’ ન હોય. આ વેબસાઇટ આર. એસ. એસ.ની ન જ હોય. એ લોકો એટલા પતિત તો નથી જ એની મને ખાતરી છે. પરંતુ તમારા પર આર. એસ. એસ.નો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે એટલે શાખાના સ્થાનિક નેતાને પૂછી જોશો તો એમની સલાહ હશે કે આવી વેબસાઇટની ભલામણ ન કરવી જોઇએ. એમણે હા કહી હોય તો અહીં જણાવશો અને ના કહે તો તમારી ભૂલનો સ્વીકાર કરશો.
     વળી, ગાંધી સારો માણસ ન હોય તો એને મૂકો પડતો. આપણે ગાંધીના સંદર્ભમાં આપણી પોતાની ભૂલો સુધારવા (અથવા માનવા) પર ધ્યાન આપીએ એવું મેં સૂચન કર્યું છે તેના વિશે તો તમે મૌન રહ્યા છેાં ! હવે ચર્ચા કરવી હોય તો નમ્રતાથી તમારી પોતાની ભૂલોની વાત કરવા વિનંતિ છે. આ પહેલાંની મારી કૉમેન્ટ વાંચી લેશો એમાં મેં મારી નબળાઇ કબૂલી છે. આશા છે કે તમે પણ એમ જ કરશો.

     Like

 15. મુ. શ્રી અરવિંદભાઈ,
  તમે નવી પ્રેરણાદાયક લેખમાળા શરૂ કરી છે. આભાર. ગાંધીજીના જીવનમાંથી તો ઘણું શીખવા મળે તેમ છે. એમની આત્મકથા વાંચીએ તો એમ લાગે કે કોઈ સામાન્ય માણસ સીધીસાદી વાતો લખે છે. એ જ એમની મહાનતા છે.

  Like

  1. દીપકભાઈ તમે સત્ય વિષે વાતો કરો છો પણ સ્વીકારતા નથી તે બાબત નું દુખ છે. તમે બીજા એ શું કરવું
   શું માનવું તેવી વિચારસરણી ધરાવો છો. મેં તમને કોઈ પણ બાબતે પૂર્વગ્રહ રાખી કદી ખોટી સલાહ આપી નથી
   ચર્ચા પત્ર માં ચર્ચા હોય અને તેને બહુ બહુ તો ખુલાસા હોય. મારી વાત હું વજૂદ હોય તોજ કહું છું. તમારે માનવી કે ના માનવી એ તમારે જોવાની.
   હું કદાચ ગાંધીજી વિષે જેમણે કહ્યું તે કહું છું પણ તમારા માં ખુબજ નકાર્ત્માંક્તાનો ભાવ સ્પષ્ટ દેખ્ય છે. ચાલો હું ગાંધીજી વિષે સત્ય બહાર લાવું છું તો તમે પણ આર. એસ .એસ. વિષે ખોટી વાતો કરો છો જેમાં વજૂદ કંઈજ નથી. મેં તમારો વ્યક્તિગત વિરોધ નથી કર્યો. પ્રજા સમક્ષ સત્ય લાવવું એ પણ તમને નથી ગમતું? કોઈ વ્યક્તિ ની ખોટી બાજુ ઉજાગર કરવી એ તમારે મન ગુનો છે એમ લાગે છે.

   Like

   1. ભાઈ શબ્દસૂર,
    ગાંધીજીની ખોટી વાતો તમે બહાર તો લાવ્યા નથી, માત્ર કહ્યા કરો છો. તે છતાં તમારો આક્ષેપ છે કે મારો દૃષ્ટિકોણ નકારાત્મક છે. તમે ખોટી વાતોમાં એમના બ્રહ્મચર્યના પ્રયોગો વિશે કહેશો એમ ધારી લઉં તો કહીશ જે ગાંધીજીએ પોતે જ જો ન કહ્યું હોત તો તમારા સુધી આ વાત પહોંચી હોત? અને સંદર્ભ તરીકે તમે એક વેબસાઇટનો હવાલો આપો છો.
    હા, તમે ટી. કે, મહાદેવનને પણ ક્વૉટ કર્યા હતા. મહાદેવન ગાંધીવાદી વિદ્વાન હતા. એમણે પુસ્તક નહીં, પુસ્તકો લખ્યાં છે. આમાંથી તમે કેટલું વાંચ્યું છે તે તમે જાણૉ, પણ કોઈને ક્વૉટ કરીએ ત્યારે આગળપાછળના સંદર્ભ અને એકંદર વસ્તુસ્થિતિની પણ માહિતી આપવી જોઇએ. એક વાક્ય ઉપાડીને ધરી દો તે ન ચાલે. ક્વૉટ કરવા હોય તો આખો ફકરો ક્વૉટ કરો, સંદર્ભ સમજાવો. પુસ્તકનું નામ આપો. મેં ન વાંચ્યું હોય તો શોધીને વાંચી શકું.. સાંભળેલી વાતો અહીં ઠાલવી દો તે કેમ ચાલે? હવે ચર્ચા આગળ ચલાવવી હોય તો મહેરબાની કરીને મહાદેવનના પુસ્તકનો હવાલો આપશો, અથવા તમે ક્યાં વાંચ્યું કે સાંભળ્યું તે જણાવશો.
    અથવા તો હિન્દુ-મુસ્લિમ બાબતમાં તમે કઈં કહેવા માગતા હશો એમ ધારી લઉં તો એ તો ચર્ચાનો વિષય છે.. એમાં તમે સાચા કે હું સાચો એવું કઈં નીકળે નહી. તમારો અભિપ્રાય આ બાબતમાં શું હશે તેનું અનુમાન તો કરી શકું છું. ચર્ચા માટે તૈયાર છું.
    આર. એસ. એસ. વિશેની બધી વાતોને તમે વજૂદ વિનાની કહી દો છો. એનો તો ઇતિહાસ જાણીતો છે અને એમાં બહુ કહેવાપણું નથી. મેં તો તેમ છતાં એમ કહ્યું છે કે રંગીલા ગાંધી જેવી વેબસાઇટ એમની ન હોય. એ લોકો એટલા પતીત નથી. એમના સ્થાનિકના નેતા સલાહ આપશે કે આવી વેબસાઇટ જોવાની કોઈએ ભલામણ ન કરવી જોઈએ. આશા રાખું છું કે મારી આર.એસ.એસ. વિશેની આ વાતમાં તમને વજૂદ જણાશે. આવી જાતીય વિકૃતિઓવાળી ઘણી વેબસાઇટૉ છે, તમને ખ્યાલ હશે જ. ગાંધીજી પ્રત્યેનો પૂર્વગ્રહ તમારા મનમાં એટલો ઠાંસીને ભરેલો છે કે આવી વેબસાઇટથી તમે પ્રભાવિત થયા અને એ જોવાની ભલામણ કરી! ધન્ય છે તમારી રચનાત્મક દૃષ્ટિ.

    Like

    1. ભાઈ શબ્દસુરભાઈ,
     ટી. એ. મહાદેવન વિશે તમે તો જાણતા જ હશો કારણ કે તમે એમને ક્વૉટ કર્યા છે. બરાબર એ જ લેખ તો મને ન મળ્યો, પરંતુ એમનો મોભો શો હતો એ જાનવા માટે અહીં એક લિંક આપું છું, જે સૌ કોઈ જોઈ શકે છેઃ http://www.thekingcenter.org/archive/document/letter-t-k-mahadevan-mlk#

     તે ઉપરાંત એમના એક પુસ્તકની પણ લિંક આપું છું જેમાં પૃષ્ઠ ૧૦-૧૧ અને ૧૭થી ૨૪ પર ગાંધી વિશેના ટૂંકા લેખ છે આ વાંચવાથી પછી તમને ખ્યાલ આવશે કે મહાદેવન શું હતા અનેગાંધીજી વિશે શું માનતા. પુસ્તકમાં ગાંધી પર ઘણા લેખો છે.
     http://books.google.co.in/books/about/Ideas_and_Variations.html?id=mLKE_01fSwAC&redir_esc=y

     Like

    2. દીપકભાઈ ગાંધીજી ના કડવા સત્યો
     ગાંધીજીએ જ પાકિસ્તાન ના સર્જક તેમજ લાખો હિન્દુઓની કતલ કરનાર મોહમદ અલી જીન્હાને
     કાયદે આલમ ની ઉપાધી આપી.
     કોન્ગ્રેસ્સ ની રાષ્ટ્રધ્વજ નક્કી કરનારી સમિતિએ ભગવા વસ્ત્રની પસંગી કરી હતી પણ
     ગાંધીજી ને જીદ ને લીધે તિરંગો બનાવવામાં આવ્યો.
     લાહોર કોન્ગ્રેસ ના અધિવેશનમાં સરદાર પટેલ ને બહુમતી થી ચૂંટી કાઢયા છતાં પણ ફક્ત ગાંધીજી ની જીદ
     ના કારણે આ પદ જવાહરલાલ નેહરુ ને આપવામાં આવ્યું.
     ૧૪/૧૫ જુન ૧૯૪૭ ના રોજ દિલ્હી માં આયોજિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠક માં ભારત વિભાજનનો
     પ્રસ્તાવ ના મંજુર થવાનો હતો. પરંતુ ગાંધીજી એ ત્યાં પહોચીને પ્રસ્તાવ નું સમર્થન કરાવ્યું. એ પણ ત્યારે જયારે
     ખુદ ગાંધીજી બોલ્યા હતા કે વિભાજન મારી લાશ પર થશે.
     જીન્હાએ પાકિસ્તાન માં બધા મુસલમાનો અને ભારત માં બધા હિંદુઓ રહે તેવો પ્રસ્તાવ મુક્યો હતો પણ ગાંધીજી એ
     મુસલમાનોને ભારત માં જ રોકી રાખ્યા.
     પાકિસ્તાન થી નિરાશ્રિત હિન્દુઓએ જયારે મસ્જીદો માં આશ્રય લીધો તો ગાંધીજી એ રીતસર ભગાડ્યા
     એટલું જ નહિ ઠંડી થી પરેશાન લોકો મજબુર થઇ ગયા.
     બીજું દીપકભાઈ તમે મને આર. એસ.એસ. ના સભ્ય ઘણાવો છો તમને કહેવાનું કે હું જે મારા વતન માં શાળા ચલાવું છું
     ત્યાં હમણા એક શિક્ષક ની ભરતી માટે ઘણા હિંદુઓ આવ્યા હતા પણ કાર્યક્ષમતા અને ધગશ જોતા મેં એક મુસ્લિમ શિક્ષક ની ભરતી કરી છે .
     તમારે ખરી કરવી હોય તો તૈયાર છું માટે તમે ફક્ત ગાંધીવાદી જ છો જયારે અમે ભેદભાવ રાખ્યા વિના કામ કરીએ છીએ.
     ગાંધીજી ની ભૂલો ને પણ સ્વીકારવી તેવા અનુયાયી તો નથી જ

     Like

    3. શ્રી શબ્દસુરભાઈ,
     ટી. કે. મહાદેવનનું આખું પુસ્તક મેં તમને આપ્યું. આમ છતાં તમે કોઈ સંદર્ભ આ પુસ્તકમાંથી અથવા બીજા કોઈ પુસ્તકમાંથી પણ નથી આપ્યો.(આ પુસ્તક હવે માત્ર ગૂગલ બુક્સમાં જ મળે છે. ફ્લિપકાર્ટ ડૉટ કૉમ પર એને ‘આઉટ ઑફ સ્ટૉક’ દેખાડે છે).
     હવે તમે નવી વાતો લખી છે. રેફરન્સ આપશો?
     તમે મુસ્લિમને નોકરી આપી અને ભેદભાવ નથી કરતા એ જાણીને ખરેખર જ આનંદ થયો.નોકરીમાં કોમવાદ ન જ ચાલે. માત્ર લાયકાત જોવી જોઇએ. તમે બહુ સારૂં કર્યું.

     ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે તમે જે કહ્યું છે તેના સંદર્ભમાં આ લિંક જોઈ લેશો અને તમારા દાવાની ખાતરી કરી લેશો.

     (૧) http://en.wikipedia.org/wiki/Flag_of_India
     (૨) http://www.google.com/url?sa=t&rct=j&q=&esrc=s&source=web&cd=2&ved=0CFUQFjAB&url=http://india.gov.in/myindia/myindia_frame.php?id=4&ei=HdMGUOeSPM3hrAeeioGnBg&usg=AFQjCNHrhzqRKpe1vml4jIi4LM83wp0A6Q&sig2=

     Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s