35 લાખના ખર્ચે આયોજન પંચના ઉપાધ્યક્ષ માટે ટોયલેટ— 85 લાખના ખર્ચે યુ.પી.માં શાહી ટોયલેટ બાંધી રહ્યા છે મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ ! vis-à-vis 69% ગ્રામીણ અને 18% શહેરી જનતા કરી રહ્યા છે મળ-ત્યાગ/કુદરતી હાજત ખુલ્લામાં !!! ” કરકસર એક ફારસ ! ” બોલો મેરા ભારત મહાન !!!!!

35 લાખના ખર્ચે આયોજન પંચના ઉપાધ્યક્ષ માટે ટોયલેટ— 85 લાખના ખર્ચે યુ.પી.માં શાહી ટોયલેટ બાંધી રહ્યા છે મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ ! vis-à-vis 69% ગ્રામીણ અને 18% શહેરી જનતા કરી રહ્યા છે મળ-ત્યાગ/કુદરતી હાજત ખુલ્લામાં !!! ” કરકસર એક ફારસ ! ” બોલો મેરા ભારત મહાન !!!!!

દેશના આયોજન પંચે વ્યક્તિ રોજના રૂપિયા 32/ ખર્ચી શકે તે ગરીબ ના ગણાય તેવું સોગંદનામું સર્વોચ્ચ અદાલતમાં થોડા સમયા પહેલાં કરેલું ! અને જેની દેશભરમાં જબ્બર જસ્ત ટીકા થયેલી તે આયોજન પંચે બે ટોઈલેટના સમાર કામ માટે ખૂબ જ કરકસર કરી માત્ર રૂપિયા પાંત્રીસ લાખ દેશની તિજોરીમાંથી ખર્ચયા હોવાનું આરટીઆઈ એકટીવીસ્ટ સુભાષ અગ્રવાલે માહિતિ અધિકાર અંતર્ગત મેળવેલી જાણકારીના આધારે જાણવા મળેલ છે. હજુ ત્રણ ટોઈલેટનું સમારકામ બાકી છે. આ ઉપરાંત ઉપાધ્યક્ષ અહુલવાલિયાએ ઓકટોબર દરમિયાન જંગી ખર્ચે વિદેશ યાત્રાઓ પણ કરી છે તેમ જાણવા મળે છે. પંચના અધિકારીઓ પણ બે રોક ટોક વિદેશ યાત્રાઓ કરતા રહ્યા છે. જય બોલો કરકસરની ! યુપીએ સરકારની સાથે સોનિયાજીની ! કારણ કે મૌન મોહન સિંઘનું તો સરકારમાં પાંચીયુ પણ ઉપજતું નથી. હવે જોઈએ પ્રણવદાની શું હાલત થાય છે.

જો આયોજન પંચના ઉપાધ્યક્ષ 35 લાખને ખર્ચે ટોયલેટ રીનોવેટ કરાવી શકતા હોય તો નવા નવા થયેલા યુ.પી.ના મુખ્ય પ્રધાન કેમ પાછળ રહે ? આજના ગુજરાત સમાચારમાં જાણવા મળે છે તે પ્રમાણે તાજમહાલ પરિસરમાં લાખો રૂપિયાના અર્થાત ચોરાસીલાખના અંદાજિત ખર્ચે શાહી ટોયલેટ યુ.પી.ના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવની અંગત દિલચશ્પીથી બંધાનારા છે. આ શાહી ટોયલેટ જેવું તેવું નહિ હોય પરંતુ કરદાતાઓના પૈસે વર્લ્ડ કલાસનું હશે તેમ જાણવા મળે છે.

આગ્રામાં શાહજહાંએ તેની બેગમ મુમતાઝ્ની યાદમાં પ્રજાને પૈસે તાજમહેલ જેવી ભવ્ય ઈમારત બાંધી ત્યારે આજના શાસકો કરદાતાના ખર્ચે ટોયલેટ ના બાંધે ? અલબત્ત યુ.પી. ના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ કોની યાદમાં આ ( લોક) શાહી ટોયલેટ માત્ર ચોરાસી લાખના ખર્ચે બાંધી રહ્યા છે તે જાણી શકાયું નથી. ખણખોદીયા પત્રકારોએ આ શોધી કાઢવું રહ્યું !

આની સામે ભારતની 69% ગ્રામ્ય જનતા અને 18% શહેરી જનતા મળ-ત્યાગ/કુદરતી હાજત ખુલ્લામાં કરે છે ! શરમ કે ગૌરવ ?

ઉપરોક્ત વિષય ઉપર મેં એક પોસ્ટ 29, માર્ચ,2010ના મારાં બ્લોગ ઉપર મૂકેલ છે જે મિત્રોને વાંચવામાં રસ હોય તેમના માટે નીચે લીંક આપી છે. આપના પ્રતિભાવની અપેક્ષા રહેશે.
https://arvindadalja.wordpress.com/2010/03/29/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%aa%a8%e0%ab%80-69-%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae%e0%ab%8d%e0%aa%af-%e0%aa%9c%e0%aa%a8%e0%aa%a4%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-18-%e0%aa%b6/

Advertisements

3 comments

  1. તાજમહાલ એ તો હિંદુઓ ના શિવ નું ત્યાં મંદિર હતું . મોગલોએ એ તોડી પાળી તાજમહાલ બનાવી હિન્દુઓને મુર્ખ બનાવવા માં આવ્યા છે
    મુસ્લીમવાદી કોંગ્રેસ સરકાર ના લીધે જ આ જૂનો ઈતિહાસ બહાર ના આવ્યો. હિન્દુઓએ આવા તાજમહાલ ની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ

    અખિલેશ જ્યાં ટોઇલેટ બનાવે છે ત્યાં પણ શું અનામત ની જેમ OBC કે SC\ST કે GEN ટોઇલેટ એમ અલગ તો નહિ રાખે ને ? અનામત હવે આમાં પણ કેમ આવતું નથી ?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s