આમ જનતાને બેવકૂફ/ઉલ્લુ બનાવવાની વધુ એક સાઝિશ એટલે યુપીએ સરકારના કરકસરના પગલાં !!!

આમ જનતાને બેવકૂફ/ઉલ્લુ બનાવવાની વધુ એક સાઝિશ એટલે યુપીએ સરકારના કરકસરના પગલાં !!!

દેશના નાણાં પ્રધાન પ્રણવદાએ એક જાહેરાત કરી કે, દેશમાં ઉભી થયેલી આર્થિક કટોકટીને પહોંચી વળવા કરકસરના કેટલાક પગલાં સરકાર અમલમાં મૂકી રહી છે, જેવા કે ,

( 1 ) નવા હોદા ( પદો ) કે નવી નિમણુંકો નહિ કરાય !
( 2 ) પ્રધાનો વગેરે ( અર્થાત સાંસદો અને સચીવો ) ના વિદેશ પ્રવાસોના પ્રમાણ પર અટકાયત. ( અલબત્ત આ પ્રમાણ કોણ નક્કી કરશે તે વિષે રહસ્યમય મૌન )
( 3 ) તમામ મંત્રાલયોને તેમના બીન આયોજીત ખર્ચમાં ઘટાડો કરવા તથા વર્તમાન વર્ષ દરમિયાન 10% દસ ટકા કાપ મૂકવા જણાવ્યું છે.
( 4 ) નવા વાહનોની ખરીદી ઉપર પ્રતિબંધ.
( 5 ) સરકારી બેઠકો ફાઈવ સ્ટાર હોટેલમાં યોજાતી તે બંધ કરવામાં આવશે.

સરકારની વાર્ષિક ખાધ ઘટાડવા પ્રણવદાના નાણાં મંત્રાલયે આ પગલાં જાહેર કર્યા છે.

અગાઉ 2009 અને 2010માં પણ આવી જ નૌટંકી કોંગ્રેસના પ્રમુખ અને યુપીએના ચેર પર્સન સોનીયા ગાંધીએ જાહેર કરેલા અને જેની કોંગ્રેસના સાંસદો અને યુપીએના પ્રધાનોએ સરા જાહેરમાં ગીલ્લી ઉડાવેલી જે આમ જનતા ભૂલી ગઈ હોય તેમ માનવા કોઈ કારણ નથી.

યુપીએના ચેરપરશન અને કોંગ્રેસના પ્રમુખ સોનીયા ગાંધીના આ દેશને ઘોળીને પી જનારા આ સત્તાધીશો માટે પ્રણવદાની વાતો કદાચ 2012ના વર્ષની એક મોટી મજાક બની રહેશે તેમ માનવું અતિશયોકતિ નહિ ગણાય !

કોઈ માઈના પૂતે કોંગ્રેસના કે કોઈ પણ વિપક્ષના સાંસદે કે ધારાસભ્યે ( જેમાંથી મોટાભાગના કરોડો અને અબજોની સંપત્તિ ધરાવે છે ) આજ સુધી કહ્યું નથી કે વધતા જતા પેટ્રોલના ભાવ ને કારણે હું સપ્તાહમાં એક દિવસ સરકારી વાહનનો ઉપયોગ સરકારી કે અંગત કામો માટે નહિ કરું ! કે પોતાને મળતા પગાર, ભથ્થા નહિ સ્વીકારે કે કાપ મૂકશે !

આ તબક્કે રાષ્ટ્રપિતા ગાંધીજી વિષે વારંવાર ઉલ્લેખ કરતા આ કોંગ્રેસીઓને એક વાત યાદ આપવી જરૂરી જણાય છે. ગાંધીજીએ કહેલું કે, જો પ્રધાનોને સીક્યોરીટીની જરૂર પડતી હોય તો એમને પ્રધાનપદે ચાલુ રહેવા દેવાય જ નહિ. જ્યારે આજે પ્રધાનો જ નહિ પરંતુ સાંસદો અને ધારાસભ્યો પણ સીક્યોરીટી વિના ડગલું પણ ભરી શકતા નથી તેટલા નિર્માલ્ય બની ચૂક્યા છે. આ તમામની સીક્યોરીટી પાછી ખેંચી કરોડો રૂપિયાની બચત થઈ શકે તેમ છે. છે હિમત મનમોહંજીની કે સોનિયાજીની ? આવા આકરા પગલાં ભરો તો જ લોકોમાં સાચો અને નિષ્ઠા ભર્યો સંદેશ જશે !

2009 અને 2010માં સોનીયાજીએ કરકસરના પગલાં માટે અનુરોધ કરેલો તે અનુસંધાને મારાં બ્લોગ ઉપર મેં બે પોસ્ટ મૂકેલી જે મિત્રોને વાંચવામાં રસ હોય તેઓ માટે બંને પોસ્ટની લીંક નીચે આપી છે. તો અવશ્ય મુલકાત લેશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો તેવી વિનંતિ.

https://arvindadalja.wordpress.com/2009/12/24/કરકસરની-કસુવાવડ-અને-મોંઘ/
https://arvindadalja.wordpress.com/2010/01/22/કરકસર-સામાન્ય-જન-સમુદાય-સ/

આ ઉપરાંત વૈશ્વિક મંદીના સંદર્ભે પણ એક પોસ્ટ 2009 દરમિયાન મૂકેલી તેની લીંક પણ રસ ધરાવનાર વાચકો માટે નીચે આપી છે. 2009માં શરૂ થયેલી મંદીનો દોર હજુ ચાલુ જ છે અને આપણાં દેશમાં દિન પ્રતિ દિન વધુ તીવ્ર બની રહ્યો હોય તેમ સામાન્ય વિકાસના દરો દ્વારા જણાય રહ્યું છે.
https://arvindadalja.wordpress.com/2009/07/09/“વૈશ્વિક-મંદી-vis-a-vis-આપણી-જૂન/

જો 2009થી જ કરકસરના પગલાં નિષ્ઠા દ્વારા અમલી બનાવાયા હોત તો દેશમાં આજે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિ આ હદે વણસી નહિ હોતે ! વડાપ્રધાન અને નિષ્ણાત અર્થશાસ્ત્રી કમભાગ્યે આપણાં દેશ માટે અનર્થશાસ્ત્રી પૂરવાર થઈ રહ્યા છે.

આ યુપીએ અને કોંગ્રેસીઓ આમ જનતાને બેવકૂફ સમજી રહ્યા હોય તેમ નથી જણાતું ?

Advertisements

2 comments

 1. ભારતની પ્રજાની મુર્ખાઈ માપવાના આ બધા ધખારા છે.
  હિરાના કારીગરને કામ કરતો જોયો તો ખબર હશે કે એ હિરાને થોડો ઘસી ને પછી આઈગ્લાસ થી જુએ છે. થોડુ ઘસ્યા પછી ચેક કરે. ક્યાં કેટલુ ઘસવું.ઘસાઈ ગયું કે બાકી છે.એમ વારંવાર કર્યા કરે.
  એજ રીતે સરકાર જનતાને ઘસી જ રહી છે. ઘસવા માટે જનતાની મુર્ખાઈ તપાસવી જરૂરી બને છે. અહલુવાલિયા ની ૩૨ રૂપિયા ની વાત અને જનતાની મુર્ખાઈ વચ્ચે ટ્યુનિંગ ફેઇલ ગયુ.
  યુપીની ચુટણી અને ટેમપરરી પેટ્રોલના ભાવ પર અંકુશનું ગતકડું આડુ ફાટ્યુ. કોંગ્રેસ ને બદલે મુલાયમ ફાવી ગયો.
  હવે પાછુ રાષ્ટ્રપતિની ચુટણી પૂરતા પેટ્રોલમા બે રુપિયા ઓછા કર્યા છે. અને એ પણ જનતાની નહી પણ જનપ્રતિનીઘિઓ ની મુર્ખઈ માપવા.
  આપડે તો બસ, આનંદી કાગાડા બની કાવ કાવ કર્યા કરવાનુ અને જ્યાં નાખે ત્યાં આનંદ થી રહેવાનુ.

  Like

 2. ” કરકસર એક ફારસ ! ”

  દેશના આયોજન પંચે વ્યક્તિ રોજના રૂપિયા 32/ ખર્ચી શકે તે ગરીબ ના ગણાય તેવું સોગંદનામું સર્વોચ્ચ અદાલતમાં થોડા સમયા પહેલાં કરેલું ! અને જેની દેશભરમાં જબર જસ્ત ટીકો થયેલી તે આયોજન પંચે બે ટોઈલેટના સમાર કામ માટે ખૂબ જ કરકસર કરી માત્ર રૂપિયા પાંત્રીસ લાખ દેશની તિજોરીમાંથી ખર્ચયા હોવાનું આરટીઆઈ એકટીવીસ્ટ સુભાષ અગ્રવાલે માહિતિ અધિકાર અંતર્ગત મેળવેલી જાણકારીના આધારે જાણવા મળેલ છે. હજુ ત્રણ ટોઈલેટનું સમારકામ બાકી છે. આ ઉપરાંત ઉપાધ્યક્ષ અહુલવાલિયાએ ઓકટોબર દરમિયાન જંગી ખર્ચે વિદેશ યાત્રાઓ પણ કરી છે તેમ જાણવા મળે છે. પંચના અધિકારીઓ પણ બે રોક ટોક વિદેશ યાત્રાઓ કરતા રહ્યા છે. જય બોલો કરકસરની ! યુપીએ સરકારની સાથે સોનિયાજીની ! કારણ કે મૌન મોહન સિંઘનું તો સરકારમાં પાંચીયુ પણ ઉપજતું નથી. હવે જોઈએ પ્રણવદાની શું હાલત થાય છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s