“ સારવાર મંદિર “.–સ્વામિનારાયણ સંપ્રદાયના આદરણીય પ્રમુખસ્વામીશ્રીનું સ્તુત્ય, સરાહનીય, પ્રશંસનીય અને અનુકરણીય કાર્ય

27, મે, 2012

સ્વામિનારાયણ સંપ્રદાયના આદરણીય પ્રમુખસ્વામીશ્રીનું સ્તુત્ય, સરાહનીય, પ્રશંસનીય અને અનુકરણીય કાર્ય

“ સારવાર મંદિર “.

શાહીબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરને તાજેતરમાં પચાસ વર્ષ પૂરા થતા આ સુવર્ણજયંતિ મહોત્સવની ઉજવણી દરમિયાન સંસ્થાના વડા પ્રમુખસ્વામીશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી મંદિરના પરિસરમાં 100 બેડની આધુનિક સુવિધાથી સજજ એક હોસ્પિટલનું ઉદઘાટન થયું.

આ “ સારવાર મંદિર “નું અંદાજીત ખર્ચ પચીસ કરોડ રૂપિયા થશે. જેમાં 250 ઉપરાંત પેરા મેડીકલ સ્ટાફ સાથે એકસો આસપાસ વિવિધ રોગોના નિષ્ણાત ડૉકટરો સેવા આપશે.

પાંચ માળની આ અતિ આધુનિક હોસ્પિટલની એક આગવી વિશેષતા એ પણ હશે કે, આધુનિક એલોપથી સારવાર પધ્ધતિ સાથે આયુર્વેદ અને પંચકર્મ, યોગ, હોમિયોપેથી, નેચેરોપથી જેવી સારવાર પધ્ધતિ વડે પણ ઉપચાર કરવામાં આવશે. આમ એલોપથી સાથે આપણી પારંપરિક ઉપચાર પધ્ધતિનું સંયોજન ધરાવતી આ પ્રકારની દેશભરમાં એક માત્ર હોસ્પિટલ બની રહેશે. વાઢકાપ વગર હ્ર્દયની સારવાર માટે ગુજરાતમાં દુર્લભ એવી એન્હેનસ્ડ એક્સટર્નલ કાઉન્ટર પલ્શેસ્ન ( ઈઈસીપી ‌) સારવાર પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ હોસ્પિટલના ઉદઘાટન ને દિવસે જ શ્રી પ્રમુખસ્વામીજીના ગુરૂ શ્રી યોગીજી મહારાજનો 120મો જન્મ દિન હતો. અને આમ શરીર સાથે મન પણ નીરોગી બને એવી હોસ્પિટલ તૈયાર કરવાનો શ્રી યોગીજી મહારાજનો સંકલ્પ પૂરો થયો.

“ સારવાર મંદિર “માં લેટેસ્ટ ટેકનોલોજી વડે ફિલ્ટર્ડ સેટ દ્વારા અત્યંત સ્વચ્છ રહેતા પાંચ ઓપરેશન થીયેટરો, કોમન વોર્ડથી ડિલક્સ વોર્ડ સુધી તમામ રૂમમાં એક સરખી અને સમાન સુવિધા સાથે કન્સલટનસી તથા સારવારના અલગ અલગ સ્તરે નીચા દર રાખવામાં આવ્યા છે.

શ્રી પ્રમુખસ્વામીએ દેશ-વિદેશમાં મંદિરો બાંધી સંપ્રદાયને ક્યારેય ના મળ્યો હોય તેવો લોકપ્રિય બનાવવા ભરપૂર પ્રયાસો કરી ઉચ્ચ શિખરો સિધ્ધ કર્યા છે. હવે આ સંપ્રદાય –માત્ર મંદિરો બાંધવાની પ્રક્રિયામાંથી મુકત બની –લોકાભિમુખ અને સમાજને કંઈક નક્કર આપવા તરફ વળી રહ્યો છે તે જાણી વિશેષ આનંદ થાય છે. સાથે જ શ્રીપ્રમુખસ્વામીને આવા નવા અભિગમ માટે, તથા સમાજને નવો રાહ ચીધવા માટે લાખ લાખ ધન્યવાદ સાથે વંદન !

“ સારવાર મંદિર “ માત્ર સંપ્રદાયના અનુયાયીઓ પૂરતું મર્યાદિત ના બની રહે અને દેશની છેવાડેની વ્યકિત સુધી તેનું સેવાકીય કાર્ય ફેલાશે અને અમીરો કરતાં દીન-દુઃખિયા માટે વિના મૂલ્યે અથવા તદન નજીવા દરે આધુનિક તબીબી સારવાર મળી રહેશે તેવી અપેક્ષા અસ્થાને નહિ ગણાય !

આપણાં સર્વેનો અનુભવ છે કે, તબીબી સારવાર દિન પ્રતિ દિન અત્યંત ખર્ચાળ થતી જાય છે. એક એવો વર્ગ પણ છે કે માત્ર પૈસાની સગવડ નહિ કરી શકવાને કારણે મૃત્યુ પસંદ કરવું અનિવાર્ય બની રહેતું હોય છે. આવી અત્યંત કરૂણ અને દારૂણ પરિસ્થિતિમાં અનેક પરિવારો ફસાયેલા જોવા મળે છે. તેવા સંજોગોમાં આવા પરિવારો માટે આવા “ સારવાર મંદિરો “ આશીર્વાદ રૂપ બની રહેશે તેમ માનવું વધુ નહિ ગણાય !

આવા “ સારવાર મંદિર “માં સેવા આપનાર ડૉકટરો અને પેરા મેડિકલ સ્ટાફ આજે પ્રવર્તી રહેલા કોમર્શીયલ અભિગમને ત્યજી મીશનરી ઝીલ અને સ્પીરીટ વડે દર્દીઓની સારવાર કરશે તેવી આશા અને અપેક્ષા રહે !

આવા “ સારવાર મંદિરો” ની આસપાસમાં જ દર્દીઓના સગા-વ્હાલા માટે રોકાવાની સગવડ પણ કરવી અનિવાર્ય બની રહેશે તો તે દિશામાં પણ પ્રયાસો કર્યા હશે કે કરવાના રહેશે.

વધુમાં જયારે એક અનોખા અભિગમ સાથે સામાજિક પ્રવૃતિ “સારવાર મંદિરો” બનાવવાની શરૂ થઈ ચૂકી છે ત્યારે આવા “ સારવાર મંદિરો “ની શૃખંલા દેશભરમાં વધુ અને વધુ શહેરોને આવરી લે કે વધુ અને વધુ શહેરોમાં ફેલાય તેવો વ્યુહ વિચારવાનો રહે કે જે અન્ય સંપ્રદાયોને પણ આવી રચનાત્મક દિશામાં સેવાકીય પ્રવૃતિ તરફ વાળવા પ્રેરણા સ્ત્રોત બની રહે !

માત્ર અને માત્ર સંપ્રદાયો વચ્ચે સંપદાયના મંદિરો બાંધવાની સ્પર્ધા આવા “ સારવાર મંદિરો “ બાંધવાની સ્પર્ધામાં પરિવર્તિત થશે તો સાચા અર્થમાં પરમ કૃપાળુ પરમાત્મા સર્વે ઉપર પ્રસન્ન થઈ આશીર્વાદ વરસાવસે તે નિઃશંક છે. અસ્તુ !

સ્વામીનારાયણ સંપ્રદાય વ્યસની લોકોને વ્યસન મૂકત બનાવી સામાન્ય સમાજ સાથે જોડવાનું અદભુત કાર્ય કરે છે તેની સાથે એક નમ્ર સુચન કરવાનું મન થાય છે. આપણાં સમાજમાં ખાવા-પીવાની કેટલીક આદતોને જ વ્યસન સમજી તે છોડાવવા પ્રયાસ થતા રહે છે. કમ ભાગ્યે ગંદકી કરતા રહેવાનું એક અનોખું વ્યસન પણ સમાજનો મોટો વર્ગ ધરાવે છે અને તેને પરિણામે અનેક પ્રકારના રોગ ચાળાના આપણે ભોગ બનતા રહીએ છીએ અને આ ગંદકી માટે સામાન્ય રીતે સુધરાઈ અને તેના સફાઈ કામદારોને જવાબદાર ઠેરવવામાં આવતા રહે છે. આ ગંદકી કરવાના વ્યસનમાંથી આપણે ક્યારે ય મુકત ના થઈ શકીએ ?

ગંદકી એક વ્યસન ! તેમાંથી મુક્તિ–એક પડકાર !

સ્વામીનારાયણ મંદિરોની સ્વચ્છતા આંખને ઉડીને વળગે છે તેવું જ આપણૂં આંગણૂં કે આપણાં ઘરની આસપાસનો જાહેર માર્ગ વગેરે સ્વચ્છ ના રહી શકે ?

એક નમ્ર સુચન કરવાનું મન રોકી શકતો ના હોય અત્રે કરું છું. વ્યસન મુકત થવા માટે જે વિધિ/પ્રતિજ્ઞા મંદિરમાં કે ઘરે સ્વામીજીની હાજરીમાં તેમના આદેશ પ્રમાણે કરવામાં આવતી હોય તેવી જ વિધિ/પ્રતિજ્ઞા, ઘરમાં એક્ઠો થયેલો કચરો ઘરના આંગણામાં કે આસપાસ જાહેર માર્ગ ઉપર નહિ ઠાલવતા અચુક અને અનિવાર્ય રીતે સુધરાઈએ ગોઠવેલા ડસ્ટ બીમમાં જ ઠાલવીશું અને પાડોશીના આંગણામાં ઠાલવી ગંદકી નહિ કરીએ તેવી પ્રતિજ્ઞા સંપ્રદાયના ભક્તો /અનુયાયીઓ પાસે કરવા શ્રી પ્રમુખસ્વામીજીએ આદેશ આપવો અનિવાર્ય બની રહેવો જોઈએ.

મારા મતે તો ગંદકી જાણે આપણી ઓળખ બની ગઈ છે ત્યારે ગંદકી કરવાનું વ્યસન આપણાં જીવનનો અવિભાજ્ય હિસ્સો બની ગયો હોય તેમ જણાય છે અને એટલે અન્ય વ્યસનો વ્યક્તિગત હોય, છોડાવવા સરળ અને સહેલા બની રહેવાની વધુ સંભાવના છે જ્યારે ગંદકી તો મોટાભાગના લોકો માટે એક આદત બની ચૂકી છે ત્યારે આવી ગંદી આદત છોડાવવી શ્રીપ્રમુખસ્વામીજી માટે પણ એક પડકાર બની રહે છે. સમગ્ર સમાજને એક નવી દિશા આપવા માટે સ્વામીનારાયણ સંપ્રદાયે આ પડકાર ઉપાડી ( શરૂઆત ભલે અનુયાયીઓ પૂરતી કરાવી ) સમાજની સમૂળી ક્રાંતિ વડે ઘરના આંગણા તથા જાહેર માર્ગો વગેરે ચોખ્ખાચટ અને ચમક્દાર બને તે માટે આદેશ આપી પહેલ કરવી જોઈએ !

ચાલો ! આપણે સૌ, સ્વામીજી આદેશ આપી પ્રતિજ્ઞા કરવા ફરજ પાડે તે પહેલાં જ ગંદકી કરવાના વ્યસનમાંથી મુક્ત થઈ દ્રઢ સંકલ્પ કરીએ કે, આજ પછી ક્યારે ય કોઈ પણ પ્રકારનો કચરો જાહેર માર્ગ ઉપર નહિ કરીએ તથા ઘરના આંગણામાં કે બહાર પાણી ઢોળી કે થુકીને ગંદકી નહિ કરીએ. મક્કમ નિર્ણય કરવામાં આવે તો આમ કરવું અશક્ય નથી જ નથી.

અંતમા “ સારવાર મંદિર “ જેવું શુભ નામ હોસ્પિટલને આપવા બદલ શ્રી પ્રમુખસ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ ! મને વિશ્વાસ છે કે આ ઉમદા પ્રવૃતિ સમય જતાં સમગ્ર દેશમાં પથરાઈ જશે અને ક્યારે ય નાણાંભીડ આ પ્રવૃતિને અવરોધ રૂપ નહિ બને ! દેશના નાના-મોટા સૌ કોઈ પોતાથી શકય હોય તેટલી સહાય કરવા સદાય તત્પર રહેશે !

સાથોસાથ સમાજનો મોટો સમુદાય ગંદકીના વ્યસનમાંથી પણ મુકત બની સમગ્ર દેશમાં ચોખ્ખાઈની અનોખી જ્યોત પ્રગટાવશે કે જેથી આમ જનતા વારંવાર ફેલાતા રોગચાળાથી બચશે !

ફરી ફરીને શ્રી પ્રમુખસ્વામીને કોટી કોટી ધન્યવાદ સાથે વંદન !

Advertisements

11 comments

 1. પહેલા ભોળી પ્રજા ને ભરમાવી પૈસા ભેગા કર્યા અને હવે બિચારા લાચાર દર્દીઓ લુંટાશે
  કેવા કેવા નુસ્ખાઓ મગજ માં આવે છે આ લોકો ને ? પૈસો મારો પરમેશ્વર અને હું પૈસા નો દાસ
  વાહ વાહ

  Like

 2. માત્ર અને માત્ર સંપ્રદાયો વચ્ચે સંપદાયના મંદિરો બાંધવાની સ્પર્ધા આવા “ સારવાર મંદિરો “ બાંધવાની સ્પર્ધામાં પરિવર્તિત થશે તો સાચા અર્થમાં પરમ કૃપાળુ પરમાત્મા સર્વે ઉપર પ્રસન્ન થઈ આશીર્વાદ વરસાવસે તે નિઃશંક છે.
  ———————
  Fully agreed.
  And education / help to poor people to earn more and come above poverty line.

  Like

 3. આવકારદાયક શુભ સમાચાર.

  બધા સંપ્રદાયોના જ્ઞાન ચક્ષુ ખુલે તો ગરીબ પ્રજાનો ઉદ્ધાર થશે. સત્યસાઈ હોસ્પીટલમાં બધાને વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે. ગરીબ-પૈસાદારનો, કોમનો ભેદ સિવાય, સત્યસાઈના આલોચકને પણ સારવાર આપવામાં કદી કચાશ રખાતી નથી. આ એક માનવતાનું કામ છે.

  મંદિરનો પૈસો માનવતા તરફ વળે એટલે દાતાઓના પૈસાનો સદઉપયોગ થયો કહેવાય.

  ભવ્ય મદિર બને તે કોને ન ગમે? પણ સમગ્ર પ્રજા પણ એટલીજ ભવ્ય હોવી જોઈએ. ભૂખે મરતી દુઃખી પ્રજાને ભવ્ય મદિર શોભતું નથી. સાભળ્યું છે કે દેશમાં હજુ ૪૦% લોકો ગરીબીની સપાટી નીચે જીવે છે. દક્ષિણ ભારતના ભવ્ય મંદિરો ખાલી પડ્યા છે, કારણકે મંદિરોએ આજુબાજુના લોકોમાં રસ લીધોજ નહિ એટલે ત્યાં એક મોટું ધર્મ પરિવર્તન થયું. કેરલમાં શંકરાચાર્યના ઘરની આજુબાજુ ની વસ્તી પણ બદલાઈ ગઈ છે. મંદિરમાં ફક્ત એક બ્રાહ્મણજ હિંદુ તરીકે રહ્યો છે.

  આ એક ગુજરાતના મોટામાં મોટા સંપ્રદાયની નવી દિશા છે, હું ઈચ્છું કે બીજા સંપ્રદાયોવાળા અને મોટા કથાકારો પણ આ માર્ગને બિરદાવે, અનુસરે તો એક માનવતાનું મોટું કામ થાય.

  આ કામના જેટલુજ બીજું એક અગત્યનું કામ છે, દેશની ગંદકી દુર કરવાનું અને હવે એ કામનું બીડું કયો ધર્મગુરુ ઝડપે છે એ જોવું રહ્યું. સરકાર તો આ બાબતમાં નિષ્ક્રિય રહી છે. જયારે જયારે રસ્તાપર વાહનોથી મુસાફરી કરીએ ત્યારે આ એક મુશ્કેલી હંમેશા સતાવે છે.

  Like

  1. भगवान को पाने को कुछ करना नहीं है, वरन सब करना छोड़कर देखना है।

   .

   चित्त जब शांत होता है और देखता है, तो द्वार मिल जाता है।

   .

   शांत और शून्य चित्त ही द्वार है।

   उस शून्य के लिए ही मेरा आमंत्रण है।

   वह आमंत्रण धर्म का ही है।

   उस आमंत्रण को स्वीकार कर

   लेना ही धार्मिक होना है।

   Like

 4. વાહ એક સાધુ મહારાજ ના આટલા ગુણગાન ગાઈને જ આ લોકો વકર્યા છે અને તેમનો વકરો પણ મોટો થયો છે.
  સ્વામી જી નું માર્કેટિંગ નેટ્વોર્ક જોરદાર છે. પહેલા ઠેર ઠેર લોકો ના પૈસા થી મંદિરો બનાવવા અને પછી તેમાંથી
  વગર નુકસાને નફો જ નફો કરવો. એન. આર . આઈ. લોકો ની જોલીઓ ખાલી કરવી. જન્મ દિવસો લોકો ના પૈસે
  ઉજવવી આ બધા પર પણ તમે પ્રકાશ કેમ ના પાડ્યો? સ્વામીનારાયણ સંપ્રદાય ના સેક્શ કૌભહાડો જે મિડિયા માં
  આવ્યા જ કરે છે તેનું શું? નાના નાના બાળકોને ભોળવી દીક્ષા કરાવવી અને પછી તેની અહી જિંદગી બરબાદ કરવી
  તેની સામે પણ કૈક તો કહેવું હતું? રસ્તા પર રાત્રે ૧૦ વાગ્યા પછી મોટા મોટા માઇક લગાવી લોકો ના કાન
  ફાડી નાખે તેમ ભાષાનો આપી લોકો ને તેમના તરફ ખેચવા તેના વિષે પણ કઈ નહિ ? ધર્મ જયારે માર્કેટિંગ
  કરવા માં લાગી જાય ત્યારે તેમાં ઘણી બદીઓ પેસી જાય છે. અંધશ્રદ્ધાળુ હિંદુ બિચારો ભોળવાઈ જઈને
  પોતાના પરિવાર ની નહિ પણ આવા સાધુઓ ને ત્યાં સેવા કરવા જાય તે મોટી કમનસીબી છે.
  જે શિષ્ય ને પોતાના ના જ માતા- પિતા નો જન્મ દિવસ ની ખબર ના હોય અને ઊજવતા પણ ના હોય તેવા લોકો આવા સાધુઓ ના જન્મ દિવસ હોશે હોશે પૈસા ખર્ચી દેશ વિદેશ માંથી આવે અને પાછા મોટી દાન દક્ષિણા ધરાવે.
  આપણે આવા લોકો ના પ્રચારક બનવાથી દુર રહીએ એમાં જ ભલાઈ છે. અને મોટી સેવા

  Like

   1. ” .સારવાર મંદિર” ખૂબ પ્રશંશનીય નામ છે”. ‘ગંદકી માટે આપણે પોતે જવાબદાર છીએ” એ યાદ રહે.

    સાધુસંતોની જમાત માત્ર ભોળા ભાળા નહી પણ કહેવાતા ભણેલાને પણ બરાબર લપેટમાં લે છે.

    સ્વામી વિવેકાનંદના બે અમૂલ્ય શબ્દો.

    જાગ્રતઃ-ઉત્તિષ્ઠતઃ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s