સંતાનો માટે આપણે કેવું ભારત સર્જી રહ્યા છીએ ?—-એક બે ને સાડા ત્રણ- તુશાર શુકલ

ગુજરાત સમાચારની 23, મે, 2012ને બુધવારની “ શતદલ “ પૂર્તિમાં “એક બે ને સાડા ત્રણ “ ની કોલમ હેઠળ શ્રી તુશાર શુકલનો આ વિચાર પ્રેરક લેખ પ્રસિધ્ધ થયેલ છે જે આપ સૌને પસંદ પડશે તેમ ધારી મારાં બ્લોગ ઉપર તેઓ બંનેના સાભાર સૌજન્ય સાથે મૂકેલ છે.

સંતાનો માટે આપણે કેવું ભારત સર્જી રહ્યા છીએ ?

એક બે ને સાડા ત્રણ- તુશાર શુકલ

એક વ્યક્તિ આરંભે જાણીને કે અજાણતાં એક ભૂલ કરે છે કે ગુનો કરે છે. કાયદો તોડે છે ત્યારે એને એ બદલ સજા મળે છે અથવા સજામાંથી બચી જાય છે. આવું થાય છે ત્યારે એ વ્યક્તિ કાંતો જીવનભાર કોઈ ગુનો ન કરવા વિષે જાગૃત બને છે, નિર્ણય કરે છે, અથવા તો ગુનો કરવાની એની હંિમત ખૂલી જાય છે. હવે એ બીજો ગુનો કરે છે. જાણી જોઈને કરે છે અને એની સજા બદલ પ્રજા કે પોલીસન ોમાર ખાય છે, અથવા ચાલાકીથી બચી જાય છે. હવે એની લાજ-શરમ ચાલી જાય છે. નફટ્ટાઈ વધી જાય છે. પરિણામે એ વધારે ગુના કરીને રીઢો ગુનેગાર બને છે. હવે એ પ્રજાથી ડરતો નથી. પ્રજાને ડરાવે છે. હવે એ પોલીસથી ડરતો નથી. પોલીસને સમજાવે છે. એક વ્યવસાયિકમાં હોય એટલી કુશળતાએ મેળવી લઈ ધંધાનો વિકાસ કરે છે. સામાન્ય ભૂલ કે અજાણતા થયેલા ગુના પછીનો એણે પસંદ કરેલો માર્ગ એને ભયભીત કરવાને બદલે, સાવ બેફિકર બનાવે છે. હવે એ કોઈની શરમ ભરતો નથી. હવે એને કોઈની શરમ નડતી નથી. હવે એને કશાનો સંકોચ નથી. આ સ્તરે પહોંચ્યા પછી એ નેતા બને છે.

આપણે ત્યાં સામાજિક નેતૃત્વ જેવું કૈં નથી રહ્યું. નેતા થવાનો આલેખ ઉપર ગણાવ્યો એ જ છે. વિદ્યાર્થી નેતાનો ઓળખ તપાસો તો એમાં બાજું બઘું જ હોય છે, વિદ્યાર્થી હોવા સિવાય અને આ સત્ય એના માતા-પિતા, અઘ્યાપકો, વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સત્તાધીશો પણ જાણે છે. જેને એક ચોકીદારે ધક્કો મારીને બહાર મોકલવાનો છે એ વાઈસ ચાન્સેલરને લાફો મારી દે છે. અને આવા સમાચાર મીડિયામાં ચમકતાં એની ધાક વધારે મોટા સમૂહ પર પડે છે. અને આ જાણ્યા પછીય પોતાના સંતાનને કાન પકડીને થપ્પડ મારવા એના મા-બાપ પણ આગળ નથી આવતા ત્યારે એ ‘વિદ્યાર્થી નેતા’ રાજકીય નેતા બનવાના દિશામાં આગળ વધે છે. હવે એ રાજકીય પક્ષનો કાર્યકર્તા બને છે. વિવિધ પક્ષોના આવા અનેક કાર્યકર્તા છે. પણ, એમાંથી સમ ખાવા જેટલી સંખ્યાનેય જે તે પક્ષની સ્થાપના પાછળથી વિચારધારાની જાણ હોય છે. આ ‘‘કાર્યકર્તા’’ ને એ જાણવીય નથી હોતી એ પોતાની વિચારધારાને બરાબર જાણે છે ને એ પ્રમાણે એ પોતાનો માર્ગ કરતો રહે છે. પોતે ઊભી કરેલી ધાકનો લાભ એ પક્ષના કાર્યક્રમોને આપે છે અને મોટા નેતાઓનું ઘ્યાન ખેંચે છે. એક જ પક્ષના હોવા છતાં એકમેકની સ્પર્ધામાં પોતાનું બળ જમાવવા મથનારા નેતા આવા કાર્યકર્તાને પોતાની પાંખમાં લે છે. અને એમના પીઠબળ નીચે પેલા કાર્યકર્તાની હંિમત ઓર ખૂલી જા યછે. રાજકીય પક્ષ સત્તામાં હોય ત્યારે કે વિરોધમાં હોય ત્યારે, આવા કાર્યકર્તા પોતાનો રોટલો તો રબી જ લે છે. અર્થશાસ્ત્રનો અ ન જાણનારા બજેટ વિશે પ્રતિભાવ આપે છે. અભ્યાસ સાથે દૂર દૂર સુધી સંબંધ ન ધરાવનારા અભ્યાસક્રમ સુધારવાના સૂત્રો પોકારે છે. પ્રવેશ કે પરીક્ષા કે પરિણામ સમયે માત્રને માત્ર દાદાગીરી જ કરનારા શિક્ષણની આવતીકાલ વિષે અખબારોમાં અભિપ્રાય આપે છે. એમને જાણનારા મનોમન હસે છે, દુઃખી થાય છે. પણ ન જાણનારા લાખોને એમનામાં પોતાના પ્રતિનિધિ દેખાય છે, અને એ રીતે એક યુવાનેતા જન્મ લે છે. આપણે ત્યાં ૪૫ વર્ષનાને પણ ‘યુવાનેતા’ જ કહેવાય છે. એ લોકોની ઉંમર વધતી જાય છે પણ યુનિવર્સિટીના રાજકારણમાં એમની વગ ઘટવા દેતા નથી. એ માટેએ છમકતાં કરીને ચમકતા રહે છે. આપણા શિક્ષણ જગત અને આપણા વિદ્યાર્થીઓના ભાવિ વિષેની ચંિતા કરનારાની આટલી મોટી ફોજ છે એ જાણ્યા પછી હૈયાને ઘણી ધરપત થાય કે આ સહુના હાથમાં આપણું વિદ્યાજગત સલામત છે. અઘ્યાપકને બદલે વિદ્યાર્થીની આ ધાક આપણા શિક્ષણ જગતને ઘૂ્રજાવી રહી છે. વિદ્યાર્થિ શિક્ષકનું માથું ફોડી શકે છે. વિદ્યાર્થી શિક્ષકને મોટરકારથી ફંગોળી શકે છે. વિદ્યાર્થી શિક્ષકનું ચારિત્ર્યહનન કરી શકે છે. અને આવું કરનારને ‘વિદ્યાર્થી’ કહેવાય પડે છે. અસવતો સામે પક્ષ ‘શિક્ષક’ કે ‘અઘ્યાપક’ ની ઓળખને લજવે એવાની સંખ્યાય ઓછી નથી. પરિણામે સમાનશીલ અને વ્યસન ધરાવનારા વચ્ચે મૌત્રી તરત જ કેળવાય છે. અને આ બંને વર્ગો, શિક્ષણમાં અંતરાયરૂપ સઘળું કરે છે, શિક્ષણ સિવાયનું બઘું જ કરે છે. આપણા રાજકીય નેતાનો વિકાસ આલેખ આ છે. સ્વતંત્ર ભારતમાં કોઈપણ રાજ્યમાં આ જ દશા છે. અને એની વિરૂદ્ધમાં, શાખાના પાઠ્ય-પુસ્તકોમાં જે દેશ નેતાઓનાં ચરિત્ર ચિત્રણ છે એ સાવ અલગ છે. રાષ્ટ્રીય આંદોલનોના એ નેતાઓનું વ્યક્તિત્વ આનાથી સાવ જૂદું જ હતું. એમાનાં ઘણાં બધા સુશિક્ષિત હતાં કેટલાક તો અત્યન્ત મેધાવી અને સફળ તેજસ્વી કારકીર્દી પણ ધરાવનારા હતા. તો, હંિસાનો આશરે લેનારા ક્રાન્તિવીરો સામે છાતીએ ‘વન્દે માતરમ્‌’ બોલતા ફાંસીને માંચડે જુલનારા હતા. કેટલાક અનામી શહીદોએ, કશા ય અંગત લાભની અપેક્ષા વગર ગોળીઓ ખાધી છે. દેશ આઝાદ થાય પછી પોતાના યોગદાનની યશગાથા ગવાય કે પછી એના બદલામાં ફાયદાકારક જગ્યાએ બેસીને મલાઈ ખાવાની મનોવૃત્તિ વગરના હતા. આવા નિઃસ્વાર્થ અને પોતાના પ્રાણ કે કારકીર્દીની આહૂતિ આપનારા દેશદાઝ ધરાવનારા હતા એ લોકો પ્રજાએ એમને પોતાના હૃદયાસને બેસાડેલા.

પણ, આજે હવે આઝાદી પછીની પેઢી છે. સામાન્ય માનવી નાનકડી અમથી ઉધારીની ઉધરાણીથી ગભરાઈને હજી આજેય સપરિવાર અપઘાત કરી લે છે, ત્યારે આ સાવ શરમહીન સમૂહ નિર્લજ્જ હાસ્ય કરતા મહેફિલો જમાવે છે, અને સવારે મીડિયા સામે મગરના આંસુ સારતાં એક બીજા પક્ષો પર કાદવ ઉછાળે છ કોઈ ગંભીર નથી. સઘળું નાટક છે. ચહેરા પર ચહેરા છે. ને પ્રજા આ બઘું જુવે છે, જાણે છે, ને છતાં ય પ્રજાના પ્રતિનિધીને એની બીક નથી. લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટાવાની અન્ય રીતોની એમને જાણ છે. પ્રજા શું માને છે એમને એની કૈં જ બીક નથી. અને પ્રજા પણ પોતે પોતાના નાના મોટા સ્વાર્થ સાચવવા જ્ઞાતિના લેવલની ઓળખ છોડવા માંગતી નથી. કોઈને ભારતીય નથી બનવું એની જાણ આ નેતાઓને છે જ !

ભારતમાં એક સમયે સમાજસેવા અને વ્યાપાર ધંધાના ક્ષેત્રમાંથીય બહુ જ કર્મક દીર્ઘદ્રષ્ટ અને પ્રમાણિક નેતૃત્વ મળ્યું છે કોઈકે જાત ઘસી નાખી છે કોઈકે ગાંઠનું ગોપીચંદન પણ કર્યું છે. આ નેતૃત્વ જે તે પ્રજા સમૂહની વઘુ નજીક હતું. એમનાં સુખ દુઃખને જાણતું હતું. એમની સમસ્યાથી વાકેફ હતું. એક સમય હતો જ્યારે નેતાઓ પ્રજાને સાચું અને આકરુંય કહી શકતા, પ્રજાનેય વઢી શકતા. પ્રજા પોતાની ભૂલ સમજતી. પ્રજાનો ઉશ્કેરાટ કે ઉન્માદ શાંત પડતો. આવું તો જ બને જો પ્રજા પોતના નેતાનો આદર કરતી હોય એમનામાં વિશ્વાસ ધરાવતી હોય અને નેતાને સત્તાની ખુરશી પર ચોંટી રહી પોતાના અને સગાંના ગજવાં ભરવામાં રસ ન હોય. ભારતે સ્વતંત્રતા બાદ આવા નેતાઓ જોયા છે. પણ, આજે પાઠ્ય પૂસ્તકોના પાને સચવાયેલા આ નેતાઓ અને આજનું નેતૃત્વ સાવ જુંદા જ છે. એમાનાં કેટલાક આ સ્વાતંત્ર્ય જંગના વીરોનું સન્માન કરનારાય ચે. પણ કેટલાકને આ બલિદાન સામેય સવાલો છે. મહાત્મા ગાંધી અંગે વાંચીને કે વાંચ્યા વગર જ વિરોધનો વાણી વિલાસ કરવામાં બૌઘ્ધિકતા માનનારાય છે. મહાપુરુષોના જીવન અને કાર્યને મૂલવવા પોત પોતાની માપપટ્ટી લઈને નીકળનારાય છે. જે તે સમય-સંજોગોના સંદર્ભથી અજાણ રહીને બખાળા કરનારાય છે. કેટલાકને આ બલિદાન વ્યર્થ ગયાનુંય લાગે છે. કેટલાક વળી અંગ્રેેજોના શાસનનેય વખાણે છે. અને આપણને હજી સ્વાતંત્ર્યને યોગ્ય નથીય ગણાતા. કેટલાક તો વળી આ વીરોનાં નામને કામથીય અજાણ છે. અને વિવિધ રાજકીય પક્ષના સભ્યો બનીને ભાષણો ભરડે છે. મહાત્મા ગાંધી કે ડૉ. બાબાસાહેબ આંબેડકર કે વીર સાવરકરના યોગદાનને ભૂલવવાની પાત્રતા વગરનાય એમની વિરૂઘ્ધ કે તરફેણમાં બોલે છે. તો વળી એક બહુ મોટો વર્ગ તો હવે ભારતીય સમાજ દર્શનથી દૂર, પોતાના લાભની વાતનો જ વિચાર કરીને ગંદી રમતો રમે છે. એમને માટે સત્તા એટલે સેવા નથી. એમને માટે સત્તા એટલે આચાર ભ્રષ્ટતાનો પરવાનો છે. અને એનો એમને કોઈ જ સંકોચ નથી. ભારતની રાજકીય પરિપકવતાના દર્પણ રૂપ સંસદની કાર્યવાહીને શરમાવે છે. અહીંથી ઉઠતા સવાલ, એની શૈલી, એની પાછળની મુરાદ બઘું જ કોઈ પણ સંસ્કારી, સુશિક્ષિત ભારતીયને શરમાવે તેવું છે. આખા દેશની પ્રજા અભણ અને મૂર્ખ અને વિચારહીન તથા કાયર હોય એમ વાણી વિલાસ ચાલે છે. જેમની આચાર ભ્રષ્ટતા હવે જગજાહેર છે એમણે લાજશરમ મૂકી દીધી છે. એમને એમના સંતાનો પણ સવાલ પૂછતા નથી. કારણ કે મલાઈનો સ્વાદ સહુને ભાવે છે.
નેતૃત્વ પ્રજામાંથી જ આવે છે એ સાવ સાચું, પણ, આજે નેતૃત્વ સિઘ્ધ કરવાનો જે માર્ગ છે એ ચંિતાજનક છે. દાદાગીરીએ ગાંધીગીરીનું સ્થાન લઈ લીઘું છે. ધીમે ધીમે આખુંય વૃક્ષ સડી રહ્યું છે. અગાઉના ખાતર-પાણીને લીધે એણે મૂળ ઊંડા નાખ્યા છે એટલે આટલું ટક્યું છે. હવે એ ઉખડી પડવાની દિશામાં છે. આટલાં ખોખલાં બની ગયેલા વૃક્ષને પુનઃ નવપલ્લવિત કરવાનું કામ સહેલું નથી, તો આસંભવ પણ નથી.

આની શરૂઆત પ્રત્યેક ઘરમાંથી થવી જોઈએ. અને એનો આધાર છે સંતાનો સાથેના મા-બાપના સંબંધ ઉપર. મા-બાપે સંતાનો સાથે સંવાદનો સેતુ સર્જવો પડશે. બાળકો દાદાગીરીમાં હીરોગીરી જોતાં હોય તો એનાથી અંજાવાના જ માતા પિતાએ એમને સાચાહીરોનો પરિચય કરાવવો પડે. ફિલ્મી સિતારાની નાઈટના કાર્યક્રમ ઉપરાંત, ખરેખરી જવામર્દી દેખાડનારા સામાન્ય માણસોના સન્માનના કાર્યક્રમમાં પણ રસ લઈને સામે બેસવું-બેસાડવું જરૂરી બન્યું છે. આપણા સંતાનના પ્રથમ હીરો આપણે છીએ. આપણા વાણી-વર્તન-વ્યવહારમાં રહેલી મર્યાદાહીન બાળક અપનાવી લે છે. આપણી ભ્રષ્ટતાને જોનાર બાળક, ભ્રષ્ટાચાર વિષેના આપણા ભાષણને બોલું અને આપણાને દંભી ગણે છે. એ ભ્રષ્ટ લોકોની સફળતાને માર્ગદર્શન માનીને એ માર્ગે ચાલવા વિચારે છે. આવા સમયે, એકપછી એક જે જાતના કૌભાંડો પ્રગટ થાય છે અને તેની સામેની બેશરમ રાજરમત જોવા મળે છે એ જોતાં આપણાં સંતાનો માટે આપણે કેવું ભારત સર્જી રહ્યાં છીએ ? આ કામ શિક્ષકો નહી કરી શકે. સડો એટલો છે ને એ પણ એનાથી બચ્યા નથી ત્યારે, આ બાળકો આપણાં છે, ને આ દેશ આપણો છે.. આવો, આપણે આ બેશરમીને કહી દઈએ એક બે ને સાડાત્રણ !

Advertisements

One comment

  1. મુ. અરવિંદભાઈ, બાળકોને તો જાણે ખબર ના હોય કે એમણે એમના ભવિષ્ય માટે પોતાને કેવીરીતે તૈયાર કરવા. બાળકોના માતા પિતા કે દાદા દાદી પણ હવે એટલી હદ સુધી મૂંઝાયેલા જોવા મળે છે કે વાત ના પૂછો. આવા માતા પિતા કે દાદા દાદી જ શાળા કે કોલેજોમાં “શિક્ષકો”ની ભૂમિકા માં હોય એ વધારામાં. કોઈ પણ દેશમાં “નાગરિક”ના ઘડતર માટે જે નાગરિક શાસ્ત્ર નો અભ્યાસ કરવો કે કરાવવો જોઈએ તેની લાંબા ગાળાની અસર વિકસિત / શિક્ષિત દેશોમાં જોઈજ શકાય છે. અનુશાસન, કાયદો, વ્યવસ્થા, પ્રમાણિકતા અને જીવનના અન્ય મૂલ્યો સંસ્કારની સાથે સાથે જ સિંચાવા જોઈએ. ભૌતિક સુખ / સુવિધા / સગવડની પ્રાપ્તિ જીવનનું ધ્યેય / લક્ષ્ય બનાવીને જીવનારા વ્યક્તિ / કે માનવ સમુદાય પાસે શી અપેક્ષા રખાય ?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s