“ વાત વાતમાં “ સંસદના ૧૦૦ વરસ થશે ત્યારે….શ્રી મનુશેખચલ્લી

ગુજરાત સમાચારની આજની અર્થાત 16.મે, 2012 ને બુધવારની આવૃતિમાં શ્રી મનુશેખચલ્લી દ્વારા “ વાત વાતમાં “ ની કોલમ હેઠળ લખાયેલ કટાક્ષિકા આપ સૌને વાંચવી/માણવી ગમશે તેમ ધારી અત્રે મારાં બ્લોગ ઉપર તેઓ બંનેના સાભાર અને સૌજન્ય સાથે રજૂ કરેલ છે.

સંસદના ૧૦૦ વરસ થશે ત્યારે….

સંસદના ૬૦ વરસ પુરાં થયાં એના માનમાં જે ખાસ સત્ર બોલાવાયું એમાં સંસદની કાર્યવાહી જેવું કશું ના થયું! ના વોકઆઉટ થયા… ના હંગામો થયો… ના નોટોનાં બંડલ ઉછળ્યા.. કે ના કોઇને ટીંગાટોળી કરીને બહાર લઇ જવા પડયા.
બઘું સુષ્ટુ- સુષ્ટુ શાંત-શાંત ચાલ્યું! બધાએ ‘પાર્ટીલાઇન’થી ‘ઉપર ઉઠીને’ ‘લોકશાહી’ની ડાહી ડાહી વાતો કરી!
જરા વિચારો, જો ૬૦ વરસે આવું દંભી નાટક થઇ શકે તો સંસદના ૧૦ વરસ થશે ત્યારે શું શું થશે?
પ્રસ્તુત છે ભવિષ્યના સમાચારોની એક ઝલક…
* * *
૯૯ વરસના વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ શ્રી દાઉદ ઇબ્રાહીમે સંસદની ખાસ બેઠકનું ઉદ્‌ઘાટન કરવા માટે લાલ રીબીન પર પોતાની મશીનગન વડે અચૂક નિશાનેબાજી કરતાં સામટા ૧૦ રાઉન્ડ ફાયર કર્યા હતા. રીબીનના લીરેલીરા થઇ જતાં જ તમામ સાંસદોએ તાળીઓનો ગટગડાટ કરી મુક્યો હતો.
* * *
સંસદની આ ઐતિહાસિક બેઠકમાં હાજરી આપવા માટે સમગ્ર ગાંધી પરિવાર ઇટાલીથી, સમગ્ર કલમાડી પરિવાર સ્વીટ્‌ઝર્લેન્ડથી, સમગ્ર લાલુ પરિવાર મોરેશિયસથી અને સમગ્ર શરદ પવાર પરિવાર સંિગાપુરથી પોતપોતાના લક્ઝુરીયસ વિમાનો દ્વારા ડાયરેક્ટ આવી પહોંચ્યા હતા.
જો કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીને ભારતનો વિઝા ન મળ્યો હોવાથી તેમણે ચંદ્ર પર વસાવેલા ‘નયા ગુજરાત’થી સેટેલાઇટ દ્વારા શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.
* * *
ભારતમાંથી આતંકવાદનો નાશ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી, જેલમાં પુરાં ૪૦ વરસ ગુજારનાર ઉપરાષ્ટ્રપતિ કસાબે ગૃહને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે વિશ્વ શાંતિ માટે ભારતે જ પહેલ કરવી પડશે કારણ કે હજી પણ કબ્રસ્તાનો અને સ્મશાનગૃહોમાં ક્યાંક ક્યાંક કાબરો અને કાગડાઓનો અવાજ સંભળાય છે.
* * *
સ્વર્ગસ્થ શ્રી લાલુપ્રસાદ યાદવના સુપુત્ર અને સંસદિય બાબતોના કેબીનેટ મંત્રી શ્રી બલ્લુ યાદવે કહ્યું હતું કે સંસદમાં હજી પણ પાંચથી સાત ટકા સમાજસેવકો અને પ્રમાણિક માણસો ચૂંટાઇને આવે છે તે દેશ માટે શરમની વાત છે. જ્યાં સુધી સંસદનું સંપૂર્ણપણે ક્રિમિનલાઇઝેશન નહિ થાય ત્યાં સુધી સાચી લોકશાહી નહિ આવે.
* * *
ઁઅંતમાં, ત્રીજી વાર વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા વયોવૃદ્ધ પ્રિયંકા ગાંધીએ નાદુરસ્ત તબિયતને કારણે ટૂંકુ પ્રવચન કરતાં માત્ર એટલું જ કહ્યું હતું કે ‘‘ડો. મનમોહનસંિહ જેવા માણસો જ્યારે સંસદમાં ચારથી વઘુ વાક્યો બોલી શકતા હતા… એવો જમાનો હવે કદી નહિ આવે.. શટ અપ.’’

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s