વિચક્ષણ અને આર્ષધૃષ્ટા વિન્સટન ચર્ચિલની અગમવાણી ! અને રાષ્ટ્રપિતા ગાંધીજીની અમૂલ્ય સલાહની ધરાર અવગણના ! !

વિચક્ષણ અને આર્ષધૃષ્ટા વિન્સટન ચર્ચિલની અગમવાણી ! અને રાષ્ટ્રપિતા ગાંધીજીની અમૂલ્ય સલાહની ધરાર અવગણના ! !

બીજા વિશ્વયુધ્ધ બાદ આજથી 65 વર્ષ પહેલાં હિંદુસ્તાનને આઝાદી આપવા બ્રિટિશ પાર્લામેંટમાં ત્યારના વડાપ્રધાન લોર્ડ એટલીએ રજૂઆત કરી ત્યારે વિરોધ પક્ષે રહેલા શ્રી ચર્ચિલે જણાવેલું કે, તેમના જ શબ્દોમાં

Sir, Winston Churchill…
“Power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of
Low calibre& men of straw. They will have sweet tongues & silly hearts. They will fight amongst
themselves for power & India will be lost in political squabbles. A day would come when even air & water would be taxed in India.”

જેનો ગુજરાતી ભાવાનુવાદ અત્રે રજૂ કરેલ છે. ચર્ચિલે કહેલું કે, “ જો ઈંડિયાને સ્વતંત્રતા આપવામાં આવશે તો, આવનારા દિવસોમાં સત્તા ધુર્ત, નીચ, અધમ, હરામખોર, ઠગ, ચાંચિયા, અને પિંઢારા જેવા લોકોના હાથમાં ચાલી જશે. આવા લોકો મીઠી જબાન સાથે તદન નીચી કક્ષાના, સત્વહીન અને તકલાદી છે તેઓ સત્તા માટે અંદરોઅંદર લડશે, ઝઘડશે, વાદવાદી અને જીભાજોડી કરશે અને રાજકીય વાદાવાદીમાં દેશનું હિત જોખમાઈ જશે. પરિણામે, ઈંડિયામાં એક દિવસ એવો આવશે કે હવા અને પાણી ઉપર પણ કર લાદવામાં આવશે.”

ચર્ચિલની અગમવાણીના પરિપ્રેક્ષ્યમાં આપણાં દેશમાં આજે પ્રવર્તતી વાસ્તવિક પરિસ્થિતિ વિષે વિચાર કરવામાં આવે તો ચર્ચિલે ભાખેલી ભવિષ્યવાણી આબેહુબ તેના વરવા સ્વરૂપમાં જોવા મળે છે. પાણી તો “મીનરલ વોટર”ને નામે વેંચાવા લાગ્યું છે, હવે વાર માત્ર હવાની જોવાની રહે છે. આજે જે રીતે સરકારનો કારોબાર ચાલે છે તે જોતાં એ દિવસો દૂર જણાતા નથી.

સંસદના 552 સભ્યોમાંથી 162 હીસ્ટ્રી સીટર છે. જેની સામે કુલ 522 કેસો નોંધાયેલા છે. 14 સભ્યો સામે હત્યાના આરોપો છે. 20 સામે હત્યાની કોશિશના ગુન્હા નોંધાયેલા છે. અને 13 સામે અપહરણની ફરિયાદો છે. આ ઉપરાંત અનેક સામે અમર્યાદિત સંપત્તિ-સાંસદ બન્યા બાદ- એકઠી થયેલી છે. રાજ્યોની ધારાસભામાં પણ મહ્દ અંશે આવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. લૂંટ , ભ્રષ્ટાચાર , અપહરણ , હત્યા , બળાત્કાર વગેરે અનેક અપરાધોમાં જુદા જુદા રાજ્યોના પ્રધાનો ,ધારાસભ્યો અને સરકારી અમલદારો સંડોવાયેલા જણાય છે.
આવા સંજોગોમાં અણ્ણા હજારે, બાબા રામદેવ વગેરે સાથે મળી આંદોલન કરી લોક જુવાળ ઉભો કરે તો તેમાં ખોટું શું છે ?
આંદોલનના ભાગ તરીકે આકરા શબ્દો વાપર્યા વગર લોક જુવાળ ઉભો ના થઈ શકે. અને આજે જે શબ્દો ચર્ચિલે વર્ષો પહેલાં ઉચ્ચારેલા તે જ શબ્દો વાસ્તવિકતા બની સામે આવી ઉભા છે ત્યારે કેટલાક સાંસદોને કઠે છે અને સંસદની ગરિમા જાળવવા કાગારોળ મચાવી રહ્યા છે. પોતે સાંસદમાં અનેક પ્રકારની હરકતો દ્વારા સંસદની ગરિમા તળિયે લઈ જાય છે તે માટે કોઈ શરમ અનુભવતા નથી. કદાચ એ ( સંસદની ગરિમા તળિયે લઈ જવાનો ) તેમનો સાંસદ તરીકેનો વિશિષ્ટ અધિકાર સમજતા હશે !

એક અહેવાલ પ્રમાણે મુંબઈમાં બાલ ઠાકરે “સામના”માં બાબા રામદેવ અને અણ્ણા હજારે તેમની માનસિકતા ગુમાવી બેઠા છે અને હતાશ થયા હોય આવા શબ્દો બોલી રહ્યા છે, તેવું લખે છે. આ વિષે કદાચ બાલ ઠાકરે આવા આંત્યતિક અને કઠોર શબ્દો જો બોલવાના-કહેવાના કે લખવાના હોય તો એ પોતાનો ઈજારો છે તેમ માનતા હોવા જોઈએ. બાબા રામદેવ કે અણ્ણા હજારે કે અન્ય કોઈને આવો કોઈ અધિકાર નથી. પેલી સાસુના અધિકાર જેવી વાત છે. હકિકતમાં ઠાકરેને દુઃખે છે પેટ અને કુટે છે માથું !

કેટલાક સત્તાધારી રાજકારણીઓ-અમલદારો અને વિચારકોના મત પ્રમાણે સુધારા કરવા હોય તો સીસ્ટમનો ભાગ બનીને સુધારવા પ્રયત્નો કરવા જોઈએ. સીસ્ટમ સામે બૂમ બરાડા કે ગાળાગાળી કરીને સીસ્ટમ બદલીના શકાય.

સીસ્ટમ સુધારવા માટે લોક્મત કેળવવો તે મૂળભૂત અને પાયાની વાત છે અને તે માટે પ્રવાસ, જન સમુદાયની સભાઓ, સરઘસો અને મીડીયા વગેરે દ્વારા જ શક્ય બની શકે. અને તે માટે અણ્ણા હજારે, બાબા રામદેવ પ્રયાસો કરી જ રહ્યા છે તેમને પ્રોત્સાહિત કરવાને બદલે આ રાજકારણીઓ પોતાના સ્થાપિત હિતો જાળવવા રોજ બરોજ નવી યુક્તિ-પ્રયુક્તિ વડે હતાશ કરવાના સતત પ્રયાસો કરતા જોવા મળે છે અને જેમાં જાણ્યે-અજાણ્યે કેટલાક પત્રકારો-વિચારકો વગેરે જોડાઈ જતા જણાય છે.

રાજ્યોમાં ધ્યાન ખેંચે તેવા યુ.પી.માં માયાવતીના રાજમાં ભ્રષ્ટાચાર બેફામ બનેલો તેમ કહેવામાં આવે છે.જો ભૂતકાળમાં નજર નાખીએ તો મુલાયમના રાજમાં પણ ભ્રષ્ટાચારે તમામ હદો ઓંળગેલી અને ગૂંડા રાજ પણ ભયંકર રીતે પોષાયેલું. પરિણામે આજે પણ સમાજવાદી પક્ષને બહુમતિ મળવા છતાં, સમાજવાદી પક્ષના સભ્ય ના હોવા છતાં, કુખ્યાત રાજા ભૈયા કે જે જેલમાં પણ જઈ આવેલ છે તેવી વ્યક્તિને પ્રધાન બનાવવાની મજબુરી અખિલશે અનુભવી છે અને આશ્ચર્ય જનક રીતે તેને જેલનું ખાતું સોંપવા ફરજ પડી છે.
આ ઉપરાંત તાજેતરમાં ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ થયેલા એક સમાચાર મુજબ મુલાયમ સિંઘની 2007 સુધીમાં એકઠી કરેલી મિલ્કતના આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે, રાજકારણનો ધંધો વગર રોકાણે દુઝ્તી ગાય જેવો છે. તો વાંચો આ આંકડા:-

રાડાર
મૌલાના મુલાયમ સિંહને આ રીતે પણ ઓળખો !
ઉત્તરપ્રદેશનો જંગ જીતીને સત્તામાં આવેલ મુલાયમ સિંહ યાદવ ગુજરાતના મુખ્યપ્રધાનની જેમ લાંબો ‘‘જમ્પ’’ લેવાની વેતરણમાં છે ત્યારે એમની પાસે કેટલી માલમિલકત છે એનો પણ હિસાબ જાણવા જેવો છે. (આ હિસાબ ૨૦૦૭ના જાન્યુઆરી સુધીનો છે… એ પછીના પાંચ વર્ષમાં આ ડબલ ત્રબલ થઇ ગયો હોવો જોઇએ)
મુલાયમ સિંહના નામે
૧ સાઈફામાં ૩ વીઘા ખેતી લાયક જમીન
૨ સાઈફાઈમાં ૫૦૦૦ ચોરસ મીટર રહેણાંકને લાયક પ્રોપર્ટી
૩ ઈટાવાની ફ્રેન્ડસ કોલોનીમાં એક પ્લોટ
૪ લખનૌના વિક્રમાદિત્ય માર્ગ ઉપર ૨૪,૦૦૦ ચો.ફીટનો પ્લોટ
૫ દીલખુશ કોલોનીમાં ૧૦,૦૦૦ ચો.ફીટનો એક પ્લોટ
૬ સાઈફાઈમાં ખેતી લાયક ૧૪ એકર જમીન
૭ ઈટાવાની ફ્રેન્ડસ કોલોનીમાં એક બંગલો
૮ ગોમતી નગરમાં બેનામી નામે ૪ પ્લોટ
૯ ચૌધરી ચરણસંિહ પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ
૧૦ રૂપિયા ૨૫ લાખની ફીક્સ ડીપોઝીટ
૧૧ સાઈફાઈમાં યુ પી રુરલ ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ
૧૨ ઈટાવાના સીવીલ લાયન્સમાં ૨૫,૦૦૦ ચો.ફીટનો એક બંગલો
૧૩ રૂપિયા ૨૦ લાખની કંિમતના શેર
પહેલા પત્ની માલતી દેવીના નામે
૧ લખનૌની દિલખુશ કોલોનીમાં ૨૦,૦૦૦ ચોરસફીટનો એક પ્લોટ
અખિલેશ યાદવના નામે
૧ દીલખુશ કોલોનીમાં ૩૧૦૦ ચો.ફી. જમીન
૨ લખનૌ ગોમતી નગરમાં રહેણાંકનો એક પ્લોટ
૩ લખનૌના કામતા ગામમાં ૧ વીઘા કરતાં મોટો પ્લોટ
૪ વિક્રમા દિત્ય માર્ગ ઉપર એક મોટો પ્લોટ
૫ ગોમતી નગરમાં ૩૦૦ ચો.મીટરનો એક પ્લોટ
૬ સાઈફાઈમાં ૧૬.૩ એકર ખેતીલાયક જમીન
૭ ફ્રેન્ડસ કોલોનીમાં એક બંગલો
૮ ૨૫ લાખ રૂપિયા બેન્કમાં
૯ ૭૫ લાખ રૂપિયાનો શેર
૧૦ ૪.૭ લાખ રૂપિયાનો બોન્ડસ
ડીમ્પલ યાદવના નામે
૧ દીલખુશ કોલોનીમાં રહેણાંકનું મકાન
૨ રૂપિયા ૧૬ લાખ બેન્કમાં
૩ રૂપિયા ૧૩ લાખના શેર
૪ ૨૪ લાખ રૂપિયાના ઘરેણાં
૫ રૂપિયા ૨૨ લાખની બીજી મિલકતો
પ્રતીક યાદવના નામે
૧ લખનૌમાં ૭૫ એકરનો એક પ્લોટ
૨ વિક્રમા દિત્ય માર્ગ ઉપર એક પ્લોટ
મુલાયમ સિંહ ઉપર આ કારણે સીબીઆઇએ કેસ કરેલો છે. જયલલિતા, માયાદેવી, લાલુ યાદવ વગેરે ઉપર ‘‘આવકના પ્રમાણમાં વઘુ મિલકત’’નો કેસ છે.

આ ઉપરાંત અનેક રાજકિય નેતાઓએ કરોડો નહિ પણ ખર્વોમાં મિલક્ત એક્ઠી કરી હોવા છતાં કોઈ કેસ નોંધાયા નથી. આમ મોટાભાગના નેતાઓનું બ્લડ ગ્રુપ તો એક જ છે.

સીબીઆઈ દેખીતા કારણો સર આ કેસો દબાવી બેઠી છે. મુલાયમ આવનારા દિવસોમાં થનારી રાષ્ટ્રપતિ પદના એક ઉમેદવાર બની શકે છે. હવે સીધો પ્રશ્ન જે લોકો સીસ્ટમમાં રહી સીસ્ટમ બદલવાની વાતો કરે છે તેમને કે, મુલાયમે ક્યા ધંધા દ્વારા આટલી મિલ્કત એકઠી કરી છે ? તે વિષે તેમનો પ્રત્યુત્તર જાણવા મળશે તો આનંદ થશે.

કૌભાંડો અને ભ્રષ્ટાચાર મોટા ભાગના રાજ્યોમાં વ્યાપક રીતે ફેલાયેલો છે.પ્રામાણિક રાજકીય નેતા કે અમલદાર ઘાંસની ગંજીમાંથી સોય શોધવા જેવું મુશ્કેલ કામ છે. અરે ! આ ભ્રષ્ટાચારનો રેલો છેક ગ્રામ પંચાયતો અર્થાત તળિયે પહોંચી ચૂક્યો છે ત્યારે અણ્ણાજીએ જે ભગીરથ કાર્યની આહલેક જગાવી છે અને જેને રામદેવ પણ ટેકો આપી રહ્યા છે ત્યારે મારા મતે તો દેશભરના તમામ સાધુઓ-સંતો-ગુરૂઓ-મૌલવીઓ પોત પોતાનો સંપ્રદાય ભૂલી દેશ હિત અને લોક કલ્યાણ માટે સંયુકત રીતે ( આવનારા પાંચ વર્ષ સુધી મંદિરો-મસ્જીદો કે દેવળો બાંધવામાં નહિ ખર્ચતા ) પોત પોતપોતાના અનુયાયીઓને આ આંદોલનમાં જોળાવા આદેશ આપવો જોઈએ.

લોક માન્ય તિલકે જે રીતે ગણેશોત્સવને સ્વાતંત્રયની ચળવળને વેગ આપવા ઉપયોગ કર્યો હતો તેનું અનુકરણ કરવું જોઈએ અને જે જે સ્થળે કથાઓ- ધાર્મિક શોભા યાત્રાઓ-યજ્ઞો કે પ્રવચનો થાય તેનો પ્રધાન સુર કૌભાંડો, ભ્રષ્ટાચાર, ભેળસેળ વગેરે જેવા દૂષણો હટાવવાનો હોવો જોઈએ, અને તો હેતુ ધાર્યા કરતાં વહેલો સિધ્ધ થઈ શકવાની સંભાવના રહે ! આવા કૌભાંડો અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ આગેવાનો, નેતાઓ, પ્રધાનો અમલદારોને ખુલ્લા પાડી જનતાની અદાલતમાં લોકો દ્વારા જાહેરમાં ફટકારવાની સજા થવી જોઈએ. અને તો જ સાચી સ્વતંત્રતા મેળવી ગણાય !
એક વાત તો નક્કી છે કે, ચર્ચિલ કે, જે ક્યારે ય આ દેશની મુલાકાતે આવ્યા નહિ હોવા છતાં બ્રિટનમાં બેઠા બેઠા આપણાં “ હળદરને ગાંગડે થઈ પડેલા ગાંધી “ ની જેમ રાજકિય નેતાઓને તેમના અસલ સ્વરૂપમાં ઓળખી શકેલા અને સમય જતાં આપણાં આ થઈ પડેલા નેતાઓએ તેના શબ્દો શબ્દસઃ સત્ય ઠેરવ્યા છે.

કદાચ ચર્ચિલના શબ્દોમાં રહેલું કઠોર સત્ય અને વાસ્તવિકતા રાષ્ટ્રપિતા ગાંધીજીને પણ–કેટલાક કોંગ્રેસીઓને બાદ કરતાં-અન્ય કોંગ્રેસીઓની આવી હલકટ માનસિકતા સમજાઈ હોવી જોઈએ અને તેથી જ તેઓએ સ્વતંત્રતા મળ્યા બાદ તુરત જ કોંગ્રેસનું દેશની આઝાદી મેળવવાનું લક્ષ્ય/ધ્યેય પૂરું થયું હોય કોંગ્રેસને વિખેરવા જણાવેલ હોવું જોઈએ ! ગાંધીજી તેમના નિર્ણયોનું સખત રીતે પાલન કરાવનારા હઠ્યોગી તરીકે પણ જાણીતા હતા અને તેથી જ જો કોંગ્રેસનું વિસર્જન થઈ જાય તો કેટલાક કોંગ્રેસીઓ સત્તા વિહોણા કે સત્તાથી વંચિત રહેશે તેવા ભય/ડરના ઓથાર નીચે સ્વતંત્રતા મળ્યાના માત્ર સાડા પાંચ મહિનામાં 30, જાન્યુઆરી, 1948ના તેમની હત્યા કરી નાખવામાં આવી હોઈ તેવી દહેશત પણ રહે ! સંભવ છે કે પોતાના સ્થાપિત હિતોના રક્ષણ માટે કોંગ્રેસમાં જ રહેલા લોકોએ ગાંધીજીની હત્યા કરવામાં જે તે સમયે મૌન ધારણ કરી ગોડસેને આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યો હોય ! અને કોંગ્રેસનું વિસર્જનની વાત વિસારે પાડી દેવામાં સફળતા મેળવી હોય !

પરિણામે બ્રિટિશરો 200 વર્ષના રાજ્ય દરમિયાન દેશની સમૃધ્ધિ લૂંટી શક્યા તેના કરતાં અનેક ગણી આ રાજકર્તા કોંગ્રેસીઓએ 65 વર્ષમાં દેશને લૂંટ્યો. જેને કારણે આજે પણ 45% લોકોને ટોયલેટની સુવિધા પ્રાપ્ત નથી. પીવાના પાણી માટે આજે પણ સ્ત્રીઓને 5-7 કીલોમીટર ચાલીને લાવવું પડે છે. મોટા શહેરો જેવા કે મુંબઈ-દિલ્હી-કોલકત્તા-ચેનાઈ વગેરેની આજુબાજુ લાખો લોકો ઝુંપડ પટ્ટીમાં વસે છે અને જીવનની પાયાની જરૂરિયાતથી વંચિત છે. ખાધ્ય પદાર્થો-દવાઓ-દૂધ વગેરેમાં બે રોકટોક ભેળસેળ ચાલે છે. અસહ્ય મોંઘવારીમાં મધ્યમ વર્ગ અને નીચેનો વર્ગ પણ પીડાઈ રહ્યો છે.

મોટાભાગના રાજકિય નેતાઓ,અમલદારો વિવિધ કૌભાંડો અને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને આ તમામ ખાઈ પેધેલા હોઈ જ્યાં સુધી તેઓને “ સમૂળી ક્રાંતિ “ વડે જડમૂળમાંથી ઉખેડી નાખવામાં નહિ આવે ત્યાં સુધી આ દેશના લોકોની યાતનાઓનો અંત નહિ આવે. તે દીશામાં જે પ્રયત્નો અણ્ણાજી અને તેમની ટીમ તથા રામદેવ કરી રહ્યા છે તેનું એક પરિણામ તો જરૂર આવ્યું છે કે લોકો કૌભાંડો અને ભ્રષ્ટાચાર વિષે ખુલ્લામાં વાતો કરતા, ચર્ચા કરતા જરૂર થયા છે અને તેથી એક આશા ઉભી થવા કારણ છે કે,આવનારા દિવસોમાં આ ચળવળ કંઈક નક્કર સ્વરૂપ પકડશે !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s