લોર્ડ મેકોલેનું અટ્ટહાસ્ય ! હા…હા…હા…..હા……હા……હા…… ! ! ! ! ! !આપે સાંભળ્યું ?

લોર્ડ મેકોલેનું અટ્ટહાસ્ય !
હા…હા…હા…..હા……હા……હા…… ! ! ! ! ! !
આપે સાંભળ્યું ?

થોડા દિવસો પહેલાં અખબારોમાં પ્રસિધ્ધ થયેલ એક સમાચાર વાંચવા મળેલા અને તે અનુસાર છેલ્લાં આઠ વર્ષમાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લેતા બાળકોની ટકાવારીમાં અને દેશવાસીઓને પ્રચંડ આઘાત પહોંચાડે તેવો તોતિંગ વધારો નોંધાયો છે તેમ જણાવવામાં આવેલું. ધોરણ 1 થી 8 અર્થાત એક થી આઠ સુધીમાં 2003-2004 થી 2010-2011 સુધીમાં 274% રીપીટ બસો ચીમોતેર ટકા વધારો થયો છે.

2009-2010માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતાં બાળકો 1.72 એક કરોડ બોતેર લાખની સામે 2010-2011 માં વધીને 2.04 બે કરોડ ચાર લાખ થવા જાય છે. તેની સામે હિંદી માધ્યમમાં 2009-2010 દરમિયાન 8.60 આઠ કરોડ સાઠ લાખથી વધી 9.09 નવ કરોડ નવ લાખ થયા છે.

આ રીતે અંગ્રેજી માધ્યમનો વધારાનો દર 18-09% અને હિંદીનો 5.06% રહે છે.
ઉપરોક્ત આંકડા સપષ્ટ દર્શાવે છે કે, અંગ્રેજી એ મરાઠી-બંગાળીથી પણ અગ્ર બની બીજા નંબરનું મોટામાં મોટું માધ્યમ બન્યું છે. National University of Education Planning and Administration ( NUEPA )ની ડીસ્ટ્રીક્ટ ઈનફરમેશન સીસ્ટમ ફોર એજ્યુકેશનના અહેવાલમાં કહેવાયું છે કે, આ માહિતિ મેળવવા DISEમાં ગત વર્ષમાં ખૂબ સુધારાઓ થયા છે અને તેથી આ માહિતિ પ્રમાણભૂત ગણવી જોઈએ એવું પ્રો. અરૂણ સી. મ્હેતા NEUPA નું કહેવું છે.

હિન્દી, મરાઠી, બંગાળી અને અંગ્રેજીમાં સંખ્યા 2010-2011માં છેલ્લા વર્ષ કરતા,અલબત્ત વધી છે પરંતુ તેમાં અંગ્રેજીના માધ્યમનો દર સૌથી વધુ રહ્યો છે. આથી અંગ્રેજી જાણતા શિક્ષકો અને નીતિ ઘડનારાઓની જરૂરિયાત પણ વધતી જતી હોય રાજ્ય કક્ષાએ રાજ્યોની સરકારો આ માંગને અત્યંત રેઢીયાળ રીતે હાથ ધરી રહી છે.

આ સંદર્ભમાં વાંચો લોર્ડ મેકોલેએ આ દેશની ધરા સંભાળ્યા બાદ બ્રિટિશ પાર્લામેન્ટમાં કરેલ ભાષણ અને પત્ર વ્યવહાર
“ ટી.બી.મેકોલ તા.02-02-1835ના રોજ બ્રિટિશ પાર્લામેંટમાં કરેલું ભાષણ અહિ ઈંગ્લીશનું ભાષાંતર શબ્દશઃ આ પ્રમાણે હતું.
”મેં ભારતદેશના ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ્ના વિસ્તીર્ણ વિસ્તતોનું પરિભરમણ કર્યું છે. આ દેશ એટલો સમૃધ્ધ છે અને તેની પ્રજાનું નૈતિક મૂલ્યોનું સ્તર એટલું ઊંચુ છે કે મેં દેશમાં કોઈ નાગરિક એવો ના જોયો કે જે ભિક્ષુક હોય કે ચોર હોય. હું નથી ધારતો કે આવા ઉતકૃષ્ટ નૈતિક મૂલ્યવાન દેશને આપણે ક્યારે ય પણ જીતી શકીએ.સિવાય કે આ દેશની આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વારસો કે જે રાષ્ટ્રની કરોડરજ્જુ સમાન છે તેનો આપણે નાશ કરી શકીએ”
”અને આથી હું દરખાસ્ત કરૂં છુંકે આપણે તેની ગૌરાવલક્ષી સદીઓ પુરાણી પ્રથાઓને મૂળથી જ બદલીએ કે જેના પરિણામે હિન્દુસ્તાનીઓ માનતા થાય કે લે કંઈ વિદેશી છે અને ઈંગ્લીશ છે તે તેમના કરતાં વિશેષ સારું છે તથા મહાન છે. અને આ કારણે તેઓ પોતાની ઓળખ અને આત્મ ગૌરવ ગુમાવશે. પોતાના નિજી સાંસ્કૃતિક સ્વરૂપો ગુમાવશે અને તેઓ એવા નાગરિકો બની જશે કે જેવા આપણે તેમને ઈચ્છીએ છીએ અર્થાત કાળા અંગ્રેજો-સ્વૈચ્છિક ગુલામ. અને ખરા અર્થમાં આપણાં આધિપત્યવાળું ગુલામ રાષ્ટ્ર બની રહેશે.”

આ પ્રવચન બાદ બ્રિટીશ સરકારે લીલી ઝંડી આપી અને ટી.બી.મેકોલે દેશવ્યાપી અંગ્રેજીમાં શિક્ષણથી જાત જાતના પ્રલોભનો આપી નવી નવી શાળાઓ ખોલી તેનો હેતુ પાર પાડ્યો અને 12/10/1836ના રોજ તેના પિતાજીને હર્ષભેર પત્ર લખ્યો.
”પરમ પ્રિય પિતાજી
આપણી શાળાઓ ખૂબ સરસ રીતે ઉન્નતિ કરી રહી છે. હિન્દુઓ ઉપર શિક્ષણનો પ્રભાવ અદભુત થયો છે.અંગ્રેજી શિક્ષણ મેળવ્યું છે એવો એક પણ હિન્દુ નથી જે સાચા ઋદયથી પોતાના ધર્મને અનુસરતો હોય. થોડા એવા છે જે નીતિના વિચારથી પોતાને હિન્દુ કહે છે અને કેટલાક ખ્રિસ્તી બની રહ્યા છે. એ મારો વિશ્વાસ છે કે જો આપણી આવી જ શૈક્ષણિક નીતિ ચાલતી રહેશે તો અહિની સન્માનિત જાતિઓમાં આગામી ત્રીસ વર્ષોમાં એક પણ એવો બંગાળી નહિ બચ્યો હોય જે મૂર્તિ પૂજક હોય્ આ એમને બનાવ્યા વગર જ થઈ જશે. એમના ધર્મ્માં હસ્તક્ષેપ કરવાની આવશ્યક્તા પણ નહિ રહે.આપણું ( અંગ્રેજી ) જ્ઞાન અને વિચારશીલતા વધારવાથી એ કામ આપ મેળે થઈ જશે.આવી સંભાવના પર મને અત્યંત પ્રસન્ન્તા થઈ રહી છે.”
મેકોલે ના શબ્દો આજે અદભૂત રીતે યથાર્થ ઠરતા જોઈ શકાય છે. સારા યે દેશમાં મોટા ભાગના લોકોમાત્ર અંગ્રેજી ભાષા જ નહિ પરંતુ તેના સંસ્કાર-સંસ્કૃતિ-નીતિમત્તા વગેરેનું સમજ્યા વગર અનુકરણ કરવામાં ગૌરવ અનુભવતા જણાય છે.

ચાણક્યે પણ કહ્યું છે કે, કોઈ પણ પ્રજા અર્થાત દેશ ઉપરનો રાજકિય વિજય એ ખરા અર્થમાં વિજય નથી બનતો જ્યાં સુધી પરાજિત દેશના લોકોના મૂળભુત સંસ્કાર-સંસ્કૃતિ અને નીતિમત્તાનો સંપૂર્ણ ધ્વંસ કરી વિજેતા દેશના સંસ્કાર-સંસ્કૃતિ વગેરે પરાજિત દેશના લોકો પૂરેપૂરા અનુકરણ કરનારા ના થાય. આમૂલ પરિવર્તન જ ખરો વિજય છે. જે લોર્ડ મેકોલેએ અપનાવેલી નીતિઓને કારણે આજે 275 વર્ષ બાદ પણ સત્ય ઠરી છે.

અર્થાત જો હું ભૂલ ના કરતો હોઉં તો ચાણકય નીતિને આપણાં કરતાં અંગ્રેજોએ વધારે આત્મસાત/પચાવી જાણી છે અને તેથી જ તેમના શાસન દરમિયાન આધ્યાત્મિક-સાંસ્કૃતિક અને સંસ્કાર સાથે ઉત્કૃષ્ટ નૈતિક મૂલ્યો ધરાવતો આ દેશ પોતાનું આત્મ ગૌરવ અને ઓળખ ગુમાવી બેઠો છે.

અરે ! આ દેશના કમ ભાગ્યે સ્વંત્રતાના 65 વર્ષ બાદ પણ કોલોનીયલ ગુલામી માનસિકતા અચળ રહી છે. સ્વતંત્રતા મળ્યા પછી જન્મેલી પેઢી પણ અંગ્રેજી ભાષા,રહેણી-કહેણી અપનાવી ગૌરવ અનુભવે છે. દેશના દુર્ભાગ્યે એવા કોઈ નેતા-આગેવાન આજ સુધી મળ્યા નથી કે. જે સ્વમાન, સ્વાભિમાન અને દેશાભિમાન લોકોમાં પ્રગટાવી શકે.

અંગ્રેજી ના જાણનાર દેશો જેવા કે ફ્રાંસ, જર્મની, રશિયા,ચીન, જાપાન, સ્પેનીશ,પોર્ટુગલ, ઈટાલી વગેરે પોતાનો વહિવટ અને શિક્ષણ સહિત પોતાની ભાષામાં જ કરવા સમર્થ છે. અરે ! નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ પોતાની ભાષામાં કરતા થઈ રહ્યા છે. ત્યારે આપણે આપણી ગુલામી માનસિકતાને કારણે જો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય તો અંગ્રેજી અનિવાર્ય ગણી રહ્યા છીએ !

મને પૂછવા દો કે, અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરીને સ્નાતક કે અનુસ્નાતક થયેલા માંના કેટલા ભારતીયોએ નવું સંશોધન કરી વિશ્વમાં ડંકો વગાડ્યો ! અરે, મારા ભાઈ-બહેનો, પોતાની કારકીર્દી દરમિયાન કોઈકે શોધેલી/તૈયાર કરેલી નવી ટેકનોલોજી ઉપયોગ કરનારા રીપીટ “આ લોકો “ કારકુન “ રીપીટ કારકુન “ થી વિશેષ નથી, જે કામ પહેલાં મેન્યુઅલી થતું હતું તે આજે નવી ટેકનોલોજી વડે કોમ્પ્યુટર વડે કરાય છે.

દુર્ભાગ્યે દેશમાં તમામ રાજ્યોના નાગરિકોને એક સાંકળે બાંધે તેવી એક રાષ્ટ્રભાષા તરીકે સ્વતંત્રતાના 65 વર્ષ બાદ પણ શાસકો રચી શક્યા નથી. મોટા ભાગના રાજ્યો અને કેન્દ્રમાં ઉપરાંત અદાલતોમાં પણ વહિવટની ભાષા માત્ર અને માત્ર અંગ્રેજી બની રહી છે. કાયદાઓ-નિયમો પણ સામાન્ય લોકો સરળતાથી ના સમજી શકે તે માટે જ, કદાચ, અંગ્રેજીમાં જ રચવામાં આવતા હશે તેવી દહેશત રહે છે !

સાચું અને સારું અંગ્રેજી જાણનારા શિક્ષકો કે પ્રોફેસરો નહિવત સંખ્યામાં ઉપલબ્ધ હોઈ અધકચરું અંગ્રેજી જાણનારાઓ બાળકોને અંગ્રીજીમાં શિક્ષણ આપી રહ્યા છે. અને બાળકો બે શબ્દસાચા કે ખોટા ઘરે અંગ્રેજીમાં બોલે એટલે અંગ્રેજી ના જાણનાર મા-બાપો પોરસાઈ રહ્યા છે અરે ! કેટલાક તો બાળક માતૃભાષા ના જાણતો હોય તે માટે ગૌરવ પણ અનુભવતા જોવા મળે છે.

અંગ્રેજી વિશ્વ સ્તરે અગત્યની ભાષા છે તેમાં બે મત નથી. મને કહેવા દો કે હું અંગ્રેજીનો વિરોધ કરતો નથી કે વિરોધી પણ નથી. પરંતુ પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ અપાવું જોઈએ અને અંગ્રેજીને એક વિશિષ્ટ વિષય તરીકે બાળકોને અલગથી શીખવવું જોઈએ અને તો જ બાળકને અંગ્રીજીનો હાઉ કે બોજો ના લાગે અને ભાષા માટે પ્રેમ જાગે ! અંગ્રેજી જાણવા બાળકમાં જિજ્ઞાસા કે કુતૂહલ પેદા કરાય તો હોંશે હોંશે શીખે પરંતુ આજે બની રહ્યું છે ઉલ્ટું જેથી ગુજરાતી કહેવત પ્રમાણે “ બાવા/બાબાના બેઉ બગડે છે.” ના ગુજરાતી આવડે કે ના અંગ્રેજી !
અંગ્રેજોના ર75 વર્ષથી પણ વધુ પ્રભાવ હેઠળ રહેલા લોકો અને છેલ્લાં 2-3 દાયકામાં અમેરિકન સંસ્કૃતિના પ્રભાવ હેઠળ કહેવાતા ઉચ્ચ વર્ગના નાગરિકો ઉપભોક્તા વાદી બની આંધળું અનુકરણ કરતા થયા છે. બ્રાંડેડ વસ્ત્રો સાથે ખાવા-પીવાની આદતોમાં પણ પીઝા, બર્ગર, હોટ-ડોગ, મેક્સીકન, ઈટાલીયન ઉપરંત વિવિધ જંક-ફૂડ તથા પીણાઓમાં કોકા-પેપ્સી વગેરે સોફ્ટ ડ્રીંક્સ પ્રભુત્વ મેળવી રહ્યું છે અને આપણો સાંસ્કૃતિક વારસાનો ધ્વંસ પૂર્ણ કક્ષાએ પહોંચતો જોઈ લોર્ડ મેકોલે ઉપર બેઠો બેઠો અટ્ટ હાસ્ય ના કરે તો શું કરે ?

Advertisements

4 comments

  1. મેકોલે તો વિદેશી હતો. હવે જે થાય છે તેને ગુજરાતીમાં “પોતાના પગ ઉપર કુહાડો” કે પછી હિન્દીમાં “આ બૈલ મુઝે માર” એમ કહી શકાય.

    સમૃદ્ધ ભાષા અને માહિતીના સોર્સ તરીકે અંગ્રેજીને જરૂર ચાહવી જોઈએ પણ ‘અંગ્રેજીપણું’ આપણા સત્ત્વને નુકસાન કરે જ.

    ગુજરાતીભાષા, તેમાંનું સાહિત્ય અને ભાષાને જાળવવાની કાળજી આજે ક્યાં અને કેટલા પ્રમાણમાં જોવા મળે છે ?

    વેદના જગાવનારો લેખ ! ધન્યવાદ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s