દેશના-ભારતના સાંસદોએ ભ્રષ્ટાચાર-કૌભાંડ વર્ષ મનાવવા આમ જનોને હાકલ કરવી જોઈએ ! “મેરા ભારત મહાન!”

દેશના-ભારતના સાંસદોએ ભ્રષ્ટાચાર-કૌભાંડ વર્ષ મનાવવા આમ જનોને હાકલ કરવી જોઈએ ! “મેરા ભારત મહાન!”

વર્ષ 2011 અને 2012 દરમિયાન એક એકથી ચડે તેવા ભ્રષ્ટાચારો અને કૌભાંડોની વિગતો રોજ બ રોજ અખબારો અને અન્ય મીડીયાઓ દ્રારા પ્રસિધ્ધ થઈ રહી છે. જાણે ગંધાતી, સડેલી અત્યંત દુર્ગંધ મારતી ડુંગળી-પ્યાજના પડ એક પછી એક ઉખડી રહ્યા છે અને સમગ્ર દેશ આ ભ્રષ્ટાચાર-કૌભાંડોની દુર્ગંધથી ગંધાઈ ઉઠ્યો છે. દેશવાસીઓ સ્તબ્ધ બની નેતાઓનો આ ખેલ જોઈ રહ્યા છે !

2જી સ્પેક્ટ્ર્મ-રાજા, કોમન વેલ્થ ગેમ્સ-કલમાડી, આદર્શ સોસાયટી-મુંબઈ ( રાજકારણી નેતાના નામની વિસ્મૃતિ થઈ ગઈ છે.) તાજેતરમાં કોલસા, અંતરીક્ષ-દેવાસ, કર્ણાટકના રેડ્ડી બંધુઓ, અને એવું જ અન્ય વકફ બોર્ડનું કૌભાંડ, સેના માટે ખરીદાયેલ ટ્રેટા ટ્ર્કની ખરીદી, અને આજે જ પ્રસિધ્દ્ધ થયેલ લશ્કરમાં 330 કરોડ્નું અનાજ ખરીદીનું કૌભાંડ ! સ્વીસ બેંકમાં મોકલાતા કાળા નાણાંનું કૌભાંડ ! આજે જ બહાર આવેલ નેશનલ હાઈ-વે બનાવવામાં વર્લ્ડ બેંકના અહેવાલમાં 41 કરોડ રૂપિયા અને સોનાનો વ્યવહાર લાંચ આપવામાં વપરાયા છે તેવું જણાવવામાં આવ્યું છે,
ઉપરાંત નાના-મોટા આચરાતા કૌભાંડો કે જેની પ્રસિધ્ધી હિમાલય જેવડા કૌભાંડોને કારણે લોક નજરમાં સનસનાટી ઉપજાવી નહિ શકવાની ધારણા સાથે મીડીયા જોઈએ તેવી પ્રસિધ્ધી આપતું નથી. આ સિવાય કેંદ્ર સરકાર ઉપરાત અલગ અલગ રાજ્યોમાં આચરાતા ભ્રષ્ટાચાર અને કૌભાંડોને ગણત્રીમાં લેવાય તો આપણો દેશ ભ્રષ્ટાચાર અને કૌભાંડોના “ સુનામી “ મોજાઓથી ઉભરાઈ રહ્યો છે.

આ વિષે દેશની આમ જનતા જ માત્ર નહિ પણ, દેશના સર્વોચ્ચ વડા જેવા વડાપ્રધાન શ્રી મન (મૌન)મોહનસિઘ પણ આ કૌભાંડો અને ભ્રષ્ટાચાર અટકાવી નહિ શકવા બદલ જાહેરમાં પોતે “નબળા” નથી તેમ છતાં પોતાની “લાચારી અને મજબુરી”નો એકરાર કરી ચૂક્યા છે ત્યારે સર્વ શ્રેષ્ઠ માર્ગ તો એ છે કે, વિશ્વ ભરના ભ્રષ્ટચારના નિષ્ણાતો આ દેશમાં વસી રહયા છે ત્યારે કોઈ વ્યક્તિ પોતાના દેશમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર કે કૌભાંડ આચરી શકે તેના માટે આંતર રાષ્ટ્રિય સ્તરે એક “નોબલ પ્રાઈઝ “ સમકક્ષ એવોર્ડ/ઈનામ જાહેર કરવા માટે ગંભીર વિચારણા થવી જોઈએ !

તદ ઉપરાંત, દરેક વર્ષે, વર્ષ દરમિયાન દેશના નાના મોટા ભ્રષ્ટાચારીઓ-કૌભાંડીઓ માટે પણ “ભારતરત્ન” “પદ્મ વિભૂષણ” “પદ્મ ભૂષણ” અને “પદ્મશ્રી” જેવા અવોર્ડ આ કૌભાંડીઓને જાહેર સમારંભમાં એનાયત કરવા ગોઠવણ થવી જોઈએ ! આ એવોર્ડ માટે નીચે પ્રમાણે નામાંકન વિચારી શકાય !

( 1 ) ભ્રષ્ટાચારી-મહારાજા ( 2 ) ભ્રષ્ટાચારી-રાજા,( 3 ) શ્રેષ્ઠ ભ્રષ્ટાચારી, ( 4 ) ઉત્તમ ભ્રષ્ટાચારી, ( 5 ) શ્રી ભ્રષ્ટાચારી.

મને વિશ્વાસ છે કે, આંતર રાષ્ટ્રિય એવોર્ડ તથા અન્ય પ્રકારના એવોર્ડ દેશના કોઈ નેતાઓ પરદેશીઓને ના મળી જાય તેની નિષ્ઠા પૂર્વક કાળજી રાખશે ! કારણ કે “મેરા ભારત મહાન” અને આવનારા દિવસોમાં ભારત અન્ય કોઈ બાબતોમાં બને કે ના બને પરંતુ “ભ્રષ્ટાચાર અને કૌભાંડો”માં અચુક “સુપર પાવર” બની દુનિયા ભરમાં નામ રોશન કરશે !
અને આ વિષે શરૂઆત કરવા માટે પ્રથમ સોપાન તરીકે આ વર્ષને “ભ્રષ્ટાચાર-કૌભાંડ” વર્ષ તરીકે મનાવવાનો સંકલ્પ જાહેર કરવો જોઈએ !

આપ શું માનો છો ?

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s