ભારતીય મઘ્યમ વર્ગે હિંદ ધર્મમાં ‘ઇનોવેશન્સ’ કરીને સીક્યુલારીઝમને પડકાર્યું છે અને સામાજિક ક્રાંતિને અટકાવી દીધી છે

ભારતીય મઘ્યમ વર્ગે હિંદ ધર્મમાં ‘ઇનોવેશન્સ’ કરીને સીક્યુલારીઝમને પડકાર્યું છે અને સામાજિક ક્રાંતિને અટકાવી દીધી છે

નવું વાચન નવા વિચાર – ધવલ મહેતા

ગુજરાત સમાચારની 18,જાન્યુઆરી 2012ની “ શતદલ” પૂર્તિમાં નવું વાચન નવા વિચારની શ્રી ધવલ મહેતાની કોલમમાં પ્રસિધ્ધ થયેલ લેખ તેઓ બંનેના આભાર અને સૌજન્યથી બ્લોગ ઉપર રજૂ કરેલ છે.

ધ ગોડ માર્કેટ ઃ હાઉ ગ્લોબલાઇઝેશન ઇઝ મેઇકંિગ ઇન્ડિયા મોર હીન્દુ (રેન્ડમ હાઉસ, ઇન્ડીઆ ૨૦૦૯)
આ પુસ્તકના લેખિકા પૂછે છે કે ભારતમાં છેલ્લા વીસ વર્ષમાં આર્થિક વૃદ્ધિ થઈ પરંતુ તે સામાજિક ક્રાંતિ (ઇન્કલ્યુઝીવ)માં કેમ ન પરિણમી ? ભારતના પ્રખર રેશનાલીસ્ટ ચંિતક અને સીક્યુલારીઝમના સમર્થખ મીરા નંદાના ઉપરના પુસ્તકની સમીક્ષાનો આ બીજો ભાગ છે. આ પુસ્તકના નિરીક્ષણો ભારતના સીક્યુલારીઝમના ભવિષ્ય માટે ચંિતા જન્માવે છે. લેખિકા વિજ્ઞાન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિબંિદુનો સામાજિક ક્રાંતિને વરેલા છે તેમજ સીક્યુલારીઝમ તથા ઇનક્લ્યુમઝીવ કમિટેડ છે. બાબા સાહેબ આમ્બેડકરની જેમ મીરા નંદા ભારતમાં સામાજિક ક્રાંતિ (સોશીયલ રીવોલ્યુશન) લાવવા તાકે છે.
મીરા નંદા શરુઆતમાં જ ત્રણ મુદ્દાઓ પર ભાર મૂકે છે. પ્રથમ, ભારતમાં વૈશ્વીકરણે મઘ્યમવર્ગને બહોળો કર્યો છે અને આ ઉભરતો મઘ્યમ વર્ગ ગરીબોની હૃદય પીગળાવી દે તેવી દયાજનક સ્થિતિ માટે તદ્દન બેપરવા (ઇનડીફરન્ટ) છે. આ નવા મઘ્યમ વર્ગે હિન્દુ ધર્મના નવા નવા સ્વરૂપો ઉપજાવીને પોતાની જાતને ‘ઇન્સ્યુલેટેડ’ કરી નાંખી છે. આ મઘ્યમ વર્ગે ભારતમાં ઇ.સ.૧૯૯૧ પછી આર્થિક ક્રાંતિ કરવામાં પોતાનો ફાળો આપ્યો છે પરંતુ તેણે ભારતમાં ‘સોશીઅલ રીવોલ્યુશન’ કરવામાં ફાળો આપ્યો નથી. ઉલટાનું તેમાં તે બાધારૂપ બન્યો છે. બીજો મુદ્દો વધારે ગંભીર છે. ભારતના અને જગતના લગભગ તમામ ચંિતકો એમ માનતા હતા કે આર્થિક પ્રગતિને કારણે ભારતમાં અને જગતમાં ધાર્મિકતા અને ધર્માંધતા કે અંધશ્રદ્ધા ઓછી થઈ જશે અને રાજ્ય વઘુ ધર્મનિરપેક્ષ બનશે. આ માન્યતા ખોટી પડતી જાય છે. લેખિકા સીક્યુલારીઝમના જગપ્રસિદ્ધ ચંિતક પીટર બર્ગરના ‘ધ ડીસીક્યુલરાઇઝેશન ઓફ ધ વર્લ્ડ’ (૧૯૯૯) નામના ક્લાસીક પુસ્તકમાં આ પીટર બર્ગરના શબ્દો નીચે પ્રમાણે ટાંકે છે. ‘‘અત્યાર સુધી ચાવીરૂપ વિચાર એ હતો કે આઘુનીકીકરણ (મોર્ડનાઇઝેશન)ને કારણે માનવીની ચેતના અને સમાજ એ બન્ને ક્ષેત્રોમાં ધર્મ નબળો પડશે. આ વિચાર ખોટો પડ્યો છે.’’ બર્ઝર કહે છે કે કે અત્યારનું જગત સીક્યુલર નથી તે ઝનૂની રીતે ધાર્મિક બન્યું છે. ઇસ્લામીક જગતમાં તેમ બન્યું છે અમેરિકા અને ભારતમાં તે ભલે બહુ હંિસક બન્યુ ના હોય પરંતુ ભારત, અમેરિકા અને જગતના ઘણા દેશોમાં ચમત્કાર અને અલૌકિક (સુપર નેચરલ) માન્યતાઓથી ખદબદતા ધર્મોનું પુનરુત્થાન થઈ રહ્યું છે. આઘુનિક જગતમાં માત્ર પરંપરાગત ધર્મ જ નહીં પરંતુ અલૌકિકતા (સુપર નેચરલ)નાં માનસવાળો ધર્મ ઉભરી રહ્યો છે. ભારતના સંદર્ભમાં લેખિકાનો એક બ્રિલીયન્ટ મુદ્દો એ છે કે ભારતના નવજાગરણના સમય દરમિયાન ધાર્મિક સુધારણા કરનારાઓએ (બ્રહ્મોસમાજ, રાજા રામમોહનરાય વગેરેએ) વ્યક્તિગત દેવ- દેવીઓ અને તેમની અંધશ્રદ્ધાપૂર્ણ પૂજા કરનારા અંધશ્રદ્ધાળુઓની સામે આમ કરવા બ્રહ્મનનો વિચાર (કન્સેપ્ટ) ફેલાવવાની કોશિષ કરી હતી તેમણે લોકપ્રિય સગુણ પુજાથી ખુશ થઈ પ્રસન્ન થતા ઇશ્વરોને નકાર્યા હતા. પરંતુ નિર્ગુળ અને મૂર્તિપૂજાના વિરોધી બ્રહમનનો વિચાર (કન્સેપ્ટ) ભારતની આમ પ્રજાએ અપનાવ્યો નથી. તેને બદલે હનુમાનજી અને કાળકા માતા (ખાસ કરીને બંગાળમાં) અને અંબા માતા (ગુજરાતમાં) જેવા વ્યક્તિગત ફળ આપતા દેવ-દેવીઓ કે રામસેવકો બહુ લોકપ્રિય થયા છે. કદાચ ઝડપી વૈશ્વીકરણ અને આઘુનિકીકરણે લોકોમાં પુષ્કળ અનિશ્ચિતતાઓ ઉભી કરી તે છે. તેની સામે આ પ્રતિક્રિયાઓ ઉભી થઈ હોય તેમ માનવું ખોટું નથી.
ત્રીજો અગત્યનો મુદ્દો લેખિકાએ બહુ સરસ રીતે વિકસાવ્યો છે. લેખિકા જણાવે છે કે, ભારતના મઘ્યમ વર્ગ (દુકાનદારો, બીઝનેસમેન, સરકારી નોકરી કરનારા, અઘ્યાપકો અને શિક્ષકો, પત્રકારો, જમીન ધરાવનાર ખેડૂતો, વકીલો, ડોક્ટરી, ખાનગી ક્ષેત્રના સારા પગારે નોકરી કરનારાઓ વગેરે) વૈશ્વીકરણના પ્રતિભાવરૂપે સમાજવાદને જાકારો આપ્યો છ. તેણે મુક્ત બજારને અપનાવ્યું છે અને સમાજવાદને નકાર્યો છે. ભારતનો આ મઘ્યમ વર્ગ ૨૫થી ૩૦ કરોડ લોકોનો મનાય છે પરંતુ તે ભારતના ગરીબોના મહાસમુદ્રમાં એક નાનકડો ટાપુ છે. આ નાનકડા ટાપુને સાચવી રાખવા તેણે એવી વ્યૂહરચના ધર્મના ક્ષેત્રે અપનાવી છે જેને કારણે ભારતના ગરીબો માટેની સહાનુભૂતિમાંથી તેઓ બચી જાય છે અને તેમના અંતઃકરણ આ ગરીબોને તરછોડવાથી જે અપરાધવૃત્તિ ઉભી થાય તેનાથી તેને રક્ષણ મળે છે.
ભારતના મઘ્યમ વર્ગે તે માટે ત્રણ વ્યૂહરચનાઓ અપનાવી છે.
(૧) નવા વિધિ-વિધાનો (રીચ્યુઅલ્સ) ઉભા કર્યા છે.
(૨) જૂના ભગવાનો- દેવીઓને પ્રમોશન આપીને તેમને મઘ્યમવર્ગ માટે સ્વીકાર્ય બનાવ્યા છે.
(૩) ગુરૂ- સ્વામીઓનું કલ્ચર વિકસાવ્યું છે.
ઉપરના દરેક મુદ્દાને સમજવો જરૂરી છે.
(૧) નવા વિધિ- વિધાનો ઉભા કર્યા છે ઃ
ભારતમાં ુદા જુદા પ્રકારની યજ્ઞોની સંખ્યામાં અપરંપાર વધારો થયો છે. યજ્ઞો કરવાનું ફેશનેબલ થતું જાય છે અને ભારતનો મઘ્યમ વર્ગ જે પહેલા યજ્ઞો કરાવવાને પછાતપણાની નિશાની ગણતો હતો તેવા યજ્ઞો હવે ફેશનેબલ બન્યા છે. યજ્ઞોમાં લાખો લોકો ભાગ લઈ રહ્યા છે.

ભારતમાં ુદા જુદા પ્રકારની યજ્ઞોની સંખ્યામાં અપરંપાર વધારો થયો છે. યજ્ઞો કરવાનું ફેશનેબલ થતું જાય છે અને ભારતનો મઘ્યમ વર્ગ જે પહેલા યજ્ઞો કરાવવાને પછાતપણાની નિશાની ગણતો હતો તેવા યજ્ઞો હવે ફેશનેબલ બન્યા છે. યજ્ઞોમાં લાખો લોકો ભાગ લઈ રહ્યા છે. જુદા જુદા ફળો મેળવવા (દા.ત. પુત્ર કામેષ્ઠી યજ્ઞ) યજ્ઞોનું રીઇન્વેન્શન થયું છે. રાજકારણમાં સફળતા મેળવવા કે સફળતા મળ્યા પછી ઇશ્વરનો આભાર માનવા પણ યજ્ઞો યોજાય છે. મંદિરો પોતાની આવક વધારવા માટે પણ નવા વિધિ-વિધાનો (રીરચ્યુઅલ્સ) ઉભા કરી રહ્યા છે. મદુરાઈમાં આવેલા મીનાક્ષી મંદિરમાં મસમોટું દાન આપીને દેવી મીનાક્ષીનું સુંદરેશ્વર (શિવનું એક સ્વરૂપ) સાથેના લગ્નની ઉજવણી કરાવી શકાય છે. આ જ મંદિરમાં નવા ઉભા કરવામાં આવેલા કલ્યાણસુંદર નામના ભગવાનની પૂજા (દાન- દક્ષિણા આપીને) કરી શકાય છે. વળી ભગવાનને હીરાનો મુગટ પહેરાવવાની નવી વિધિ શરુ કરવામાં આવી છે જેનો મોટે ભાગે સ્ત્રીઓ (ફી આપીને) ભરપુર ઉપયોગ કરે છે કારણ કે આ વિધિ દ્વારા તેમને સારો પતિ મળશે તેવી માન્યતા ફેલાવવામાં આવી છે. વળી મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાની કુંભાભિષેકની ધાર્મિક વિધિને ‘રીઇન્વેન્ટ’ કરવામાં આવી છે. તમિલનાડુના મુખ્યપ્રધાન જયલલિતાએ (૧૯૯૧થી ૧૯૯૬ અને ૨૦૦૧થી ૨૦૦૬) સેંકડો મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવવા માટે પુષ્કળ પૈસાનું ડોનેશન મેળવ્યું હતું અને તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાતમાં સંતોષી મા એક મેન્યુફેકચર્ડ દેવી ઉભી કરવામાં આવી હતી તે સૌ કોઈ જાણે છે. વળી ગુજરાતમાં જુદા જુદા પ્રદેશોની કેટલીક અંધશ્રદ્ધાળુ વિધિઓ (દા.ત. કડવા ચોથ)ની આયાત થઈ રહી છે તે પણ સર્વવિદિત છે. મદ્રાસમાં અડયાર નામના આઇઆઇટીની પાસે એક જગ્યાએ અડધા ગણેશજી અને અડધા હનુમાનજીનું મિશ્ર મંદિર ઉભું કરવામાં આવ્યું છે જેના દર્શન માટે આઇ.આઇ.ટી.ના વિદ્યાર્થીઓ, અઘ્યાપકો અને અન્ય લોકો હોંશેહોંશે જાય છે. ગુજરાતમાં હજી અડધા હનુમાનજી અને અડધા ગણેશજીની મૂર્તિવાળું મંદિર ઉભું થયું નથી આ બાબતમાં તે તામિલનાડુથી પાછળ છે. અક્ષયતૃતિયાના દિવસે સોનું ખરીદવાની વિધિ એ ભારતના લોકોનું ધાર્મિક ઇન્વેન્શન છે. ગુજરાતે આ નવો વિધિ હોંશભેર અપનાવી લીધો છે. યજ્ઞનો ઘુમાડો શ્વાસમાં લઈએ તો લેનારનું સ્વાસ્થ્ય સુધરે કે તેને આઘ્યાત્મિક લાભ થાય છે તે યજ્ઞનો ફાયદો ગણાવાય છે જેને વિજ્ઞાનનું કોઈ સમર્થન નથી. વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના જન્મદિને યાત્રિકોમાં અંબાજીના મંદિરમાં ડ્રાયફ્રુટ અને માખણ મિશ્રિત કેકની પ્રસાદી પોષી પુનમના દિવસે વહેંચવામાં આવ્યો હતો. મા અંબાજીના જન્મદિને મંદિર કેકનો પ્રસાદ ભક્તોને વહેંચે તેને નોબેલ પ્રાઇઝ વિજેતા શોધ ગણવી જોઈએ.
(૨) જૂના દેવ- દેવીઓને પ્રમોશન ઃ
સ્થાનિ દેવ- દેવીઓ હવે રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિષ્ઠિત બનતા જાય છે. દેશના કે રાજ્યના કોઈ ખૂણામાં પડેલા અને અરક્ષિત મંદિરોને પુનઃ પ્રતિષ્ઠા કરીને તેમને પ્રમોશન અપાય છે. હનુમાનજી થોડાક વર્ષો પહેલા રામના સેવક તરીકે જ મુખ્યત્વે પૂજાતા. હનુમાનજી હવે સ્વતંત્ર દેવ તરીકે ઠેર ઠેર પૂજાય છે અને તેમના મંદિરોની સંખ્યા ઘણી વધી છે. ઉત્તર ભારતમાં જુદી જુદી માતાઓના મંદિરો અને શક્તિપીઠોનું મહત્ત્વ વઘ્યું છે. દક્ષિણ ભારતમાં ગામડાની દેવીઓ (જે લોકોની તંદુરસ્તી અને ફળદ્રુપતાનું પ્રતીક હતી) અને જેને ‘અમ્મા’ તરીકે ઓળખાતી હતી તે હવે બ્રાહ્મણ પૂજારીની સાથે શહેરોમાં પ્રવેશ્યા છે અને તેની નગજરનો અને મઘ્યમવર્ગના લોકો પૂજા કરે છે તે પહેલા આ દેવીને ગામડાના ગરીબ લોકો જ પૂજા કરતા હતા વળી દલિત પ્રજાની કેટલીક દેવીઓનું બ્રાહ્મણીકરણ થયું છે અને તેમને માત્ર શાકાહારી જ ભોજન પ્રસાદ ધરાવવામાં આવે છે અને હવે કેટલાક સવર્ણો પણ તેને ‘પૂજ્ય’ માને છે. આ દેવીઓનું સંસ્કૃતાઇઝેશન કે બ્રાહ્મણીકરણ થવાથી તેઓ આમ જનતામાં સ્વીકૃત બની છે. ભવિષ્યમાં શીતળા માતા અને બળિયા બાપજી પણ પોતાના શીતળા અને બળિયા મટાડવાના જરી-પુરાણા કામને ત્યજીને સુખ- સમૃદ્ધિ આપવાના નવા કામ સાથે હિન્દુ માનસમાં પુનરાગમન કરે તો નવાઈ નહીં !! શીતળામાતા અને બળિયા બાપજી તેમની આ નવી ફરજો બજાવવા તૈયાર થશે કે નહીં તેની આપણને ખબર નથી કદાચ તેમને આ પ્રમોશન મળે તો રાજી પણ થાય !!
(૩) ગુરૂ- સ્વામીઓની સંખ્યામાં વધારો ઃ
ભારતના શંકરાચાર્યો ચાર પીઠોમાં બિરાજે છે તેઓ બહુ લોકપ્રિય નથી. કાંચીના શંકરાચાર્ય પણ લોકોને બ્રાહ્મણવાદી કે શુષ્ક લાગે છે. લોકોને પોતાની નજીક ગણતા સાઘુઓ- સંતો બહુ ગમે છે. લોકોને સ્વામી રામદેવ, આશારામ, સત્ય સાંઇબાબા, શ્રી શ્રી રવિશંકર, મુરારીબાપુ, પ્રણવ પંડ્યા વગેરે જેઓ ટી.વી.ની ચેનલો પર વારંવાર દેખા દે છે (અલબત્ત સત્ય સાંઇબાબા અવસાન પામ્યા છે.) તે બહુ ગમે છે હિન્દુ ધર્મના તેઓ પ્રસારકો અને પ્રચારકો છે. પુરોહિતો અને પૂજારી બ્રાહ્મણો તો માત્ર જુદી જુદી િધિઓ જ કરી જાણે માટે તેઓને એક કારીગર વર્ગ ગણવામાં આવે છે. ગુજરાતના ગામડાઓમાં ‘બામણ’નું ઉંચુ સ્થાન હોતું નથી પરંતુ આ હિન્દુ ધર્મના પ્રસારકોને જોઈને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો ઘણા ખુશ છે. આ સંતો હવે માત્ર ધર્મની નહી પણ ધાર્મિક માન્યતાઓ અને આચારવિચારો પર્યાવરણને કેવી રીતે બચાવે છે તથા સુદર્શન યોગ ક્રિયાથી કેવી પરમ શાન્તિ મળે છે તેની વાત કરે છે. ધર્મનું જે અઘ્યાત્મિક રૂપ ગણાય છે તેને આ સ્વામીઓએ ભૌતિક સ્વરૂપ આપ્યું છે. આ પહેલા ગરીબો તેમની ગરીબી નિવારવા ધર્મની ઘેલછા ધરાવતા હતા પરંતુ હવે મઘ્યમ વર્ગ અને ઉચ્ચ આર્થિક વર્ગા લોકોમાં કેમ ધાર્મિક ઘેલછા ઉભી થઈ છે તે એક કોયડો છે. કદાચ ભારતના આઘુનિકીકરણ અને પશ્ચિમીકરણનું જે પુર આવ્યું છે તેેને ખાળવા આ એક રક્ષક (ડીફેન્સીવ) પ્રતિભાવ હોઈ શકે. વળી હિન્દુ ધર્મ તેની થીયરીમાં ભોગને ભોગવવાનું એ સંયમી જીવન પણ જીવવાનું કહે છે પરંતુ વ્યવહારમાં તેના અનુયાયીઓ સમૃદ્ધિ પ્રાપ્ત કર્યા પછી અમર્યાદ ભોગોનું જીવન જીવે છે. એ હિસાબે હિન્દુ ધર્મમાં સૌથી વઘુ દંભ જોવા મળે છે. પશ્ચિમને ભોગવાદી કહીને આપણે જગતને આઘ્યાત્મિક સંદેશો આપવાનો છે તેમ કહેવું અને વ્યવહારમાં નવો મઘ્યમવર્ગ અને ભદ્ર વર્ગ ભોગવિલાસમાં આળોટે છે તે હવે તો મોટા ભાગના ગાંધીવાદીઓ અને સર્વોદયવાદીઓ સંયમ અને સાદા જીવનની વાત કતા જાય છે અને ગરીબોને ઇર્ષ્યા આવે તેવું ભોગવાદી જીવન જીવે છે. તે પછી એમના ત્યાગવાદી જીવનના ઉપદેશને કોઈ પણ માણસ ગંભીરતાથી લેતો હશે ? ભારતમાં સાઘુઓ અને ગુરૂઓ (હવે ભારતના કેટલાક ધનિકો કે ઉચ્ચ મઘ્યમ વર્ગના લોકોના ટેઇલરમેઇડ વ્યક્તિગત ગુરૂ હોય છે.) નો એક પ્રોફેશનલ વર્ગ ઉભો થતો જાય છે. કેટલાક સાઘુ- સંતો અને કથાકારો હવે બૌદ્ધિકો અને સાહિત્યકારોના પણ માનીતા થતા જાય છે. ભારતમાં અને ગુજરાતમાં સીક્યુલારીઝમ નીચે ને નીચે ઉતરતું જાય છે. ઉપલા પુસ્તકમાં સીક્યુલારીઝમની થીયરીઝ વિષે પણ ઉંડી ચર્ચા છે

જે સીક્યુલારીઝમના મુરબ્બા જેવા અધકચરા અને છીછરા લખાણોથી ગંભીર ચંિતા દર્શાવે છે. આ પુસ્તક વાંચવાની ભલામણ છે. અલબત્ત મીા નંદાના ‘પ્રોફેટ્‌સ ફેસીંગ બેકવર્ડ’ નામના પુસ્તકને પ્રથમ વાંચવું.

Advertisements

5 comments

 1. पुरूष शब्द का अर्थ ठीक से समझ ले। पुरूष का अर्थ यह मत समझ लेना कि जो नारी नहीं है। इस सुत्र को लिखने वाला होगा कोई पंडित, होगा कोई थोथी, व्यर्थ की बौद्धिक बातों से भरा हुआ आदमी। पुरूष का अर्थ ठीक उस शब्द में छिपा है। पुर का अर्थ होता है: नगर। नागपुर, कानपुर, उदयपुर, जयपुर। पुर का अर्थ होता है नगर। और पुरूष का अर्थ होता है: नगर के भीतर जो बसा है। शरीर है नगर, सच मैं ही नगर है। विज्ञान की दृष्टि में भी नगर है। वैज्ञानिक कहते है: एक शरीर में सात अरब जीवाणु होते है।

  मगर घर के भीतर रहने वाला जो मालिक है, वह एक ही है। वह न तो स्त्री है, न पुरूष तुम्हारे अर्थों में। स्त्री और पुरूष दोनों के भीतर जो बसा हुआ चैतन्य है, वही वस्तुत: पुरूष है।

  Like

 2. “હવે તો મોટા ભાગના ગાંધીવાદીઓ અને સર્વોદયવાદીઓ સંયમ અને સાદા જીવનની વાત કતા જાય છે અને ગરીબોને ઇર્ષ્યા આવે તેવું ભોગવાદી જીવન જીવે છે.” આપની આ વાત કઠે એવી છે.

  ગાંધીવદીઓની વાત જવા દો.

  “ગાંધીવાદી” એ અપૂર્ણ શબ્દ છે. કારણકે એમાં તો લોકશાહીની ઘાતક અને દંભની પર્યાય એવી ઈન્દીરાગાંધીનો ખુદનો અને તેના પક્ષના સભ્યો પણ આવી જાય છે. કારણ કે ઇન્દીરાગાંધીના ખુદના અને વંશના લોકો વિષેના લગ્નસમયના નામ વિષે પણ આઘાતજનક લાગે તેવી માન્યતાઓ પ્રવર્તે છે. અને “ઘાંડી” એ પારસી-મુસ્લિમ અટક ક્યારે ગાંધી થઈ ગઈ તે કોઈ ફોડ પાડશે નહીં. ટૂંકમાં “ગાંધી” સાથે ઇન્દીરા “ગાંધી” ને વણી લેવાય છે એટલે મૂળ “ગાંધી”ને અલગ તારવવા હોય તો “મહાત્મા ગાંધી” વાદી એમ કહેવું પડે.

  અને આ મહાત્મા ગાંધી ઉપર સૌનો અધિકાર છે એટલે સૌ કોઇ પોતાને ગાંધીવાદી કહેવડાવે. હવે જો નહેરુવંશની કોંગ્રેસ કે જેને મહાત્મા ગાંધી સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી તે જો લોકાપવાદથી બચવા મહાત્મા ગાંધીની પ્રતિકાત્મક છબીઓ લગાવે તો પછી બીજા મહાનુભાવો જો પોતાને મહાત્માગાંધી વાદીમાં ખપાવે તો તે હજારગણું ઓછું અક્ષમ્ય છે.

  હવે વાત રહી સર્વોદયવાદીઓની. મારા ખ્યાલ પ્રમાણે અન્ના હજારેની ટીમ નહીં પણ અન્ના હજારે સર્વોદયવાદી કહી શકાય. મેં એવા અસંખ્ય સર્વોદયવાદીઓ જોયા છે જેમણે સ્વેચ્છાએ ગરીબી ભોગવી છે અને હાલ પણ ભોગવી રહ્યા છે. આપણા ગુજરાતના સર્વોદય મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટ જેઓ બીઈ ઈલેક્ટ્રીકલ છે અને તેઓ જો સરકારી નોકરીમાં થી સ્વેચ્છાએ સર્વોદયમાં ન જોડાયા હોત તો ચીફ એન્જીનીયર તરીકે નિવૃત્ત થયા હોત અને આડા હાથની કમાણી ન કરી હોત તો પણ કરોડમાં આળોટતા હોત. પણ સર્વોદયમાં તેઓ માંગરોળ (રાજપીપળા તાલુકા જેવા પછાત) જેવા દૂરદરાજના ગામડામાં ધૂણી ધખાવીને બેઠા છે. અને આવા તો અનેક છે. ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ.
  એટલે ગાંધીવાદીઓની સાથે સાથે સર્વોદયવાદીઓને પણ ગોદો મારી લેવો તે બરાબર નથી.

  જ્યારે જીવનમાં અનિશ્ચિતતા હોય ત્યારે બાવાઓની બોલબાલા હોય જ. આ બધું આખી દુનિયામાં ચાલે છે. અત્યારે જીવતા બાવારુપી ભગવાનોની સંખ્યા કૃષ્ણભગવાનની રાણીઓની સંખ્યાને પણ આંબી ગઈ હોય તો નકારી ન શકાય.

  યજ્ઞ હમેશા સાર્વજનિક હેતુ માટે કરાય એવી પ્રણાલી હતી. જે યજ્ઞ સ્વાર્થ માટે થાય તે યજ્ઞ રાક્ષસી યજ્ઞ કહેવાય. રાક્ષસ કે રાક્ષસણી મરે તો તેના એક ટીપામાંથી સેંકડો રાક્ષસો પેદા થાય આ સત્ય આપણે હાલ પણ અનુભવી રહ્યા છીએ. રાક્ષસો માયાવી હોય છે અને તેના સકંજામાં ભલભલા મૂર્ધન્યો પણ ફસાઈ જાય છે તે વાતનો પ્રત્યક્ષ અનુભવ આપણે “ચીન સામેના યુદ્ધમાં ગુમાવેલા પ્રદેશને પાછો જીતીને મેળવ્યા વગર અમે જંપીને બેસીશું નહીં (૧૯૬૩)” એવી જવાહરી પ્રતિજ્ઞા થી શરુ કરી “ગરીબી હટાવો”ના નારાના સમયમાંથી પસાર કરી અને “કાળાનાણા અને મજબુત લોકપાલ વિષે અમે પ્રતિબદ્ધ છીએ” સુધીના સમયસુધી આપણને પહોંચાડ્યા છે.

  અને આ જ શાસકોને વળગીને અમુક ગાંધીવાદીઓ કદાચ અસ્તિત્વ ખાતર બેઠા છે. ત્યારે આમપ્રજા અને મધ્યમવર્ગ અનિશ્ચિતતા અનુભવે અને રાક્ષસી યજ્ઞો તરફ વળે તે સ્વાભાવિક છે. “ઘાંડી”ઓએ પણ ઘણા રાક્ષસી યજ્ઞો કરેલા અને કરાવડાવેલા. “યથા રાજા તથા પ્રજા.”

  આપણી લોકશાહી કંઈ રામરાજ્ય જેવી નથી કે જ્યાં સત્ય કે ન નકારાઈ શકે તેવી વાત કોઈપણ કક્ષાએથી આવીહોય તો પણ તેનો આદર થાય. એટલે “યથા પ્રજા તથા રાજા” જેવી વાત લાગુ પડતી નથી. પણ “યથા રાજા તથા પ્રજા” એ વાત જ લાગુ પડે છે. અને તમે પણ જુઓ છો કે “પ્રીન્સ અને હવે હમણાંથી પ્રીન્સેસને પણ (કૂદી પડ્યાં હોવાથી)” સમાચાર માધ્યમો અને કટારના મૂર્ધન્યો “અહો રુપં અહો ધ્વનિ” કરી તેમને બહાલી આપી રહ્યા છે.

  ગુણા પૂજાસ્થાનં ન ચ લિંગં ન ચ વયઃ (ગુણો પૂજાને પાત્ર છે. જાતિ કે ઉંમર નહીં).
  પણ આપણા મૂર્ધન્યો જ બોદા હોય તો આમ જનતાને કોણ દોરવણી આપશે?

  શારીરિક કસરત સ્નાયુઓની કસરત છે. ઉખાણાઓ એ મગજની કસરત છે. અંતકડી કે એવા જોડકણાઓ અને શ્લોકો યાદ રાખવા વિગેરે યાદશક્તિની કસરતો છે, ખોરાક અને રોજીંદા કામોમાં નિયમિતતા, મૂલ્યોનું પાલન અને સ્થિતપ્રજ્ઞ થવું એ મનની કસરત છે તેમ યોગ એ ધ્યાન અને શ્વાચ્છોશ્વાસની કસરત છે જે આપણા શરીરના કોષોને શુદ્ધ કરે છે અને આખું શરીર નિરોગી રહે છે. હવે જો યોગનો અનુભવ કર્યા પછી આ પ્રકારે અનુભૂતિ થતી હોય તો તેનો અનુભવ તો લેવો જ જોઈએ. અને તે અનુભવ લીધા વગર તેની ટીકાથી દૂર રહેવું જોઇએ.

  યોગથી કશું આધિભૌતિક સિદ્ધ થતું નથી. પણ શ્વાસ ચાલે ત્યાં સુધીનું જીવન કહેવાય છે. અને શ્વાસ આપણા શરીરને જીવાડે છે એટલે શ્વાસની કસરતને અવગણી ન શકીએ.

  Like

 3. આપણા દેશમાં બધાને પોતાના ધર્મ પાળવાની છૂટ હજારો વર્ષોથી છે, સેક્ય્લારીઝમ શબ્દના આપણા બધાના સાંભળ્યા/જાણ્યા પહેલાથી.

  આ દેશના મોટાભાગના લોકો એમ માનતા હતા/હશે કે તમને તમારો ધર્મૢ અમને અમારો ધર્મ.
  ધર્માન્તર આ દેશની દેન નથી. પારસી, યહુદી અને બીજી એવા ઘણા લોકો આ દેશમાં રહ્યા છે અને અત્યાચાર એમના પર થયા હોય એવા કિસ્સા જાણ્યા નથી.

  મોટેભાગે લોકો અત્યારે ક્રીયાઓમાં ગુંથાયેલ છે એટલે ધર્મ બેકગ્રાઉન્ડમાં જતો રહ્યો છે.
  ટૂંકમાં કહું તો જેવી જેની જરૂરીયાત/ગરજ એવા લોકો એને મળી આવે છે. કથા સાંભળતા લોકો, મુગટ ચઢાવતા લોકો એમને જે યોગ્ય લાગે છે એમ જ કરશે.

  સામાજિક ક્રાંતિ એટલે શું બધાએ પોતાની માન્યતાઓને તિલાંજલિ આપી દેવી અને એક જ માન્યતા બધાની હોવી?

  Like

 4. ધર્મ અને સંપ્રદાય વચ્ચે ફરક છે. આપણે બધા સંપ્રદાયમાં વહેચાયેલા છીએ. ધર્મ અને આપણો સ્નાનસૂતકનો સંબંધ નથી.

  વિજ્ઞાન એટલે શું?
  શું યોગ અને આયુંર્વેદ વિજ્ઞાન છે? આ વસ્તુને માન્યતા આપતા “મોડર્ન” વિજ્ઞાનને કેટલો સમય લાગ્યો?
  આપણે બધા વેસ્ટ જે કહે એ સાચું એમ માનીએ છીએ.

  યોગ અને આસન, આયુર્વેદને આપણે માન્યતા ન આપીએ. પણ કોઈ સફેદ ચામડી કહી દે કે આ બહુ સારું છે તો આપણે ક્રેડીટ લેવામાં આગળ? સફેદ ચામડી વાળો સંસ્કૃત શીખે તો વાહ, પણ આપણે એ કામ ન કરીએ. કોઈ પરદેશી ભારતીય નામ કમાય તો “મૂળ” ભારતના એમ લખવામાં આવે છે. જાણેકે એ બિચારાનું યોગદાન ભારતીય હોવાના નામે આપણે લોકો ખાટી લઈએ છીએ

  દંભ માણસોમાં હોય છે, પછી ભલે હિંદુ હોય કે બીજા.

  આ પોસ્ટ પર કોમેન્ટ કરતા વડીલો શું પહેલેથી આ વાતોને જાણે છે? શું આજે જે વસ્તુ પ્રત્યે ઘૃણા/અણગમો છે એ વસ્તુ/વિષય પર પહેલેથી જ એવા વિચારો રહ્યા છે?

  સેક્યુલારિઝમ એટલે શું, કોઈ જણાવશે?

  માણસો સેક્યુલર હોઈ શકે? કેટલા? સેક્યુલારિઝમનાં નામે સ્યુડો-સેક્યુલારિઝમ
  અથવા સીક(બીમાર )યુંલારીઝમ ચાલી રહ્યું છે.

  માન્યતા બદલાતા સમય લાગે છે અને સુધારકો જરૂરી છે, જે લોકોને જાગ્રત કરે.
  આ કોઈ મેગીના નુડલ્સ નથી કે ઝટ તૈયાર થઇ જાય.

  Like

 5. વૈશ્વીકરણં એટલે જ બજારનું અર્થતંત્ર. આમાં બધાના ઉદયનો (સર્વોદયનો ) સવલ જ ઊભો નથી થતો.. બજારની દૃષ્ટિએ કોઈ માણસ નથી, બધા ગ્રાહકો છે. આથી જે બજારમાં જઈ ન શકે, વસ્તુ ખરીદી ન શકે એનું અસ્તિત્વ જ નથી હોતું. મધ્યમ વર્ગ આ ઉપભોક્તા વર્ગમાં આવે છે. બજાર જ્યારે આપ્ણી જરૂરિયાત સંતોષે છે એટલે આપણે બીજા કોઈનો વિચાર કરવા તૈયાર નથી હોતા.
  આમ છતાં જરૂરિયાત સંતોષવા માટેનાં સાધનો , એટલે કે ધંધો રોજગાર કે નોકરીઓની સ્થિતિ કથળતી જાય છે.. ઑફિસ કે ફૅક્ટરીમાં તમારી સાથે કામ કરનાર તમારો સાથી નથી, એ તમારો હરીફ છે. આ સંજોગોમાં કોઈ દિવ્ય મદદ ્વિના આપણે ટકી ન શકીએ. આ કારણે ધર્મો અને દેવી દેવતાઓનું રીસાઇક્લિંગ થવા લાગ્યું છે. સ્થિતિ ગંભીર છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s