ગુજરાત સમાચારની 21/12/11ની “ શતદલ” પૂર્તિમાં નવું વાચન નવા વિચારની શ્રી ધવલ મહેતાની કોલમમાં પ્રસિધ્ધ થયેલ લેખ તેઓ બંનેના આભાર અને સૌજન્યથી બ્લોગ ઉપર રજૂ કરેલ છે.
હિન્દુ કલ્ચરે રેશનાલીઝમને અપનાવ્યા વિના છૂટકો નથી
નવું વાચન નવા વિચાર – ધવલ મહેતા
કલ્ચર કેન કીલ ઃ એમ સુબોધ (પબ્લીશર્સ ઃ ઓથર હાઉસ, યુએસએ. ૨૦૦૫)
ઉપર્યુક્ત પુસ્તકની સમીક્ષાનો આ બીજો ભાગ છે. તેના લેખક એસ. સુબોધ એટલે કે સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથી અમેરિકાના ન્યુજર્સી સ્ટેટમાં રહે છે. તેઓ પ્રખર રેશનાલીસ્ટ છે. આ પુસ્તકમાં તેમણે ધર્મ અને ધાર્મિક વિધિઓથી તથા રૂઢિઓથી લથપથ હિન્દુ કલ્ચરની સખત આલોચના કરી છે. લેખકે ન્યુજર્સીમાં રેશનાલીસ્ટ મિત્રવર્તુળ ઊભું કર્યું છે. કરી શકાશે. લેખકનું તારણ એ છે કે ભારતીય કલ્ચરે ખાસ કરીને હિન્દુ ધર્મે તેની જડતા અને અંર્તમુખતાને બહારના લોકો સામે સતત હાર ખાધી છે છતાંય દંભ છોડ્યો નથી.
માત્ર હારનો જ ઇતિહાસ
હિન્દુ સંસ્કૃતિને જગતની શ્રેષ્ઠ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને જગતનો શ્રેષ્ઠ ધર્મ સમજનારને લેખક એક પ્રશ્ન કરે છે. ઈ.સ. ૧૧૯૮માં વિદેશી મુસ્લીમ (મહમ્મદ ઘોરી)ને હાથે પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયા પછીના લગભગ ૮૦૦ વર્ષ કેમ વિદેશીઓએ સતત આપણા પર રાજ કર્યું? છેક ઈ.સ. ૧૯૪૭ સુધી કેમ આપણે પરદેશીઓને રાજ કરવા દીઘું? આપણને ગઝની, તૈમુર, ચંગીઝખાન, નાદીરશાહ તથા હૂણો લૂંટી ગયા, આપણા લોકોની કત્લેઆમ ચલાવી અને આપણે કોઈપણ પ્રતિકાર વિના બેસી રહ્યા તે શું હિન્દુ ધર્મ અને હિન્દુ કલ્ચરની શ્રેષ્ઠતા બતાવે છે? કેમ આપણે પરદેશીઓ સામે (ઈ.સ. પૂવે ૩૦૦ થી પણ પહેલાં એલેકઝાંડર નામના ગ્રીક સેનાપતિએ પણ આપણને હરાવી દીધા હતા) હંમશા માર ખાધો છે! અહીં એક આડ વાત કરી લઈએ કે ભારતના હજારો વર્ષના ઇતિહાસમાં માત્ર પહેલી જ વાર ઈન્દીરા ગાંધીએ વિદેશી રાષ્ટ્ર (પાકીસ્તાન)ને નિર્ણાયક પરાજય આપ્યો હતો. હજી પણ આપણે એ સવાલ કરતા નથી કે છેલ્લા પાંચસો વર્ષોથી ભારત કે ચીને કેમ દુનિયાનું આર્થિક, બૌઘ્ધિક કે સાંસ્કૃતિક નેતૃત્વ ગ્રહણ કર્યું નથી? કેમ પશ્ચિમ જગતે (યુરોપ અને અમેરિકા) દુનિયાનું નેતૃત્વ લીઘું છે? યુરોપના એક દેશ પોર્ચુગલના વાસ્કો-ડી-ગામાએ કેમ ભારત ખોળ્યું અને ભારતે કેમ પોર્ચુગલ કે સ્પેન કે અમેરિકાને ના ખોળ્યાં? વળી પશ્ચિમ જગતે મૂડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, ડેમોક્રસી, ઉદ્યોગવાદ જેવી માનવકેન્દ્રી, સીક્યુલર વિચારસરણીઓ ખોળી અને ભારતે તે કેમ ના ખોળી? વળી ભારતમાં આર્યભટ્ટ, વરાહમીહીર, ભાસ્કરાચાર્ય જેવા વૈજ્ઞાનિકો થઈ ગયા પરંતુ પશ્ચિમ જગતની જેમ ભારતે વૈજ્ઞાનિક પરંપરા કેમ ના સ્થાપી અને વૈજ્ઞાનિક પઘ્ધતિ (સાયન્ટીફીક મેથડ)ની ખોળ કેમ ના કરી? તેણે બ્રહ્મન, આત્મન, જીવ, માયા, મનોભયકોષ જેવી મિથ્યા ફીલોસોફી કેમ વાગોળ્યા કરી? ચાર્વાક અને કણાદની તથા તેના અનુયાયીઓની વિજ્ઞાનને જન્મ આપે તેવી ભૌતિકવાદી ફીલોસોફીનો ભારતીય બ્રાહ્મણવર્ગે નાશ કર્યો. ટૂંકમાં પશ્ચિમ જગતે એશિયાને ખોળ્યું અને ખુંદ્યુ પરંતુ ભારતે તેમ ના કર્યું. આ સવાલ આપણને ભારતીય કલ્ચરના મૂલ્યોની ચકાસણી કરવાનું સૂચવે છે. એક બાબત સ્પષ્ટ છે – જ્યારે પશ્ચિમ જગત ઈ.સ. ૧૪૫૦ અને તે પછી રેનેઝાં (પુર્નજાગરણ) અને રેર્ફમેશન (એટલે કે પોપની સત્તા અને કૅથલિક ધર્મ સામે પ્રચંડ વિરોધ)માંથી તથા વૈજ્ઞાનિક પઘ્ધતિની સ્થાપનામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે સમગ્ર ભારત ભક્તિયુગમાંથી પસાર થઈ રહ્યું હતું. સાઘુ, સંતો, પ્રાર્થના, ગુરૂ પૂજન, ભજન, પદો, પૂજા વગેરેમાં તે લથપથ હતું. હજી પણ તે ચાલુ છે. ભારતના અને ગુજરાતના મઘ્યમવર્ગમાં (ખાસ કરીને નવા ધનિક બનેલા વર્ગમાં) ભક્તિનું પુર ઉમટ્યું છે. નવધનિક લોકોમાં ગુરૂઓની કે સ્વામીજીઓની, કથાકારોની સેવા કરવાની કે તેમને હાથે ઉદ્ધાટન કરાવવાની તીવ્ર હરીફાઈ જામી છે. આ પુસ્તકના લેખક હિન્દુ ધર્મની આલોચના કરતા કહે છે કે દુનિયાના દરેક ધર્મમાં રીતરિવાજો કે વિધિઓ (ઇૈોચનજ)હોય છે પરંતુ હિન્દુ ધર્મે વિધિઓની બાબતમાં હદ વટાવી દીધી છે. ઘરમાં, મંદિરમાં, મેળાવડાઓમાં, નદી પર, ધર્મસ્થળો પરની વિધિઓ) સ્નાનવિધિ, મંત્રોચ્ચાર વિધિ, પૂજા વિધિ, વાળ ઉતરાવવાની વિધિ, તર્પણ વિધિ, નદીમાં અસ્થિ પધરાવવાની વિધિ, મોટા મોટા ઘાંટા પાડીને ભજનો ગાવાની વિધિ, સત્યનારાયણની કથાની વિધિ, મંદિરોના ફેરા કરવાની વિધિ, જનોઈ વિધિ, લગ્ન વિધિ, મૃત્યુ વિધિ, નાગપૂજા, વડપૂજા, પીપળાની પૂજા વગેરેનો હિન્દુ ધર્મમાં પાર નથી. હવે ગુજરાતના સોફીસ્ટીકેટેડ ધનિકજનોમાં મઘ્યમવર્ગમાં સત્યનારાયણની કથાને બદલે સુંદર કાંડના પઠનની વિધિ વઘુ લોકપ્રિય બની છે કારણ કે હનુમાન વઘુ આક્રમક છે. વળી ગુજરાતમાં પતિના આયુષ્ય માટે કડવા ચોથનું વ્રત કે વિધિ ન હતા પરંતુ હિન્દીભાષી પ્રદેશોમાંથી આયાત થયેલી કડવા ચોથનું વ્રત ગુજરાતી સ્ત્રીઓએ ઉત્સાહપૂર્વક અપનાવી લીઘું છે. ચાર્વાક અને બુઘ્ધ સિવાય અહીં હિન્દુ ધર્મ, તેની માન્યતાઓ તથા બ્રાહ્મણો અને પુરોહિતો સામે કદાચ રીબેલ થયો નથી. માત્ર ડૉ. આંબેડકરે આ રીબેલ શરૂ કર્યો હતો.
ભારતીય (હિન્દુ) સંસ્કૃતિ * કશું ગમ્યું તો મર્યા જ સમજો *
હિન્દુ સંસ્કૃતિના અનેક પાસાં છે તે કુદરતના તત્ત્વોને ઉલ્લાસમય રીતે સ્વીકારે છે. તે અંગે નાચ કે નૃત્યો કરે છે, સમૂહમાં એકબીજા પર રંગ છાંટે છે, પીચકારીનું પાણી છોડે છે, રાસ કરે છે વગેરે. પરંતુ તેની બીજી બાજુ પણ છે. તમે કોઈ સાઘુ, સંત, મહાત્માનો ઉપદેશ સાંભળવા ગયા તો તેમાં આ સંસાર અસાર છે અને માનવીનું ખરૂ ઘ્યેય પ્રભુની ભક્તિનું છે અને સંસારના મોહમાયાથી અળગા થવાનું છે. તેવા જ વ્યર્થ ઉપદેશો સાંભળવાના મળશે. તમને સારૂં ખાવા પીવામાં મઝા પડે છે? ના, તેનાથી તમે જીભને લાડ લડાવો છે અને તેનાથી શરીર બગડે માટે દેહશુઘ્ધિ માટે ઉપવાસ કરો. તમને આઈસક્રીમ કે ચોકલેટ ભાવે છે? ના ખાશો – તેનાથી દાંત બગડે. તમને ચા ભાવે છે? ચો-કૉફી છોડી દો. તમને પૈસા કમાવાનું ગમે છે? પૈસો તો હાથનો મેલ છે – તેને છોડી દો તેવું બોલતો કથાકાર, સાઘુ, સંત કે સ્વામીજી પુષ્કળ ધન એકઠું કરે છે. શું તમને જીટ ગમે છે? છીછીછી. તે અધઃપતનની નિશાની છે. શું તમને શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું ગમે છે? તેવું ના કરતા કારણ કે તમે ઇન્દ્રીયસુખને વશ થઈ જશો. રેફ્રીજરેટરનું ઠંડુ પાણી પીવાનું ગમે છે? ના પીતા તેનાથી શરદી થઈ જશે. શું મીઠાઈઓ ખાવાની ગમે છે કે રૂની પોચી પથારીમાં સુવાનું ગમે છે? એમ ના કરતા. ઈન્દ્રીયોને વશમાં રાખો. ચટાઈ કે શેતરંજી પર સૂઓ. હોટેલમાં શું કામ ખાઓ છો? માંદા પડશો. ચા કે કૉફી ના પીતા. સિનેમા જોવા કેમ જાઓ છો? તમારો કીંમતી સમય બગડે છે. જે કાંઈપણ આનંદ પમાડે તેનાથી દૂર રહો. એક વૃઘ્ધ પત્રકાર દર થોડે થોડે દિવસે નવો વિષય ના જડતા જગતના તમામ લોકોને ખબર છે તેવી વાત લખે છે ઃ દા.ત. જંક ફૂડ ના ખાતા, ચરબીયુક્ત ખોરાક ના ખાતા. કઠોળ તથા ફળફળાદિ, શાકભાજી અને ફળોના રસ ખાઓ. વળી શું ખાવાથી કેન્સર મટી જાય કે ના થાય તેની જગતના નિષ્ણાતોને પૂરેપૂરી ખબર નથી પરંતુ કોઈપણ સાબિતિના આધાર વિના તેમને કેન્સર મટાડતા આહાર-વિહારનું પૂર્ણ અંતરજ્ઞાન કે સ્ફુરિત જ્ઞાન છે. કોઈપણ વિધાન માટે કે દાવા માટે વૈજ્ઞાનિક સાબિતિ જોઈએ તેની ભારતના લોકોને ખબર નથી. આ પ્રકારના ઈરેશનલ વલણ સામે પણ આ લેખક લાલબત્તી ધરે છે. બઘું જ કુદરતી સારું અને માનવકૃત ક્રિયાઓ, ચીજો કે પદાર્થો (દવાઓ, ઈન્જેક્શન્સ, ફિલ્મો વગેરે) ખરાબ કે નુકસાનકારક એવું ગાંધીજી અને વિનોબામાં તથા તેમના અનુયાયીઓમાં વઘુ જોવા મળે છે. આ વિચારધારા નેગેટીવ છે. સામાજીક કે કલ્ચરલ ક્રાંતિ માટે આવા વળગણો (ઓબસેશન્સ)ની કોઈ જરૂર નથી. અબ્રાહમ લીંકન, માર્ક્સ, એન્જલ્સ, કાસ્ટ્રો માઓ, માર્ટીન લ્યુથરકીંગ, દક્ષિણ આફ્રિકાના તારણહાર મેન્ડેલા વગેરેએ જબરજસ્ત બૌઘ્ધિક રાજકીય ક્રાંતિઓ આવા વળગણો વિના કરી છે. જગતને બદલી નાખનાર પ્રખર વૈજ્ઞાનિકો પણ ઉપર પ્રકારના ગાંડપણભર્યા નિષેધોમાં માનતા નથી. તેઓ વારંવાર ઉપવાસ કરતા નથી કે ચટાઈ પર સૂતા નથી કે બ્રહ્મચર્ય પાળતા નથી પરંતુ જગતને બદલી નાખે તેવી જબરદસ્ત શોધો કરે છે. સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ કે આઈનસ્ટાઈન કે ન્યુટન આના ઉદાહરણો છે. ઈન્દ્રીયો પર સંયમ જરૂર જોઇએ પરંતુ તેની કોઈ આત્યંતિક ઘેલછામાં જગતના ચંિતકો અને ક્રાંતિકારો જીવતા નથી. તેમનું જીવન બહુધા ‘બેલેન્સ્ડ’ (સંતુલિત) હોય છે. તમારે વહેલા સૂઈને વહેલા ઉઠવું કે સ્નાન કરીને જ જમવું, સાંજ પહેલા સાદું ભોજન લેવું, ભગવાનમાં મન પરોવવું – આ અર્થહીન ઉપદેશો છે. તેને મીનીંગલેસ ગણવા.
આ પુસ્તકના લેખક ગીતામાં પ્રબોધેલા નિષ્કામ કર્મ અને સ્થિતપ્રજ્ઞના વિચારોની વિરૂઘ્ધ છે. ફળની આશા વિના કોઈપણ કામમાં ‘મોટીવેશન’ જ કેવી રીતે ઊભું થાય? વળી માણસ સુખ દુઃખમાં સંતુલન જાળવે તે સ્થિતપ્રજ્ઞતાનો વિચાર ઠીક છે પરંતુ આનંદમાં કે સુખમાં કે દુઃખમાં લાગણીઓ જ ના અનુભવવી કે તેની અભિવ્યક્તિ ના કરવી તેવો સ્થિતપ્રજ્ઞતાનો વિચાર અવ્યવહારુ છે. સમાજમાં આટલો બધો અન્યાય હોય અને મન ખળભળી ના ઊઠે તેવું સ્થિતપ્રજ્ઞાનું લક્ષણ અરૂચિકર છે.
ધર્મની વિરૂઘ્ધ ઃ લેખક ધર્મની વિરૂઘ્ધમાં છે કારણ કે દુનિયાનો દરેક ધર્મ એવો દાવો કરે છે કે તે સર્વશ્રેષ્ઠ છે. જો દરેક ધર્મ પોતાને શ્રેષ્ઠ માને તો ધર્મને નામે યુઘ્ધો થવાનાં જ છે. દુનિયામાં અસંખ્ય ધર્મયુઘ્ધો થઈ ચૂક્યા છે. દરેક ધર્મ ઈરેશનલ છે અને નાનપણથી જ વ્યક્તિનું તેના ધર્મમાં બ્રેઇનવોશીંગ કરવામાં આવે છે જેથી તે તેના ધર્મને શ્રેષ્ઠ માને છે. અમેરિકામાં સાઘુ, સંતો, મહાત્માઓ, મહંતો, ગુરૂઓની પધરામણીને તથા તેમની પધરામણીઓ કરાવનાર લોકો માટે લેખક સખત નારાજગી પ્રગટ કરે છે. લેખક કટાક્ષપર કહે છે કે પહેલા એવું મનાતું કે જે કોઈ સાઘુ સંત કે યોગીએ હિમાલયમાં તપસ્યા કરી ના હોય તેઓને સાચો યોગી કે મહાત્મા ગણવામાં આવતા ન હતા. હવે ભારતના લોકો જે યોગીઓ, સંતોની કે સ્વામીઓની પશ્ચિમ જગતમાં પધરામણી ના થઈ હોય કે જેમના પશ્ચિમ જગતની ધોળી પ્રજાના ભક્તજનો ના હોય તેમને સાચા સંત કે મહાત્મા ગણતા નથી. એવું જણાય છે કે આવતા સો કે બસો વર્ષ પછી હિન્દુ ધર્મના વ્રતો, ફીલોસોફી અને રીતરીવાજો માત્ર પશ્ચિમ જગતમાં જ બચ્યા હશે!! લેખક આ પુસ્તકના સારરૂપ મુદ્દાને રજૂ કરતા કહે છે કે જ્યાં સુધી ભારતમાં હિન્દુ ધર્મ અને તેની ફીલોસોફી તથા સાઘુસંતોની સત્તા સામે રીબેલ નહીં થાય ત્યાં સુધી આપણે પછાત જ રહીશું.
શોધોનો વિરોધ ઃ ભારતનું કલ્ચર નવી ચીજવસ્તુઓ કે નવા વિચારોની શોધ (ઈનોવેશન્સ) અને સ્વતંત્ર વિચારશક્તિને રૂંધે છે. અંગ્રેજી પ્રજાએ જગતને બદલી નાખનાર ઔદ્યોગિક ક્રાંતિની શોધ કરી. ઇંગ્લૅન્ડના જેમ્સ વોટે સ્ટીમ એન્જીન ખોળ્યું. આપણે કેમ ના ખોળ્યું? આપણે તો માત્ર ઈન્દ્રીયજન્ય સુખો પર કાબૂ મેળવવામાં જ આપણી તાકાત વેડફી નાંખી. વળી હિન્દુ ધર્મ સહિષ્ણુ છે તેને આ લેખક નીચ માને છે. હિન્દુ રાજા પુષ્યમીત્ર શુંગે (ઈ.સ. પૂર્વે ૧૮૭ થી ઈ.સ. પૂર્વે ૧૫૭) જે કોઈ બુઘ્ધધર્મના અનુયાયીનું માથું રજૂ કરે તેને સોનું આપવાની જાહેરાત કરી હતી. બુઘ્ધ ધર્મ શું કોઈ હંિસા વિના એકાએક ભારતમાંથી અદ્રશ્ય થઈ ગયો? વળી લેખક કહે છે કે આપણે બધી બહુ વિદેશી પ્રજાઓને હાથે પરાજયનો સ્વાદ ચાખ્યો છે અને હારેલી પ્રજાને સહિષ્ણુ બનવું જ પડે છે. (જેમ અત્યાર સુધી દલિતોને ગામડાઓમાં ફરજિયાત સહિષ્ણુ બનવું પડ્યું હતું અને બનવું પડે છે.) ટૂંકમાં લેખકના મતે ધાર્મિક માન્યતાઓ પ્રજાના પગની બેડીઓ છે. વળી હિન્દુધર્મીઓ હિન્દુ-મુસ્લીમ હુલ્લડો દરમિયાન બહુ સહિષ્ણુ હોય તેમ જણાતું નથી. બન્ને પક્ષો અસહિષ્ણુ હોય છે. હિન્દુ ધર્મ શ્રેષ્ઠ છે અને જગતે તેના શરણે આવવું પડશે તેવી કપોળ કલ્પના હેઠળ ઘણા લોકો જીવે છે. લેખક ભારપૂર્વક માને છે કે આપણી ગરીબીનું કારણ બાહ્ય પરિબળો નથી. આપણે બહારના વિલનો એટલે કે ખલનાયકો (બ્રિટન, અમેરિકા, પાકિસ્તાન)ને શોધવાની જરૂર નથી. અંગ્રેજોની હકૂમત પહેલા પણ આપણે ગરીબ હતા. આપણો અંદરઅંદરનો કુસંપ અને ધાર્મિક માન્યતાઓ તથા તદ્દન નબળું રાજ્ય (સોફ્ટ સ્ટેટ) આપણી ગરીબી માટે જવાબદાર છે.
जीवन का पथ अंधकार पूर्ण है। लेकिन स्मरण रहे कि इस अंधकार में दूसरों का प्रकाश काम न आ सकता। प्रकाश अपना ही हो, तो ही साथी है। जो दूसरों के प्रकाश पर विश्वास कर लेते हैं, वे धोखे में पड़ जाते हैं।
LikeLike
this article is opposite-hinduism.i hate writer.
LikeLike
આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના
આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.
સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)
LikeLike
અટલા પરાજયો છતાં હિન્દુ સંસ્કૃતિ અને હિંદુ ધર્મની ગુણ ગાતા લોકો થકતાજ નથી. મનુના નિયમોમાં જાતિઓ વચ્ચેના અસાધારણ ભેદભાવ અને સ્ત્રીઓને પુરુષથી ઉતરતી હોવાના વિચારો છતાં, આ નિયમો હિંદુ ધર્મનો પાયો અને તેની અવગણનાથી હિંદુ ધર્મનો નાશ નિશ્ચિત જ છે તેવા વાખ્યાનો અપાનારા શાસ્ત્રીઓનો તૂટો નથી. અને તેમને તાળીઓના ગડગડાટથી વધાવીને સાંભળનારનો પણ તૂટો નથી. કહેવાતા વિદ્વાનો પણ આ વિચારોમાં ડૂબ્યા રહેતા હોય ત્યાં સામાજીક પ્રગતિ કેવી રીતે થશે?
LikeLike
કદાચ લેખક ને આ જ્ઞાન અમેરિકા માં આવ્યા પછી અંગ્રેજી ભાષા ના માધ્યમ થી થયું હશે.અને આવાજ લેખકો ભારતીઓ ને અંગ્રેજી શીખવાની મનાઈ કરેછે.જ્યાં સુધી વિકિપેડિયા જેવા અનેક જ્ઞાન માધ્યમો નું ગુજરાતી માં અનુવાદ નહિ થાય ત્યાં સુધી આવા લેખો ચાલુ રહેશે અને બ્રાહ્મણ ગુરૂઓ પોતાની જીવન આજીવિકા નૈયા કર્મ કાંડો થી ચલાવતા રહેશે.
મોટે ભાગે બધાજ લેખક આવા કટાક્ષો લખે છે પણ સમાજ સુધારક બનવાનો પ્રયત્ન કરતા નથી.
LikeLike