;### પોલિસ અધિકારીનું અવિવેકી અને અભદ્ર વર્તન—એક અનુભવ !!! ###

મારાં વ્હાલા બ્લોગર મિત્રો,

કેટલાક સમય થયાં નાદુરસ્ત તબિયતને કારણે બ્લોગ ઉપર નિયમિત રીતે કોઈ નવી પોસ્ટ મૂકી શકાતી નથી તો અન્ય બ્લોગર મિત્રોના લેખો પણ વાંચવા મૂડ આવતો ના હોય કોઈ માટે પ્રતિભાવ જણાવી શક્તો નથી હા, ક્યારે ક બ્લોગની મુલાકાત લેવા મૂડ જાગે અને કોઈ પોસ્ટ વાંચી “લાઈક” ઉપર ક્લીક કરી મારો પ્રતિભાવ આપતો રહું છું. આ દરમિયાન જ મારો ઈ-મેલ એકાઉંટ સાથે પૂરેપૂરી એડ્રેસ બૂક હેક થઈ જતાં કોઈ પણ મિત્રોનો સંપર્ક સાધવો અતિ મુશ્કેલ બની રહ્યો. આખી એડ્રેસ બૂક રી બીલ્ટ કરવી ખૂબ કપરી કામગીરી ઉપરાંત સમય પણ માંગી લે અને તે માટે નાદુરસ્ત
તબિયત અડચણ રૂપ બની રહે તે સ્વાભાવિક છે. આપ જે કોઈ મિત્રો આ પોસ્ટ વાંચવા બ્લોગની મુલાકાત લો તેમને હાર્દિક વિનંતિ કે આપની ઈ-મેલ આઈડી જરૂર જણાવતા જશો તો મને મારી એડ્રેસ બૂક રી-બીલ્ટ કરવામાં સરળતા રહેશે !તબિયત અંશતઃ સુધરી રહી છે ત્યારે તાજેતરમાં જ થયેલો “પોલીસ અધિકારીના અવિવેકી અને અભદ્ર વર્તન”નો અનુભવ મિત્રો વચ્ચે શેર કરવા આતુર હતો જેના પરિણામે આજે ફરી આપ સૌ મિત્રો માટે બ્લોગ ઉપર આ નવી પોસ્ટ દ્વારા પદાર્પણ કરી રહ્યો છું આશા છે કે આપ સર્વેને પસંદ પડશે ! આપના પ્રતિભાવોની આતુરતા પૂર્વક રાહ જોઈશ.
સ-સ્નેહ
અરવિંદ

### પોલિસ અધિકારીનું અવિવેકી અને અભદ્ર વર્તન—એક અનુભવ !!! ###

થોડા દિવસ પહેલાં મારાં પાસપોર્ટ્ના રીન્યુઅલ માટેની અરજી રજૂ કરવા અને સાથોસાથ અન્ય ઓરિજીનલ દસ્તાવેજોની ચકાસણીની કાર્યવાહી પૂરી કરાવવા પોલિસ સ્ટેશને રૂબરુ જવાનું થયેલું. હું અંદાજે સવારે 10/45 વાગ્યે ત્યાં પહોંચ્યો ત્યારે મારા અગાઉ સાત-આઠ અરજદારો બેઠેલા હતા અને વધુ લોકોને બેસવાની સવલત ના હોય, એક અરજદારે મને વરિષ્ઠ નાગરિક ગણી પોતાની બેઠક ખાલી કરી મને બેસવા જણાવી પોતે ઉભા રહેવાનું પસંદ કર્યું. તેનો આભાર માની હું તેની જગ્યાએ બેઠો.. આ દરમિયાન જે અરજદારે મને જગ્યા આપેલી તે બાથરૂમ માટે ગયા અને પરત આવી ફરી પોતાની જગ્યાએ ઉભા રહ્યા. આ દરમિયાન બીજા બે-ત્રણ અરજદારો આવી ગયેલા જેઓ પેલા અરજદારની બાજુમાં પણ તેમના આગળના ક્રમે ઉભા રહી ગયેલા.

થોડીવાર બાદ પોલિસ અધિકારી અરજદારો પાસેથી અરજીઓ સ્વીકારવા આવતા પ્રથમ ક્રમથી શરૂ કરી મારી પાસે આવતા પેલા અરજદાર કે, જેઓએ મને બેસવા જગ્યા આપેલી, તેઓ પોતાની અરજી મારાં ક્રમ પહેલા આપવા લાગ્યા જેથી પેલા અધિકારીએ તેમને ક્રમમાં આવવા જણાવતા તેઓએ કહ્યું કે, હું આ વડિલ પહેલાં જ આવેલો, મેં તો માત્ર તેમની મોટી ઉમર જોઈ, કોઈ જગ્યા બેસવા માટે ખાલી નહિ હોવાથી મારી બેઠક બેસવા આપેલ અને દરમિયાનમાં હું બાથરૂમ ગયેલો માટે મારી અરજી તેમના પહેલાં સ્વીકારવી જોઈએ. તેમની આ વાતને મેં અનુમોદન પણ આપ્યું અને તેઓની અરજી મારી પહેલાં સ્વીકારવા વિનંતિ પણ કરી, તેમ છતાં તેમની અરજી છેક છેલ્લે ક્રમે સ્વીકારી એટલું જ નહિ પણ “અહીં પોલીસ સ્ટેશનમાં કોઈ પ્રત્યે આવી ભલમનસાઈ/સારપ દેખાડી </strong>કોઈને પોતાની જ્ગ્યાએ બેસવા દેવાની કોઈ જરૂર નથી” તેમ જણાવી અને ધરાર તેમની અરજી ના જ સ્વીકારી અને બેહુદા શબ્દો વડે અવિવેકી અને અભદ્ર વર્તન દાખવી પોતાની સત્તા અને હોદાનું બિભત્સ પ્રદર્શન કર્યું. આવા અવિવેકી પોલીસ અધિકારી સાથે વધુ વાદ-વિવાદમાં ઉતરવાનું મુનાસીબ નહિ લાગતા તે અધિકારીની જો હુકમી સ્વીકારી પરિણામે આ ભલા આદમીને વધારે સમય રોકાવાની ધરાર ફરજ પડી.

વક્ર્તા તો એ છે કે, ખરેખર તેમના પછી આવેલા અરજદારોની અરજી તેમના પહેલાં સ્વીકારાઈ અને માત્ર તેમના બાથરૂમ જવાને કારણે તેમની અરજી છેક છેલ્લા ક્રમે સ્વીકરાવામાં આવી અને આ રીતે તેઓને બમણી સજા પડી. સીનીયર સીટીઝન માટે કોઈ માન/આદર દર્શાવે તે આવા પોલીસ અધિકારીઓ સહન કરી શકતા નથી અને પોતાના હોદાની સત્તાનો રોફ માર્યા ફરતા રહે છે. આપણાં દેશમાં આવો વર્તાવ કરનારા આમ તો તમામ સરકારી/અર્ધ સરકારી કચેરીઓમાં મળતા જ રહેતા હોય છે. કોઈ પણ બહાના હેઠળ લોકોના કામ કેમ વિલંબમાં નાખવા કે ટાળવા તેની દુનિયામાં હરિફાઈ રાખવામાં આવે તો આપણાં દેશના વડાપ્રધાનથી (વડાપ્રધાને એક કરતાં વધુ વાર જાહેરમાં કહ્યું છે કે હું લાચાર/મજબૂર છું ) માંડી છેક નીચેના કર્મચારીઓ વચ્ચે જ તમામ ઈનામો વહેંચાઈ જાય તે નિઃશંક છે !

અલબત્ત આ સંસ્કાર કદાચ આપણી સંસ્કૃતિનો જ એક ભાગ હોય તેવો અનુભવ અવારનવાર જુદી જુદી જગ્યાઓએ થતો રહે છે. રસ્તા ઉપર ચાલતા જતા કે ચાલવા નિકળેલા સીનીયર સીટીઝન કે ડીસેબલ્ડને સહાય કરવાને બદલે “ઘરમાં બેઠા રહો” “ઘણું ભોગવ્યું, હજુ શું બાકી છે ?” “ધરાયા નથી કે શું ?” તેવા ઉપાલંભો વારંવાર યુવાનો કે, જે ધૂમ સ્ટાઈલથી મોટર કે બાઈક ચલાવતા અને ચાલુ વાહને મોબાઈલ ઉપર વાંકી ગરદને વાતો કરનારા તરફથી સાંભળવા મળતા રહે છે. જાણે તેમના પરિવારમાં કોઈ વૃધ્ધ/વડિલ ના હોય કે, તેઓ પોતે જિંદગી ભર યુવાનીનો પટ્ટો લખાવીને આવ્યા હોય !

જ્યારે વિદેશમાં આથી તદન ઉલ્ટો વ્યવહાર જોવા મળે છે. ગમે તેટલી લાંબી લાઈન હોવા છતાં સીનીયર સીટીઝન કે ડીસેબલ્ડ માટે હંમેશા પ્રાથમિકતા આપી સૌથી પ્રથમ ક્રમે તેઓની અરજી કે અન્ય પ્રશ્નોનો હલ કરવામાં આવતો રહે છે. અને આ કોઈ સાંભળેલી કે વાંચેલી વાત નથી પરંતુ મારાં જાત અનુભવ ઉપરથી કહી રહ્યો છું.

મને દહેશત છે કે, પેલા અરજદાર સહિત આ પ્રસંગ નજરે જોનારા અન્ય લોકો શકય છે કે, ભવિષ્યમાં આ રીતે કોઈ પણ સ્થળે સીનીયર સીટીઝન કે ડીસેબલ્ડને પ્રાથમિકતા આપવાનું બંધ કરે !

સીનીયર સીટીઝનો કે ડીસેબલ્ડ તરફ તેમની શારીરિક મર્યાદાઓ તરફ સહાનુભુતિ પૂર્વક વિચારી તમામ સ્થળોએ પ્રાથમિકતા આપવાની સમજ આપણાં લોકોમાં ક્યારેય નહિ ઉગે કે શું ?

Advertisements

15 comments

 1. શ્રી અરવિંદભાઈ,
  આપની તબીયત ફરી પહેલા જેમ સારી થાય અને આપ ફરીથી પહેલાની જેમ જ જોમ અને જુસ્સાથી બ્લોગ લખતા રહો તેવી શુભેચ્છાઓ.
  પોલીસ સ્ટેશનમાં થયેલો તમારો અનુભવ દુઃખદ તો છે પણ એને એક અનુભવ જ ગણજો,તબિયત સાચવજો

  Like

 2. Dont compare any country with my country,
  જ્યારે વિદેશમાં આથી તદન ઉલ્ટો …………… What are you talking about ?
  Take for eg. USA , they have got one third of population compared to India, and five times bigger country, the population there is educated, Even if a person earns $1500 per month, his taxes will be automatically cut from salary. The government will get the tax first, the next day the person gets the salary in hand. Every tax is deducted from salary, so the government spends huge money (compared to India) . so the people are happy, they are willing to give away their priorities. Here we are in race. Bhago warna piche wala tumhe kuchal ke chala jayega.

  The salary of the policemen are low over here, would you have sent your son/daughter in Police/army ? no , you opted for foreign education or foreign Job for your kids.

  This policemen come from such socio-economic background, you cannot expect respect from them. They will respect either their seniors or brave people, but not respect people from white collered professions.

  If you travel in a Railway or AMTS bus, which is full of people commuting for job, you cannot expect anybody to give a sit for a sr.citizen.

  Everybody is working very hard in India , those who were afraid to fail the competition, went to the US, UK etc.

  Dont disrespect people who serve the country. At the end of the day, he is putting on risk his own life as well as social responsibilities to keep us safe.

  Like

 3. There is much common between a senior citizen like you and a policemen. Both of them cannot sleep (the former due to no work and the later due to too much of work), Both of them dont find respect anywhere, the family members are after their money only, etc etc.

  if you get time:
  Please ask any of the policemen, when did he last slept for 8 hours.
  Ask him what type of people he is dealing with.
  As a sr. citizen you may not have to work with thieves, cheaters, mr. 420, rapists, politicians, murderers and all types of history sheeters,
  They have to work round the clock with these people.

  If you blame the society for being unfair and rude to you, it is your own fault, The foundation of these society lies somewhere in your young age (20-30 years back).

  Like

 4. આદરણીય વડીલ શ્રી અરવિંદ કાકા,

  પ્રથમ તો પ્રભુ આપને ખુબ સરસ અને તંદુરસ્તી ભર્યું આરોગ્ય બક્ષે

  અને આપ જેવા વડીલોના લેખ દ્વારા અમ જેવાને નવું જાણવા શીખવા

  હમેશ મળતું રહે. જેમનું સન્માન થવું જોઈએ એમને તિરસ્કાર રૂપ જવાબ

  મળે ત્યારે એવા વડીલ અને વયોવૃધ મ્ન્વને કેવી લાગણી થાય.

  આપની નોકરશાહી એક બેજવાબદાર અને આપખુદ બનતી જાય છે

  હવે તો પદાધિકારીઓને પણ આ આધીકારિયો ગણતા પણ નથી.

  આપના દેશનું આ કેવું કમભાગ્ય છે. ખુબ સરસ લેખ અને છણાવટ

  Like

 5. પોલીસ અધિકારીઓનું જ નહીં પણ મોટાભાગના સરકારી અધિકારીઓનુ અને તેમના કર્મચારીઓનું વર્તન પણ સૌજન્ય પૂર્ણ હોતું નથી. આ વર્ગમાં આઈ.એ.એસ. અધિકારી વર્ગ પણ સામેલ છે. તેના અસંખ્ય ઉદાહરણો આપી શકાય.

  બીજી ખાસ વાત એ કે તેમનામાં વ્યવસ્થા શક્તિ નો અભાવ અને અથવા મુલાકાતીઓની સગવડતા કેમ સચવાય તે વિષે કોઈ સભાનતા હોતી નથી. જ્યારે પરિસ્થિતિ કાબુ બહાર જાય ત્યારે તેઓ લાંબા ગાળે અને તે પણ ઉપરથી હુકમ અને વ્યવસ્થા ગોઠવાયા ત્યારે જ અમલ થાય છે. આ વાત તેમનામાં દૂરદર્શિતાનો અભાવ સૂચવે છે.

  જો કે હવે ગુજરાતમાં કર્મચારીઓના વર્તનમાં થોડો ફેર દેખાય છે. પણ લાગે છે કે પોલીસ ખાતાનો આવા ફેરફાર માટે છેલ્લો નંબર લાગશે.

  સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ “મુલાકાતીની ગરજ” ના પ્રમાણનો ખ્યાલ રાખી વર્તે છે. ઍટલે કે તમારુ કામ અગત્યનું છે તો તેમાં બને તેટલો વિલંબ કરવો પડશે એવી મનો વૃત્તિ રાખે છે.

  મારો એક અનુભવ યોગ્ય સ્થાને ગણાશે. સીજી રોડના એક ચાર રસ્તા ઉપર મારે આગળ જવા માટે ટ્રાફિક સીગ્નલની લાલ લાઈટ હતી. પણ મ્યુનીસીપલ બસને સીગ્નલ તોડીને આગળ જવું હતું. મેં તેને રસ્તો ન આપ્યો. તેથી જ્યારે સીગ્નલ ગ્રીન થયું ત્યારે તે મારી કારને ભટકાડીને જમણી બાજુ બસને ભગાડી ગયો. ગાડીને ઘસરકો પડેલ. મેં પોલીસ સ્ટેશન જઈ ને ફરીયાદ કરી. પહેલાં તો પોલીસે આનાકાની કરી. મેં કોર્ટના ધક્કા ખાવાની તૈયારી બતાવી. અને કહ્યું કે હું તો ઈમેલથી કંપ્લેન્ટ કરીશ એટલે મારી ફરીયાદ લીધી. મારો પોણો કલાક બગડ્યો. મારો હેતુ ફક્ત ડ્રાઈવરને વોર્નીંગ મળે તે જ હતો

  Like

 6. શ્રી અરવિંદભાઈ,
  આપની તબીયત ફરી પાછી પહેલાના જેવી થાય અને આપ ફરીથી બ્લોગિંગ પહેલાની જેમ જ જોમ અને જુસ્સાથી કરાતા રહો તેવી શુભેચ્છાઓ.

  બીજા સાથે કેવી રીતે સદભાવનાપૂર્વક વર્તન કરવું તે આપણે ત્યાં ભાગ્યેજ શીખવવામાં આવે છે. આવા કિસ્સાઓ બનતા રહેશે તો હવે કોઈ સીનીયર સીટીઝન પ્રત્યે સદભાવ નહીં દર્શાવે. બાથરુમ જવાનું તો કદાચ ન રોકી શકે પણ સદભાવનામાં ઓટ જરૂર આવે તેમ લાગે છે.

  બધા લોકો કાઈ વિદેશ તો ન ચાલ્યા જઈ શકે તેથી આવા પોલીસોને ય શિક્ષણ મળે અને સમજદાર બને તેવી કશીક વ્યવસ્થા થાય તો સારુ ગણાશે.

  મારું ઈ-મેઈલ આઈ.ડી. આ પ્રતિભાવ સાથે આવી જશે.

  Like

 7. શ્રી.અરવિંદભાઈ,
  ભારે ખેદજનક પ્રસંગ છે. જેમનું સન્માન થવું જોઈએ તેમના પ્રત્યે દૂર્વ્યવહાર થાય તે ખેદજનક જ ગણાય. આપનાં આરોગ્ય માટે શુભકામના. મારું ઈ-મેઈલ ID આ પ્રતિભાવ સાથે આવી જ ગયું હશે. (આપને મેઈલ દ્વારા પણ મોકલી આપું છું) આભાર.

  Like

 8. માનનિય અરવિદ ભાઈ,
  “પોલીસ અધિકારીના અવિવેકી અને અભદ્ર વર્તન”અંગે વાંચી જરૂર દુઃખ થયું પરંતુ જરા પણ નવાઈ ના લાગી……કદાચ તે સારું વર્તન કરે તો જ નવાઈ લાગે.અધિકારીઓ જો આ રીતે વર્તે તો સામાન્ય કોણ કોન્સ્ટેબલ વગેર કઈ રીતે વર્તતા હશે ???કાયદા ના આ રખેવાળો કાયદો હાથ માં લઇ ને ફરતા હોય છે….કોઈ પણ રાજ્ય કરતાં આજે વધારે આઈ.પી.એસ અધિકારીઓ ગુજરાત ની જેલ માં કેમ છે? તે પણ એક વિચારની વાત છે.
  કુશળતા ઈચ્છું છું…
  નિરુપમ અવાશિયા

  Like

 9. આદરણીય અરવિંદકાકા … આપની તંદુરશ્તિ સારી રહે અને આપ ફરિથી બ્લોગ જગતમા લખતા થાવ એવી પ્રભુ પ્રાથના …
  આપણા સમાજમાથી સંવેદના ઓછિ થઇ રહી છે ..ત્યારેજ તો આવા કિસ્સા બને છે ને ?????

  Like

 10. મુ. શ્રી અરવિંદભાઈ,
  ખરેખર ઘણા વખતે આવ્યા.છેલ્લે તમે ‘અભિવ્યક્તિ’ પર તમારો પત્ર મૂક્યો ત્યારે પણ તબીયતની વાત લખી હતી. મેં અમ્ગત રીતે પણ લખ્યું પણ તમારી આઇડી જ હૅક થઈ ગઈ. એ પણ મેં લખ્યું પણ તમે કઈં વાંચી શક્યા નહી હો.
  પોલીસ સ્ટેશનમાં તમારો અનુભવ દુઃખદ તો છે જ, પણ કડવો્ય છે. આવું બન્યા પછી પેલા સજ્જન હવે બીજી વાર કોઈ સીનિયર સિટીઝનને સીટ નહીં આપે! આમ સમાજનું નુકસાન તો ‘રિકરિંગ’ છે.
  મારી આઈડી
  dipak.dholakia@gmail.com

  તબીયત સાચવશો.

  Like

 11. મારું ઇમેઇલ આઇડી akhilsutaria@gmail.com તમારા રેકોર્ડ અને ઉપયોગ માટે.

  તબિયત સાચવજો. તન અને મન ને તકલીફમાં મૂકીને કે તકલીફ પડે એવા કોઇ કામ કરવા નહિ.

  અને જે કામ કરવાથી તન અને મન તકલીફમાં પડવા લાગે તે સત્વરે બંધ કરી દેવા !!!
  ( બ્લોગીંગ પણ !! )

  તા.ક : હવાફેર માટે વલસાડનું નામ યાદ રાખવા કરતાં પ્રવાસ કરવાનો નિર્ણય લેવા માટે ઉત્તમ ગણાય છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s