“પત્નીની જોહુકમીને પડકારતો બગાવતી પત્ર”

કેટલાક દિવસો થયા તબિયત નાદુરસ્ત રહેતી હોવાને કારણે બ્લોગની
મુલાકાત કે નવી પોસ્ટ મૂકવાની શક્તિ અત્યંત ક્ષીણ થઈ ગઈ હોઈ નથી કોઈની મેઈલ/પ્રતિભાવનો
પ્રત્યુત્તર આપી શક્યો કે નથી કોઈ બ્લોગર મિત્રની પોસ્ટ વાંચી પ્રતિભાવ જણાવી શકાયો
તો તે બદલ આપ સૌ મિત્રો મને ઉદાર હ્ર્દયે દરગુજર કરશો તેવી આશા સાથે તથા આપ સૌને આનંદ
આવે તેવી એક પોસ્ટ “સંદેશ” ની રવિ પૂર્તિ “સંસ્કાર” માં તારીખ 09
, ઓક્ટોબર,2011માં શ્રી
અધીર અમદાવાદીની કોલમ “લોલમ-lol” માં પ્રસિધ્ધ
થયેલ છે તે તેઓ બંનેના સાભાર અને સૌજન્યથી રજૂ કરેલ છે. મને વિશ્વાસ છે આપ સૌને આ હાસ્ય
કટાક્ષિકા પસંદ પડશે.

 “પત્નીની જોહુકમીને પડકારતો બગાવતી પત્ર”

 

લોલમ-lol – અધીર અમદાવાદી

વ્હાલી બકુ,

તું મારી પત્ની છે પણ મારે મનની વાત કહેવા પત્ર લખવો પડે તે વિધિની
કેવી વિચિત્રતા કહેવાય નહીં? હવે એમ ન પૂછતી કે આ વિધિ કોણ છે? વિધિ એટલે કુદરતની
વાત કરું છું. સાલું, તું માઇકલ માધ્યમમાં ભણી છે અને હું
મગન માધ્યમમાં એટલે આવી તકલીફો કાયમ થાય છે. તને રૂબરૂ તો પહોંચી વળાતું નથી એટલે
મારા મનની ભડાશ આ પત્ર દ્વારા કાઢું છું. અત્યાર સુધી તો સરકાર સામેના વાંધા લોકો
ચર્ચાપત્રો દ્વારા વ્યક્ત કરતા હતા પણ હવે પતિઓને ખુલ્લા પત્રો દ્વારા પોતાની વાત
કહેવાના દિવસો આવ્યા છે.

બકુ, આ પત્ર
રસોડામાં પોતાની મુનસફી પ્રમાણે રાજ ચલાવવાની તારી નીતિનો વિરોધ કરવા લખ્યો છે.
તું તને ભાવતાં શાક બનાવે ત્યાં સુધી તો મને હરકત નથી. અરે, તું
તારા મનગમતા શાકવાળાને ખટાવવા ઘરમાં બિનજરૂરી શાક ભેગું કરે તેનો પણ વાંધો નથી,
પણ તું આમ ઇચ્છા થાય ત્યારે ઉપવાસ પર ઊતરી જા તો હું રખડી જ પડું ને?
તારું વજન વધારે છે, તને ડોક્ટરે વજન ઉતારવા
કહ્યું છે એમાં મારો શું વાંક? તું કાર્બ કંટ્રોલ કરવા જાય
એમાં મારે ઉપવાસ કરવાના? ને તું ઉપવાસ પર ઊતરે એ પહેલાં ત્રણ
દિવસ તો ઉપવાસમાં ખવાય એવી વસ્તુઓનું શોપિંગ કરવામાં કાઢે છે એમાં મારે બોબોને
કંપની આપવા રજા મૂકીને ઘરે રહેવું પડે છે. તું ઉપવાસમાં દોઢસો રૂપિયે કિલોવાળા
પાંચ-છ કાશ્મીરી સફરજન ઝાપટી જાય છે, પેલી કહેવતમાં ‘એન એપલ એ ડે’ આવે છે તો તારી સ્કૂલમાં તને ‘સિક્સ એપલ એ ડે’ શીખવાડયું હતું?

તારી રસોઈ ગમે તેવી બને છે એટલે તારી મમ્મીને એ ગમતી હશે પણ મને નથી
ગમતી. આમેય તારી મમ્મીનો ટેસ્ટ તો તારા પપ્પાને જોઈને જ ખબર પડી જાય છે પણ તારી
દાદાગીરી તો જો, તારી બનાવેલી દાળને મારે ખારી પણ ન કહેવાય? અરે, તારા હાથની ખારી દાળ પી પીને તો હવે મને ખારી બિસ્કિટ પણ મોળી લાગે છે.અરે, આજકાલ ચાની જોડે ખારી ખાઉં તો ઉપરથી મીઠું ભભરાવવું પડે છે અને દાળમાં રાઈ, કોકમ, મરચાં,
કોથમીર વીણવામાં ને વીણવામાં મારે રોજ ઓફિસ જવાનું મોડંુ થઈ જાય છે.
અરે, દાળમાંથી એ કાઢવામાં મારાં બાવડાં એટલાં મજબૂત થઈ ગયાં
છે કે મારો જિમ ઇન્સ્ટ્રક્ટર કહે છે કે તમારે હાથની કસરતની કોઈ જ જરૂર જ નથી!!

તારી રોટલી ખેંચીએ તો લાંબી થાય પણ તૂટે નહીં એવી મજબૂત હોય છે, પણ મારે તો એને ચ્યુંઇંગમજેવી પોચી છે એમ કહેવું પડે છે. તારો બનાવેલો ચિલી સૂપ પીધા પછી મોંમાં આગ લાગે છે અને સાત જન્મનાં પાપ યાદ આવી જાય છે. છતાં મારી મજાલ નથી કે એ સૂપને તીખો કહી શકું.
મારે એમ જ કહેવું પડે છે કે “તારા જેટલો જ હોટ છે બેબી” પણ આવું જૂઠું બોલ્યા પછી મારી ગાડીનું પૈડું ચોક્કસ ખાડામાં પડે છે
પણ તું મોટી મેનેજર છે એટલે મારા ભાઈબંધો પાસે તું “સૂપ તો ભાભીના હાથનો જ” એવાં ર્સિટફિકેટ લઈ લાવે છે.

ડિયર, તું રસોઈ
શો ખૂબ ઉત્સાહથી જુએ છે. પણ તું રસોઈ શોમાંથી શીખીને નવી વાનગીના પ્રયોગો મારા પર
કરે ત્યારે મને દવાની કંપનીની લેબોરેટરીનો ઉંદર હોઉં એવી અનુભૂતિ થાય છે. જ્યારે
તું ફોન પર વાત કરતી હોય અને હું કશું કહેવા જાઉં ત્યારે તું “વચ્ચે ચું ચું ના કર” એવું કહે ત્યારે તો ખાસ, પણ ડિયર, ટીવી પરના કાર્યક્રમો ટાઇમપાસ માટે  હોય છે. સલમાન ખાનને ટીવી પર વિલનોને ધીબેડતા  જોઈ શું હું મારામારી કરવા લાગું છું? તો પછી રસોઈ શો જોઈ
તારે નવી નવી રેસિપી ટ્રાય કરવાની શી જરૂર છે? એટલે જ હું રસોઈ શો વિરુદ્ધ કેસ કરવા વિચારું છું. મને ખાતરી છે કે આ કેસમાં મારા જેવા ઘણાં પતિઓ તથા અન્ય પીડિતો મારી પડખે ઊભા રહેશે. તનથી અને ધનથી નહી તો મનથી.

આ લખ્યું છે એને વધારે કરીને વાંચજે.

લિ.તારો આજ્ઞાંકિત બકો

 

 

Advertisements

2 comments

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s