રોજના રૂપિયા ૩૨૦૦/- બત્રીસો ખર્ચનારા આયોજન પંચના સભ્યો દ્વારા ગરીબોની ઘાતકી અને ક્રુર મજાક !!!

રોજના રૂપિયા ૩૨૦૦/- બત્રીસો   ખર્ચનારા આયોજન પંચના સભ્યો દ્વારા ગરીબોની ઘાતકી અને ક્રુર મજાક !!!

સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવેલા સોગંદનામામાં સરકારે ( આયોજન પંચે ) સ્વીકાર્યું છે કે, દેશમાં ૪૦.૭૪% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. આ ગરીબી રેખાના પંચના ધોરણો પ્રમાણે શહેરી વિસ્તારમાં જે લોકો રોજના આશરે માથા દીઠ રૂ!.૩૨/- બત્રીસ એટલે કે માસિક રૂ!.૯૬૦/- નવસો સાઠ અને ગ્રામ્ય વિસ્તારમાં રોજના રૂ!.૨૬/- છવીસ એટલે કે માસિક રૂ!.૭૮૦/- સાતસો એંસી ખર્ચ કરે છે તેને ગરીબી રેખા નીચે જીવનારા ના કહી શકાય ! તેથી રાજ્ય કે કેંદ્ર દ્વારા અપાતા લાભો ના મળી શકે.

આ પહેલાં આયોજન પંચે ગરીબી રેખા નીચે જીવનારા માટે શહેરમાં માથાદીઠ રૂ!.૨૦/- વીસ અને ગ્રામીણ વિસ્તાર માટે રૂ!.૧૫/- પંદર ખર્ચને ગરીબી રેખા નીચે જીવનારા ના કહી શકાય તેવી રજૂઆત કરેલી જે સર્વોચ્ચ અદાલતે કડક શબ્દોમાં વખોડી કાઢેલ આથી આયોજન પંચે ફરીથી ધોરણો નિશ્ચિત કરવા આપેલ આદેશ પ્રમાણે નવું સોગંદનામું રજૂ કરેલ છે.

આ સોગંદનામા પ્રમાણે ચાર વ્યક્તિનું એક કુટુંબ મુબઈ-દિલ્હી-બેંગ્લોર કે ચેન્નાઈમાં જે માસિક રૂ!.૩૮૬૦/- ત્રણ હજાર આઠસો સાઠ ખર્ચ કરતું હોય તો તેને ગરીબ ના કહી શકાય.

કોઈ વ્યક્તિ અનાજ માટે રોજના 5.50, દાળ માટે 1.02, દૂધ માટે 2.33,અને ખાધ્ય તેલ માટે 1.55 ખર્ચ કરે તો પૂરતું પોષણ મેળવવાને સક્ષમ છે, અને તે ગરીબી રેખા ઉપર જીવનાર કહી શકાય ! તેવી જ રીતે શાક-ભાજી માટે માથાદીઠ રોજના1.95 પૂરતા છે. ફળો પાછળ રોજના 44 પૈસા, ખાંડ પાછળ રોજના 70 પૈસા, મીઠું-મરી મસાલાના 1.55 પૈસાથી ઓછી રકમ વાપરી શકતા હોય તેમને જ ગરીબી રેખા નીચે જીવતા ગણી શકાય.

આ ઉપરાંત આરોગ્ય માટે દરેક વ્યક્તિ દર મહિને 39.70 પૈસાનો ખર્ચ કરે તો તે પૂરતો છે. શિક્ષણ માટે રોજના 99 પૈસા ( માસિક રૂ!.29.60 ) ખર્ચી શકે તેને સહાયની જરૂર જ નથી. તેવી જ રીતે કપડાં પાછળ 61.30 પૈસા, બૂટ-ચપ્પલ પાછળ 9.60 પૈસા અને 28.80 પૈસા દર મહિને અંગત જરૂરિયાત પાછળ ખર્ચતી હોય તેને ગરીબ ના કહેવાય !

બીપીએલના ધોરણો સરકારે નક્કી કર્યા છે જે આયોજન પંચના વડા મોન્ટેક સિંઘ અહલુવાલિયાએ વડાપ્રધાનના કાર્યાલયમાં રજૂ કર્યા હતા અને તે કાર્યાલયે મંજૂર ગણ્યા છે.

યક્ષ પ્રશ્ન તો આમ જનતાને એ થાય છે કે ઉપર દર્શાવેલ અનાજ-દાળ-દૂધ-ખાધ્ય તેલ-શાક-ભાજી-ફળ-ફળાદી તથા મીઠું-મરી મસાલા-ખાંડ વગેરે આ દરે દેશના કયા શહેર કે ગામમાં ઉપલબ્ધ છે ?
આરોગ્યની જાળવણી અને શિક્ષણ ક્યા રાજ્યમાં દર્શાવેલ દરે મળે છે ? તે વિષે આયોજન પંચે પોતાના સોગંદનામામાં સ્પષ્ટતા કરી હોત તો ગરીબોને તે સ્થળે વસવાટ કરવા જવા વિચારી શક્ત.

અગાઉ કહ્યું તેમ કોઈ વ્યક્તિ રોજના –
રૂ!. 5.50 અનાજ માટે
રૂ!. 1.02 દાળ માટે
રૂ!. 2.33 દૂધ માટે
રૂ!. 1.55 ખાધ્ય તેલ માટે
રૂ!. 1.95 શાક-ભાજી માટે
રૂ!.0.44 ફળ માટે
રૂ!.0.70 ખાંડ માટે
રૂ!.1.55 મરી-મસાલા માટે
કૂલ રૂ!.15.04

અર્થાત હિસાબ ગણવાની અનૂકુળતા માટે આપણે રૂ!.16/- ( ગણત્રીમાં લેતા ) ખાધા-ખોરાકી માટે જે ખર્ચી શકે તે પૂરતું પોષણ મેળવનાર સક્ષમ ગણાય તેવું આયોજન પંચ સોગંદ પૂર્વક જાહેર કરે છે.

આ ખર્ચ સામે જો સાંસદોને સંસદની કેંટીનમાં જે ભાવે ખાધ્ય વાનગીઓ ( ફાઈવ સ્ટાર હોટેલની સમકક્ષ ) પીરસવામાં આવે છે તે જોઈએ તો નજર ચકનાચુર બની જાય છે. એક નજર વાનગીઓના ભાવ ઉપર
કચોરી દાળ 1.50, વેજ-થાળી 12.50, નોન વેજ થાળી 22, ચા-1, દહીં ભાત 11, વેજ પુલાવ 8, ચીકન બીરયાની 34, ફિશ ફ્રાય 17, ચીકનમસાલા 24-50, બટર ચીકન 27, રોટલી નંગદીઠ ના 1, ઢોસા 4,

ઉપરોક્ત ભાવ સ્પષ્ટ દર્શાવે છે કે કેંટીનમાં પીરસાતી વાનગીઓ અનેક ગણી ખર્ચાળ અર્થાત મોંઘી છે જે માટે કાળા બજાર જેવો શબ્દ પણ પ્રયોજી શકાય. આથી અનેક ગણા ભાવ લેનાર કોંટ્રેકટરનો કરાર નાબુદ કરી કાળા બજાર કરવા માટે કામ ચલાવવું જોઈએ અને આ કરાર મંજૂર કરનાર પ્રધાનશ્રીને પણ ભ્રષ્ટાચાર માટે જવાબદાર ઠરાવી તિહાડ જેલ ભેગા કરવા જોઈએ. સાચી વાત તો એ છે કે આયોજન પંચના સોગંદનામા પ્રમાણે નવો કરાર કરવો જોઈએ અને વ્યક્તિ દીઠ સાંસદને રૂ!.16/- થી વધુ નહિ તેવી રકમની જ વાનગી પીરસાવી જોઈએ. આ થઈ વાત સંસદ ચાલુ હોય ત્યારની પરંતુ સંસદ ચાલુ ના હોય ત્યારે એક પણ સાંસદને માસિક રૂ!. 960/-થી વધુ વેતન નહિ મળવું જોઈએ અને જો આમાં કોઈ કસુર કરે અર્થાત વધુ વેતન ચુકવે કે મેળવે તો તેની સામે ફોજદારી ગુન્હો ગણી કામ ચલાવવું જોઈએ. વળી ફરવા માટે મળતા મફત મુસાફરી અને અન્ય ભથ્થા તથા મફત મળતું રહેઠાણ બંધ કરવું જોઈએ. બાળકોના શિક્ષણ માટે ઉપરાંત આરોગ્ય માટે પણ આયોજન પંચની ભલામણ જેટલી જ રકમ ચૂકવવી જોઈએ.
હાલ દલા તરવાડીની માફક છાસ વારે સાંસદો પોતાના પગાર,ભથ્થા વગેરે વધારી લે છે તે પ્રથા તાત્કાલિક અસરથી બંધ કરવી રહી.

એ પણ સર્વ વિદિત છે કે, મોટા ભાગના સાંસદો યેન –કેન પ્રકારેણ કરોડો રૂપિયા મેળવી આમ જનતાને ભોગે ધનિક બન્યા છે- બની રહ્યા છે અને ધનની ભૂખ તો બકાસુર જેટલી પ્રબળ હોઈ પોતાના પગાર-ભથ્થા વગેરે દલા તરવાડી માફક ક્ષણ ભરમાં સર્વાનુમતે વધારી લે છે આવા આ કરોડપતિઓને ગરીબી કોને કહેવાય તેની ખબર છે ખરી ? ગરીબ આમ જનતાની ગરીબીની આટલી હદ સુધીની ઘાતકી અને ક્રૂર મજાક આજ સુધીમાં કોઈએ કરી હોય તેમ જાણ્યું નથી. આ બેશરમ-નફ્ફટ-નાગા અને સ્વકેન્દ્રી અને સંવેદના વિહિન સાંસદો આ દેશના લોકોના માથે ભટકાયેલા છે.
આ તબક્કે ગરીબીનું આબેહુબ અને સચોટ વર્ણન કરતી એક વાર્તા ઉદાહરણ તરીકે રજૂ કરી છે જે દિવ્ય-ભાસ્કરની 18,સપ્ટે.2011ને રવિવારની પૂર્તિમાં વીનેશ અંતાણીની કોલમ “ડૂબકી”માંથી સાભાર લીધી છે.
એક બહુ જ ગરીબ કૂટુંબમાં કોઈનું મૃત્યુ થાય છે.સમગ્ર કૂટુંબ શોકમગ્ન છે. ત્યાંના રિવાજ પ્રમાણે જે ઘરમાં મરણ થયું હોય તે ઘરમાં થોડા દિવસ માટે રસોઈ રાંધવામાં આવતી નથી. આડોશપાડોશમાંથી એમના માટે જમવાનું આવે. એ જ મહોલ્લામાં એક ધનાઢ્ય પરિવાર રહેતો હતો. એક દિવસ એમને ત્યાંથી શોકસંતપ્ત પરિવાર માટે જમવાનું આવે છે. તે ગરીબ પરિવારનાં બાળકોએ આવી સ્વાદિષ્ટ અને વિવિધ વાનગીઓનો સ્વાદ કદી માણ્યો ન હતો. થોડા દિવસ પછી તે ઘરનું એક સંતાન માને પૂછે છે,” મા, હવે આપણાં ઘરમાંથી કોઈ ક્યારે મરશે?” માને નવાઈ લાગે છે કે એનું સંતાન એવું શા માટે ઈચ્છે છે તેવું મા પૂછે છે અને ત્યારે જવાબ મળે છે, “ જેથી આપણાં મહોલ્લાના પેલા બંગલામાંથી આવેલું સ્વાદિષ્ટ ભોજન ફરી ખાવા મળે !”

આવા ગરીબ લોકો માટે સમભાવ કે સહાનુભૂતિ ના હોય તેનાથી મોટી ગરીબી બીજી કોઈ નથી તેવી સમજ આયોજન પંચના સભ્યો ધરાવે છે ખરા ? ગરીબો માટે સમભાવ અને પ્રેમ દર્શાવી તેમની માનસિક ભૂખને પણ નહિ સંતોષી શકનારા આ સત્તાધારી રાજકારણીઓને ક્યા શબ્દોમાં વખોડવા તે પણ યક્ષ પ્રશ્ન બની રહ્યો છે. શબ્દ કોશમાં અપાયેલા અપ-શબ્દો કે ગેર શબ્દો તો આ લોકોના સંદર્ભે અર્થ ગુમાવી ચૂકયા છે કોઈ કે નવો શબ્દ ભંડોળ રચવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે.

કહેવાય છે કે આયોજન પંચના આહુલ વાલિયા અને દેશના વડાપ્રધાન મનમોહન સિંઘનો દુનિયાના શ્રેષ્ઠ અર્થ શાસ્ત્રીઓમાં સમાવેશ થાય છે. પરંતુ આપણાં દેશની આમ જનતાના દુર્ભાગ્યે આ બંને આપણાં માટે અ(ન)ર્થ શાસ્ત્રી પુરવાર થઈ રહ્યા છે.

આવનારા દિવસો આમ જનતા માટે કેટલી હદ સુધી પીડા દાયી બની રહેશે તેનો વિચાર કરતાં પણ ધ્રુજી જવાય છે.

રોજના 3200 રૂપિયા ચણા-મમરાની જેમ ખર્ચનારા આ આયોજન પંચના સભ્યો-સાંસદોને એક એવા સ્થળે કેદ કરી રાખવા જોઈએ અને બાદમાં રૂપિયા 16/- સોળમાં જે ખાધ્ય પદાર્થ મળે તે ખાવા ફરજ પાડવી જોઈએ અને તો જ દીન-દુઃખિયાની આતંરડીની વેદના સમજી શકશે ! આવા હલક્ટ કક્ષાના સોગંદનામાના સમાચાર વાંચી અમારા જેવા સીનીયર નાગરિકોને પણ કાળ ચડી આવે છે. અને જો ગાંધીજીને પુનઃ અવતાર મળે તો દુનિયાએ ક્યારે ય ના જોયેલ હિંસક પુરૂષ જોવા મળે કે જે જન્મતા જ આ દંભી-નફ્ફ્ટ-બેશરમ-જનતાને લૂંટનારા-નાગા રાજકારણીઓનો ખાત્મો બોલાવી દેશને બીજી સ્વતંત્રતા અપાવે !

6 comments

  1. રોજના 3200 રૂપિયા ચણા-મમરાની જેમ ખર્ચનારા આ આયોજન પંચના સભ્યો-સાંસદોને એક એવા સ્થળે કેદ કરી રાખવા જોઈએ અને બાદમાં રૂપિયા 16/- સોળમાં જે ખાધ્ય પદાર્થ મળે તે ખાવા ફરજ પાડવી જોઈએ અને તો જ દીન-દુઃખિયાની આતંરડીની વેદના સમજી શકશે !
    A nice Post.
    Those who are rich make these decisions…and they are not affected by the Rules made. This is the Tragedy !
    And..your suggestion of putting those persons (Rich) in the Jail & let them enjoy the meals is the RIGHT ONE.
    But, they will not let that happen…Needs a Military Decree !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you to my Blog…Avjo Arvindbhai !

    Like

  2. શ્રી અરવિંદભાઈ,
    આયોજન પંચે કરેલી એફિડેવિટ ખરેખર શરમજનક છે. હાલમાં જ લોકસભા અધ્યક્ષે મંત્રીઓ અને સંસદસભ્યોની અસ્ક્યામતોની માહિતી બહાર પાડી છે તે પ્રમાણે એક મંત્રીની મિલકતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન વધારો થયો તે સરેરાશ દિવસના પાંચ લાખ રૂપિયા છે!

    ૧૫મી ઇંડિયન લેબર કોન્ફરન્સમાં સરકાર, માલિકો અને કામદારોની ત્રિપક્ષી સમજૂતી પ્રમાણે કુટુંબની ન્યૂનતમ આવકની જરૂરિયાતની ફૉર્મ્યૂલા ઘડવામાં આવી. આ ફોર્મ્યૂલા લાગુ કરીએ તો આજના બજારભાવે માતાપિતા અને બે બાળકોવાળા પરિવાર માટે ૧૬,૦૦૦ રૂપિયાની આવક જરૂરી છે. તેની સામે આયોજન પંચ કહે છે કે BPL પરિવાર માટે વ્યક્તિદીઠ રૂ.૩૨ અને ૨૬ની આવક નક્કી કરે છે. આનો અર્થ એ કે એ માનસ આટલું કમાય તો જીવતો રહેશે અને બીજા દિવસે મજૂરી માટે હાજર થઈ શકશે! આ શોષણ સિવાય બીજું કશું નથી.

    આપણા દેશની આર્થિક નીતિઓ ગરીબોને ધ્યાનમાં રાખીને ઘડાતી નથી. અમુક નીતિઓને કારણે મધ્યમ વર્ગને લાભ થાય છે, પરંતુ એ લાભ પણ ગ્રાહક તરીકે છે મધ્યમ વર્ગને માર્કેટમાં જવા પ્રેરે એવી નીતિઓ ઘડાય છે. ઉદાહરણ તરીકે કાર લોન. આને કારણે આપણે ઘરે ગાડી તો આવી,આપને બૅંકની લોન હપ્તાથી ચૂકવીએ છીએ જેમામ વ્યાજ પણ હોય છે. બીજી બાજુ કાર કંપનીને પહેલા જ દિવસે પૂરા પૈસા મળી જાય છે. આપણા ગજવામાંથી આટલી મોટી રક્મ એક સાથે જતી નથી એતલે આપણે રાજી થૈએ છીએ, પણ કાર ઉદ્યોગ કેટલો ફાલ્યો? બૅંક તો વ્યાજ માટે રિસ્ક લે જ છે, પણ કાર કંપનીને કશું જ નુકસાન નથી થતું અને એની પ્રોડક્ટ વેચાય છે રોકેલી મૂડી જલદી પાછી આવે છે! ખરો ફાયદો તો ઉદ્યોગપતિઓને જ થયો ને? આ છે આપણી નીતિઓ. આજે જે માર્કેટમાં ન જઈશકે તેનું અસ્તિત્વ જ વ્યર્થ મનાય છે. ૩૦ રૂપિયાથી ઓછું કમાનારો (ખરેખર તો ૧૦૦ રૂપિયાથી ઓછું કમાનારો) માણસ ગ્રાહકની વ્યાખ્યામાં ન આવી શકે. એના જે હાલ થાય તે, જોવા કોણ બેઠું છે?

    આપના આક્રોશમાં હું સુર પુરાવું છું. આપણા વિકાસમાં કોનો ભોગ લેવાય છે તે હવે લોકોએ સ્પષ્ટ સમજી લેવું જોઈએ. નિમ્ન મધ્યમ વર્ગનૂ માણસ આજે નીચે ઊતરતો જાય છે, પણ નજર મોટા માણસોના વૈભવથી અંજાયેલી છે અને સાચી સ્થિતિ દેખાતી નથી.

    Like

  3. શ્રી અરવિંદ ભાઈ,
    આપનો લેખ તો હજુ વાંચ્યો નથી પણ તમે આ વિષય છેડ્યો છે
    તે તમારી દેશદાઝને અને ભારતના કચડાયેલ વર્ગ પ્રત્યેની
    સહાનુભુતિ માટે આપની સુઝબુઝ માટે માન છે.
    જે વાંચકો તમારા લેખના પ્રત્યુતર આપતા હોય છે તેમાં પણ
    કંઈ ‘દમ’ નથી હોતો,બે લીટીઓ ‘ખુબજ સરસ’ સિવાય કંઈ
    હોતું નથી,ત્યારે મનોમન ઉકળાટ થાય છે કે શા માટે નથી
    લખતા, જોકે આમાં કોઈ દબાવની વાત નથી પણ સીધું
    જોઈ શકાય છે કે લોકોનો ભાષાપર કેટલો કાબુ છે!!
    તમારા લેખનો મારો પડઘો તુરતમાં જણાવીશ.

    Like

Leave a comment