એક સ્પષ્ટતા—મારી પોસ્ટ “ મનમોહનસિંઘ હટાવાયા—રાહુલનો રાજ્યાભિષેક” વિષે‌‌………

એક સ્પષ્ટતા—મારી પોસ્ટ “ મનમોહનસિંઘ હટાવાયા—રાહુલનો રાજ્યાભિષેક” વિષે‌‌………

ઉપરોક્ત પોસ્ટ બારામાં કેટલાક વાચક મિત્રોને કંઈક ગેર-સમજ થઈ હોવાનું જણાતા આ ખુલસો કરી રહ્યો છું. વાચક મિત્રો, આવી ચાલાકી/ખંધાઈ ભરી વ્યુહ રચના કોંગ્રેસના ખેરખાંઓ અપનાવી, રાહુલને વડાપ્રધાન તરીકે આપણાં ઉપર ઠોકી ના બેસાડે તે માટે આમ જનતા, અન્ય રાજકીય પક્ષો તથા અન્નાજી અને સાથીઓને માત્ર સભાન અને સતર્ક કરવા આ પોસ્ટ જાણે સ્વપ્નમાં આવી હોય તે રીતે રજૂ કરેલી. જો કે અન્નાજી અને સાથીઓ ખૂબ જ સુંદર રીતે પોતાની વ્યુહ રચના રચી શકવા સમર્થ અને સક્ષમ છે તે વિષે મને કોઈ શંકા નથી અને તેમની વ્યુહ રચના પ્રમાણે જ આંદોલન આગળ વધી રહ્યું છે અને સફળ થશે તેમાં પણ મને કોઈ શંકા નથી. તેમ છતાં કેટલીક વાર કચરામાં સાંબેલું ચાલ્યું જતું હોય છે તેવુ ના બને તે માટે સૌને સચેત અને સતર્ક કરવાનો મારો નમ્ર પ્રયત્ન હતો.

હું જાણું છું, માનું છું કે રાહુલ “અમૂલબેબી” જ છે, બાલીશ અને શો-મેન શીપ સિવાય કોઈ આવડત કે હેસિયત નથી. શ્રી ગુણંવત શાહના શબ્દોમાં કહું તો, “ એકલા મુંબઈમાં જ રાહુલ કરતાં દસ ગણા શક્તિશાળી, બુધ્ધિશાળી અને પ્રભાવશાળી યુવક અને યુવતીઓની સંખ્યા ઓછી નથી.રાહુલ પાસે નથી વકતૃત્વશક્તિ અને નથી નેતૃત્વશક્તિ, એની પાસે “ મા છે.” આ શબ્દોની સાથે શબ્દસઃ અને તેના શબ્દાર્થ સહિત હું 100% સહમત છું.

આમ છતાં મારાં માનવા પ્રમાણે રાહુલ પાસે વિદૂષક દિગ્વિજયસિંહ છે, પાગલ મનિષ તીવારી છે, કેટલાક અહંમ, અહંકાર અને ઘમંડથી ભરપૂર સીનીયર પ્રધાનો જેવા કે કપિલ સિબ્બલ, અંબિકા સોની વગેરે પણ છે ! અસ્તુ !

Advertisements

2 comments

 1. અરવિંદજી,
  અન્નાજીની સાથે તમે પણ જોડાયેલા છે તે તમારી પોસ્ટ પરથી જ ખ્યાલ આવી જાય છે. ખરેખર, તમે મુકેલી દરેક પોસ્ટમાં તમારો આપની સરકાર પરનો ગુસ્સો, દેશ પ્રત્યે તમારી લાગણીનો ખ્યાલ આવે છે. હમણાં તો રોજ તમારી નવી પોસ્ટ વાંચવા મળે છે, જેમ છાપામાં વિવિધ માહિતી આપવામાં આવે છે એ જ રીતે તમે પણ અમને પીરસો છે.
  સિંગાપુરમાં ૧૯૮૨મા લોક્પલબીલ અમલમાં આવ્યું અને માત્ર ૧ જ દિવસમાં ૧૪૨ જેટલા મીનીસ્ટર અને ઓફીસર્સ ને એરેસ્ટ કરવમાં આવ્યા હતા. ત્યાં આજે માત્ર ૧% ગરીબી છે, ૧% બેરોજગારી છે. શું આપના દેશમાં આવું થઇ શકશે?

  Like

 2. હું પણ તમારી વાત પ્રત્યે સહમત છુ. કોંગ્રેસ અને સોનિયા ગાંધી એટલે જ જન લોકપાલ બિલનો વીરોધ કરે છે કે ભવિષ્યમાં જો રાહુલ ગાંધી વડાપ્રધાન બને તો તેમની પર કોઈનો અંકુશ ના રહે અનેતે જનતાને આસાનીથી લુંટી શકે.

  ઘણીબધી જગ્યાએ યોજનાઓ અને કોંગ્રેસે કરેલા વિકાસ દર્શાવવા બધે દોડી જઈ નાટક કરતાં રાહુલ ગાંધીની બોલતી બંધ થઇ ગઈ અને તે ક્યાંક ભૂગર્ભમાં ચાલ્યા ગયા. હકિકત્ માં રાહુલ એવી જ જગ્યાએ જાય છે જ્યાં ચૂંટણી નજીક હોય. ગુજરાતમાં નરેગા યોજનામાં ચાલતા ભ્રષ્ટાચાર વિષે ખુદ કોંગ્રેસના નેતાઓ બોલે છે પરંતુ રાહુલ નથી બોલી શકતો.
  હજુ પણ રાહુલ ગાંધી સ્વતંત્ર નિર્ણય નથી લઇ શકતો. વડાપ્રધાન તો શું રાહુલ એક મંત્રી બનવાને પણ લાયક નથી.

  અન્નાના આંદોલનમાં આવેલા યુવાનો પૂછતા હતા..”દેશકા યુવા યહાં હૈ, રાહુલ ગાંધી કહા હૈ?”
  પરંતુ રાહુલ ગાંધી તો ઉંદરની જેમ દરમાં છુપાઈ ગયા છે….

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s