૨૦, ઓગસ્ટ, ! આજે રાજીવ ગાંધીનો જન્મ દિન ! અખબારોમાં 3 ( ત્રણ ) જાહેરાતો ! વિચાર-વાણી અને વર્તનમાં બિલકુલ વિરોધાભાસનો ઉત્કૃષ્ટ નમૂનો !!!

૨૦, ઓગસ્ટ, ! આજે રાજીવ ગાંધીનો જન્મ દિન ! અખબારોમાં 3 ( ત્રણ ) જાહેરાતો !

વિચાર-વાણી અને વર્તનમાં બિલકુલ વિરોધાભાસનો ઉત્કૃષ્ટ નમૂનો !!!

ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ દ્વારા અખબારોમાં રાજીવજીના ફોટો સાથે પ્રસિધ્ધ થયેલ જાહેરાતના શબ્દો—

“આપકા જીવન હમારી પ્રેરણા !

મિત્રો, આ શબ્દો ખૂબ જ સુચક નથી જણાતાં ?

1. રાજીવજીએ સત્તા સંભાલ્યા બાદ કોંગ્રેસના અધિવેશનમાં કહેલું કે, “ સરકાર ગરીબો માટે જે રકમ ફાળવે છે તેમાંથી એક રૂપિયામાંથી તેમના ( ગરીબોના ) સુધી માત્ર સોળ ( 16 ) પૈસા જેવી ક્ષુલ્લક રકમ જ પહોંચે છે બાકીના ચોરાસી ( 84 ) પૈસા વચેટિયાઓ જમી જાય છે.”

2. રાજીવજીનું નામ બોફોર્સ કાંડમાં સંડોવાયેલું જે આજ સુધી ગાજી રહ્યું છે. આના પરિણામે રાજીવજીએ સત્તા ખોયેલી અને વી.પી સિંઘ વડાપ્રધાન થયેલા.

આપણે સૌ સાથે મળી એક અવાજે ભારતીય કોંગ્રેસના ઉચ્ચ હોદેદારો રાહુલ સહિત સીધો સવાલ પૂછીએ કે, ઉપરોક્ત બે બાબતોમાંથી આપ સૌએ સરકારમાં બેસી કઈ બાબતમાંથી પ્રેરણા લીધી કે લઈ રહ્યા છો ?

આમ જનતા એકી અવાજે પોકારી પોકારી કહે છે કે આપ સર્વે એ બંને બાબતો ગ્રહણ કરી છે. અને પરિણામે આજે સરકાર ગરીબો માટે એક ( 01 ) એક રુપિયો ફાળવે છે જેમાંથી રાજીવજીના સમયમાં સોળ ( 16 ) પૈસા પહોંચતા તેમાંથી ઘટી માત્ર છ ( 06 ) પૈસા જ પહોંચે છે. આપ સર્વેના સહિયારા સહયોગ દ્વારા આ સિધ્ધિ( ? ! ) હાંસલ થઈ હોવાનું દેશવાસીઓ માને છે.

બોફોર્સને પણ લજાવે તેવા અનેક કૌભાંડોથી કોંગ્રેસ સરકાર ગંધાતા કાદવ યુકત ખાડો બની કીડાઓનું ઉછેર કેંદ્ર બની ચૂકી છે. પ્રિય વાચકો આપ શું કહો છો ?

( 2 ) અખબારોમાં એક બીજી જાહેરાત ભારત સરકારના વિધ્યુત મંત્રાલય તરફથી પ્રસિધ્ધ થયેલી છે ( કોના બાપની દિવાળી ) જેના શબ્દો—

રાજીવજીના શબ્દો—-“…….. ઔર મેરા ભી એક સપના હૈ, મેરા સપના હૈ એક ઐસે ભારતકા જો મજબુત, સ્વતંત્ર, આત્મ નિર્ભર, એવમ વિશ્વ કે અગ્રણિ દેશોમેં એક હો ! “

જાહેરાતના શબ્દો —- “ ઉનકે પ્રગતિશીલ ભારતકા સપના આજ સાકાર હૈ ! “ ( પ્રશ્ન ક્યા આપભી યે બાત માનતે હૈ ? )

આજ જાહેરાતમાં “ રાજીવ ગાંધી ગ્રામીણ વિધ્યુતીકરણ યોજનાની મુખ્ય વાતો કરવામાં આવી છે.
1. કુલ 33.000/- તેત્રીસ હજાર કરોડ કા બજેટ પ્રાવધાન.
2. પરિયોજના લાગત રુપિયા 90/- નેવું અનુદાન કે રૂપમેં.
3. 98612 અવિધ્યુતીકૃત ગાવોંકા વિધ્યુતીકરણ કાર્ય પૂર્ણ.
4. ઈસકે અતિરિક્ત 2,10,506 વિધ્યુત્ત કૃત ગાવોંમે ગહન વિધ્યુતિકરણ કાર્ય સંપન્ન.
5. ગરીબીરેખા કે નીચે રહને વાલે 1.7 કરોડ પરિવારોંકા નિઃશુલ્ક બીજલી કનેક્શન જારી.

પુનરુક્તિ થવા છતાં અત્રે યાદ આપું કે, રાજીવજીએ કહેલું કે એક રૂપિયામાંથી સોળ પૈસા માત્ર છેવાડેના આદમીને પહોંચે છે અને જે આજે ઘટી માત્ર છ પૈસા પહોંચે છે તે લેવલે ભ્રષ્ટાચાર પહોંચ્યો હોય તો ઉપરોક્ત ખર્ચના આંકડા વડે હિસાબ કરી આ આંકડો કઈ હદ વટાવી ચૂક્યો હશે તેની ગણત્રી હું આપ સૌ મિત્રો ઉપર છોડું છું.

### એક અન્ય જાહેરાત ભારતસરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પણ પ્રસિધ્ધ થયેલ છે. ( કોના બાપની દિવાળી ? ) જેમાંપણ રાજીવજીના શબ્દો —–

“ લોકશાહી પધ્ધ્તિ એ રાષ્ટ્ર નિર્માણ માટે ધીરજ, દ્રદ્ર્તા અને સદભાવના આવશ્યક છે. “

આજના દિવસને સરકારે “સદભાવના દિવસ” તરીકે ઓળખાવ્યો છે ( જ્યારે વર્તન બિલકુલ વિરૂધ્ધ કરી રહી છે.)

રાજીવજીના જ શબ્દો જો યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા હોય તો લોકશાહી એટલે માત્ર સંસદ કે સાંસદો નહિ પણ લોકશાહી પધ્ધ્તિ એટલે લોકો માટે, લોકો વડે શાસન ચલાવવાની એક પધ્ધ્તિ ! કોંગ્રેસ અને સરકારમાં બેઠેલા પોતાની જાતને ખેંરખા સમજતા પ્રધાનો આજે એક વાત વારંવાર દોહરાવી રહ્યા છે કે સાંસદ અને સંસદ જ સર્વોચ્ચ છે આવું કહેનારાઓ સિફત અને ચાલાકીથી આમ જનતા ઉપર ઠસાવવા કોશિશ કરી રહ્યા છે કે કાયદો અમે સાંસદો કે જે સંસદમાં છે તે જ ઘડી શકે ! આ પ્રધાનો સાંસદો સહિત તેઓ જ્યાં બેઠા છે તે ડાળ કાપી રહ્યા છે તેમની કદાચ તેઓને જાણ નથી. ચૂંટાઈ ગયા બાદ પોતાની જાતને દેશના માલિક બની બેઠા હોવાની માનસિકતાથી આ તત્વો પીડાઈ રહ્યા છે.

અંતમાં સરકારમાં બેઠેલા અને અન્ય કોંગ્રેસી આગેવાનોને એક નમ્ર અપીલ જો આપ સર્વે ખરા અર્થમાં શબ્દોના અર્થ સમજતા હો તો આજનો આ આપના કહેવા મુજબ “સદભાવના દિન “ તેના ખરા અર્થમાં ઉજવવા આપ સર્વે આપનો મદ-ઘમંડ-અહમ-અહંકાર ત્યાગી અન્નાજી અને તેમની ટીમની સાથે બેસી આજે જે આમ આદમી દ્રધ્તાથી માને છે કે દેશની દિશા ભટકી ગઈ છે તેને સાચી અને યોગ્ય દિશામાં ગતિ કરતી કરવા પહેલ કરી પુરવાર કરી દો !
આમ કરવાની સત્તા ઉપર બેઠેલા અને અન્ય કોંગ્રેસીઓ ઈચ્છાશક્તિ ધરાવો છો ખરા ?

વાચક મિત્રો આપ શું માનોછો ?

Advertisements

3 comments

  1. ચાલો આપણે કોંગ્રેસને હંમેશા માટે મીટાવી દઈએ, પછી સૌથી મોટી પરેશાની એ રહેશે કે કયા પક્ષને સત્તા પર બેસાડીશુ તો આપણુ અને દેશનુ ભલુ થશે……????

    Like

  2. લેખમાં ઠેક ઠેકાણે ટાઈપીંગ ભૂલો છે – લેખ એકંદરે સારો છે. જે લોકો આવા લેખ વાંચે છે તેને કશું લાગતું વળગતું નથી, લાગે વળગે છે તે વાંચતા નથી – કારણ કે તેઓ જાણે છે કે આપે જે લખેલ છે તેના કરતા તેઓ અનેક ગણા વધારે ભ્રષ્ટ છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s