અન્નાજીનો સંદેશ—મૈં રહું ના રહું યે ક્રાન્તિકી મશાલ જલતી રહે ઈસે બુઝને ના દેના ! રાષ્ટ્રિય સંપત્તિકો નુકશાન ના હો !

અન્નાજીનો સંદેશ—મૈં રહું ના રહું યે ક્રાન્તિકી મશાલ જલતી રહે ઈસે બુઝને ના દેના ! રાષ્ટ્રિય સંપત્તિકો નુકશાન ના હો !

દેશભરમાં પ્રગટેલી આ ક્રાંતિની જ્યોતને વધુ અને વધુ પ્રજવલિત કરતા રહેવું તે યુવાઓં આપનું દેશ પ્રત્યેનું ઉત્તરદાયિત્ત્વ બની રહે છે !!! દેશના યુવાઓં ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી જંપીને નહિ બેસવા સંકલ્પ કરો !!! પરિવર્તન લાવવા કટિબધ્ધ બની આપની ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રતિબધધ્તા પુરવાર કરવાની આ અમૂલ્ય તક/મોકાનો ભરપૂર લાભ ઉઠાવો !

@ @ @ અન્નાજીએ દેશભરમાં ક્યારેય ના ઉભો થયો હોય તેવો જુવાળ ઉભો કર્યો છે. ત્યારે રખે ને આ જુવાળ જન લોકપાલ બીલ પાસ થઈ જતાં ઠરી ના જાય તે માટે સતર્ક રહેવા અનુરોધ કરું છું.આ જુવાળને દેશના અન્ય સળગતા પ્રશ્નો તરફ વાળવા અને આંદોલન/લડાઈ ચાલુ રાખવા સક્રિય અને સતત સતર્ક અને જાગૃત રહેવું પડશે.

@ @ @ મારાં મતે ખરી લડાઈ તો બાકી છે અને તે છે વિવિધ સ્તરે ફેલાયેલા ભ્રષ્ટાચાર, મોંઘવારી, સ્વીસ બેંક અને અન્ય દેશની બેંકોમાં પડી રહેલું કાળૂં નાણું, સંઘરાખોરી, ભેળસેળ અને અતિ મોંઘુ બનતુ જતું શિક્ષણ કે જે મેળવ્યા સિવાય આપના અર્થાત યુવાઓંના કોઈ સ્વપ્ના સાકાર થવા સંભવ નથી.

આ આંદોલન સાથેના મુખ્ય મુદ્દાઓ મારી દ્રષ્ટિએ નીચે પ્રમાણે ગણાવી શકાય.

*** ગોદામોમાં સડી રહેલું અનાજ ગરીબ માણસોને ઓછા ભાવે કે વિના મૂલ્યે સર્વોચ્ચ અદાલતના આદેશ પ્રમાણે વહેંચી દેવાની તાત્કાલિક શરૂઆત કરવી. માત્ર આ એક જ પગલાંથી અનાજના સંઘરાખોરોને એક સંદેશ મળી રહેશે અને ભાવો આપોઆપ નીચા આવશે !

*** તાજેતરમાં સરકારે વધારેલા પેટ્રોલ, ગેસ અને ડીઝલના અમાનુષી ભાવોમાં સંપૂર્ણ નહિ તો 50% જેટલો ઘટાડો કરવો અને ભવિષ્યમાં આજે આ ત્રણે ચીજો માટે ભાવ વધારા સાથે જ કરવેરાની રકમ પણ આપોઆપ ટકાવારીમાં વધે છે તે સીસ્ટમ નાબુદ કરી એક ચોક્કસ રકમ કાયમી ધોરણે નિશ્ચિત કરવી ! યાદ રહે ! પેટ્રોલ,ગેસ અને ડીઝલનો ભાવ વધારો એ મોંઘવારીની જન્મ દાતા માતા છે. આના ભાવ વધવાથી ચીજ-વસ્તુઓની હેરફેર અને મુસાફરી વગેરે તમામના ભાવ અનિવાર્ય રીતે નિરંકુશ વધતા રહે છે. અને સત્તધારીઓ આંખ બંધ કરી જોતા રહે છે. પીસાય છે આમ આદમી !

*** શિક્ષણ માટે બાળકોને કેજીના પ્રવેશથી જ શાળા સંચાલકો મા-બાપો પાસેથી ડોનેશનની મોટી રકમ પડાવી રહ્યા છે, ઉપરાંત ઊંચી ફી પણ ચૂકવવી પડે છે. આવા શાળા સંચાલકો ઉપર કડક પગલાં લઈ કેજીથી કોલેજના શિક્ષણ સુધી ડોનેશનની સંપૂર્ણ નાબુદી અને વ્યાજબી ફી સાથે તમામ બાળકોને પ્રવેશ મેળવવો સંભવ બનાવવો રહ્યો. આ માટે શાળા સંચાલકોને પોતાનો વહિવટ પારદર્શક બનાવવા કડક કાયદા દ્વારા અનિવાર્ય રીતે ફરજ પાડવી અત્યંત જરૂરી છે. આ કાયદાનું પાલન જે શાળા કે કોલેજોના સંચાલકો ના કરે તો કોઈ સંજોગોમાં એક લાખથી ઓછી રકમ નો તો નહિ જ, તેવો ભારે દંડ લાદવો જોઈએ અને સખ્ત કેદની સજા સાથે દંડની રકમ પણ સંચાલકોએ વ્યક્તિગત ચૂકવવાની રહે તેવી જોગવાઈ કાયદામાં કરવી રહી.

*** સંઘરાખોરો, કાળાંબજારીઆઓ, ભેળસેળ કરનારાઓ, ને પણ ભારે દંડ, એક લાખથી શરૂ કરી દસ લાખ સુધી કરવાની જોગવાઈ તેમજ આજીવન સખ્ત કેદની સજાની જોગવાઈ કરવી જોઈએ.કાળાં નાણાં ધરાવનાર, કરચોરી કરનારાઓ, પાસેથી જે રકમની કરચોરી કરી હોય તેટલી રકમ વસુલ લેવાની જોગવાઈ સાથે સખ્ત કેદ ઓછમાં ઓછા દસ વર્ષની થવી જોઈએ.

*** ખેડુતોની જમીન સંપાદન માટે ખેડૂતોને સ્વીકાર્ય હોય તેવો કાયદો ! જમીન સંપાદનમાં ઓછામાં ઓછો બજાર ભાવ તો ખેડૂતોને મળી રહેવો જ જોઈએ

*** સરકારે અતિ ધનિકો પોતાની સંપત્તિનું બીભત્સ પ્રદર્શન કરે છે તેઓને આવી પરવાનગી આપવી નહિ જોઈએ. જે શહેરમાં લાખો લોકો ઝુંપડ પટ્ટીમાં રહેતા હોય ત્યાં ભવ્યાતિભવ્ય મહેલાતો સંપત્તિનું બિભત્સ પ્રદર્શન કરી પોતાના અહમને પોષનારા આવા ધનિકોને પાઠ ભણાવવો જોઈએ.

*** એક અંદાજ મુજબ દુનિયાભરમાં વધુમાં વધુ યુવાઓંની સંખ્યા આપણાં દેશમાં છે ત્યારે તેમનું ભવિષ્ય બરબાદ ના થાય કે સ્વપ્ના સાકાર ના થાય તેવી સાઝિશ આ ભ્રષ્ટાચારીઓએ સમગ્ર સમાજમાં રચી છે અને તેને ખત્મ કરવાનો પડકાર જીલી લેવા યુવાઓંને આહ્વાન કરું છું. આ માટે સંકલ્પ બધ્ધ બનો ! નિર્ભય બનો ! અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો !

*** હાલ ચાલી રહેલા આંદોલનની સાથે જ ઉપરોક્ત જણાવેલા મુદાઓને પણ સાંકળી લેવા તે સમયની માંગ છે. તેમ છ્તાં આવનારા દિવસોમાં આ લડાઈ દિશા ના ચૂકી જાય તે તરફ લાલ બત્તી ધરવા મને આવશ્યકતા જણાય છે.

*** આવનારા દિવસોમાં ધાર્મિક તહેવારો આવી રહ્યા છે ત્યારે હે ભારત દેશના નવયુવાઓં ! આપની માન્યતા મુજબ ધાર્મિક તહેવારો જરૂર ઉજવો. પરંતુ આ વર્ષે ભ્રષ્ટાચાર, મોંઘું થતું શિક્ષણ, અનાજ, મકાન, વધતીજતી ભેળ-સેળ વગેરે તમામ નાના મોટા દુષણો સામે એક થઈ, પ્રાથમિકતા આપી આ આંદોલનને તે દિશામાં વળાંક આપવા ભરપુર પ્રયાસો કરવા અત્યંત જરૂરી છે. કોઈ સંજોગોમાં આ ઉભો થયેલો જુવાળ, ક્રોધ અને રોષ અને આક્રોશ ઠરી જઈ સમગ્ર લડાઈની કસુવાવડ થઈ જશે તો ફરીને આવો જુસ્સો પેદા થતા વર્ષો વીતી જશે અને સરકાર પોતાની તમામ તાકાત સાથે લોકો ઉપર તૂટી પડશે !

*** યાદ રાખો ! અન્નાજી પણ કહે છે કે, મંદિર કરતા હું દીન દુઃખિયા માનવીમાં ઈશ્વરના દર્શન કરું છું. મહાત્મા ગાંધીજી પણ ગરીબોને ઈશ્વર સ્વરૂપે જોતા અને તેથી જ દરિદ્રનારાયણ જેવું સંબોધન પણ કરતા.

*** ભૂલેચુકે પણ આ આંદોલન ધાર્મિક તહેવારોના ઉત્સવ પૂરતું મર્યાદિત બની ગયું તો હિમાલયન જેવડી ભૂલ થશે અને દેશના યુવા ધનને આવનારી પેઢી ક્યારે ય માફ નહિ કરે !

*** એક સુચન- ધાર્મિક ઉત્સવો માટે એકઠી થતી ધન રાશિમાંથી આ વર્ષે માત્ર 25% ઉત્સવની ઉજવણી માટે અને બાકીના 75% આ લડાઈ માટે/દીન દુઃખિયાના કલ્યાણ માટે ફાળવવા કરું છું. મારા મતે પણ ખરો ધર્મ અને ખરી ધાર્મિકતા આપણી આસ-પાસ, આપણી આજુ-બાજુ વસી રહેલા મજબુર અને લાચાર માનવીને સહાય માટે પ્રથમ પ્રાથમિકતા મળવી જોઈએ.

*** આ તબક્કે દેશના તમામ યુવાઓંને એક અન્ય સુચન કરવાની લાલચ રોકી શકતો ના હોઈ કરી રહ્યો છું. મિત્રો, આપ સૌમાં તાકાત અને શક્તિ અદભુત અને અપ્રતિમ ભરી છે. આપ ધારો તો લાત મારી ધરતીમાંથી પાણી પ્રગટ કરી શકો તેમ છો. આપ સૌની આ તાકાત અને શક્તિને લાખ લાખ વંદન. તેમ છતાં એક બાબત આપ સૌના ધ્યાન ઉપર મૂકવા જઈ રહ્યો છું. આપમાં ના કેટલાક આ તાકાત અને શક્તિનો ઉપયોગ પાન/મસાલા/ગુટકા વગેરે ખાઈ ગમે તે સ્થળે પીચકારીઓ મારી દેશમાં ગંદકી વધારી રહ્યા છે. આપ જાણતા જ હશો આમ પણ દેશમાં ગંદકી કોને કહેવાય તેવી સમજ બહુ જૂજ લોકો જ જાણે છે તો આ તબક્કે એક એવા શપથ પણ લઈએ કે અમો ભારત દેશને ગંદકી મુકત બનાવી સ્વચ્છ બનાવવા સક્રિય બની સતત પ્રયાસો કરતા રહીશું.

*** કેટલાક યુવાઓં ધુમ સીનેમા જોઈ તેની અને તેવી ઝડપે પોતાના વાહનો ટુ-કે ફોર વ્હીલર ચલાવી પોતાના સાથે અન્યોના જાન જોખમમાં મૂકે છે તો કેટલાક જાન ગુમાવે છે કે કોઈ અંગ ગુમાવી જીવન આખું અપંગતામાં ગાળતા થાય છે ઉપરાંત અનેક રાહદારીઓ સાથે પણ અકસ્માત સર્જી અકાળે મૃત્યુ બક્ષે છે કે અપંગ બનાવી દે છે. કેટલાક વગર લાયસંસે વાહન ચલાવે છે અને જો ટ્રાફિક પોલિસ અટકાવે તો લાંચ આપી પતાવટ કરે છે. આ દૂષણ પણ યુવાઓં માટે શરમ જનક ગણાવી શકાય. યુવાઓં ગંભીરતા પૂર્વક આ બંને દુષણો ઉપર વિચાર કરી યોગ્ય દિશામાં દેશના સમગ્ર યુવાધનને દોરવણી આપવા મારું આપને આહ્વાન છે.

*** ટૂંકમાં, જનલોક્પાલ મેળવવા શરૂ થયેલું આ આંદોલન/લડાઈ નિરંકુશ બનતી જતી મોંઘવારી, સંઘરાખોરી, કાળાં બજાર અને કાળૂં નાણૂં, ભેળસેળ, શિક્ષણમાં વ્યાપી રહેલી ડોનેશન અને અતિ મોંઘી ફી ની નાબુદી અને સસ્તું અને સારા શિક્ષણ અંગે સમાન નીતિ, વિષે કોઈ નિર્ણાયક અને અસરકારક સિધ્દ્ધિ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આ લડાઈ અવિરત પણે ચાલુ રાખવી અનિવાર્ય બની રહેવું જોઈએ.

*** ધારી લો કે આવનારા દિવસોમાં સરકાર સમાધાન કરવા પહેલ કરે અને લોકપાલ બીલ માટે શરૂ થયેલું આંદોલન પાછું ખેંચી લેવાની શરત સાથે સહમતિ સધાય તેવી ચાલાકી ભરી રમત સરકાર પ્રયોજે તો પણ ઉપરોક્ત મુદાઓ સાથે આંદોલન ચાલુ રાખવુ જ રહ્યું ! જો તેમ નહિ કરાય તો, બાકીના મુદાઓ વિષે ક્યારે ય, સરકાર આગળ નહિ આવે અને પરિણામે લોકોમાં હતાશા, નિરાશા અને છેતરાઈ ગયાની લાગણી અન્નાજી અને તેમની ટીમ માટે પેદા થશે, જે લાંબે ગાળે ભયંકર નુકશાન કર્તા અને ક્યારે ય ના ભૂલી કે માફ ના થઈ શકે તેવું કૃત્ય ગણવામાં આવશે.

*** સરકાર આંદોલન તોડી પાડવા ઉપરાંત અન્નાજી અને આમ જનતા વચ્ચે ગેર સમજ્ણ ફેલાય તે માટે તમામ શસ્ત્રો સામ-દામ-દંડ અને ભેદ અપનાવશે તે નિઃશંક છે. જરૂર છે લોકો સાથે સીધો સંપર્ક અને સતત સતર્કતા. સરકારની આ લડાઈ તોડી પાડવાની/ફીઝલ આઉટ કરવાની તમામ ચાલાકીઓ/રમતો ના પૂર્વાનુમાન સાથે આંદોલન આગળ લઈ જવાનું છે તે ક્યારે ય ના ભુલાય !

મને વિશ્વાસ છે કે આ પહેલાં આવું આંદોલન કે વિશાળ જનમેદની આજની યુવા પેઢીએ ક્યારે ય નહિ જોઈ હોય ! દેશના યુવાઓં આ દેશને સુપર પાવર આપની તાકાત શક્તિ અને સંકલ્પ બનાવી શકશે નહિ કે “ લાચાર અને મજબુર “ વડાપ્રધાન !

યાદ રહે આવનારા દિવસોમાં દેશનું સુકાન વંશ પરંપરાગત નહિ પણ એવા યુવાઓંના હાથમાં દેવાનું છે કે જેનામાં સરદાર પટેલની સંકલ્પ શક્તિ, દેશપ્રેમ, સ્વાભિમાન અને લોખંડી મનોબળ તમામ બાબતથી ઉપર ઉઠતી હોય ! માત્ર આકસ્મિક રીતે સત્તાધીશના ઘેર જન્મ પામેલી વ્યક્તિ અમારા માથે વડાપ્રધાન તરીકે થોકી બેસાડાય તે મંજૂર નથી/નહિ હોય !

અંતમા, દેશભરમાં પ્રગટેલી આ ક્રાંતિની જ્યોતને વધુ અને વધુ પ્રજવલિત કરતા રહેવું તે યુવાઓં આપનું દેશ પ્રત્યેનું ઉત્તરદાયિત્ત્વ બની રહે છે !!! દેશના યુવાઓં ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી જંપીને નહિ બેસવા સંકલ્પ કરો !!! પરિવર્તન લાવવા કટિબધ્ધ બની આપની ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રતિબધધ્તા પુરવાર કરવાની આ અમૂલ્ય તક/મોકાનો ભરપૂર લાભ ઉઠાવો ! અસ્તુ !

Advertisements

9 comments

 1. શુંબધાજ ભારતીઓ વંદે માતરમ ગાશે?
  http://www.akilaindia.com/daily/news_html/main30.html

  As you know that English is an international language but Gujaratis are forced to study in Hindi which is non technical and it’s script is not computer-usable simple like Gujarati. Hindi people taught us Hindi in our own school at our own expense. Why we can’t teach them a simple Gujarati script.Why not convert all Hindi school books in Gujarati script and also publish Hindi papers from Gujarat in Gujarati Script.

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  http://kenpatel.wordpress.com/

  Like

 2. પ્રિય અરવિંદભાઈ ,
  આપનાં વિચારો વાંચ્યા અને આપનાં ઘણા વિચારો સાથે અમો સહમત પણ છીએ ,અમો નવસારી ખાતે “લોક પડકાર ‘ના નામે એક વૈચારિક અખબાર ચલાવીએ છીએ ..અમો આ અખબાર મારફતે એક નવા જ વૈચારિક અભિયાન ચલાવીએ છીએ ત્યારે આપશ્રીના વિચારો થી અમો પ્રભાવિત થયા છીએ .અમો ઈચ્છીએ છીએ કે આપનાં વિચારો અમારા અખબાર મારફતે વધુમાં વધુ લોકો સુધી વિસ્તરે ..જો તમે અમારા આ કાર્ય માટે પરવાનગી આપતા હો તો અમે આપનાં લેખો આપનાં નામ અને ફોટા સાથે આમારા અખબાર માં પ્રકાશિત કરીશું …
  આભાર સહ ..
  જીતેન્દ્ર પટેલ

  Like

 3. Shri Arvindbhai,I appreciate and agree with all your views but disagree on your views on Mandir.Even Mahatma Gandhi also used to go to Birla Temple of Radha-Krishna in delhi .If you read Shlokas 1,2,3 and 4 of Adhyaya 12 of Shrimad Bhagvad Gita,Arjun asks Bhagvan Shri Krishna who is dear to Shri Krishna?The people who worship HIS Saakaar Sagun Roop or Niraakaar Roop?In reply Shri Krishna preeches Arjun that people worshiping HIS Saakaar Roop are better than Niraakaar.Like Hindus,Christians also worship the Idol (Murti) of Chirst and Mother Marry,Budhas also worship HIS murti and even Mohmaddans indirecly worship the Sqare Stone of Kaba while offering Namaz.

  Again while you critisise Hindus about their religion and temple worshiping,why dont you dare to critisise Muslims ,Christian,jews and Bhudhhists who also indulge in their respective AndhShradhhas?

  I am sorry if I offend you but I think you are open minded enough to respect views of the Majority Hindus.

  Again I must say that I like most of your views but this one…

  AnilB Bhatt

  Like

 4. અરવિંદ ભાઈ,તમારા લેખના ઘણા મુદ્દાઓ સમયસરના છે.તમે ઘણા મુદ્દાઓ
  આવરી લીધા છે,આશા છે કે વાંચકો તેમની રીતે તેમના વર્તુળોમાં પ્રસારે.
  “ભારત દેશનું યુવાધન કટોકટી અને સંકટની પરિસ્થિતિમાંથી પસ્સાર થઇ રહ્યું છે;
  ત્યારે આવા લેખો તેમને પ્રેરણારૂપી છે,જયારે ઉચ્ચશિક્ષણ ફક્ત ગણતરીના લોકોજ
  મેળવી શકે અને ઉંચનીચના ભેદ ને લીધે કહેવાતી પછાત કોમોના યુવાનોને તેમની
  લાયકાત નહિ પણ ‘પછાત કોમની’ ઓળખને લીધે તેમની અભ્યાસની લાયકાત વિના
  કોલેજો,યુનિવરસીટીઓમાં ‘એડમીશન’ મળી જાય,ને લાયકાત ધરાવતો વિદ્યાર્થી
  રખડી પડે આવો ભેદ કેમ? વર્ષોથી પછાત કોમોની કોંગ્રેસીઓએ કદમ્પોશી અને ચામ્પલુંશી
  ફક્ત ‘મતબેંક’ વધારવાજ કરી,આજે તે પછાત,દલિત અને આદિવાસીઓનું જીવન
  કંઈ સુખી કે સાધન સંપન નથી થયું,અપવાદ રૂપે થોડું છે પણ તેતો દરિયામાં ‘ટીપા’ જેવું
  ગણી શકાય,તેને બદલે કોન્ગ્રેસ્સના રાજકાણીઓ અને તેમની કદમ્પોશી કરતા
  લુચ્ચા,ખંધા અમલદારોના ઘર ભરાઈ ગયા છે,તેમના સંતાનો લાયકાત વિના
  લાગવગથી સારી સરકારી નોકરીઓમાં આજે તેમના બાપ જેવા લાંચિયા થઈને
  તેમનો વારસો જાળવી રહ્યા છે ને રાજકારણીઓના બેટાબેટીઓ ‘લીડર’ બની બેઠા છે,
  નથી તેમને કોઈ દેશના આર્થિક કે સામાજિક પ્રશ્નોની સૂઝ પણ ‘બાપ લીડર’ હતા એટલે
  દીકરા-દીકરીઓને વરસો મળી ગયો!!
  આવીજ રીતે દેશના દરેક પ્રાંત અને ક્ષેત્રમાં લાગવગ અને લાંચની છેલ્લા 60વર્ષથી
  ‘વાટ’ લાગી ગયી છે,આ અગ્નિ ક્યારેકતો ભભૂકી ઉઠવાનો હતો વચ્ચેવચ્ચે બેએક વાર
  તો ભભૂકેલો પણ પાછો ઠરી ગયો ને લોકોને કોઠે પડી ગયું છે કે ‘આવું તો ચાલ્યા કરે!!’
  હવે જોવાનું છે કે આ ભરેલો અગ્નિ ‘લુચ્ચા,ખંધા,નપાવટ,નાલાયક(વિશેષણો કેટલા
  આપવા?) અમલદારો,વેપારીઓ,ઉદ્યોગપતિઓ અને ગેંડાની ચામડી ધરાવતા રાજકારણીઓ
  ને આ ‘અન્ના હઝારે’ની હાકલ કેટલી લડત આપશે,હતાશા ને નિરાશા તો લોકોમાં ત્યારે આવશે કે
  આટલું આટલું કાર્ય કર્યા પછી તેનું જો પરિણામ મીંડામાં પુરવાર થશે ત્યારે. અન્ના હઝારેએ
  તેમના સંદેશમાં ભારતની યુવાન પ્રજાને ઘણું કીધું છે,હવે યુવાનપ્રજા આ સંદેશો કેટલી
  ગંભીરતાથી લ્યે છે તે જોવાનું રહ્યું.
  જો લાંચરુશ્વત,લાગવગ અને પછાતકોમોની વિના લાયકાતે બઢતી આ બધી બદીઓ
  દુર કરવા યોગ્ય પગલાં લેવાનું શરુ થશે તો આપોઆપ ઘણા સારાં પરિણામો આવતા રહેશે
  અને પીસાતી ને કચડાયેલી ગરીબ પ્રજાનું જીવન ધોરણ સુધરશે તો દેશની આબાદી
  ધીમેધીમે ગામડાઓમાં અને શહેરના પછાત વિસ્તારોમાં નજરે પાડવા માંડશે.
  સાથે સાથે ન્યાય,શિસ્ત અને કાયદા કાનૂનની પાબંધી માટે પણ આકરાં નિર્ણયો લેવા પડશે.
  આ બધું ત્યારેજ શક્ય છે જો ‘જન લોકપાલ’ બીલ ભારતની સંસદમાંથી કાયદો બનીને આવે.

  Like

 5. તમારું આ વર્ત્માનપત્ર જેવુ કવરેજ અને દેશદાઝ ધરાવતા વ્યક્તિ જેવુ બોલવું બન્ને ગમે છે હું વાંચું છું ચર્ચા નથી કરતો એટલુંજ…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s