અન્નાજીનું લોક આંદોલન VIS-a- VIS લોકોનો પ્રતિભાવ/આક્રોશ, —-આ બાલીશ સરકારના આંદોલન કચડી નાખવાના પ્રયાસો સામે !!!

અન્નાજીનું લોક આંદોલન VIS-a- VIS લોકોનો પ્રતિભાવ/આક્રોશ, —-આ બાલીશ સરકારના આંદોલન કચડી નાખવાના પ્રયાસો સામે !!!

*** જે રીતે અન્ના 16 ઓગસ્ટના બપોર બાદ રાજઘાટ ઉપરની પ્રાર્થના પૂરી કરી ઉઠ્યા અને આમ જન સમુદાયના ઘેરામાં વિંટળાઈ સાથે ચાલ્યા તેવું સત્તા ઉપર રહેલા કોંગ્રેસી પ્રધાનોમાંનો એક પણ પ્રધાન એની માનો પુત હોય તો સીક્યુરીટી વગર કરી દેખાડે ! યાદ રહે આમ જનતા હાલના તમામ સત્તાધીશ રાજકારણીઓ ને અંતરથી ધિક્કારી રહી છે !

*** અન્ના અને તેમના સાથીદારોને સંસદની ચૂંટણી લડાવા આહ્વાન કરનારા કોંગ્રેસના પ્રવકતાઓ ને આપે બેસાડેલા વડાપ્રધાનને કે પ્રણવબાબા કે ચિદમ્બરમને દિલ્હીમાથી સંસદમાં મોકલી આપવા આમઆદમીનો પડકાર છે. અરે સોનીયા કે રાહુલને પણ દિલહીમાંથી ચૂંટી કાઢી સાસદ બનાવો તો ભડવીર સાચા

*** અન્નાજીના ભ્રષ્ટાચાર સામેની લડતમાં ઢ્ળતી અને થોડી નાદુરસ્ત તબિયતને કારણે પહેલ કરી સક્રિય બનવાની કે જોડાવાની અતિ ઈચ્છા હોવા છતાં જોડાઈ ના શકાયું તેનું ઉંડુ દુઃખ અનુભવુ છું. તેમ છતાં 15 ઓગસ્ટના રાત્રે 8 થી 9 લાઈટો બંધ રાખેલી તેમ જ આજે અન્નાજી સાથે પ્રતિક ઉપવાસ પણ રાખેલો છે. એક નમ્ર સુચન છે…રોજ રાત્રે નવ વાગ્યા બાદ 10 – 15 મિનિટ માટે ઘંટ્નાદ/થાળી પણ પીટી શકાય નો આદેશ આપવા અપીલ ! અને મને વિશ્વાસ છે કે દેશભરના તમામ લોકો ઘંટનાદના આદેશનો જબર જસ્ત પ્રતિભાવ આપશે અને તે માત્ર આપણાં દેશ પૂરતો મર્યાદિત નહિ રહેતા સમગ્ર દુનિયાના લોકો સાંભળશે !

*** આખરે લબાડ સરકારને આ આંદોલન સામે એક પછી એક ભૂલ કર્યાનો અહેસાસ થયો તે સારી વાત છે. છતાં કોંગ્રેસે જો પોતાની રહી સહી આબરૂ પણ લોકો સમક્ષ જાળવવી હોય તો 1.દિગ્વિજયનો બફાટ બંધ કરાવવો રહ્યો. 2 મિતેસ તિવારી જેવા અણઘડને પ્રવક્તા તરીકે રુખસદ આપવી જોઈએ, 3 ચીદમબરને સતત યાદ રહેવું જોઈએ કે તે દેશના ગ્રહ પ્રધાન છે ત્યારે જવાબદારી સાથે જવાબો આપવા જોઈએ. આ દેશનો ગૃહ પ્રધાન કેમ કહી શકે કે અન્ના કયાં છે તે મને ખબર નથી. પોલીસને પૂછો ! અને જો કોઈ સંજોગોમાં આ જવાબમાં 1% પણ સત્ય હોય તો કાં તો તેણે જમનામાં ડૂબે મરવું જોઈએ અથવા તેમને સ્થાન ભ્રષ્ટ કરવા જોઈએ. 4. અંબીકા સોનીને સમજાઈ જવું જોઈએ કે એક દિવસ નહિ પણ 30 દિવસ રજા લઈને કોઈ કર્મચારી આ આંદોલનમાં ભાગ લે તો નોકરીમાંથી બરતરફ કરવાની તમારી નમાલી સરકારમાં હેસિયત કે શક્તિ છે ?

*** આજે પણ અનેક પ્રધાન મંડળમાં સ્થાન ધરાવનારા સહિત ઉચ્ચ અધીકારીઓ અને નાના કર્મચારીઓ પણ ઓફિસમાં હાજર રહી ને પણ કોઈ કામ ભ્રષ્ટાચાર વગર કરતા નથી તેઓની સામે તાકાત દેખાડવાનો કે કામ કરતા કરવાનો પડકાર જીલી શકવાની તમારમાં ક્ષમતા છે ખરી ? 5. કપિલ સીબ્બલ પોતાની જાતને અતિ કાબેલ અને હોશિયાર માની રહ્યા છે તેમને હું પડકાર કરું છું કે જો તાકાત હોય તો તેમના મતદાર વિસ્તારમાં સીકયોરીટી વગર એક્લા જરા ફરી જુએ ! 6. એક અન્ય કોંગ્રેસીએ કાલે એમ કહ્યું કે આ આંદોલન પાછળ અમેરીકા છે આ ઘર ભાંગનાર તત્ત્વોને પણ કોંગ્રેસે ઓળખી લેવા જોઈએ.

*** સારી દુનિયા જાણે છે કે અમેરીકા સાથે ક્યારે ય નહિ હતા તેવા સંબંધો કોંગ્રેસ આજે ધરાવે છે. ન્યુ ક્લીયર બીલ પાસ કરાવવા વડાપ્રધાન સહિત કોંગ્રેસે ટેકો ગુમાવી સરકાર પડી જાય તેવી હાલત થતાં મુલાયમ અને અમરસિંહના પાટલુનમાં હાથ નાખી ટેકો મેળવેલો જે લોકો ભૂલ્યા નથી. તાજેતરેની અમેરીકાના વિદેશ પ્રધાન હીલેરી કલીન્ટનની મુલાકાતે રીટેલ વેપારમાં મલ્ટી નેશનલ કંપનીઓને પરવાનગી આપવાની વાત આ સરકાર પાસે કબૂલ કરાવી ગયા તે પણ લોકો જાણે છે.

*** ગુજરાતીમાં એક કહેવત છે કે “ઘર ફૂટે ઘર જાય” એવું જ કંઈક કોંગ્રેસના કેટલાક સરકારમાં પ્રધાન તરીકે પણ બેઠેલા તત્ત્વો કે જે અસંતુષ્ટ ગણી શકય અને વડાપ્રધાનના આકાંક્ષી પણ ! આ તત્વો અંદર રહી કોંગ્રેસની ઘોર ખોદી રહયા છે. જેમાં મારા મતે પ્રણવદા. ચિદમ્બરમ , દિગ્વિજયસિહ , કપિલ સીબ્બલ, તિવારી વગેરેને મુખ્ય ગણી શકાય ! સમગ્ર દેશના લોકો હવે માત્ર જાણતા જ નહિ પણ માનતા થઈ ગયા છે કે વડાપ્રધાનનું આ તત્વો પાસે પાંચિયું પણ ઉપજતું નથી. વડાપ્રધાન તરીકે જ્યારે કહેલું કે હું લાચાર છું કે મજબુર છું. આ સંદર્ભે કોઈ અરજદાર પોતાની ન્યાયી અને વ્યાજબી બાબત અંગે જીલ્લા કલેક્ટર અથવા કોઈ પણ સરકારી/અર્ધ સરકારી/બેંક નગરપાલિકાના અધિકારીને મળે અને જો તે પણ આવો જ જવાબ આપી શકે કે હું લાચાર છું કે મજબુર છું તેવો સંદેશો/સંકેત જાણ્યે.અજાણ્યે ( ? ) વડાપ્રધાને લોકોને અને નોકરીયાત વર્ગને આપ્યો છે અને લોકોને આવો જવાબ મળે તો નિસહાય બની સહન જ કરવાનું રહે છે.

*** ફરી એક વાર આ સરકાર અન્ના આંદ્દોલન સાથે કેમ કામ પાર પાડવું તેમાં બાળક બુધ્ધિથી કામ લેવાયું હોય તેમ સ્પષ્ટ જણાય છે.અને તેનું કારણ માહ્યલા દ્વારા જ કોંગ્રેસની કબર ખોદવામાં આવી રહી છે અને જો આ તત્વોને ‌( મેં મારા મત પ્રમાણે ઉપર નામો જણાવેલા છે ) આ સંદર્ભે ઓળખી જો વહેલા તડીપાર કરી અન્ય જોઈ સુકાન નહિ સંભાળી લે તો આવનારા સમયમાં “અમુલબેબી” અર્થાત રાહુલ ક્યારે ય વડાપ્રધાન બની નહિ શકે તેવું દિવાલ ઉપર લખાયેલું સ્પષ્ટ વંચાય છે.

***છેલ્લા સમાચારો પ્રમાણે, આખરે આ બાલીશ સરકારે અન્નાના ઉપવાસ આંદોલન માટે દિલ્હીનું રામલીલા મેદાનમાં ચાલુરાખવા 15 દિવસ સુધીની પરવાનગી આપી દીધી છે અને બાદમાં જો જરૂર જણાશે તો આ પરવાનગી લંબાવી પણ શકાશે ! સંભવ છે કે આજ સાંજ સુધીમાં અન્નાજી રામલીલા મેદાનમાં પહોંચશે. વાસ્તવમાં મારા મતે સરકારે પ્રથમથી જ અનિશ્ચિત મુદત માટે મેદાન ફાળવી દેવાની જાહેરાત કરવાની જરૂર હતી. એક વાત મારી સમજમાંઆવતી નથી કે આ સરકારમાં બેઠેલા કહેવાતા પ્રબુધ્ધ પ્રધાનો નાની વાત પણ કેમ સમજતા નહિ હોય કે કોઈ આંદોલન સફળ થાય કે નિષ્ફળ જાય તે અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેતું નથી. કે પછી ઓશો કહેતા તેમ માણસની જેવી અને જેટલી બૂધ્ધિની કક્ષા તેવી જ અને તેટલી જ કક્ષાની ભૂલો કરે !

*** અંતમા, આવો સૌ દેશ પ્રેમીઓ આપણે આપણી એકતાની તાકાત અન્નાજીના આંદોલન સાથે જોડી સફળ બનાવીએ અને ભ્રષ્ટાચારીઓને તેમનુ સાચુ સ્થાન બતાવી આપીએ ! આમા તો તિહાદ જેલ નિશ્ચિતથઈ ચૂકયું છે તેમ છતાં આ લોકોની સંખ્યા જોતા કદાચ તમામ રાજ્યોમાં તિહાદ જેલો ઉભી કરવાની આવશ્યકતા નકારી ના શકાય ! આપ સૌ શું કહો છો ?

3 comments

  1. Hello Arvindbhai,

    ભ્રષ્ટાચાર અને ચર્ચાના વિડીઓ વિષે અહી ક્લિક કરો.

    http://www.transparency.org/policy_research/surveys_indices/cp2010/i/results

    http://www.ndtv.com/video/player/we-the-people/fasting-for-change-satyagraha-or-theatre/207944

    http://www.ndtv.com/video/player/the-buck-stops-here/anna-s-campaign-india-interrupted/208274

    http://timesofindia.indiatimes.com/videos/news/Varun-Gandhi-to-present-Annas-Lokpal-Bill-in-LS/videoshow/9649783.cms

    http://ibnlive.in.com/news/narendra-modis-open-letter-to-anna-hazare/148924-53.html

    જ્યાં સુધી પ્રજામાં જાગૃતિ નહિ આવે,કાયદા નહી જાણે અને સામેથીજ ખોટું કરવા માટે અથવા કામ જલ્દી પતાવવા માટે લાંચ આપશે અને સરકારને અથવા સામાજિક ભ્રષ્ટાચાર વિરોધ સમિતિને આ બાબતમાં ફરિયાદ નહિ કરે ત્યાં સુધી ભ્રષ્ટાચાર ચાલુ રહેશે.આશા છે કે અન્નાજીના આ અંદોલન ઉપરથી લોકો આ બાબતમાં વિચારશીલ બનશે અને ભ્રષ્ટાચાર સામે પ્રતિકાર આપશે.સમાચાર પેપરમાં એક વિભાગ આજના ભ્રષ્ટાચાર પ્રત્યુતરો માટે હોવો જરૂરી છે.

    http://kenpatel.wordpress.com/

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.

    Like

  2. Shri Arvindbhai, I liked your article on Annaji. I am with Anna and people like him,Where Ramdev miserably failed(because he is wrong and timid),Anna has succeeded because his thoughts,speeches and actions are ONE.Police is going to videograph at Ramlila Maidan,I am afraid some of the congress workers disguised in Anna Hazare Topi may sotne through at police to blame Anna and to give excuse to Congress to fulfill their desired ulterior motives…because now the desperate Congress can stoop to the lowest level.I hate Speechless Manmohan,oversmart Manish Tiwari,Joker Kapil Sibbal,Digvijaysinh,
    Rahul baby and his mother-sister and ofcource Pranav-Chidambaram .BJP is also playing the role of weak opposition.I praise the outbursts from teen agers and young ones who have come out fully in support of Annaji..Anil Bhatt

    Like

  3. આદરણીય શ્રી અરવિંદ કાકા,
    સામાન્ય માનવના મનમાં ઉદ્ભવતા દરેક સવાલોને આપે મુદ્દાસર
    વર્ણવી જવાબ આપ્યા છે.હમણાં અન્નાજીની ધરપકડ પછી જયારે
    કોગ્રેસ તરફથી પ્રેસ કોન્ફ્રેન્સ થી તમાં અહીના (અમેરિકા) રાત્રે બે
    વાગે મને તો સાંઢીયો (સિબ્બલ) વાંદરો (ચિદમ્બરમ ) અને બિલાડી
    (અબીકા સોની) ની ત્રિપુટી દેખાઈ હતી અને મન ઘડ્ન્ત નિવેદન
    કરી જવાબો આપી રહી હતી.
    સમાજ ઘડતરના આપના લેખો અડીખમ વહેતા રહે …નમસ્તે

    Like

Leave a comment