સરકાર કે કોંગ્રેસ પ્રવર્તમાન આંદોલન પાછળનો લોકોનો રોષ/આક્રોષ સમજવા સક્ષઁમ છે ખરી ?

સરકાર કે કોંગ્રેસ પ્રવર્તમાન આંદોલન પાછળનો લોકોનો રોષ/આક્રોષ સમજવા સક્ષઁમ છે ખરી ?

સરકારે એ પણ સમજવું જોઈએ કે આ આંદોલન માત્ર જનલોક્પાલ મેળવવા પૂરતું મર્યાદિત નથી. આમ આદમીનો આક્રોષ અને ગુસ્સો સરકારની બેહુદી અને બેજવાબદારી ભરેલી નીતિ-રીતિઓ જેવી કે મોઘવારી માટે દેશના વડાપ્રધાન, નાણાં પ્રધાન અને અન્ન પ્રધાન શરદ પવાર જેવા, એવા બેહુદા નિવેદનો કરે છે, વારંવાર કરતા રહે છે કે અમારી પાસે જાદુઈ છ્ડી નથી તો મને પૂછવા દો કે ચાબૂક છે કે નહિ ? અને તમો સૌ તો સત્તા ઉપર બેઠેલા છો એક વાર, અરે ! માત્ર એક વાર ચાબુક વીંઝવાની રાજકીય ઈચ્છા પ્રદર્શિત કરી જુઓ ! પણ હવે લોકો સમજી ચૂકયા છે કે કોઈ સત્તાધીશોમાં રાજકીય ઈચ્છા શક્તિ જીવતી નથી.

દેશની સર્વોચ્ચ અદાલત આદેશ આપે કે સડી રહેલું અનાજ ગરીબો ને કાંતો મફત અથવા સસ્તા ભાવે વહેંચી દો ત્યારે વડાપ્રધાન ઉચ્ચારે કે જ્યુડિસીયરીએ વહિવટ વિષે આદેશ નહિ આપવા જોઈએ. આ વિધાનો સંઘરાખોરો અને ભેળસેળીયા અને કાળાબજારીયાઓને શું સંદેશ/સંકેત આપશે તે ના સમજી શકે તેટલા દેશના ઉચ્ચ સ્થાને બેઠેલા છે તે કાં તો ના-સમજ અથવા અપરીપક્વ છે અથવા તેઓ સમજી વિચારી આવા ઉચ્ચારણો કરી જે તે લોકોને હૈયાધારણ આપે છે કે મુઝાશો નહિ અમે તમારી સાથે જ છીએ. અમે કાયમ આમ લોકોને ટીંગાડેલું ગાજર દેખાડતા રહેશું તમે તમારે આમ લોકોનું ભરપૂર શોષણ કરતા રહો આપ આગે બઢો હુમ તુમારે સાથ હે ! શરદ પવારતો જાણીતા છે આવા બધા વહિવટ માટે !

આ ઉપરાંત સ્વીસ બેંકમાં પડેલું કાળું નાણૂં અને દેશમાં રહેલું કાળું નાણું પણ યક્ષ પ્રશ્ન છે. હવે જાણવા પ્રમાણે આ સઅરકાર રૂ!. 1000/ નો સિકકો બહાર પાડવાની છે જે કાળૂં નાણું સંગ્રહ કરનારને વધારે સવલ પૂરી પાડશે ! આ વિષે પણ ગંભીરતાથી વિચારવું જોઈએ !

શું કર્યું મુબઈના આતંકવાદી હુમલા પછી ? આજ સુધી કોઈ પકડાયું ? ક્યાં સુધી લોકોએ વિના વાંકે આ રીતે ભોગ બનતા રહેવાનું/સહન કરવાનું ? અને પોતાના સ્વજનોના અકાળ મૃત્યુ જોયા કરવાના ?

આપ સર્વે મોટે ભાગે અવાર નવાર અમેરીકા પ્રવાસે જતા રહો છો ત્યાં છેલ્લા 10 વર્ષ થયા કેમ એક પણ આતંકવાદી હુમલો થયો નથી ? અરે ! પેલા બીન લાદનજી ( દિગ્વિજયસિંહનું સંબાધન ) ને પાકિસ્તાનમાં જઈ ઠાર કર્યો ત્યારે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન પાટિલ જેલમાં જઈ કસાબજીના ક્ષેમ કુશળ પૂછે છે. દિગુભા કહે છે કે આપણાં દેશ કરતા પાકિસ્તાનમાં વધુ હુમલા થાય છે. તો પેલો અમૂલ બેબી કહે છે કે તમામ આતંકવાદી હુમલા રોકી ના શકાય અને અમેરીકામાં પણ હુમલા થયા કરે છે. (વાસ્તવમાં 10 વર્ષ થયા એક પણ હુમલો થયો નથી.) આ બેબી, મહારાષ્ટ્રના પાટિલ તથા દિગુભા જો મૂંગા મરે ને તો પણ દેશની અને કોંગ્રેસની પણ મોટી સેવા થઈ ગણાશે. અથવા આમ આદમી તો સમજે કે આવા નિવેદનો કરનારને સોનિયાજીની માત્ર સુચના નહિ આશીર્વાદ પણ છે. અરે પેલો અફ્ઝલ સંસદ ઉપરના હુમલામાં નિશાન ચૂકી ગયેલો તે હજુ ફાંસીએ લટક્યો નથી કારણ સત્તાધીશોના આશીર્વાદ છે અને આ આશીર્વાદ હોવાનું કારણ તેની નિશાન ચૂક જ છે જો નિશાન ચૂક ના હોત તો આજે સંસદમાં બેઠેલા મોટા ભાગના ભગવાનના દરબારમાં જુબાનીઓ આપતા હોત અથવા ત્યાં લટકાવાઈ ગયા હોત !

આ ઉપરાંત જમીન સંપાદનમાં જે લાલીયાવાડી ચલાવી ખેડૂતોને જમીન વિહોણા કરી ઉધ્યોગપતિઓને વિકાસને નામે લ્હાણી કરી જે ભાગ-બટાઈ આ સતાધારીઓ કરી રહ્યા છે તે પણ હવે લોકો જાણી ચૂક્યા છે

આ અને આવા નાના મોટા કામો સરકારી અધિકારીઓ પાસેથી નિપટાવવા રોજ બ રોજ લાંચ-રુશ્વત આમ જનતાને પીડી રહી છે તેનો રોષ પણ છે આ નાના અધિકારીઓ ભ્રષ્ટાચાર એટલે કરી શકે છે કે આ ગંગોત્રી ઉપરથી નીચે ઉતરે છે. અને નાના કર્મચારીઓ આ માટે દંડાતા પણ રહે છે. જેલમાં કે નોકરી ગુમાવતા રહે છે. ઉપર બેઠેલા મગર મચ્છો લહેર કરે છે. જેલમાં જાય તો પણ તમામ સવલતો ભોગવતા રહે છે. આવા સજા પામેલાઉચ્ચ અધિકારીઓ રાજકારણીઓને સખત કેદની સજા થવી જ જોઈએ અને દેશને થયેલું નુકશાન તેમની મિલક્તો જપ્ત કરી વસુલવી જોઈએ.

આ અને આસિવાય બીજા નાના-મોટા અનેક જનતાના પ્રશ્નો આ આંદોલનની પાછળ છે તે જો સત્તાધીશો સત્તાના મદમાં કે ઘમંડમાં નજર અંદાજ કરશે તો કદાચ કોંગ્રેસ કે સરકારને ઈશ્વરપણ નહિ બચાવી શકે તેવું આજના હાલ-હવાલ/ઉભું થયેલો જુવાળ ઠોકી ઠોકી કહી રહ્યો હોય તેમ જણાય છે.

Advertisements

3 comments

 1. ગુજરાતમાં મુખ્યમંત્રી પ્રજા માનનીય અને કાબેલ છે તેમ છતાં કેટ કેટલી જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલેછે તેની નોધ લેશો.શું ગુજરાત રાજ્ય સેન્ટ્રલ સરકારની મદદ સિવાય પોતાના કાયદા આ બાબતમાં કડક ન બનાવી શકે ?

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ
  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.

  http://kenpatel.wordpress.com/

  Like

 2. ઘણી જ સરસ પોસ્ટ મૂકી છે.

  હવે જ્યાં સુધી ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રજાનો આ રોષ ન શમે તો એ એક ઐતિહાસિક ઘટના થઇ જશે. જોકે ઘણી બધી સંભાવનાઓ રહેલી છે. બસ હવે તો એવી જ આશા છે કે અન્ના હજારે એ જે આંદોલન ઉપાડ્યું છે તે પર ઉતરે.

  આભાર.

  Like

 3. સરકાર અન્ર કોંગ્રે, બન્ને, લોકોનો રોષ સમજવામાં નિષ્ફળ રહ્યાં છે, એમાં શંકા નથી. મને લાગે છે કે બાબા રામદેવ સાથે જે થયું તે વખતે જનતામાં બહુ ઉહપોહ ન થયો. આથી સરકારે અણ્ણા હઝારે અને રામદેવને સરખા માની લીધા, અથવા ધાર્યું કે જનતા એમને સરખા માને છે.
  પરંતુ, ભ્રષ્ટાચારનો મુદ્દો બધા રાજકારણીઓ અને ઉચ્ચ પદાધિકારીઓ માટે છે; એકલી કોંગ્રેસનો નહીં. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s