“ ગંદા હૈ પર ધંધા હૈ યે…’ “

“ ગંદા હૈ પર ધંધા હૈ યે…’ “

આપણા મહાન ભારત દેશના ૧૨૫ કરોડ નાગરિકોની જિંદગી સાથે ત્રણ વસ્તુઓ સજ્જડ રીતે જોડાઇ ગઇ છે: બોલિવૂડ, ક્રિકેટ અને ગંદકી. આ નામની ત્રણ ચીજો મારા, તમારા, આપણા બધાનાં લોહીમાં ભળી ગઇ છે. આ ત્રણ છે તો આપણે છીએ અને આપણે છીએ એટલે જ આ ત્રણ છે. બોલિવૂડ તરફ આપણને અભૂતપૂર્વ લગાવ છે. ક્રિકેટ એ આપણું ગાંડપણ છે. જ્યારે ગંદકી એ તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે.

ગંદકીનું આપણને બધાને ગેબી આકર્ષણ છે. કોઇ પણ ચોખ્ખી જગ્યા દેખાય તો એને ગંદી-ગોબરી બનાવી નાખવાનું આપણને ઝનૂન ઉપડે છે. ચોખ્ખી-ચણાક વસ્તુ કે જગ્યાને આપણે વ્યક્તિગત અપમાન તરીકે જોઇએ છીએ. સાબિતીરૂપે ફ્લેટ કે કોમ્પ્લેકસની સીડીની દીવાલો જોઇ લો.

જ્યાં પવિત્રતાની સૌથી વધારે અપેક્ષા હોય તેવાં ધાર્મિક સ્થળો તો આપણે ત્યાં સૌથી વધુ ગંદા હોય છે. આપણા માટે આપણો આખો દેશ ‘જાહેર શૌચાલય’ છે. આપણે મનફાવે ત્યાં- મનફાવે ત્યારે ‘હળવા થવા’ ધસી જઇએ છીએ. જાહેર રસ્તા પરના દરેક ખૂણા- દરેક ઝાડ પાછળ આપણા કરેલાં કર્મોની સાબિતી આંખે અને નાકે ઊડીને વળગતી હોય છે.

અમદાવાદના કમિશનર સાહેબે જોરદાર જાહેરાત કરી: ‘હવેથી શહેરમાં કચરાના ઢગલા જોવા નહીં મળે. જે વિસ્તારમાં કચરાના ઢગલા પડેલા દેખાશે ત્યાંના સફાઇ અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.’ વાહ! વાહ! ક્યા બાત હૈ! સરકારી અધિકારી, ફરજ બજાવવામાં ચૂક કરે તો એની સામે કડક કાર્યવાહી થશે?! આ કલ્પના કેટલી અદભૂત છે નહીં? અને એમાંયે સફાઇના કામની દેખરેખ રાખનારા અધિકારી સામે પગલાં લેવાશે એ વાત તો માન્યામાં જ નથી આવતી. આપણા આ ‘ગંદકીપ્રધાન’ દેશમાં ‘કચરાપ્રેમી’ પ્રજા વસે છે, ત્યાં આવી બધી વાતો માત્ર બોલવા-સાંભળવામાં જ સારી લાગે છે.

બાકી કચરાનું સાફ થવું આપણે ત્યાં શક્ય જ નથી. આપણા મહાન ભારત દેશના ૧૨૫ કરોડ નાગરિકોની જિંદગી સાથે ત્રણ વસ્તુઓ સજ્જડ રીતે જોડાઇ ગઇ છે: બોલિવૂડ, ક્રિકેટ અને ગંદકી. આ નામની ત્રણ ચીજો મારા, તમારા, આપણા બધાનાં લોહીમાં ભળી ગઇ છે. આ ત્રણ છે તો આપણે છીએ અને આપણે છીએ એટલે જ આ ત્રણ છે. બોલિવૂડ તરફ આપણને અભૂતપૂર્વ લગાવ છે. ક્રિકેટ એ આપણું ગાંડપણ છે. જ્યારે ગંદકી એ તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. ગંદકી પેદા કરવી, ગંદકી જાળવી રાખવી અને ગંદકીમાં સતત વધારો કર્યા કરવો એ આપણી ધાર્મિક ફરજ છે. ગંદકી પ્રત્યે સૂગ, અણગમો કે ગુસ્સો ના રાખવો તેમજ ગંદકી તરફ નિર્લેપ ભાવ રાખી, તેને સહન કર્યા કરવી એ આપણી પેટા ફરજો છે.

ગંદકીનું આપણને બધાને ગેબી આકર્ષણ છે. કોઇ પણ ચોખ્ખી જગ્યા દેખાય તો એને ગંદી-ગોબરી બનાવી નાખવાનું આપણને ઝનૂન ઉપડે છે. ચોખ્ખી-ચણાક વસ્તુ કે જગ્યાને આપણે વ્યક્તિગત અપમાન તરીકે જોઇએ છીએ. સાબિતીરૂપે ફ્લેટ કે કોમ્પ્લેકસની સીડીની દીવાલો જોઇ લો. એ જગ્યાને ગમે તેટલી વાર ચોખ્ખી કરાવો-ધોવડાવો-રંગાવો પણ થોડા જ વખતમાં ત્યાં પાન-મસાલાની પિચકારીનાં ‘ભીંતચિત્રો’ દોરાઇ જ ગયાં હશે. ભગવાનના ફોટાવાળી ટાઇલ્સો ચોંટાડી એ જગ્યાને ચોખ્ખી રાખવાના પ્રયત્નો પણ નિષ્ફળ જાય છે કેમ કે, થૂંકીને ગંદકી કરવી એને આપણે સૌથી મોટો ધર્મ ગણીએ છીએ.
રસ્તા પર કચરો ફેંકવો એને તો આપણે શ્વાસ લેવા જેવી સહજ ઘટના ગણીએ છીએ. નાસ્તા કરી તેના પડીકાં રસ્તે ફેંકવા, ચા પીને એના પ્લાસ્ટિકના કપ ફેંકી દેવા, કેળાની છાલ મન પડે ત્યાં ફંગોળી દેવી, ચાલુ વાહને-પાન ખાઇ, આજુબાજુવાળાની પરવા કર્યા વગર કોગળા જેવું થૂંકવું આવું બધું તો આપણે રોજે કરીએ છીએ. પોતાના ઘરનો-ઓફિસનો-બિલ્ડિંગનો કચરો રસ્તે ઢોળી-ફંગોળી દેવો એ તો આપણો બંધારણીય હક્ક છે.

કેટલાક મકાનોમાં તો ઉપરના માળેથી એંઠવાડ નીચે ફેંકવો એ ‘કબીલાનો ઉસૂલ’ છે. નીચે રહેનારા કે નીચેથી પસાર થનારા પર ‘કચરાનો વરસાદ’ વરસે અને એ એના ‘રંગમાં રંગાઇ જાય’ ત્યારે ફરિયાદ કરવી વ્યર્થ બની જાય છે. ઉપરથી કચરો ફેંકનારાનાં બ્રહ્નવાક્યો હોય છે કે ‘તો અમે કચરો ક્યાં ફેંકીએ? કચરો તો ઉપરથી ફેંકાશે જ. થાય એ કરી લો.’ ફેંકાયેલા કચરાથી કેવી રીતે બચવું એ કળા આપણે જાતે જ શીખવી પડે છે. પરંતુ એના ‘ક્લાસ’ ક્યાંયે ચાલતા નથી.

જાહેર સ્થળોમાં ‘ગંદકીના ગંજ’ ખડકી દેવાની આપણને જબરજસ્ત ફાવટ છે. બાગ-બગીચા હોય, ધાર્મિક સ્થળ હોય, મોટો મેળો-મેળાવડો કે સંમેલન હોય, સરઘસ-રેલી કે યાત્રા નીકળી હોય, બસ સ્ટેન્ડ કે રેલ્વે સ્ટેશન હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે બસ કે ટ્રેન હોય- કોઇ પણ જગ્યાને આપણે કચરાથી ભરી દઇએ છીએ. આવી જગ્યાઓની ગમે તેટલી સફાઇ કરવામાં આવે પણ આપણે ત્યાં હાજરી પૂરાવીને પ્લાસ્ટિકની કોથળીઓ, ચા-પાણીના ડિસ્પોઝેબલ ગ્લાસ, ખાણી-પીણીનાં પડીકાં-પાઉચ, ગુટખાનાં પાઉચ, વધેલો નાસ્તો વગેરે વગેરે ચીજો ત્યાં આપણી યાદગીરી સ્વરૂપે છોડી જઇએ છીએ.

જ્યાં પવિત્રતાની સૌથી વધારે અપેક્ષા હોય તેવાં ધાર્મિક સ્થળો તો આપણે ત્યાં સૌથી વધુ ગંદા હોય છે. આપણા માટે આપણો આખો દેશ ‘જાહેર શૌચાલય’ છે. આપણે મનફાવે ત્યાં- મનફાવે ત્યારે ‘હળવા થવા’ ધસી જઇએ છીએ. જાહેર રસ્તા પરના દરેક ખૂણા- દરેક ઝાડ પાછળ આપણા કરેલાં કર્મોની સાબિતી આંખે અને નાકે ઊડીને વળગતી હોય છે.

ગંદકીથી-કચરાથી આપણે બધા ખૂબ ટેવાઇ ગયા છીએ. એટલે જ આપણને ગમે તેવી ગંદકી સહેજ પણ ડિસ્ટર્બ નથી કરી શકતી. એટલે જ તો રાજકારણીઓ જે ગંદકી ફેલાવી રહ્યા છે તેનાથી આપણું રૂંવાડુંયે નથી ફરકતું અને પાડોશી દેશ આપણા દેશમાં ‘કચરો’ ઠાલવી રહ્યો છે તોયે આપણે સહન કર્યા જ કરીએ છીએ ખરું કે નહીં?

ટોપિક-એ-કરંટ: દારૂ એટલે શું? દારૂ એટલે મગજના વિચારોના કબજિયાતનું ‘ઇસબગુલ’!

નોંધ:- દિવ્ય ભાસ્કરની ૨૮,જુલાઈ,2011 ને બુધવારની “કળશ”પૂર્તિમાંથી શ્રી વિનય દવેની “લાફટર” કોલમમાંથી તેઓ બંનેના આભાર અને સૌજન્ય સાથે !

Advertisements

3 comments

 1. I feel shame becuase of ‘ગંદકી’ everywhere in India.

  When I was travelling by train, I took few polithin with me and I was giving it or distributing it to all fellow passengers to collect their stuff into that and throw it in dustbin when they reach to the destination. Many people really co-operated, realising their mistakes.

  One gentleman asked me, till what extent you will do this? I told, atleast for a one day, from this one coach, some good things will happen..I am happy with my today’s job….rest is depend on you people…next time, you can do the same in different coach…may one day we all can be able to do this?….I knew, I was dreaming…But still, I love to do crazy things sometimes…because I feel shame about ‘ગંદકી’ in India.

  Like

 2. આદરણીય શ્રી અરવિંદ કાકા,

  આપના જેવા વડીલ અને અનુભવી દ્વારા લેખને માણવો એજ મારા જેવા

  નવોદિત માટે મહત્વનું છે. બીજું કે આપણા દેશની મનોવ્યથા ને બેદરકારીનું

  આબેહુબ વર્ણન આપે કર્યું છે. ગંદકી વગર આપને રહી શકતા જ નથી જે

  આપની રગેરગમાં વણાઈ ગઈ છે. સુંદર સમાજને લાલ બતી બતાવતો લેખ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s