ભિખારી: “ભગવાન કે, નામ પે કુછ દે દે !” દેશ ( વિશેષ સંદર્ભ ગુજરાત ) માં જોવા મળનારું- 15 ( પંદર ) વર્ષ બાદનું એક દ્રશ્ય, —-( ૩ ) બાળક – મા-બાપ – શાળા – શિક્ષક – શિક્ષણ અને કારકિર્દી !!!

દેશ ( વિશેષ સંદર્ભ ગુજરાત ) માં જોવા મળનારું- 15 ( પંદર ) વર્ષ બાદનું એક દ્રશ્ય, —-( ૩ )

ભિખારી: “ભગવાન કે, નામ પે કુછ દે દે !”
એક વ્યકતિ: “લે, મારી એમબીએની ડીગ્રી લઈ જા !”
ભિખારી: અબે, જા ! જા ! તુજે ચાહિયે તો, એ મેરી સીએ કી ડીગ્રી લે જા !”

બાળક – મા-બાપ – શાળા – શિક્ષક – શિક્ષણ અને કારકિર્દી !!!

ઉપરોક્ત મજાક ભર્યા ટાઈટલ સાથે બે લેખો મૂકેલા છે. આજે તે સંદર્ભે આ આખરી અને અંતિમ લેખ મૂકી રહ્યો છું. આશા છે કે અગાઉના બે લેખો માફક આ લેખ પણ આપ સૌને પસંદ આવવા સાથે વિચાર અને મનન કરવા પણ પ્રેરશે !

આ લેખ શરૂ કરતા પહેલાં આજના સાંપ્રત સમયમાં યુવાન દંપતી કાં તો મા-બાપ થવાનું મોડું કરે છે અથવા ટાળે છે. આ માનસિકતા પાછળ બાળકને સાચવનાર-ઉછેરનાર જે સંયુકત પરિવારની સીસ્ટમ ખત્મ થઈ રહી છે તે મુખ્ય ગણી શકાય ! ઉપરાંત બાળકની પળોજણમાં પોતાની સ્વતંત્રતા હણાઈ જવાનો ડર પણ સતાવતો હોય છે. આમ થવું સ્વાભાવિક ગણાય કારણ કે હવે કુટુંબો વિભકત થતા જાય છે પરિણામે જો બાળક આવે તો બંને વ્યક્તિ કામ કરતી હોય બાળક આયાના ભરોસે કે બેબી સીંટીંગં દ્વારા ઉછેરેવાની ફરજ પડે છે. આવા સંજોગો પ્રવર્તમાન હોવા છતાં કેટલીક વાતો બાળકના ઉછેર અને વિકાસ માટે અત્રે રજૂ કરી છે જે કેટલી વ્યવહારુ કે પ્રસ્તુત છે તે આપ વાંચી વિચારી નક્કી કરશો !

સૌ પહેલાં જો આપ બાળકને પ્રેમ કરો છો તો તમે પોતાના વિચારો તેના ઉપર નહિ થોપો. બાળક ઈશ્વરી સ્વરૂપ છે તે સતત યાદ રાખો. બાળકની તુલના અન્ય બાળક સાથે ક્યારે ય ના કરો. બાળકો પ્રમાણિક હોય છે-ગુસ્સે થાય ત્યારે સાચે જ ગુસ્સો કરતા હોય છે અને એજ રીતે તેનું હાસ્ય પણ સુંદર અને સહજ હોય છે. બાળકને તમારી અદલ કોપી બનાવવા કોશિશ ના કરો. તેને પોતાની રીતે ખીલવા દો ! કેટલાક બાળકોને એકાંત પસંદ હોય છે તો તેમને એકાંત માણવા દો ! તેને શક્તિ આપો, સુરક્ષા આપી રક્ષા કરો, સ્વતંત્રતા આપો. બાળક નાજુક હોય છે અસહાય હોય છે આથી તેનો અનાદર ના કરો ! પ્રતિકાર કરવા અસમર્થ હોય છે તેથી તેની અવગણના નહિ કરો !

બાળક ઘર બહાર રમવા ઈચ્છે છે-વરસાદમાં ભીજાંવા-પાણી ભરેલા ખાબોચીયામાં છબ-છબીયા કરવા ગમે છે તે શરદી થઈ જશે તેવા બહાના હેઠળ મનાઈ નહિ ફરમાવશો. વૃક્ષ ઉપર ચડવા ઈચ્છે તો રોકશો નહિ, તેની સાહસ વૃતિને ઉત્તેજો. બાળકને દરેક વિષયોમાં રસ લેતો કરવા તેની જિજ્ઞાસા અને કુતૂહલ વૃતિ ઉત્તેજાય તેવા પ્રયાસો કરો અને જે વિષયમાં વધુ ઉત્સુકતા દર્શાવે તે વિષય તે વધારે શીખે તેવી તકો પૂરી પાડો.

માત્ર આજ્ઞાંકિત જ રહે તેવું ના ઈચ્છો-ક્યારે ક સ્વતંત્ર રીતે વિચારી કંઈક કરવા ધારે તો કરવા દો, દરેક વખતે “ના” નહિ પાડો. બાળક ઓછામાં ઓછી માતૃભાષા ઉપરાંત અન્ય બે ભાષા શીખે તે રીતે પ્રોત્સાહન આપતા રહો.

બાળક કંઈપણ છૂપાવ્યા વગર માતા-પિતાનો ડર રાખ્યા સિવાય ઈમાનદારી પૂર્વક સચ્ચાઈ અને નિષ્ઠાથી પોતાનું હ્ર્દય ખોલે તેવું વાતાવરણ સર્જવું જોઈએ, જેથી “જનરેશન ગેપ”ની સમસ્યા વચ્ચે ના આવે !

એક મહત્ત્વની વાત ક્યારે ય નહિ ભૂલશો કે બાળક/વિદ્યાર્થી વાલી કે શિક્ષકનું સન્માન કરતા ત્યારે જ શીખશે કે જ્યારે વાલી અને શિક્ષક તેનું સન્માન કરતા હોય ! વાલી અને શિક્ષકે પણ પોતાનું જ્ઞાન અને નવું જાણવાની જિજ્ઞાસા-કુતૂહલ જાળવી રાખવું પડશે. નવું નવું જાણવાની-શીખવાની તત્પરતા દાખવવાથી બાળક-વિદ્યાર્થી સાથે ઝ્ડપથી પરિવર્તિત થતા સમય સાથે તાલ તો જ મીલાવી શકાશે અને જુનવાણી હોવાના મ્હેણાં નહિ સાંભળવા પડે !

હવે વાત કરીએ બાળકના શિક્ષણ માટે પસંદ કરવાની શાળા વિષે- આજની શિક્ષણ સંસ્થાઓ ભવ્યાતિભવ્ય ઈમારતો બનાવી લોકોને પ્રભાવિત કરવા લાગી છે અને લોકો પણ શિક્ષણના સ્તરની ઊંડી તપાસ કર્યા સિવાય ઘેલા બની પ્રવેશ મેળવવા લાઈનો લગાવી રહ્યા છે.

જ્યારે શાળા એવી પસંદ કરવી જોઈએ કે જ્યાં શિક્ષણ એવું અપાતું હોય કે દેશ અને સમાજ માટે ઉમદા ઈન્સાનો પેદા કરે ! શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ સમજવો જોઈએ. શીખવે તે શિક્ષણ અને કેળવે તે કેળવણી ! સારી શાળા એને કહેવાય જે વાલીઓની ફરિયાદ સાંભળે-પોતે ફરિયાદ ના કરે ! સારી શાળા એટલે ભવ્ય મકાનો નહિ જ ! સારી શાળા એટલે આકર્ષક બ્રોશર છપાવી, ઈન્ટરનેશનલ સ્કૂલ વગેરે વિશેષણો લગાડી-મરજી મુજબ ઊંચી ફી પડાવે છે તેવી શાળા નહિ જ નહિ !

સારી શાળા એટલે શિક્ષકોને પૂરો પગાર આપતી હોય, મોટી રકમ ઉપર સહી કરાવી ખેરાત કરતી હોય તેમ ઓછી રકમ ચૂકવી ગમે તેવા શિક્ષકોની ભરતી કરી અથવા પાર્ટ ટાઈમ શિક્ષકોથી શિક્ષણ આપતી હોય તે શાળાઓને સારી શાળાઓ ના કહેવાય ! સારી શાળા અને શિક્ષક એ કહેવાય જે વિદ્યાર્થીની ક્ષમતા-વલણ પારખી શકે અને કઈ લાઈન લેવી તે વિષે ચોક્કસ માર્ગ દર્શન-વિદ્યાર્થી ઉપરાંત વાલીઓને પણ આપી શકે !

યાદ રાખો ! કારકિર્દી પસંદગી મુંઝ્વણ ભરી હોય છે ત્યારે મા-બાપ, શિક્ષકો, કહેવાતા શિક્ષણ સલાહકારો વગેરે ઉપરાંત વ્યવસાયિક ધોરણે શાળા-કોલેજો ચલાવનારા-ધંધાર્થીઓ પણ અનેક પ્રલોભનો, બાળકની ક્ષમતા કે વલણને

પ્રાથમિકતા નહિ આપતા કઈ લાઈનમાં વધારે કમાણી છે તે વિષે જ ભાર પૂર્વક જણાવી- ગાડરીયા પ્રવાહમાં સામેલ કરવા મથતા હોય છે. જેવી કે તબીબી, ઈજનેરી,બીબીએ, એમબીએ, ફાર્મસી, કોમ્પ્યુટર ટેકનોલોજી વગેરે !

કેટલાક મા-બાપો તો બાળકના જન્મ સાથે જ પોતાની અંગત આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ લાદવાનું પ્રારંભ કરી દે છે. પરિણામે બાળકનું વલણ કે ક્ષમતાના હોય તો પણ કારકીર્દી પસંદ કરતી વખતે મા-બાપની આકાંક્ષાને ધ્યાનમાં રાખવામાં આવતા બાળક હતાશ નિરાશ થઈ નિષ્ફળતાને વરતું હોય છે અને જે આખરે મા-બાપ સાથે તનાવ ભર્યા સંબંધોમાં પરિણમે છે.

આધુનિક સમયમાં અનેક લાઈનો ઉપલબ્ધ છે. માત્ર તબીબી- ઈજનેરી- બીબીએ કે એમબીએ –ફાર્મસી કે કોમપ્યુટર ટેકનોલોજી સિવાય પણ જેવી કે આઈ એ એસ- આઈ પી એસ-આઈ એફ એસ-માં માત્ર સ્નાતકની ડીગ્રી મેળવી પરીક્ષા આપી શકાય છે. આ સિવાય એડવોકેટ, ટેક્ષ-કન્સલટંટ, ફાઈન-આર્ટસ, ફેશન ડીઝાઈનીંગ, ભાષા-શાસ્ત્ર, વિદેશીભાષાના અનુવાદની કલા, માનસ શાસ્ત્ર, આંકડા શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, પર્યાવરણ અર્થાત એનવીરોન્મેન્ટ, આર્કિયોલોજી, પુરાત્ત્ત્વ વિદ્યા, સાગર સમુદ્ર શાસ્ત્ર અર્થાત મરીન સાંયસ, સ્પેસ ટેકનોલોજી, પેટ્રોલિયમ, જર્નાલિઝમ, એનિમેશન, વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી વગેરે જે વળતર તો આપે જ છે પણ સાથે મોભો પણ આપે છે.

બીજી એક વાત આપણાં દેશમાં કોઈપણ કામ હલકું નહિ હોવાની માનસિકતા કેળવવાને પ્રાથમિકતા આપવાની અત્યંત આવશ્યકતા છે. કમનસીબે આપણાં દેશમાં કેટલાક કામો જેવા કે ડ્રાઈવીગ, પ્લમબીંગ, ઈલેક્ટ્રીશયન, સુથારી, લુહારી, કડિયાકામ, કલરકામ, પીઓપીનું વિશિષ્ટ કામ, કુંભાર કામ, લોંડ્રી, સોનીકામ, ઓટો એંજીનીયર કે ઓટો ગેરેજ, હેર-કટીંગ, બ્યુટી-પાર્લર, સંગીત, અભિનય, હોટેલ મેનેજમેંટ, રસોઈ કામ અર્થાત કેટરીંગ, શુભ પ્રસંગોએ સુશોભન-ડેકોરેશન, ખેતીકામ, ઘરકામ, સફાઈ કામ વગેરે હલકા ગણી જો બાળક આવા કોઈ કામ હાથ ઉપર લે તો, કે કારકિર્દી બનાવવાનું વિચારે તો, મા-બાપને સમાજમાં પ્રતિષ્ઠા-પ્રતિભા જોખમાતી લાગે છે જે બિલકુલ ગલત છે આ માનસિકતા બદલવાની અત્યંત જરૂર છે.

આવનારા દિવસોમાં ઉપરોકત કામ કરનારાઓની સખ્ત અછ્ત ઉભી થવાની ભરપૂર સંભાવનાઓ રહેલી છે અને જે ચીજ-વસ્તુઓનો પુરવઠો ઓછો હોય તેના ભાવો આપો આપ ઊંચા જતા હોય છે જે અર્થકારણનો સીધો અને સરળ સિધ્ધાંત છે. માટે કોઈ પણ કામને હલકું ગણતા કે મોભાદાર નહિ હોવાનું લેબલ મારતા પુખ્ત રીતે વિચારવાની સમયની માંગ છે. મારા મતે તો આવનારા દિવસોમાં ઉપરોક્ત દર્શાવેલ કામમાંના કોઈ પણ કામ કરનાર તબીબ-ઈજનેર કે બીબીએ-એમબીએ-એમસીએ કે ટેક્નોક્રેટ કરતા પણ વધારે કમાતા બને તો નવાઈ નહિ !

આજે પણ આવા કારીગરોની અછત વર્તાઈ જ રહી છે ત્યારે જો આ પ્રકારના કારીગરોની વધારે તંગી ઉભી થશે તો વધારે વળતરની તેમજ તેમની શરતો સાથે કામ કરવા તૈયાર થશે તેવી ભરપૂર શકયતા રહેલી છે.

વધુમાં આવા છૂટક રોજમદારીથી કારીગરો ઘર ઘાટી કે ઘર કામ કરવા આવનાર મહિલાઓ/પુરૂષો માટે કેટલીક ભલામણો તેમની નોકરીની સલામતિ અને અન્ય લાભો આપવા માટે યુનો જેવી સંસ્થા પણ દરેક દેશની સરકારને આદેશ આપવા સક્રિય રીતે વિચારી રહી છે.

એક અહેવાલ મુજબ આંતર રાષ્ટ્રિય શ્રમ સંગઠનની વિશ્વ સ્તરીય બેઠક મળી હતી. જેમાં ઘરેલુ કામ કરનારાઓને કામદારનો દરજજો આપી તેમની આર્થિક, સામાજિક, અને આરોગ્ય વિષયક સમસ્યાઓ માટે ચિંતા કરી દરેક દેશે આ માટે કાયદો ઘડવા સહમતિ આપી છે અને તેમાં ભારતનો.પણ સમાવેશ થાય છે. અર્થાત આવનારા દિવસોમાં ઘરેલુ કામ કરનારાઓને પણ સમાજે મોભો આપવાની ફરજ પડશે. આવા સંજોગોમાં જે વાસ્તવિક પરિસ્થિતિ પ્રવર્તે છે તે પશ્ચિમના દેશોમાં, ખાસ કરીને અમેરિકામાં કે જેની જીવન શૈલીની આપણાં લોકો ઉપર જબર જસ્ત અસર વર્તાય છે ત્યાં કોઈ કામને હલકું ગણવામાં આવતું નથી તે બરાબર કામના સંદર્ભમાં સમજી શકાશે ! તમામ પ્રકારના કામને અને કામ કરનારને પ્રતિષ્ઠા અને મોભો મળતો જ હોય છે અને નવાઈની વાત તો એ છે કે આવા કામ કરનાર વધારે કમાણી કરી ઊંચુ જીવન ધોરણ ધરાવે છે.

આ ઉપરાંત આપણાં દેશમાં મા-બાપો અને બાળકોની મૂળભુત માનસિકતા સ્વતંત્ર કારકિર્દી પસંદ કરવા કરતાં નોકરીની શોધ પ્રાથમિકતા ધરાવે છે તે પણ ધ્યાનમાં લેવી મારા મતે ખૂબ જ જરૂરી બને છે.

અંતમા મારા મત મુજબ બાળકને ચાલાકીનું શિક્ષણ નહિ પણ પોતાના સ્વને પ્રગટાવે તેવું શિક્ષણ મળવું જોઈએ !

Advertisements

22 comments

  1. શ્રી ચંદ્રવદનભાઈ,
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે પણ ! આપના બ્લોગની મુલાકાત લેતો રહું છું કદાચ કોઈ કારણવશાત પ્રતિભાવ જણાવવાનો રહી જતો હશે તો માફ કરશો. આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 1. આદરણીય વડીલ શ્રી અરવિંદ કાકા,

  આપના દરેક લેખ સમાજને લાલબતી ધરી સચોટ રસ્તો બતાવવાનું

  કામ કરતા હોય છે. આજે આપે શિક્ષણ બાળકો અને માબાપ વિષે સાંપ્રત

  સમસ્યા પર્વતે છે તે સચોટ રીતે સમજાવ્યું છે.

  સલામ આને નમસ્કાર આપના વૈચારિક વિચારોને.

  Like

  1. ભાઈશ્રી
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! ફરી પણ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જરૂરથી જણાવતા રહેશો. આપ સૌ મિત્રોના પ્રતિભાવો મને પ્રોત્સાહન રૂપી ઓકસિજન પૂરો પાડે છે. આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. નરેન્દ્રભાઈ મોદીએ સ્પષ્ટ કહ્યું છે, કે શિક્ષણ અને અર્થોપાર્જન એ બે જુદા ક્ષેત્રો છે. શિક્ષણ જીવનને ખીલવવા માટે છે અને અર્થોપાર્જન માટે કોઈ હુન્નર અપનાવવો જરુરી છે. આપના આ લેખમાં આ વાત વિસ્તારથી કહેવાઈ છે. આ એક એવો સંપૂર્ણ લેખ છે, જે સમસ્ત વિશ્વના શિક્ષીતોની આંખો ખોલી શકે છે. સુંવાળી પથારી જેવી જિંદગી જીવવા માગતા લોકો નોકરી માટે ભણે છે, જ્યારે સાહસ તેમજ જોખમ ભરેલી જિંદગી જીવવા માગતા લોકો ધંધો કે કે ઉદ્યોગ કરવાનું પસંદ કરે છે. નોકરીમાં સ્વમાનને બાજુએ મુકવું જ પડે છે તેથી સ્વમાની લોકો ધંધો પસંદ કરે છે.

  નાનું-મોટું કોઈ પણ કામ હોય, હવે બધા જ કામ સારા એવા નાણા કમાવી આપે છે. અરે, એ કામ કરનારાઓની એટલી બધી જરુર હોય છે, કે લોકો રીતસર એ કામ કરનારાઓ આગળ કરગરે છે. તકલીફ એ છે, કે એ કામ કરનારાઓ શિક્ષીત ન હોવાથી પોતાની તમામ શરતો સંતોષાતી હોવા છતાં તેમજ પૂરા નાણા મળતા હોવા છતાં તેઓ પરફેક્ટ કામ કરીને ગ્રાહકને પૂરેપૂરો સંતોષ આપવામાં સમજતા નથી. એ જ કામ કોઈ શિક્ષીત સંભાળે તો ઘણો ફર્ક પડી જાય.

  અને હવે એમ.બી.એ. કરીને ઘરે-ઘરે શાક પહોંચાડવાની યોજના કરનારા શિક્ષીતોને જોઈને તેમજ એવા અનેક ડીગ્રીધારીઓને નાના-નાના કામો શરુ કરતા જોઈને લાગી રહ્યું છે, કે ગુજરાતમાં તો એટલીસ્ટ નરેન્દ્રભાઈના વિચારો કામ કરી રહ્યા છે.

  Like

  1. ભાઈશ્રી કલ્પેશ,
   આભાર મુલાકાત અને સુંદર પ્રતિભાવ માટે ! કોઈ પણ કામ નાનું કે મોટું ઉંચુ કે હલકું હોતું નથી તે સમજ જેટલી સમાજમાં વહેલી ફેલાશે અને સ્વીકારાશે તે સર્વેના લાભમાં જ છે. આ સમાજ બાળક કરતાં પણ મા-બાપોમાં જેટલી વહેલી ઉગે તે સૌના હિતમાં છે કે જેથી આવનારા દિવસોમાં ઓછા ટકા આવતા અને મા-બાપની ઈચ્છા ડોકટર કે ઈજનેર કે એમબીએ કે સીએ બનાવવાની પૂરી કરી શકાય તેમ ના હોવાથી બાળકે આત્મહ્ત્યા કરી તેવા સમાચારો સમાજે વાંચવા ના પડે ! દુનિયાના તમામ દેશોના ટોપ 10 કે 15 વ્યક્તિઓનો અભ્યાસ તપાસો તો માલુમ પડશે કે તેમાંના કેટલા આવી ઊંચી ડીગ્રી ધરાવનારા હતા. હાલના બીલ ગેટ્સ કે એપલના સ્ટીવ અથવા રીલાયંસના ધીરુભાઈના ઉદાહરણ આપણી સામે છે. પ્રબળ ઈચ્છા શક્તિ ધાર્યા નિશાન પાડી શકે તેમાં કોઈ શંકા નથી. ખેર ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 3. સુંદર વાત તો અરવિન્દભાઇએ કરી જ છે. તેથી નરેન્દ્રભાઇ મોદી બાળકોને કહે છે કે “હુ મોટો થઈને શું બનીશ એવું વિચારવાને બદલે હું મોટો થઈને દેશમાટે શું કરીશ એમ વિચારવું જોઇએ. તેમણે એમબીએ ના વિદ્યાર્થીઓને પણ એજ કહ્યું કે તેમણે સારી નોકરી લેવા માટે નહીં પણ નોકરીઓ આપવાના શ્રોત તરીકે પોતાની કારકીર્દી બનાવવી જોઇએ.

  Like

  1. ભાઈશ્રી શિરીશ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! નરેંદ્રભાઈએ યોગ્ય જ કહ્યું છે સાથોસાથ બાળકોના મા-બાપ અને બાળકોએ પણ વિચારવું જોઈએ અને કોઈ પણ કામ હલકું ના ગણાય તે માનસિકતા પોતાનામાં અને સમાજના અન્ય વર્ગમાં ફેલાય તે માટે સક્રિય બની સતત પ્રયત્નશીલ બનવું રહ્યું. અસામાજિક કે ગુન્હા યુક્ત કામ કરતાં જ શરમ કે સંકોચ થવો જોઈએ અન્ય કોઈ કામ હલકા નથી જ નથી. આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. સચોટ બાબતોનું પ્રવાહી અને મનનીય નિરૂપણ‎ અડાલજાસાહેબે હંમેશની જેમ કર્યુ છે. સ્ટેટસની લ્હાયમાં સ્થાનિક છોકરા ઘણાં કામ કરતા નથી અને ઓછા રૂપિયા કમાય છે. પાણીપૂરી તો ભૈયાજી જ હોય. પહેલાં મંદિરોમાં યુ.પી. થી ‘મહારાજો’ આવતા.. હવે ટ્રેન્ડ બદલાયો છે. રોડ પરના (સખત મજૂરીના કામ હોય છે.) આદિવાસીઓ જ કરે. શીપ બ્રેકીંગના કામમાં બિહારીઓ જ હોય. રામલાઓ અમુક પ્રેદશથી જ આવે. આમ, સ્થાનિક લોકો ઘણાં કામ કરતા નથી. પાણીપૂરીનો ધંધો રોકડીયો અને કમાણીનો છે. કોઇ સ્કીલની જરૂર નથી. સ્વચ્છતા, ચોક્ખાઇ અને અમુક સ્ટાન્ડર્ડના જ બટાટા અને સામગ્રીની ખાતરી આપીને આ કામ કરવામાં આવે તો કોઇ પણ સહેલાઇથી કમાઇ શકે.. માઇન્ડ સેટ બદલવાની જરૂર છે.
  ભણતા બાળકોને માતા-પિતા કેટલીક વાર પોતાનો અહમ અને દંભ પોષવા માટે તેમની યોગ્યતા કરતા ઉંચુ અને અઘરૂ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે બાળકોને દબાણ કરતા હોય છે. એટલે જ ભણતા બાળકો આત્મહત્યા તરફ દોરવાઇ જતા હોય છે. આ વિષય ઉપર
  આત્મહત્યા – વિદ્યાર્થીઓ @ http://puthakkar.wordpress.com/335-2/ .

  Like

  1. શ્રી ઠક્કરભાઈ
   મુલાકાત અને સુંદર પ્રતિભાવ માટે આભાર ! કોઈ પણ પ્રકારના કામને હલકું નહિ ગણવાની માનસિકતા બદલાય તો જ સમાજમાં વંશીય ધંધા ગણાય કે સમજાય છે તેમાં બદલાવ આવે ! આ માટે નવા અર્થાત આધુનિક મા-બાપો અને બાલકોએ અભિગમ બદલવો જ રહ્યો ! આપના બ્લોગની પણ અનુકૂળતાએ મુલાકત લેવાનું રાખીશ. આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 5. આપના લેખોથી મને પોતાને દેશના મધ્યમ વર્ગ વિષે હમેશાં નવું જાણવા મળે છે. સામાન્ય રીતે વિદેશમાં હું ભારતના જુદા જુદા ન્યુઝ વાંચતો રહું છું. પરંતુ તેથી સામાન્ય જનજીવનનો ખ્યાલ આવતો નથી. તમારા બ્લોગ પર સામાન્ય જન વિષે જાણવા ણું મળે છે.
  મારો દિકરો ન્યુયોરકમાં જ જન્મ્યો છે.એ ડોકટર નથી. નાનપણથી નકશાઓ અને પ્રથવીના ગોળાનું આકર્ષણ હતું. અમે એનો એ શોખને વિકસાવ્યો– આજે ફિલાડેલ્ફીયાની ટેમ્પલ યુનિ.માં જયોગરોફીનો પરોફેસર છે..

  Like

  1. શ્રી હરનીશભાઈ,
   ખૂબ ખૂબ આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપ આ રીતે બ્લોગ ઉપર આવી પ્રતિભાવ જનાવો છો તે મને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. આવજો , મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 6. સાવ સાચી વાત. આશા રાખીએ કે, એનો અમલ થાય.
  કૂમળા મન પર માબાપનાં વર્તનની કેવી અસર પડે છે, અને યોગ્ય સહાય મળતાં એનું હીર કેવું ઝળકી ઊઠે છે; એની સત્યકથાની આ ચોપડી જરૂર વાંચશો.

  http://sureshbjani.wordpress.com/2011/04/07/agharo_book_review/

  Like

 7. My late father used to tell me that the Britishers deleberately taught us such education(educational systeme) which produces only clerks and not the skilled work force and even after independence our goernments intentionally continued the same so that they can rule or ruin the country in their own way.In USA,Uk,Canada and other western developed countries there is nothing like TopTen students in the Board and there is no craze for higher education ,on the contrary ,after high scool many students start some skilled job so that they can manage their livelyhood on their own.In our country Agriculture,carpentery,plmbing,masonery,blacksimth,tailoring,coiffeur(hair dressing) etc are the monopoly of the respective particular caste and the skill is inheritted in the same caste generation after generation because people of upper cast think that such jobs are for lower class and our such jobs are not skilled!!!Upper class prefers only administrative or highly paid profession like docter,CA,Engineer,MBA.IIT,.Now a days software jobs are the dream of novice.

  But let us hope there will be light at the end of the dark tunnel some day….Woh subaha kabhi to aayegi…Yours Anil Bhatt

  Like

  1. Recently, Obama’s statement that educate our (US) children, otherwise the Indian child will get the job. This shows the effectiveness of our education system. There is no harm is top ten. There is craze in higher education is healthy sign. If one wants to be engineer, why go for the plumber (or work like that). And for getting in the higher academic score, one works hard. Even if he do not get in such degree, the other work opportunities are open for him. Indians are in demand abroad for job like nursing etc.. not only because of education but the culture positiveness in-bulit in the INDIANs. Just blaming that the system produces the clearks are not supportive from the real field. The alternative system, stronger than what we followed is not available till date.

   Like

   1. ભાઈશ્રી રાજકુમાર,
    મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! ઓબામાના નિવેદનો રાજકિય હોવાની સંભાવના વધુ રહે ! ટોપ ટેનમાં કોઈ આવે તેનો વિરોધ ના જ હોય ! પણ તમામ દોડનારા પ્રથમ સ્થાને ના જ આવી શકે તે હકિકત પણ ધ્યાન ઉપર રાખવી રહી ! આપ દેશની એજુકેશન સીસટમની અસરકારકતા માટે વાત કરો છો મને જણાવશો આજ સુધીમાં સવારથી ઉઠવાથી જે ટૂથ-પેસ્ટ વાપરવામાં આવે છે તેથી સરૂ કરી આપ્ણે જે આજે આ કોમ્પ્યુટર ટેકનોલોજી અને બીજી અનેક શોધ-ખોળોનો રોજ-બરોજ ઉપયોગ કરી રહ્યા છીએ તેમાંની કેટલી આપણાં લોકોએ શોધી ? આપ સરકારી ઓફિસમાં, નગર પાલિકા કે અન્ય સેમી સરકારી અરે બેંકોમાં પણ કોઈ કામે જાવ તો શું અનુભવ થાય છે ? દુનિયાભરમાં અરજદાર કે ગ્રાહકનું કામ કેઁ ટાલવું તેની નવી નવી રીતો આ દેશના કર્મચારીઓ શોધી રહ્યા જણાશે ! એક બીજી વાત અમેરિકાની સરખામણીમાં એક વાત યાદ રાખવી રહી કે આપણે ત્યાંના લોકો કરતા સસ્તા ભાવે કામ કરી આપતા હોઈ આપણે બીજા અર્થમાં સસ્તા મજૂરો છીએ માટે કામ આવે છે. એક બીજી વાત અહિ ડોક્ટર કે ઈજનેર થયેલો ત્યાં જો જોબ ના મળે તો હોટેલમાં વેઈટર તરીકે કામગીરી કરે છે જ્યારે અહિ તે જ વ્યક્તિને આવા કામ હલકા લાગે છે. કામને હલકા ગણવાની માનસિકતા જે સમાજ ધરાવે તે ક્યારે ય વિશ્વ ઉપર રાજ ના કરી શકે ! કોઈ પણ પ્રકારનુ કામ કરવાની તૈયારી,સોંપાયેલું કામ ઝ્ડપથી
    નિપટાવવાની આદત, અરજદાર કે ગ્રાહકને સહાય રૂપ થવાની તૈયારી અને કાર્યદક્ષતા વિકાસની પૂર્વ શરત બની રહે તેવું મારુ6 દ્રાઢ માનવું છે. આભાર ! આવજો ! મળતા રહીશું !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  2. શ્રી અનિલભાઈ
   આપના પિતાશ્રીની વાત સાચી છે. લોર્ડ મેકોલે જ્યારે અહિ હતો ત્યારે બ્રિટિશ સલ્તનત પાસેથી આ દેશમાં એવી કેળવણી આપવી કે જે દેશમાં પ્રવર્તતા પ્રામાણિકતા-સત્યનિષ્ઠા વગેરેને લોકોના સંસ્કારમાંથી નાબુદ કરે અને બાહ્ય્ય મોભો એટીકેટ વગેરેથી પ્રભાવિત થતા રહે તે વિષે પરવાનગી મેળવી આ શિક્ષણ પ્રથા શરૂ કરેલી. આમેય ચાણક્યે પણ કહેલું છે કે દુશ્મન દેશ ઉપર લશ્કરી યુધ્ધ દ્વારા મેળવેલ વિજય ત્યાં સુધી અધુરો છે જ્યાં સુધી પરાજિત દેશના લોકોની સંસ્કૃતિ અને સંસ્કારને ખત્મ ના કરવામાં આવે ! કદાચ બ્રિટિશરોએ ચાણકયને આપણાં કરતા વધારે સમજ્યા છે અને તેથી જ અમલમાં પણ લાવે છે. આભાર મુલાકાત અને સુંદર પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 8. શ્રી અડાલજા સાહેબ

  બીજી એક વાત આપણાં દેશમાં કોઈપણ કામ હલકું નહિ હોવાની માનસિકતા કેળવવાને પ્રાથમિકતા આપવાની અત્યંત આવશ્યકતા છે. કમનસીબે આપણાં દેશમાં કેટલાક કામો જેવા કે ડ્રાઈવીગ, પ્લમબીંગ, ઈલેક્ટ્રીશયન, સુથારી, લુહારી, કડિયાકામ, કલરકામ, પીઓપીનું વિશિષ્ટ કામ, કુંભાર કામ, લોંડ્રી, સોનીકામ, ઓટો એંજીનીયર કે ઓટો ગેરેજ, હેર-કટીંગ, બ્યુટી-પાર્લર, સંગીત, અભિનય, હોટેલ મેનેજમેંટ, રસોઈ કામ અર્થાત કેટરીંગ, શુભ પ્રસંગોએ સુશોભન-ડેકોરેશન, ખેતીકામ, ઘરકામ, સફાઈ કામ વગેરે હલકા ગણી જો બાળક આવા કોઈ કામ હાથ ઉપર લે તો, કે કારકિર્દી બનાવવાનું વિચારે તો, મા-બાપને સમાજમાં પ્રતિષ્ઠા-પ્રતિભા જોખમાતી લાગે છે જે બિલકુલ ગલત છે આ માનસિકતા બદલવાની અત્યંત જરૂર છે.

  આપની વાત સાચી જ છે. આપણે ત્યાં ઉપર જણાવેલા કામોને હલકું ગણાવી તેની નિદા કરવામા આવે છે જે બીજા દેશોમાં નથી.

  પ્રફુલ ઠાર

  Like

  1. શ્રી પ્રફુલ્લ ભાઈ,
   મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! આશા રાખીએ કે આવનારા દિવસોમાં આપણાં લોકોની માનસિકતા બદલાશે અને તમામ પ્રકારના કામોને મહત્ત્વના જ ગણતા થશે ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s