એક ખુલ્લો પત્ર; આપણા સ્વામીજીઓને તમને સહુને મારા જયહિંદ !બુધવારની બપોરે – અશોક દવે

વ્હાલા મિત્રો અને વડિલો,
ગુજરાત સમાચારની 13, જુલાઈ,2011ને બુધવારની શતદલ પૂર્તિમાં પ્રસિધ્ધ થયેલો બુધવારની બપોરે કોલમમાં શ્રી અશોક દવેનો લેખ આપ સર્વેને વાંચવો અને વાંચી ચિંતન અને મનન કરવો ગમશે તેમ ધારું છું અને તેથી આ ગુરૂ પૂર્ણિમા પ્રસંગે દેશ-વિદેશમાં પથરાયેલા તમામ સંપ્રદાયના ગુરૂઓને પણ ચિંતન અને મનન કરવા હાર્દિક વિનંતિ સાથે મારાં બ્લોગ ઉપર ગુજરાત સમાચાર અને શ્રી અશોક દવેના સૌજન્ય અને આભાર સાથે રજૂ કરી રહ્યો છું.

એક ખુલ્લો પત્ર; આપણા સ્વામીજીઓને તમને સહુને મારા જયહિંદ

બુધવારની બપોરે – અશોક દવે

પ્રણામ’ કે ‘નમસ્કાર’ એટલા માટે નથી કહેતો કે, ભક્તો તમારા ચરણસ્પર્શો કરે, એ હવે આપ સહુને માટે સવારે બ્રશ કરવા કે નહાવા-ધોવા જેવું રોજનું થઇ ગયું છે. ક્યારેક કોઇ ભક્ત ચરણસ્પર્શ કરવાનું ભૂલી જાય તો સવારે પેસ્ટ લગાડ્યા વગર ટુશબ્રશ મોંમાં ફેરવતા હો, એવું લાગે… ભક્ત તમારી નજરમાંથી ઉતરી જાય, એ જુદું.

તમારા માટે ‘સ્વામીજી’ કે ‘ગુરૂજી’ સંબોધનો રૂટિન થઇ ગયા છે… અમારા ખાડીયામાં વપરાતા ‘બૉસ’ જેવું. આમ પેલાને બૉસ કહે ને પછી, ‘‘બૉસ… ત્યાંથી જરા મારી ચંપલ લઇ આવો ને!’’ એવું ય મસાલો મસળતા મસળતા કહી દે. ગુરૂ જેવું હકીકતમાં કાંઇ હોતું નથી. બધાની વચ્ચે લોકો તમને પગે લાગે, એ તમને ગમતું હોય છે, અહમ સંતોષાતો હોય છે.

તમે તો પાછા ‘સંતો’ છો, તો સંતોને બીજા પાસે પોતાના ચરણસ્પર્શ કરાવવાની શી જરૂર પડે? મેં તો ક્યાંક એવી જોક સાંભળી હતી કે, ભક્તોને સંતો એમનો પોતાનો સાક્ષાત્કાર કરાવે છે, ઈશ્વરનો નહિ! સ્ટુપિડ ભક્તોને પોતે શું ચીજ છે, એની ખબર હોતી નથી.. તમે પડવા દેતા નથી.

એટલે તમને ગુરૂઓ માનવા માંડે છે. આજ સુધી ભારતભૂમિનો એકે ય સંત એવો પેદા થયો નથી કે, ભક્તોને સાચી રાહ બતાવે કે, પહેલા ઘરમાં તમારા માતા-પિતાના ચરણસ્પર્શ કરો, સાસુ-સસરા પણ માં-બાપને સ્થાને છે, એમને પગે લાગો, માતા-પિતાતુલ્ય ભાઇ-ભાભી હોય તો એમને ગુરૂસ્થાને બેસાડો…

યસ. તમને હું ‘સર-જી’ ચોક્કસ કહીશ, કારણ કે તમે બેશક અમારા શિક્ષકને સ્થાને છો. તમને અમારા શિક્ષકસરીખું માન ચોક્કસ આપીએ કે, તમે અમને સારા વિચારો આપ્યા છે અને ઈશ્વરનો ‘વાણીથી’ પરિચય કરાવ્યો છે.

એ વાત જુદી છે કે, આ જગતમાં ર્શ નેહબર ૈજ કીીિ, એટલે અમને આઘ્યાત્મિક બનાવવાની તગડી ટ્યુશન-ફી તમને દાન-દક્ષિણા સ્વરૂપે અમે ચૂકવતા રહીએ છીએ અને આઘ્યાત્મિક સ્મિત સાથે તમે એને સ્વીકારો પણ છો. ભલે આપ એને પોતાને નામે ન સ્વીકારો, પણ આ બઘું તો ઘી ઢોળાવા જેવું ને? સરવાળે, તમને ગુરૂ બનાવવામાં અમારા તો ગાભા નીકળી જતા હોય છે, પણ એની ખબર તો પૂરેપૂરા ખુવાર થઇ ગયા પછી પડે છે.
બાકી સ્વામીજી, આપ જેવા હજારો ગુરૂઓ અમારા વિશે, અમારા પરિવાર વિશે, અમારી મુશ્કેલીઓ વિશે કાંઇ જ જાણતા હોતા નથી, પછી અમારા ગુરૂ કેવી રીતે થઇ શકો?
સર-જી, સમાજમાં તમારૂં માન ભક્તો સિવાય પણ વધે, એટલા માટે લોકોને તમારા ચરણસ્પર્શો કરતા બંધ કરો. નથી સારા લાગતા. પેલા ડોબાઓ સમજતા ન હોય, પણ અમે બધા તો જાણીએ છીએ કે, પુરૂષો કરતા સ્ત્રી-ભક્તો તમારા આશિર્વાદ લેવા આવે, એમાં તમારી પબ્લિસિટી વધારે થાય છે.

એક તો પારકી સ્ત્રીના માથે કે શરીરને ‘અડવા’ મળે છે અને પછી આગળ વધવા મળે છે. મોટા ભાગે તો નપુંસક પતિઓ પોતાની પત્નીને તમને ગુરૂસ્થાને બેસાડવા દે છે. સાલા, એનો સાચો ગુરૂ તો તું હોઇ શકે. જે બાવો તારા ઘર વિશે અને તારી વાઇફ સિવાય બીજું કંઇ જ જાણતો નથી, એ તમારો ગુરૂ કેવી રીતે હોઇ શકે ?

સર-જી, આપ સાચા સંત હો, તો કમ-સે-કમ સ્ત્રીઓને તો ચરણસ્પર્શ (કે કોઇ પણ સ્પર્શ)થી દૂર રાખો… ને કાં તો પ્રથા એવી પાડો કે, સ્ત્રીઓ સિવાય તમારી નજીક કોઇ ન આવી શકે!
તમે જાણો છો કે મંદિરમાં દર્શને આવનારાના તમે ભગવાન કે પિતાશ્રી નથી, છતાં મળવા આવનાર તમારા પગે લાગે, એ ચલાવી કેમ લો છો? આપના આશિર્વાદની જરૂરત તો મંદિરની બહાર ઊભેલા કૂતરાં-ગાયો કે ભિખારીઓને પણ પડે, તો તેમને આશિર્વાદ આપવા કેમ નથી જતા!

સર-જી, પેટ તો આપનું ય પાપી જ છે, એટલે એનો ખાડો પૂરવા પૈસાની જરૂર તમને ય પડે. એ વાત જુદી છે કે, તમારો ખાડો સાલો બહુ ઊંડો હોય છે. બેવકૂફ ભક્તો પોતાના કુટુંબીજનો ભૂખે મરતા હશે, એમને રૂપિયો ય નહિ આપે, પણ મંદિર-દેરાસર બનાવવા કરોડ નહિ, અબજો રૂપિયા એમને એમ આપી દેશે… આપણે તો જાણીએ છીએ સર-જી, કે બધા પૈસાનું મંદિર-દેરાસર બનતું નથી… મોટા ભાગનું તો પેલા ખાડામાં જાય છે.
આમ તો, આપ લોકો પાછા કૉમેડીયનોની જેમ અમને હસાવો પણ છો કે, આ દાન-દક્ષિણાને હું હાથ પણ લગાડતો નથી. આ તો બધી માયા છે. હું એને હાથ પણ કેમ લગાડી શકું? (સ્વામીજી, અમારો પરવીણીયો સામેના ફ્‌લૅટમાં રહેતી માયાને હાથ લગાડવા ગયો, એમાં માયાના ગોરધને ધીબી નાંખ્યો… પછી માયાડીને હાથ લગાવવાનું બંધ કર્યું, તો માયાએ ઘેર આઇને એને ધીબેડી નાંખ્યો… માટે જ કહ્યું છે ને. ‘‘માયા બહોત બુરી ચીજ હૈ. બચ્ચા…!’’)

અમારામાંનો એક પણ ભક્ત પૈસેટકે આપના જેટલો તગડો નથી. કારણ કે, તમે જ અમને કેવી સુંદર વાણીમાં સમજાવ્યું છે કે, ‘પૈસો તો હાથનો મેલ છે.’ આભાર કે, કોઇપણ સ્વરૂપના ગુમાન વગર અમારા હાથનો મેલ ધોઇને આપ ભેગો કરો છો. ભારતનો કોઇ પણ સંત-સાઘુ મિનિમમ અબજો રૂપિયાનો માલિક છે… ‘સબ પ્રભુ કી માયા હૈ, બચ્ચા!’ સર-જી, અમે ગુજરાતીઓ છીએ, એટલે પૈસો તો તમારા જેવા સદગુરૂઓ પાછળ જ વાપરીશું. ખુદ અમારા કાકા-મામાનો પરિવાર ભૂખે મરતો હશે તો, એના છોકરાની સ્કૂલની ફી ભરવા જેટલી મદદ પણ નહિ કરીએ. આપે જ શીખવ્યું છે તેમ, એ એના પાપે મરતો હશે… યૂ મીન, દરેકે એના કર્મનું ફળ ભોગવવું પડે છે. પણ અમારો બધો મેલ તમારા કૂંડામાં નાંખી આવવા છતાં તમે કદી એ બાબતે અમારા ઉપર ગીન્નાયા નથી. જેટલું આપીએ, એટલું ઈશ્વરના ચરણોમાં જ છે, એવું તમે અમને સમજાવીને ઘોર પાપના માર્ગે જતા રોક્યા છે.

પ્રણામ સ્વામીજી, હવે આપને પત્ર લખવાનું કારણ કહીશ.

સર-જી, આપ લોકોએ આપની જાત ઘસીઘસીને ભક્તો સેવા કરી છે… હવે સમય દેશની સેવા કરવાનો આવી ગયો છે. આપના એક બોલ ઉપર ભક્તો પોતાનો જાન ન્યોછાવર કરી દે છે. આપ સહુનું ફૅન-ફોલોઈંગ અમિતાભ બચ્ચનો કે તેન્ડુલકરો કરતા ઘણું મોટું છે. આપ ચાહો તો આ જ ભક્તોને તમે દેશભક્ત બનાવી શકો, તો પાકિસ્તાનની તાકાત નથી કે, ભારત માતા સામે આંખ ઊંચી કરીને જોઇ પણ શકે. રામનામ ને જય જીનેન્દ્ર બહુ કર્યું… એ ય ચાલુ રાખો, પણ તમે કે તમારા ભક્તો ખાય છે, કમાય છે આ દેશનું. સાલો કૂતરો ય માલિકની વફાદારી છોડતો નથી ને જેનું ખાય તેનું ખોદતો નથી. સર-જી, માત્ર બે વર્ષ દેશને આપો અને દેશમાં રાષ્ટ્રભક્તિ જગાવો. ગાંધીજીએ આનાથી વધારે કાંઇ કર્યું નહોતું, ત્યારે જગત આખું એમને પ્રણામ કરે છે. આપ સહુ પણ બાપુનું ખાલી સ્થાન લઇ શકો એમ છો. સો-કરોડ નવા ભક્તો તમને મળશે. દેશને બચાવી લીધા પછી, ફરી કમાણી શરૂ કરજો ને? અમે સામેથી આપીશું. આપ કોઇપણ ધર્મના ગુરૂ, સ્વામીજી, મહારાજ સાહેબ, બાપુ, ભાઇ કે સ્વામી હો, આપ જાણો છો કે આજ સુધી ભૂલેચૂકે ય આપનામાંથી એકપણ સંતશ્રીએ ભક્તોને દેશભક્તિનો ઈશારો ય કર્યો નથી. જે કાંઇ વાપર્યું-વપરાવ્યું છે, તે ફક્ત અને ભક્ત આપશ્રીના ધર્મ પૂરતું વપરાવ્યું છે ને નામ આપનું રોશન થયું છે… ક્યા બ્બાત હૈ… ક્યા ઉઠા કે મારા હૈ, ગુરૂજી… માન ગયે! કમસે કમ, સત્ય સાંઇબાબાએ અબજો રૂપિયા ભેગા કર્યા પછી સમાજ માટે તો વાપર્યા ! હોસ્પિટલો, સ્કૂલ-કોલેજો, લાયબ્રેરીઓ (એમના પંથ સિવાયની પ્રજા માટે પણ) બનાવ્યા, ત્યારે આટલું માન મળ્યું……અમની પાસેથી કંઇક તો શીખો.

આપને મારી યાચના છે. અમિતાભ બચ્ચન, સચિન તેન્ડુલકર કે ત્રણે ય ખાનો ભેગા થાય, તો ય આપ શ્રીની લોકપ્રિયતાને પહોંચી ન વળે, એટલો તોતંિગ આપનો ચાહકવર્ગ છે. આ લોકોને લોકો ફક્ત ચાહે છે, એટલું જ! પણ કાલ ઉઠીને અમિતાભ દેશની પ્રજાને ‘અસત્ય નહિ બોલવાનો’ કે ‘બ્રહ્મચર્ય પાળવાનો’ સંદેશ આપે તો કોઇ માનવાનું નથી. ફક્ત આપ લોકો જ દેશની જનતાના હૃદય સુધી પહોંચીને જે ધારો તે કરાવી શકો, એટલા પાવરફુલ છો.

સર-જી, રામનામ બહુ થયું. ઈશ્વરભક્તિ બહુ થઇ ગઇ. કમ-સે-કમ ભગવાનોને બે-ત્રણ વર્ષ આરામ આપો ને દુનિયાભરની લમણાફોડમાંથી છોડાવો. એમને ય આરામ જોઇએ ને? પણ આ બે-ત્રણ વર્ષ દેશભરમાં ફેલાયેલા આપના ભક્તોને દેશદાઝ શીખવો. મુંબઇના ૨૬/૧૧ના હૂમલા પછી ચમકી જવાની જરૂર છે કે, હવે એ દિવસો દૂર નથી કે, આપણે બધાએ આતંકવાદીઓ અને દેશદ્રોહીઓના તાબામાં રહેવું પડે. હાથમાં એ.કે. ૪૭ લઇને આતંકવાદીઓ આપણને ઠોકવા આવશે, ત્યારે મારતા પહેલા એ નહિ પૂછે કે, ‘‘ઓહો હો… ભૂદેવ…! ઓહ… આપ તો બ્રાહ્મણ છો… આપને તો અમારાથી મરાતા હશે?’’ …‘‘અરે નહિ ભાઇ… યે તો જય જીનેન્દ્રવાલા હૈં… ઇન સે બડી ભક્તિ તો દુનિયા મેં કોઇ નહિ કરતા… ઈનકો હમ માર નહિ સકતે…’’ આવા પશ્ચાતાપ સાથે એ લોકો તમને કે મને છોડી મૂકવાના નથી… ત્યાં તો એકસામટી એ.કે. ૪૭ની ધણઅણણણ… ધાણીઓ ફૂટવાની છે. એ વખતે પ્રજામાં ‘‘તમે’’ દેશદાઝ ભરી હશે તો કમ-સે-કમ પચાસ મરવાના હશે, તો પાંચ જ મરશે… પછી આ બચેલા ૪૫ તમને ફક્ત ગુરૂ નહિ, સાક્ષાત ભગવાન માનશે… એક વાર દેશને બચાવો, સર-જી.

કારણ જાણો છો? અમે ભારતવાસીઓ લીડર વિના અઘૂરા છીએ. દેશ માટે જાન આપી દેવા હરકોઇ તૈયાર છે, પણ એ જાન ક્યારે ને કેવી રીતે આપવો (કે બચાવવો!) એ ભક્ત આપના જેવા સ્વામીજીઓ શીખવી શકે એમ છે. ફૉલો અમે તમને કરીશું, પણ હવે બે-ચાર વર્ષો માટે આ ભગવાન-બગવાન છોડો અને અમારામાં દેશને બચાવવાનું ઝૂનૂન ઊભું થાય, એવા વાણીથી દેશને બચાવવામાં સ્વયં પરમેશ્વરનો રોલ અદા કરો, તો જે આપના ભક્તો નથી, એવા ભારતવાસીઓ પણ આપના ચરણસ્પર્શ ગૌરવપૂર્વક કરશે.

Advertisements

10 comments

  1. ભાઈશ્રી શૈલેશ,
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! જવાબ લખવામાં થોડો વિલંબ થયો છે, નેટ, પાવર અને નાદુરસ્ત તબિયતને કારણે તો દરગુજર કરશો ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. ભાઈશ્રી હિંમાશુ,
   આપે બ્લોગની મુલાકાત લીધી, આભાર ! જવાબ લખવામાં નેટ, પાવર અને નાદુરસ્ત તબિયતને કારણે થોડું મોડું થયું છે તો દરગુજર કરશો ! આવજો ! મળતા રહીશું !\
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 1. અરવિંદદાદા..ઊપર ‘લાઈક’ બટન ‘પેલા’ વિરોધનો છે. સાચે જ ‘અશોક’નું કામ આજે ‘અરવિંદે’ પણ સારું કર્યું છે. જરૂર તો હવે સૌને એ અસર ‘જીન્સ’ ની અંદર લાવવાની છે.

  Like

  1. ભાઈશ્રી મુર્તઝા પટેલ,
   આપે બ્લોગની મુલાકાત લીધી, પ્રતિભાવ પણ જણાવ્યો, આભાર ! નેટ,પાવર અને નાદુરસ્ત તબિયતને કારણે જવાબ લખવામાં મોડું થયોં છે દરગુજર કરશો ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. संन्यासी का मेरे लिए यही अर्थ है। जीवन की सघनता में खड़े होकर अगर कोई संन्यास के फूल को खिलाना चाहता है, तो एक ही अर्थ हो सकता है कि वह कर्ता न रह जाए, भोक्ता न रह जाए, अभिनेता हो जाए, साक्षी हो जाए। देखे, करे, लेकिन कहीं भी बहुत गहरे में बंधे नहीं। गुजरे नदी से, लेकिन उसके पांव को पानी न छुए। नदी से गुजरना तो मुश्किल है कि पांव को पानी न छुए। लेकिन संसार से गुजरना संभव है कि संसार न छुए।

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s