સાંપ્રદાયિક લેબલો: ઓળખ માટેનાં જુગ જૂનાં હવાતિયાં—વિચાર યાત્રા-શ્રી સર્વેશ વોરા

વ્હાલા મિત્રો અને વડિલો,
સંદેશ- ગુજરાતી અખબારની ૧૦, જુલાઈ, 2011ને રવિવારની “સંસ્કાર” પૂર્તિમાં શ્રી સર્વેશ વોરાનો પ્રસિધ્ધ થયેલ આ લેખ આપ સૌને વાંચવો અને વિચારી ચિંતન અને મનન કરવા પ્રેરશે તેવી આશા સાથે સંદેશ તથા શ્રી સર્વેશ વોરાના સૌજન્ય અને આભાર સાથે મારાં બ્લોગ ઉપર રજૂ કર્યો છે.

સાંપ્રદાયિક લેબલો: ઓળખ માટેનાં જુગ જૂનાં હવાતિયાં—વિચાર યાત્રા-શ્રી સર્વેશ વોરા

સમાજમાં ‘ઓળખ’ની જરૂર દુન્યવી માણસોને પડે. પરમચેતનાના રસ્તે આગળ વધ્યા પછી ધાર્મિક-સાંપ્રદાયિક લેબલો બાળકોનાં રમકડાં લાગે. જેણે પરમચેતનની ઝાંખી કે ઓળખ મેળવ્યાં હોય તેને સાંપ્રદાયિક ઓળખ બતાવતા ફરવાનાં હવાતિયાં મારવાં પડે?

“તમે તો ફલાણા સંપ્રદાયના, કેમ?”

“નહીં, અમે એમનાથી જુદા. એ લોકો સવારની પૂજા વખતે દીવો બે વાર ફેરવે, અમે ત્રણ વાર ફેરવીએ!”

ભારે રસદાયક મનોવૈજ્ઞાનિક બાબત છે આ! માણસ ભણે-ગણે, ઉચ્ચ કક્ષાનો બૌદ્ધિક બને, છતાં કેટલીક માર્મિક નબળાઈઓ છૂટતી નથી અને ‘ઓળખ’ની અબળખા આવી જ એક નબળાઈ છે. દાખલા તરીકે હું મારા પરિવારને વારસાગત, જન્મથી મહાવીરનો અનુયાયી ગણાવું ત્યારે એક ભયંકર અને છતાં નક્કર સત્ય એ છે કે મોટે ભાગે મહાવીરનું સત્ય તો ક્યાંય જોજનો દૂર હોય છે, મારી ‘ઓળખ’ જ મહત્ત્વની હોય છે.

બ્રિટનના લોકો આનુવંશિક રીતે મૂળ અમેરિકાના પણ અમે ‘બ્રિટિશ’ એવી ઓળખ માટેની તીવ્ર ભૂખ એ એમની મનોવૈજ્ઞાનિક લાક્ષણિકતા. પરિણામે અમેરિકનોથી નાની નાની, અતિ ક્ષુલ્લક બાબતોમાં પણ અલગ, આગવા, જુદા દેખાવાના એમના સતત પ્રયાસ હોય. ડ્રાઈવરની સીટથી માંડીને ઘરગથ્થુ ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડ સુધી, અમેરિકનો કરતાં ઊંધું કરીને પણ ‘ઓળખ’ જાળવવાનાં ફાંફાં મારે!

માણસ પશુતામાંથી ઉપર ઊઠીને દિવ્યતા તરફ આગળ વધે, આટલા સાદા હેતુ સિવાય ધર્મ કે અધ્યાત્મનો અન્ય શો હેતુ હોઈ શકે? અને ધાર્મિકતાનો

દાવો કરતો દુનિયાનો કયો ફિરકો, કયો સંપ્રદાય આ હેતુ સિવાયનો અન્ય હેતુ ધરાવે છે? દુનિયાનો કયો ધર્મ કે સંપ્રદાય એમ છાતી ઠોકીને કહી શકે છે કે સત્ય, અહિંસા, સાધના, દિવ્યત્વ તરફનો પુરુષાર્થ- આ બધાં તત્ત્વો, એની ‘મોનોપોલી’ (એકાધિકાર) છે? દુનિયાની કઈ ઉપાસના-પદ્ધતિ એમ સાબિત કરી શકે છે કે આ તત્ત્વો એમની વારસાગત જાગીર હતી અને આ તત્ત્વોનું એમણે ‘પેટન્ટ’ કરાવ્યું હતું?

અને એક સીધો, ‘પોઈન્ટ બ્લેન્ક’ સવાલ – જો કોઈ ઉપાસના-પદ્ધતિ, પોતાની ‘ફોર્મ્યુલા’ને ‘સર્વશ્રેષ્ઠ’ ગણાવતી હોય (કેમ જાણે સંપ્રદાયો બજારમાં મળતું ઘી અથવા કેરી હોય, કેમ જાણે ધાર્મિક ‘મહોર’ જાતવાન ઘોડા પેદા કરવાની ખાતરી આપી શકતી હોય!) તો એમણે દાવો કરવો જોઈએ કે એ સંસ્થાબદ્ધ ધર્મ કે સંપ્રદાયમાં બધા સજ્જનો, વિશ્વસનીય, સત્ત્વગુણસંપન્ન લોકો જ પેદા થાય છે.

મુદ્દો ઘીને જુદા જુદા ડબ્બામાં પેક કરી અલગ અલગ ‘બ્રાન્ડ’ આપવાનો, આકર્ષક પેકિંગ કરી પોતાની કંપનીને નામે વેચવાનો છે. અલબત્ત, ઘીના ડબ્બાને બ્રાન્ડ મારીને વેચવાના સોદામાં અમુક રકમ આપવી પડે છે, જ્યારે સાંપ્રદાયિક કે સંસ્થાબદ્ધ ધર્મની બ્રાન્ડ લેવાના બદલામાં સ્વતંત્ર વિચારશક્તિ અને તટસ્થતા હોમી નાખવાં પડે છે. અંધ, ઝનૂની, વિવેકશક્તિ વિહોણા બનો અને સંપ્રદાયની બ્રાન્ડ મેળવો.

જો કહેવાતી વૈરાગ્ય, મોક્ષ, સંયમ, વિશ્વપ્રેમ, સર્વવ્યાપી આત્મતત્ત્વની વાતોથી માણસમાં કમ સે કમ સંનિષ્ઠા અને વિશ્વસનીયતા પેદા થતાં હોત તો આપણો દેશ તો આવી વાતોના ગલીએ ગલીએ નાયગરાના ધોધ ધરાવે છે, તો દુનિયામાં સૌથી વધારે સંનિષ્ઠ, વિશ્વસનીય, સરળ, નિર્દંભી લોકો આપણે ત્યાં હોત. આશ્રમો, કથાઓના શ્રોતાઓ, આધ્યાત્મિક આંદોલનોના ચુસ્ત, ઝનૂની અનુયાયીઓ તો અહિંસા, પ્રેમ, ત્યાગથી ઉભરાતા હોત, પણ તમારો જાતઅનુભવ શું કહે છે? એવું છે ખરું?

જેને સંતપુરુષ કે ધર્મપુરુષની વાણી સ્પર્શી ગઈ હોય, તેને એ સંતપુરુષ કે,ધર્મપુરુષનું લેબલ લગાડીને ફરવાની જરૂર ન પડે. કોઈ જ ધર્મપુરુષ-કોઈ લેબલ પકડાવવાની કે લેબલધારીઓની સંખ્યા વધારવાની વ્યર્થ વાસનામાં અણમોલ જિંદગી બગાડે નહીં.

સમાજમાં ‘ઓળખ’ની જરૂર દુન્યવી માણસોને પડે. પરમચેતનાના રસ્તે આગળ વધ્યા પછી ધાર્મિક-સાંપ્રદાયિક લેબલો બાળકોનાં રમકડાં લાગે. જેણે પરમચેતનની ઝાંખી કે ઓળખ મેળવ્યાં હોય તેને સાંપ્રદાયિક ઓળખ બતાવતા ફરવાનાં હવાતિયાં મારવાં પડે?

Advertisements

2 comments

 1. —————————————इसलिए साधु एकांत खोजता है, असाधु भीड़ खोजता है,

  ———————–
  साधुता अकेले हो सकती है।

  क्‍योंकि साधुता ऐसा दीया है,

  जो बिन बाती बिन तेल जलता है।

  असाधुता अकेले नहीं हो सकती।

  उसके लिए दूसरों का तेल और बाती

  और सहारा सब कुछ चाहिए।

  असाधुता एक सामाजिक संबंध है।

  साधुता असंगता का नाम है।

  वह कोई संबंध नहीं है,
  वह कोई रिलेशनशिप नहीं है।

  वह तुम्‍हारे अकेले होने का मजा है।

  इसलिए साधु एकांत खोजता है, असाधु भीड़ खोजता है,

  असाधु एकांत में भी चला जाए तो कल्‍पना से भीड़ में होता है।

  साधु भीड़ में भी खड़ा रहे तो भी अकेला होता है।

  क्‍योंकि एक सत्‍य उसे दिखाई पड़ गया है।

  कि जो भी मेरे पास मेरे अकेलेपन में है,

  वहीं मेरी संपदा है।

  जो दूसरे की मौजूदगी से मुझमें होता है,

  वही असत्‍य है, वही माया है।

  वह वास्‍तविक नहीं है।

  Like

 2. શ્રી.અરવિંદભાઇ, સ_રસ લેખ.

  જો કે મારી સમજણ અનુસાર એક શરતચૂક ધ્યાને આવે છે ( કદાચ આપનાથી થયેલી હોય કે માન.લેખકશ્રી કે અખબારના ટાઇપસેટરશ્રીની પણ હોય). ફકરો, “બ્રિટનના લોકો આનુવંશિક રીતે…..જાળવવાનાં ફાંફાં મારે!” માં બ્રિટન અને અમેરિકા એ બંન્ને દેશોના નામ એકબીજાને ઠેકાણે મુકાયાનું લાગે છે. ખરેખર તો ’અમેરિકાના લોકો આનુવંશિક રીતે મૂળ બ્રિટનના….’ અને એમ હોવું જોઇએ.

  અહીં પણ અંતિમ વાક્ય (પ્રશ્ન), ’ જેણે પરમચેતનની ઝાંખી કે ઓળખ મેળવ્યાં હોય તેને સાંપ્રદાયિક ઓળખ બતાવતા ફરવાનાં હવાતિયાં મારવાં પડે?’ નો મારી સમજ અનુસાર તો એકજ સ્પષ્ટ જવાબ છે, “ના” ! સુંદર લેખ આપ્યો. આભાર.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s