ભિખારી: “ભગવાન કે, નામ પે કુછ દે દે !” દેશ ( વિશેષ સંદર્ભ ગુજરાત ) માં જોવા મળનારું- 15 ( પંદર ) વર્ષ બાદનું એક દ્રશ્ય, —-( 2 )

દેશ ( વિશેષ સંદર્ભ ગુજરાત ) માં જોવા મળનારું- 15 ( પંદર ) વર્ષ બાદનું એક દ્રશ્ય, —-( 2 )
ભિખારી: “ભગવાન કે, નામ પે કુછ દે દે !” એક વ્યકતિ: “લે, મારી એમબીએની ડીગ્રી લઈ જા !”
ભિખારી: અબે, જા ! જા ! તુજે ચાહિયે તો, એ મેરી સીએ કી ડીગ્રી લે જા !”

અગાઉ લખેલા લેખના અનુસંધાને આગળ લખતા પહેલાં ચાલો સ્વામી વિવેકાનંદે કહ્યું છે તે જરા મમરાવી લઈએ સ્વામીજીના કહેવા પ્રમાણે “ બાળક સ્વંય શિક્ષણ મેળવે છે, તમારું કર્તવ્ય તો માત્ર તેને સહયોગ આપવાનું અને અડચણો દૂર કરવાનું છે, સાચું શિક્ષણ એ છે કે જે માનવને આત્મનિર્ભર બનાવે છે.”

હાલ સમાજના તમામ સ્તરના લોકો ઉચ્ચ વર્ણથી છેક નીચલા વર્ણ સુધીનાને પોતાના સંતાનો ઉચ્ચ ડીગ્રી મેળવી સમાજમાં મોભાદાર સ્થાન મેળવવાની સ્પર્ધા શરૂ થઈ છે. જેમાં ખાસ કરીને પોતાના અથવા વિકલ્પે સગા સ્નેહી કે મિત્રોનો સંતાનમાંથી ઓછામાં ઓછા એક બાળકે તો ડૉકટર બનવું જ જોઈએ તેવો જાણે હ્ઠાગ્રહ શરૂ થયો છે. આ માનસિકતાનો બરાબર લાભ ઉધ્યોગપતિઓ-મોટા વ્યાપારી ગૃહો, રાજકારણીઓ અને સત્તાધારી અમલદારોએ તગડી ફી ઉઘરાવી લાખોનો નફો કરવા કોલેજો ચાલુ કરી છે. આવી મોટાભાગની કોલેજોમાં કુશળ પ્રાધ્યાપકો કે અન્ય આવશ્યક સગવડો ના હોવા છતાં વગ દ્વારા માન્યતા મળતી રહે છે.

આગળના લેખમાં કહ્યું તેમ વંશ પરંપરાગત ધંધામાં કોઈને રસ નથી. નાના-મોટા કારીગરો જેવા કે કડિયા, સુથાર. સોની, દરજી, ધોબી, લુહાર, પ્લમ્બર, ઈલેક્ટ્રીશ્યનો, ઘરકામ કરનારાઓ, રસોઈ કરનારાઓ, ડ્રાઈવરો વગેરે કુશળ-અર્ધ-કુશળ કે અકુશળ તમામને પોતાના બાળકને ડૉકટર,એંજીનીયર, સી.એ., એમ.બી.એ., બી.બી.એ. કે ટેક્નોક્રેટ અર્થાત વ્હાઈટ કોલર વ્યવસાય કે ધંધામાં કાબેલ બનાવવા હોડ લાગી છે અને તે માટે સખ્ત મહેનત-મજૂરી કરી યેન-કેન-પ્રકારેણ નાણાં મેળવી, બાળકોને આવી મોંઘી લાઈન લેવડાવવા કટિબધ્ધ બની આ સ્પર્ધામાં જોડાઈ રહ્યા છે.

આ વિષે વિચારતા જણાય છે કે આપણાં દેશમાં દુર્ભાગ્યે ડૉકટર-એંજીનીયર તથા જે ધંધો-વ્યવસાય કે નોકરી વ્હાઈટ કોલર ગણવામાં આવે છે તે જ માત્ર સ્ટેટ્સ કે મોભા વાળી સમજાય છે. બાકીના ધંધા-વ્યવસાય હલકા ગણવામાં આવે છે તેવી મજબુત માનસિકતા સમાજમાં પ્રવર્તી રહી છે. પરિણામે વંશ-પરંપરાગત ધંધો કે વ્યવસાય છોડી મોભાદાર નોકરી કે વ્યવસાય તરફની દોટમાં મોટાભાગના લોકો દોડી રહ્યા છે.

કોઈપણ કામ ઉચ્ચ કે નીચ કેમ ગણી શકાય ? તમામ પ્રકારનું કામ ગૌરવપ્રદ અને મોભાદાર જ ગણાવું જોઈએ.

મકાન બનાવવું હોય તો માત્ર એનજીનીયર કે આર્કિટેક્ટ દ્વારા કાગળ ઉપર પ્લાન દોરી કાઢવાથી મકાન ના બને ! તે માટે પાયા ખોદનાર, માટી ઉચકનાર, અને બાદમાં ચણતર કરનાર, ઈંટ, પથ્થર, સીમેંટ, રેતી લાવનાર, વાપરનાર, સુથાર, લાકડૂં વહેરનાર, બારી-દરવાજા તૈયાર કરનાર, વગેરે કારીગરોના સંયુકત શ્રમ અને મજૂરી બાદ મકાન ઉભું થઈ શકે ! એ જ રીતે સફાઈ કે સ્વચ્છતા માટે સફાઈ કરનાર કોઈ ના હોય તો ચો-તરફ ગંદકીનું સામ્રાજય ફેલાય પરિણામે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહે ! ખોરાક જીવવા માટે અનિવાર્ય ગણાય. તે પેદા કરવા જમીન ખેડનાર ખેડુત, બી વાવનાર વ્યક્તિ, વાવ્યા બાદ પાણી અને ખાતર દ્વારા માવજત કરનાર, બાદ અનાજ પાકી ગયા બાદ લણનાર અને બજાર સુધી પહોંચાડનાર શ્રમજીવીઓ ના હોય તો ? કલ્પના કરી જોજો ! કમ ભાગ્યે આપણાં દેશમાં શ્રમનો કોઈ મહિમા નથી. આવી માનવીના અસ્તિત્વ ટકાવી રાખવાની મૂળભુત જરૂરિયાતને લગતા શ્રમને હલકું ગણવામાં આવે છે.

જ્યારે પશ્ચિમના દેશોમાં કોઈ કામ હલકું ગણવામાં આવતું નથી. સૌ કોઈ કામ કરનારને આદર સાથે નિહાળવામાં આવે છે અને સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવનારના તે કયા પ્રકારનું કામ કરે છે તે સાથે કોઈ સંબંધ ધરાવતું નથી વ્યક્તિની પોતાની આવડત, કુનેહ અને ક્ષમતા જોઈ સ્થાન આપવામાં આવે છે. મને યાદ આવે છે કે શ્રી ગુણવંત શાહનું “કૃષ્ણનું જીવન સંગીત” અર્થાત ગીતા ઉપરના પુસ્તકમાં વાંચેલો એક પ્રસંગ જ્યારે તેઓ અમેરીકાના પ્રવાસે હતા ત્યારે કોઈ સંબંધી જોડે વ્યાખ્યાન સાંભળવા ગયેલા અને જે વ્યક્તિ વ્યાખ્યાન આપતી હતી તે પોતાના વિષયમાં અદભુત અભ્યાસુ હોવાથી આ વ્યાખ્યાનથી શ્રી ગુણવંત શાહ અત્યંત પ્રભાવિત થયેલા અને અંતમાં પેલા વ્યાખ્યાનકર્તાને અભિનંદન આપવાની સાથે તેઓ શું કામગીરી કરે છે તેવું પૂછ્તાં પેલાએ પ્રત્યુત્તરમાં પોતે સફાઈ કામદાર છે તેમ જણાવેલું. ( આ પ્રસંગ વર્ષો પહેલાં વાંચેલો જે મારી યાદ દાસ્ત ઉપરથી નોંધ્યો હોઈ કદાચ વિગતમાં આમ-તેમ ફેરફાર હોઈ શકે ) મતલબ કે જ્ઞાન અને અભ્યાસને વ્યક્તિ શું અને કેવું અને કયું કામ કરે છે તેની સાથે કોઈ સંબંધ નથી. વ્યક્તિની જ્ઞાન મેળવવાની નિષ્ઠા, એ માટેની તડપન અને ક્ષમતા મહત્ત્વની ગણાવી જોઈએ.

આ દેશના અર્થાત પશ્ચિમ દેશના અમેરીકા સહિત બાળકો ( છોકરો/છોકરી ) પણ પુખ્ત થતાં પોતાનો અભ્યાસ માટેનો, તથા પોતાની અંગત જરૂરિયાતોનો તથા રહેવા કરવા અને ખાધા- ખોરાકીનો ખર્ચ અભ્યાસ કરતા કરતા જ કોઈ પણ કામ શોધી મા-બાપને ચૂકવી દેતા હોય છે અથવા પોતે અલગ રહેવાનું શરૂ કરે છે.

આપણાં દેશના લોકો પણ ત્યાં જાય છે ત્યારે કોઈ પણ કામ કરવા સંકોચ અનુભવતા નથી તેનું પણ આ જ કારણ હોઈ શકે. જે કામ અત્રે કરતા શરમાય કે ક્ષોભ અનુભવે તે વિદેશમાં કરી પોતાના ખરચા કાઢી લેવા પડે છે. જે મા-બાપ પોતાના બાળકને અહિ હોટેલમાં વેઈટર કે વેઈટ્રેસ તરીકે કામ કરે તો હલકું કામ ગણી ના કરવા દે તેવા કામ વિદેશમાં કરે છે અને મા-બાપને ડોલર કે પૌંડ મોકલે છે મા-બાપ પૂછે તો પોતે શું કામ કરે છે તે નહિ કહેતા ”જોબ” કરે છે તેમ કહી ટુંકમાં પતાવે છે .જો આજ બાળકો દેશમાં રહી અભ્યાસ કરતા કરતા કામ કરવાની વાત કરે, તો મા-બાપ સ્પષ્ટ ઈન્કાર કરી ને પોતે બેઠા છે ત્યાં સુધી કશું કરવાની જરૂર નથી, માત્ર અભ્યાસમાં ધ્યાન પરોવો તેવી સુફિયાણી સલાહ આપે છે પરિણામે બાળક સ્વાવલંબી બનતું નથી અને ફાજલ સમયમાં દેખા-દેખી કે ચડસા-ચડસીમાં પરોવાય ફાલતુ ખરચા કરતા રહે છે અને કેટલાક તો અસામાજિક પ્રવૃતિમાં પણ ફસાય જાય છે.

આ ચેપ હવે કારીગરોની જમાતમાં પણ પ્રસરી ચૂક્યો છે. અને પોતે જે વ્યવસાય કે ધંધો પેઢી દર પેઢીથી કરી રહ્યા હોઈ તે હલકો ગણી તેવું કામ બાળકના શીખે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આમ આ વર્ગને પણ વ્હાઈટ કોલર જોબ કે વ્યવસાયનું ભારે આકર્ષણ/ઘેલું લાગ્યું છે. પરિણામે આજે પણ વિવિધ પ્રકારની કામગીરી માટે કારીગરો મેળવવા કઠિન બન્યા છે કે બનતા જતા હોય આવનારા દિવસોમાં કુશળ, અર્ધ-કુશળ અને અકુશળ અર્થાત સ્કીલ્ડ, સેમી સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ કારીગરોની અછ્ત પરાકાષ્ટાએ પહોંચવાની પૂરી સંભાવના રહે છે..અને તેથી તેમની મજૂરીનો દર પ્રવર્તમાન દર કરતાં અનેક ઘણા વધવાની ભરપૂર શક્યતા રહે છે.

આવનારા દિવસોમાં કડિયા-સુથાર કે પ્લમ્બર વગેરે કારીગરો રોજના મજૂરીના રૂપિયા 4000/ થી 7000/- માંગશે તો આશ્ચર્ય નહિ થાય. વળી પોતાની શરતો સાથે કામ કરવા આવવા સ્વીકારશે. કામનો પ્રકાર જાણવા મુલાકાતે આવશે તો વીઝીટ ચાર્જીસ પણ દેવાના રહેશે. ઉપરાંત કામના મર્યાદિત કલાકો નિશ્ચિત કરશે. એ જ રીતે ઘર કામ કરવા આવતી બહેનો કે ભાઈઓ, રસોઈ કરનારઓ, ડ્રાઈવરો, માળીઓ વગેરે પોત પોતાની શરતો સાથે કામ કરવાનું તથા મોટો પગાર માંગશે.

પશ્ચિમના દેશોમાં આવા મોટા ભાગના કામો લોકો પોતે જ શીખી જઈ સ્વ હસ્તે કરતા હોય છે અને આપણાં ત્યાં જનારાઓ પણ આવા કામ અહિ કર્યા હોય કે નહિ પરંતુ ત્યાં નીચી મૂંડીએ કરતા થવાની ફરજ પડે છે. એમ કહેવાય છે કે અત્રેથી ત્યાં જનારાઓની પ્રથમ ખરીદી ટૂલ બોક્સની હોય છે !

તો બીજી તરફ ડૉકટરો, એંજીનીયરો,સી.એ., એમ.બી.એ., બી.બી.એ., કે ટેકનોક્રેટ વગેરે વ્હાઈટ કોલર ગણાતા વ્યવસાયમાં ગળા કાપ હરીફાઈ નજરે પડશે. ડીગ્રી મેળવ્યા બાદ કોઈ એક બાબત માટે નિષ્ણાતની ડીગ્રી મેળવવી અનિવાર્ય બની રહેશે. વર્તમાન સમયમાં હાડકા, મગજ, આંખ, કાન, નાક, ગળું, છાતી, હ્ર્દય, કીડ્ની, કેંસર, ટીબી, ગર્ભાશય, વગેરે શરીરના લગભગ તમામ અંગ-ઉપાંગો અને તેને લગતા તમામ પ્રકારના રોગોના નિષ્ણાત થવાની હરીફાઈ લાગી પડી છે-સંભવ છે કે આવનારા દિવસોમાં આ સ્પર્ધા એટલી હદે વધી જશે કે, જમણા હાથ કે પગનો ડૉકટર અલગ, તો ડાબા હાથ કે પગનો અલગ, એ જ રીતે જમણી આંખ-જમણો કાન, ડાબી આંખ, ડાબો કાન વગેરે શરીરના તમામ અંગો-ઉપાંગો માટે અલગ અલગ નિષ્ણાતની ડીગ્રી મેળવવી પડશે. એંજીનીયરીંગ, મેનેજમેન્ટ, એકાઉન્ટ્સ,આર્કિટેક વગેરે ક્ષેત્રોમાં પણ આજ રીતે તમામ ક્ષેત્રોમાં વિશિષ્ટ અને ખાસ પ્રકારના નિષ્ણાત થવા અભ્યાસ કરવો પડશે.

આવા અત્યંત ખર્ચાળ અભ્યાસ કરતાં કે પૂરો કર્યા બાદ પોતાનો વ્યવસાય શરૂ કરવો કે નોકરી શોધવી તે યક્ષ પ્રશ્ન સામે આવશે ત્યારે મોટાભાગના નોકરી પસંદ કરવા સ્પર્ધામાં જોડાશે. જ્યારે નોકરીની તકો અત્યંત મર્યાદિત અર્થાત ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ બનવાની સંભાવના છે.

નોકરી તરફના વલણમાંના કારણોમાં મુખ્યત્વે નોકરીમાં મર્યાદિત કલાકો કામ કરવાનું રહેતું હોય છે, વળી કામમાં વિલંબ થાય તો કોઈ જવાબદારી ના રહે તેવી સાચી-ખોટી સમજણ ! ઉપરાંત કામચોરી તો આપણાં જીંન્સમાં વણાઈ ગઈ હોઈ કામના કલાકો દરમિયાન પણ ગુટલી મારવી-પોતાના અંગત કામ કરવા, નોકરીમાં આવવા-જવાના સમયમાં કોઈ પા-બંધી નહિ સ્વીકારવી, ઉપરાંત સંગઠન રચી વધુ અને વધુ વેતન મેળવવા સતત આંદોલનાત્મક વાતાવરણ રચતા રહેવું અને આ સંગઠનના ભય હેઠળ ઉપલા અધિકારીઓને સતત તનાવમાં રાખવા, જાહેર મિલ્કતોને નુકશાન પહોંચાડવું વગેરે જાણે આપણી ગળથુથીમાં જ અસ્તિત્વમાં હોય તેવું જણાય છે.

આવનારા દિવસોમાં નોકરીની શરતો અને સવલતો જડમૂળમાંથી પરિવર્તન પામશે અને માત્ર અને માત્ર પરફોરમન્સ આધારિત બનવાની પૂરેપૂરી સંભાવના છે. સરકારની મજદૂર/કામદાર નીતિમાં પણ આત્યંતિક સુધારાઓ કરવા અનિવાર્ય ફરજ પડશે. બીજા શબ્દોમાં આજે જે સરકારી/અર્ધ સરકારી અને જાહેર ક્ષેત્રો જેવા કે વિવિધ નિગમો વગેરેમાં નોકરીમાં સલામતિ જણાય છે તે કાર્યક્ષમતા આધારિત બનતા અસલામત બની જશે.

જો PERFORMANCE UP TO THE MARK AND EXPECTED LEVEL નું નહિ જણાય તો કર્મચારીની હકાલપટી માત્ર એક નોટિસ આપી કરી શકાશે. ઉપરાંત કામના કલાકો દરમિયાન સમયની પા બંધીનું સખ્ત અને કડકાઈથી પાલન કરવામાં આવશે. મોડા-વહેલા આવવા જવાનું, કામ ટલ્લે ચડાવવાનું, લંચ અવર્સ અર્થાત રીસેસમાં નિશ્ચિત સમય કરતાં વધુ સમય ગાળવો કે ઓફિસ સમય દરમિયાન મુલાકાતીઓ સાથે સમય બગાડવો કે અંગત કામ અંગે ઓફિસના સમય દરમિયાન ફોન ઉપર સમય વ્યય કરવો કે ઓફિસનો ફોન વાપરવો વગેરે ગેરવર્તણુક ગણવામાં આવશે અને ગેર-શિસ્ત ગણી સજા કરવામાં આવશે. ઉપરાંત વગર નોટિસે રજા ઉપર જનારને પણ સજા કરવામાં આવશે. એક કે બે વખત ચેતવ્યા છતાં જો કોઈ કર્મચારી પોતાની વર્તણુક નહિ સુધારે તો હકાલપટી કરી નોકરીમાંથી રુખસદ આપી દેવાશે ! આવી કડક નોકરીની શરતો આજે પણ ખાનગી નોકરીમાં પ્રવર્તમાન છે જ. મોટા પેકેજ મેળવનારા આઠ કલાક કે તેથી પણ વધારે તન તોડ મહેનત કરી પોતાની નોકરીની સલામતિનું ધ્યાન પૂર્વક કાળજી રાખી જ રહ્યા છે જે હવે ખાનગી નથી.

આ લેખના અંતે પ્લેટોએ કહ્યું છે તે પ્રમાણે “ ફરજિયાત પણે અપાયેલું જ્ઞાન મગજનો વિકાસ કરતું નથી. ભણતર સાથે ગણતર મહત્ત્વનું છે. તેમ જ્ઞાનની સાથે બુધ્ધિ ને કૌશલ્ય મહત્ત્વના છે. ઈજનેરી કે મેડીકલની ડીગ્રી પ્રાપ્ત કરવાથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી.” અસ્તુ !
( ક્રમશઃ )

Advertisements

9 comments

 1. મુરબ્બી,

  ઉમદા વિશ્લેષણ પર સરસ ચર્ચા તો થઇ જ શકે. થવી પણ જોઇએ … પરંતુ ….. આટઆટલા માનવ કલાકો, વિચારો, લખાયેલા વાક્યો, લખવા માટે કીબોર્ડ પર અફળાયેલી આંગળીઓએ કોઇ અપેક્ષા તો રાખી જ હશેને ?

  ફક્ત એકાદ વાર એકાદ પોઇન્ટ 0.6 બોરની 6 કારતુસ ભરેલી રીવોલ્વોર મંત્રાલયમાં બેસનારા કોઇક એક જ જવાબદાર મંત્રીને લમણે મૂકીને ટ્રીગર દબાવવામાં આટલી તકલીફ કરવી ન પડે.

  મનોજ બાજપેઇ અભિનીત ફિલ્મ શૂળ ….. કદાચ હવે મારા જેવા માટે પ્રેરણા બની જાય તો નવાઇ નહિ પામતા.

  અસ્તુ.

  Like

  1. શ્રી અખિલભાઈ
   આપની સાથે હું પણ જોડાઈશ. આપની વાત તદન સાચી છે કે એકાદ મંત્રીને જો તેની કેબીનમાં જ ટ્રીગર દબાવવામાં આવે તો બધા ડાહ્યા થઈ જાય. મારાં એક લેખમાં મેં લખેલુ કે પેલો અફઝલ કે જેણે લોકસભા ઉપર આતંકવાદી હુમલો કરેલો અને નિશાન ચૂકી ગયો તે ગધેડો નહિ તો શું ? જો નિશાન ચૂકયો ના હોત તો દેશ આ 800 સાંસદોથી ચોકક્સ બચ્યો હોત અને નવા કોઈ આટલા હલકટ પેદા ના થાત.ખેર ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. કોઈપણ કામ ઉચ્ચ કે નીચ કેમ ગણી શકાય ? તમામ પ્રકારનું કામ ગૌરવપ્રદ અને મોભાદાર જ ગણાવું જોઈએ.

  Arvindbhai,
  The essence of the Message in your entire discussions on this Post is in the ABOVE SENTABCE in GUJARATI from your Lekh.
  It an be in our PRESNT & it MUST be in our FUTURE. Then the WRONGED PAST will be FORGOTTEN..and a NEW BEGINNING.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar again

  Like

 3. ખૂબ સુંદર અને સમયસારનો લેખ છે. અમેરિકામાં ગ્રેજયુએટ થતાં – છોકરાં દેવાદાર થઈ જાય છે. જયારથી બધાં જાણે છે. કે બિલ ગેઈટસ સ્ટિવન જોબ્સ ગ્રેજયુએટ નથી થયા તયારથી જુવાન છોકરા ળોકરી ઓ– નવું વિચારતા થયા છે.નીચેનો જોક ગમ્યોઘ
  ભિખારી: “ભગવાન કે, નામ પે કુછ દે દે !” એક વ્યકતિ: “લે, મારી એમબીએની ડીગ્રી લઈ જા !”
  ભિખારી: અબે, જા ! જા ! તુજે ચાહિયે તો, એ મેરી સીએ કી ડીગ્રી લે જા !”

  Like

 4. ભારતમાં ખાનગીકરનનો જે જુવાળ આવ્યો છે; એનાથી ઘણો ફરક પડશે જ.
  સમય જતાં હાલની નિરાશાજનક પરિસ્થીતિ જરૂર બદલાશે.
  અહીં બેન્ક કારકૂન કરતાં સ્કીલ્ડ વર્કર વધુ કમાય છે. અમારી બાજૂમાં રહેતા અમૂક મોટા બંગલાઓ પ્લમ્બર, ઈલેક્ટ્રિશિયન જેવા કારીગરોના છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s