અશાંત દિલ્હી ! રાહુલ બાબા લખનૌમાં !! દયાનીધી મારન, મજબુર વડાપ્રધાન !!!

અશાંત દિલ્હી ! રાહુલ બાબા લખનૌમાં !! દયાનીધી મારન, મજબુર વડાપ્રધાન !!!

( 1 ) રાહુલબાબાનો પતો પડ્યો ! રોમ ભડકે બળે છે અર્થાત દિલ્હી ક્યારે ય નહિ હતું તેટલું અશાંત અને જવાળામુખીના મુખ બેઠેલું જણાય છે ત્યારે આવતી કાલના વડા પરધાન લખનૌ મુકામે તેના સાથીદાર દિગ્વિજયસિંઘ સાથે ઉત્તર પ્રદેશમાં આવી રહેલી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે તેમ જાણવા મળે છે.
( 2 )
આજે જેપીસીની મિટિંગમાં સીબીઆઈના ડાયરેકટરે પ્રશ્નોત્તરી દરમિયાન દયાનીધી મારનનું નામ લેતા જ ડીએમકેના ટી.આર.બાલુએ બબાલ કરી મૂકી હતી. આ દયાનીધી મારનના ભાવિ વિષે મૌનીબાબા મનમોહનસિંઘને પત્રકારે પૂછ્તાં જવાબમાં કહ્યું કે આ તમામ બાબતો અંગે કાનુની સંસ્થાઓ તપાસ કરી રહી છે તેમને કોઈપણ ભય કે પક્ષપાત વિના કામ કરવા દેવા જોઈએ.બીજા અર્થમાં જે રાજા માટે કહ્યું હતું તેમ જ “હું મજબુર છુ“, “તમો માનો છો એટલો ગુન્હેગાર નથી” વગેરે દયાનીધી મારન માટે પણ દોહરાવ્યું.

Advertisements

2 comments

 1. પ્રિય મિત્રો;
  પ્રેમ;
  અન્ના અને બાબાના આંદોલન પછીથી શરુ થયેલ રાજરમત જોવા જેવી છે. જે લોકો રાજકારણમા જંપલાવવા ઈચ્છતા હોય તેમના માટે ઘણા બધા બોધ પાઠ શિખવા મળે તેમ છે કોંગ્રેસના વિચક્ષણ રાજનેતાઓ સમક્ષ તમને બીજા પક્ષોના નેતાઓ સાવ વામણા લાગશે. ક્યારે કેવા દાવ ખેલવા, કેવી રણનિતી અપનાવવી, તમારી તરફ આંગળી ચીંધનારની આંગળી કેમ કરીને વાઢી નાંખવી,પ્રજાને કેમ મુર્ખ બનાવવી, મીડીયાનો લાભ પોતાની તરફેણમા કેમ કરી ઉઠાવવો, ક્યારે ધર્મના નામે કે ગરીબોના નામે કે દલીતોના નામે સોગઠી મારવી અને જાહેર કરતા રહેવું કે અમે તો લોકહીતમા કાયદાના અને બંધારણના દાયરામાં રહીને કદમો ઉઠાવ્યા છે. યેનકેન પ્રકારેણ સત્તાપર કેમ ચીપકી રહેવું તેવા અનેક દુર્લભ પાઠ આપણા કોંગ્રેસના મહાન નેતાઓ પાસે શિખવા મળી શકે તેમ છે. લોકશાહીના નામે છેલ્લા ૬૦-૭૦ વર્ષથી એમજ શાશન ન કરી શકાય. ભલે આપણે સમજતા હોઈએ કે રાજાશાહી કે સામંતશાહીનો ભારતમાં અંત આવી ગયો છે અને હવે આદેશ ગણતંત્ર છે. પણ આપણી ભ્રમણા સિવાય કાંઈ નથી. જરા આંખ ઉઘડી રાખીને જોયા કરો. આવા ૫-૨૫ બાબા કે અન્ના ને ઘોળીને પી જવા માટે આપણા નેતાઓ સમર્થ છે ત્યાં સુધી આપણૉ કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. બે ચાર મહિનામા તો બાબા અને અન્ના કાં તો વેચાઈ ગયા હશે અને કાં તો જેલની હવા ખાતા હશે. જય હિન્દ (કહો કે જય ઈન્ડિયા કહો કે જય ઈંદિરા પરિવાર કહો બધું એક જ છે.)
  શેષ શુભ.
  પ્રભુશ્રીના આશિષ.
  શરદ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s