ભિખારી: “ભગવાન કે, નામ પે કુછ દે દે !” દેશ ( વિશેષ સંદર્ભ ગુજરાત ) માં જોવા મળનારું- 15 ( પંદર ) વર્ષ બાદનું એક દ્રશ્ય, —-( 1 )

દેશ ( વિશેષ સંદર્ભ ગુજરાત ) માં જોવા મળનારું- 15 ( પંદર ) વર્ષ બાદનું એક દ્રશ્ય, —-( 1 )
ભિખારી: “ભગવાન કે, નામ પે કુછ દે દે !”

એક વ્યકતિ: “લે, મારી એમબીએની ડીગ્રી લઈ જા !”

ભિખારી: અબે, જા ! જા ! તુજે ચાહિયે તો, એ મેરી સીએ કી ડીગ્રી લે જા !”

ઉપર જણાવેલ સંવાદ આજે કદાચ એક જોક કે મજાક લાગે તેવી સંભાવના છે પરંતુ 15-20 વર્ષના ગાળામાંઆ એક કઠોર વાસ્તવિકતા બની રહેવાની પૂરે પૂરી સંભાવના છે.

તાજેતરમાં તમામ અખબારો પ્લે હાઉસથી માંડી 10 અને 12માં ધોરણમાં પ્રવેશ મેળવવા વિવિધ શાળાઓની અનેક પ્રકારની લોભામણી જાહેરાતો પ્રસિધ્ધ કરી રહ્યા છે અને આધુનિક મા-બાપો પણ પોતાના બાળકને શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ અપાવવા આંધળી દોટ મૂકી રહ્યા છે પરિણામે વિવિધ પ્રલોભનો આપવાની જાહેરાત કરનારી શાળાના પટાંગણમાં મા-બાપ વહેલી સવારથી જ લાઈનો લગાવી રહ્યા છે. અને શાળાના સંચાલકો પણ આ પરિસ્થિતિનો ભરપૂર લાભ લઈ રહ્યા છે. પ્રવેશ માટે ડોનેશન માગવાનો-આપવાનો વણ લખ્યો નિયમ બની ચૂક્યો છે. ડોનેશન આપીને બાળકનો પ્રવેશ મેળવનાર મા-બાપ બેસુમાર હરખ અનુભવે છે અને અન્ય લોકોને ગૌરવ ભેર આ વાત કરે છે.

અંદાજે એકાદ દસકા થયા સમગ્ર દેશમાં અને વિશેષ તો ગુજરાતમાં બાળકના અભ્યાસ( શિક્ષણ )નું માધ્યમ અંગ્રેજી માટેની એક ઘેલછા પેદા થઈ છે. આ પાગલપણાંનો ભોગ અર્ધ શહેરી, શહેરી અને મેટ્રો શહેરમાં વસતા મધ્યમ વર્ગ્- ઉચ્ચ મધ્યમ વર્ગ અને નવા ધનિકો એટલી હદે થયા છે કે શિક્ષણ માતૃભાષામાં લેવાનું ક્ષોભ અને શરમજનક ઉપરાંત હલકું ગણવામાં આવી રહ્યું છે.અરે ! બાળકને ગુજરાતી બોલતા કે વાચતા ના આવડે તે માટે ક્ષોભ કે શરમ અનુભવવાને બદલે ગૌરવ અનુભવતા જોવા મળે છે.

અભ્યાસ-શિક્ષણ માતૃભાષાને બદલે અંગ્રેજીમાં શા માટે ?

તેના જવાબમાં જણાવવામાં આવે છે કે આજના આ દિન-પ્રતિ-દિન વિકસતા જતા જગતમાં અંગ્રેજી અનિવાર્ય થઈ પડી છે. જે રીતે ટેકનોલોજી, ઈંટરનેટ વગેરે વિકાસ સાધી રહ્યા છે તે જોતાં આવનારા દિવસોમાં વિશ્વ સમસ્તમાં અંગ્રેજી છવાઈ જવાની છે અને ત્યારે આપણાં બાળક અંગ્રેજી નહિ જાણતા હોય તો પાછળ રહી જશે ! ઉપરાંત ધંધો-વ્યવસાય કે નોકરી મેળવવામાં પણ અંગ્રેજી સહાય રૂપ બની રહે છે. વળી ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં અપાતું હોય છે તેથી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લીધેલ બાળક ઝડપથી નવો અભ્યાસ ગ્રહણ કરી શકે છે.

આ અંગ્રેજીના આંધળા ભક્ત મા-બાપો આજે 2011માં એસ એમ એસ અને ઈ મેલમાં લખાતું અંગ્રેજી જોતા કે વાંચતા જ હશે wanted- WANNA, great – GR8, girl-GAL, four-for-, 4,-છે -6e,-fine-f9, you-U, we-V, heaven-HE1, seven-SE1 વગેરે અનેક શબ્દો નવી તરાહે લખાઈ રહ્યા છે તેનું સ્વરૂપ 15-20 વર્ષ બાદ કેટલું બદલાયું હશે તે વિષે કોઈ વિચારે છે ખરા ?

મોટા ભાગના આ મા-બાપો અને બાળકો અભ્યાસ પૂરો કરી અમેરીકા જવાના સ્વપ્ના નિહાળતા હોય છે પરંતુ આપણાં દેશમાં જે અંગ્રેજી શીખવાય છે તે અને અમેરીકાના ઈંગ્લીશમાં હાથી-ઘોડાનો ફેર વિષે અજ્ઞાન હોય છે. ત્યાં ટોઈલેટ ને રેસ્ટ રૂમ, હાઈ-વેંને ફ્રી-વે, પેટ્રોલ/ડીઝલને ગેસ, કરંસીને બીલ તો ક્યુને લેન, હોટેલમાં આપણે જે ભોજનને અંતે બીલ લાવવા કહીએ તેને ચેક કહેવાય છે અને જે બીલ કપેમેંટ કરવામાં આવે તેને બીલ કહેવાય છે. આવા તો અનેક શબ્દો કે જેને આપણે એક સંદર્ભમાં વાપરતા રહીએ છીએ તે ત્યાં તેનો અર્થ અને સંદર્ભ બદલાઈ જતો હોય છે. આ ઉપરાંત અમેરીકનો અંગ્રેજી શબ્દોના સમજી ના શકાય તેવા ઉચ્ચારો કરે છે. આ વાસ્તવિકતાથી કેટલા મા-બાપો માહિતગાર છે ?

સર્વેને વિદિત છે તેમ મંદીમાંથી બહાર નીકળવાના ફાંફા અમેરીકી અર્થતંત્ર છેલ્લા ત્રણ વર્ષ થયા મારી રહેલું હોવા છતાં આજ સુધી સફળ થયું નથી. પરિણામે અનેક બેંકો ફડચામાં ગઈ છે અનેક લાઈનમાં ઉભી છે. આ ઉપરાંત અનેક કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે અને અન્યો કરી રહી છે. ટૂંકમાં અમેરીકી અર્થતંત્ર ડામાડોળ પરિસ્થિતિમાં જીવી રહ્યું છે આવા સંજોગોમાં થોડા દિવસ પહેલાં જ તમામ મીડીયામાં એક સમાચાર પ્રસિધ્ધ થયેલા કે અમેરીકાનું અર્થતંત્ર દેવાળીયું બની રહ્યું/ચૂકયું છે તે સમાચાર કેટલા મા-બાપે ગંભીરતાથી વાંચી આવનારા વર્ષોમાં અમેરીકા જવાના સ્વપ્ના ભોંય ભેગા થઈ જશે તે વિષે વિચાર કરી નોંધ લીધી છે ?

બાળકો કરતાં પણ મા-બાપના માનસમાં મોટી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પેદા કરવાની દેશમાં અને ખાસ કરીને ગુજરાતીઓના માનસમાં આરોપવાની એક જબરજસ્ત સાઝિશ રચાઈ છે અને તેથી જ છેક કેજીથી જ ટયુશન કલાસીસનું ચકર ચાલુ થઈ જાય છે. કોચિંગ કલાસીસ તમામ શહેરો અને અર્ધ શહેરી વિસ્તારોમાં પાનના ગલ્લા જેટલા ફુટી નિકળ્યા છે. જેની પાછળ ખાનગી શાળાઓનું એક અદ્રશ્ય નેટ વર્ક પથરાયેલુ હોય છે જે તગડી ફી ઉઘરાવે છે. અરે કોઈ કોઈ કોચીગ કલાસીસની જાહેરાતો મર્યાદિત સંખ્યા લેવાની છે, તેવી કરી તગડી ફી, ઉપરાંત, પ્રવેશ મેળવવા કોઈની વગનો ઉપયોગ કરવો પડે છે અને આ રીતે ગાંધી-વૈધ્યનું સહિયારું ચાલે છે.

સરકારી અને ખાનગી શાળાઓ/કોલેજોમાં સહાયક શિક્ષક અને પ્રાધ્યાપકો નિમવાની એક નવી પધ્ધતિ ચાલુ થઈ છે જેમાં 3000 થી 5000 હજાર સુધી વેતન આપવામાં આવે છે. આવા સહાયકો કેવું શિક્ષણ આપતા હશે તે વિચારવાની ફુરસદ વાલિઓને નથી. કેટલીક ખાનગી શાળઓ/કોલેજોમાં વેતન પૂરું ચૂકવાયાની પહોંચ મેળવી 50 થી 60% માત્ર વેતન ચૂકવવામાં આવે છે. આ જાતની ગેરરીતિ સમગ્ર દેશમાં ફેલાયેલી છે. ગુજરાત સહિત દેશભરમાં મોટા ભાગની પ્રજાના બાળકો સરકારી શાળા/કોલેજમાં અભ્યાસ કરતા હોય છે.પરિણામે બાળકોને ટ્યુશનમાં મોકલવાની મજબુરી ઉપસ્થિત થતી હોય છે. જો કોઈ વાલી શાળા/કોલેજના શિક્ષણની ગુણવતા વિષે સવાલ કરે તો બાળક તરફ કિન્નો રાખી હેરાન-પરેશાન કરવામાં આવે છે પરીણામે વાલીઓને આવા સંચાલાકોની દાદાગીરી સહન કરવી પડે છે.

થોડા સમય થયા એક નવી પધ્ધ્તિ શરૂ થઈ છે જેમાં બારમામાં પાસ થયા બાદ પ્રવેશ મેળવવા બાળકને કઈ ફેકલ્ટી વધુ અનુકૂળ પડશે તે નિશ્ચિત કરવા કાઉસીલીંગ ચાલુ થયું છે. આ કાઉસીલરો આમ તો ફ્રી સલાહો આપે છે તેવી જાહેરતો થતી રહે છે જ્યારે વાસ્તવમાં તેની પાછળ ખાનગી કોલેજોના સંચાલાકોની મીલી ભગત હોય છે અને આવા કાઉંસીલરો જેટલા પ્રવેશ અપાવે તેના પ્રમાણમાં તગડું કમિશન ચૂકવવામાં આવે છે.

મા-બાપો કે આ કાઉંસીલરો આવનારા દસ-પંદર વર્ષોમાં કયા ક્ષેત્રમાં રોજગારીની વધુ તકો ઉપલબ્ધ બનશે તેનો કોઈ વૈજ્ઞાનિક સર્વે કર્યા વગર જે દિશા/ફેકલટીમાં પ્રવેશ મેળવવા દોટ લગાવાતી હોય તેની ભલામણ કરતા રહે છે.સામાન્ય રીતે મોટા ભાગનાઓને ડૉકટર,એંજીનીયર,ટેકનોક્રેટ,સીએ થવા દોડાવવામાં આવે છે.

આ ખાનગી શાળાના સંચાલકોએ એક નવી યુક્તિ શોધી કાઢી છે તે વિષે કેટલા મા-બાપ જાણકારી ધરાવે છે તે યક્ષ પ્રશ્ન બન્યો છે.છે.ખાનગી શાળાઓ અમર્યાદ સંખ્યામાં વધી રહી છે અને ત્યારે નિષ્ણત શિક્ષકો મેળવવા અતિ કઠિન બન્યું હોઈ શાળા સંચાલકોએ કેટલાક વિષયો શીખવવા મુલાકાતી શિક્ષકો જેવી એક ફોજ તૈયાર કરી છે.( આવી પ્રથા અગાઉના સમયમાં કોલેજોમાં માસ્ટર ડીગ્રી માટે એક બીજી કોલેજોમાં પોત પોતાના વિશેષ વિષયોના લેકચર લેવા શનિ-રવિ દરમિયાન ગોઠ્વણ કરવમાં આવતી. ) હવે આ પ્રથા જે શાળાઓ રૂપિયા વીસહજાર થી શરૂ કરી પચીસ-પચાસ હજાર ફી વસુલ કરતી હોય ત્યાં શરૂ કરવામાં આવી છે. પરિણામે શાળાનો સમય રોજ રોજ બદલાતો રહે છે. આ સમય વિધ્યાર્થીઓના અભ્યાસને અનુકૂળ નહિ પરંતુ મુલાકાતી શિક્ષકની અનુકૂળતા પ્રમાણે ગોઠવવામાં આવતો રહે છે. જેમકે સોમ-મંગળ સવારના સાત વાગ્યાથી, બુધ-ગુરૂનાબપોરેબે વાગ્યાથી તો શુક્ર-શનિના સાંજે આઠ વાગ્યાથી, ટૂંકમાં બાળકને પોતાના ઘરે અભ્યાસ માટે રોજે રોજ સમય બદલવો પડે જે બાળકોને સતત સ્ટ્રેસ હેઠળ રાખે છે જે આખરે બાળકના અંતિમ પરિણામ ઉપર ખરાબ અસર કરે જ કરે ! તેમ છતાં આ ચાલાક સંચાલકોના એગ્રેસીવ પ્રચારથી દોરવાઈ આવી શાળાઓમાં પ્રવેશ મેળવવા મા-બાપો આંધળી દોટ મૂકતા નજરે પડે છે.

આ ઉપરાંત એક મહત્ત્વની બાબત તરફ તમામ વર્ગના લોકો તથા સરકાર પણ આંખ આડા કાન કરી રહી છે જે આપણી શિક્ષણ શૈલી જે તે વિષયનો તલઃસ્પર્શી અભ્યાસ કરાવવા/કરવા ધ્યાન કેંદ્રિત કરવાને બદલે માત્ર સ્મૃતિ અર્થાત યાદ-દાસ્ત લોકિક અર્થમાં ગોખણપટીની મોહતાજ બની ચૂકી છે નહિ કે વિધ્યાર્થીની બુધ્ધિમતા/ક્ષમતા કે ઈંટેલીજ્ન્સની ! જ્યારે જીવનમાં માત્ર યાદ-દાસ્ત પર્યાપ્ત નથી તે એક કમજોર યાંત્રિક પ્રક્રિયા છે તેની સાથે બુધ્ધિનો કોઈ સંબંધ નથી. શિક્ષકનું કામ ખરા અર્થમાં બાળકને શિક્ષિત કરી જ્ઞાની બનાવવાનું છે જ્યારે અહિ તો ગોખણપટીને પ્રાથમિકતા અપાઈ રહી છે.

મોટા ભાગના મા-બાપોને પોતાના બાળકને ડૉકટર-એંજીનીયરીંગમાં મીકેનીકલ-સીવીલ-એવીએશન્-મરીન્-ઈલેક્ટ્રીકલ-ઈલેક્ટ્રોનીક્સ-કોમપ્યુટર વગેરે માં જ અભ્યાસ કરાવવો હોય છે. સરકાર અને ખાનગી ક્ષેત્રની મીલી ભગત આ નબળાઈનો બરાબર લાભ લઈ જુદી જુદી ફેકલ્ટીમાં સીટો વધારી રહ્યા છે અને ડોનેશન દ્વારા કમાણી કરી રહ્યા છે. થોડા સમય પહેલાં જ એન્જિનિયરીંગ્માં બે લાખ બેઠકો વધારવાની જાહેરાત કરવામાં આવેલી આ ઉપરાંત મેનેજ્મેંટમાં 80.000 એંસી હજાર અને આર્કિટેકચરમાં 2200 બેઠ્કો વધશે ! મેડીકલમાં પણ બેઠ્કો વધી રહી છે.

સીટો વધારી દેવાથી શિક્ષણ આપનાર પ્રાધ્યાપકોની માંગ વધશે તે સામે પર્યાપ્ત સંખ્યામાં આવા શિક્ષિત પ્રાધ્યાપકો મળી રહેશે કે કેમ તે વિષે ના તો સરકાર કે ના તો મા-બાપો ચિંતા કરે છે. શાળા કે કોલેજમાં પ્રવેશ મળી જતાં મા-બાપો પેલા ફુલણજી દેડકાની જેમ સમાજમાં ફુલાતા ફરે છે.

ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં આવતા 15-20 વર્ષ પછી અર્થાત 2025-2030 દરમિયાન સમ્રગ દેશ અને વિશેષમાં આપણાં ગુજરાતમાં સમાજ કેવો હશે તથા જે બાળકો આજે 10-15 વર્ષની વય જુથના છે તે તથા જે 3-10 વર્ષની વય જુથમાં છે તે 15-20 વર્ષબાદ અનુક્રમે 25-30 અને 18-23 ના થશે અને ગ્રામ્ય, અર્ધ શહેરી, શહેરી અને મેટ્રો શહેરમાં વસતા મોટા ભાગના યુવાનો અને યુવતીઓ નોકરી-વ્યવસાય કે ધંધાની શોધમાં સક્રિય હશે.

એક વાત એ પણ નોંધવી જોઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડીગ્રી મેળવીને બહાર પડતા યુવાનો કે યુવતીઓને પોતાના પારિવારિક વ્યવસાયમાં જોડાવા કરતા નોકરી કરવાની અને તે પણ-વ્હાઈટ કોલર જોબ – કરવાની ઘેલછા વળગી છે. સરકારી નોકરીને પ્રાધાન્ય આપી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હવે નોકરીને કનિષ્ઠ ગણવામાં આવતી નથી. કરૂણતા ગણો તો તેમ પરંતુ ડૉકટરના દીકરાને ખાનગીમાં પૂછવામાં આવે તો તેને ડોકટર બનવું નથી એવું જ વકિલના કે એંજીનીયરના પુત્ર માટે સમજવાનું છે.. જે કોઈ ધંધા કે વ્યવસાયમાં HARD WORK કરવું પડે કે વધારે કલાકો કામમાં વ્યસ્ત રહેવું પડતું હોય તેવો કોઈ વ્યવસાય આજની આ યુવા પેઢીને સ્વીકાર્ય બનતો નથી તો આધુનિક મા-બાપને પણ બાળક પોતાના પારિવારિક વ્યવસાયમાં અર્થાત સોનીનો દીકરો સોની કામ કરે, સુથારનો સુથારી, લુહારનો લુહારી વગેરે તે મંજૂર નથી. પરિણામે જુદા જુદા ક્ષેત્રમાં નોકરી મેળવવાની હોડ લાગી છે.

એક અંદાજ પ્રમાણે હાલ પણ વાર્ષિક દસ લાખ જેટલા વિધ્યાર્થીઓ ડીગ્રી મેળવી બજારમાં નોકરીની શોધમાં ભરતી થાય છે જેની સામે સરકાર અને અર્ધ સરકારી સંસ્થાઓ ભાગ્યે જ એક લાખને નોકરી આપી શકે છે. બાકીના નોકરીની શોધમાં બેકાર રહી કાં તો હતાશ થાય છે અથવા ગુન્હાહિત પ્રવૃતિમાં જાણ્યે-અજાણ્યે જોડાઈ જતા હોય છે. જે ક્ષેત્રની ડીગ્રી મેળવેલી હોય તે સીવાય અન્ય ક્ષેત્રમાં નોકરી સ્વીકારવા વ્યક્તિ તૈયાર થાય તો પણ મા-બાપ તેમ કરતા અટકાવે છે. અરે કેટલાક બાળકો અભ્યાસ દરમિયાન પણ નાના-મોટા કાર્યો કરી કમાવા તૈયાર હોવા છતાં મા-બાપ તેમ કરવા દેતા નથી અને માત્ર અભ્યાસમાં જ ધ્યાન રાખવા આદેશ આપે છે.

( ક્રમશઃ )

Advertisements

23 comments

 1. બીજી એક વાત. માતૃભાષામાં ભણતા વિદ્યાર્થીઓને પણ કંઈ ખાટવાનું નથી, કારણકે તેમાં અડધું અંગ્રેજીમાં જ હોય છે. હવે પહેલાંની જેમ પાઠ્યપુસ્તકો લખનારા, ઘડનારા અંગ્રેજી શબ્દોના અનુવાદ કરવાની તસદી લેતા નથી. આંકડા પણ પહેલેથી અંગ્રેજીમાં જ શીખવાડાય છે અને લખવાની ટેવ પડાય છે. એટલે ગુજરાતી આંકડા ભવિષ્યમાં કોઈને આવડતા હશે કે કેમ તે એક સવાલ છે. એમાં વળી હવે સેમિસ્ટર પદ્ધતિ અને નવી નવી પદ્ધતિ આવી રહી છે. દફ્તરોનો બોજ તો કલ્પના બહારનો હોય છે. ૫થી ૧૦ વર્ષના બાળકોના દફ્તરોનો બોજ કેટલો બધો હોય છે!

  Like

 2. બહુ જ વિગતસભર લેખ. ખાસ તો ભારતમાં ભણાવાતા અંગ્રેજી અને વિદેશોમાં પ્રયોજાતા અંગ્રેજી વચ્ચેનો ભેદ), ટ્યૂશનના ચક્કર…ઘણા મુદ્દા આવરી લીધા છે તમે. શિક્ષણ, તબીબી સેવા, પીવાના પાણી, રસ્તા જેવી પાયાની સુવિધાઓમાં એટલી મોંઘીદાટ થઈ ગઈ છે કે વાત ન પૂછો. ભ્રષ્ટાચાર બેફામ થઈ રહ્યો છે.

  અમૂલ દૂધ પણ તેની એટલી બધી જાહેરખબરો કરે છે કે પછી સરવાળે તેના પૈસા વસૂલવા છાશવારે ભાવવધારો કરે છે. માત્ર એના કારણે જ ભાવ વધે છે તેવું નથી. દૂધની બનાવટો – ચીઝ, પનીર, માખણ પણ એટલું બધું વપરાવા લાગ્યું છે. અમૂલ ભાવ વધારે પછી બીજા બધાં પણ ભાવ વધારે છે. પેટ્રોલમાંય એવું જ છે. પેટ્રોલમાં ભાવ વધે તે પછી સી.એન.જી.માં ભાવ વધે જ છે. આમાં મરો માત્ર નોકરિયાત વર્ગનો જ થાય છે.

  Like

  1. જયવંતભાઈ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપની અમૂલ વિષે તથા પેટ્રોલ વગેરેની વાત સાચી છે. પેટ્રોલ કંપનીઓ ભરપૂર ડીવીડંડ શેર હોલ્ડરોને આપે છે ઉપરાંત બોનસ શેરો પણ આપતી રહે છે. આ કંપનીઓના મુખ્ય શેર હોલ્ડર કેન્દ્ર સરકાર અને કંપનીના કર્મચારીઓ છે. જાહેરાતોની પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે.અને આમ ભાવ વધારાનું ચક્કર આમ આદમી અને મર્યાદિત આવક વાળાને સતત પીલે છે.મને ડર છે કે કયારેક આ માત્ર પગાર મેળવનાર કર્મચારીઓના પીલાણમાંથી પણ આ સરકારમાં બેઠેલા લુચ્ચા રાજકારણીઓ તેલ નીકાલશે ! અસ્તુ ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 3. કાલે ૧૨ કોમેર્સનું પરિણામ આવ્યું, આજે બધા છાપા શાળાની જાહેરાતથી જ જોવા મળેલા. દરેક શાળા પોતાનીશાળાને x -y રીતે સર્વશ્રેષ્ઠ બતાવે છે. કોઈ કહે અમારી શાળાનો વિદ્યાર્થી ૯૯% સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ છે, કો બીજી શાળા કહે બોંડનું પરિણામ ૭૭%, ગુજરાતનું ૭૭ પન અમારી શાળાનું ૯૭%. આમ જુદી-જુદી રીતે પોતાની શાળાની જાહેરાતમાં સાબિત કરવામાં આવે કે પોતે જ શ્રેષ્ઠ છે. આજે જેમ દરેક વસ્તુનું માર્કેટિંગ માટે જુદા જુદા કીમિયા કરવામાં આવે છે તેવું જ શિક્ષણનું છે. એવું જાણવા મળ્યું છે કે ૧-૨ શાળાના અધિકારી ગામની અને નજીકની શાળામાંથી ૧-૫ માં નંબર લઇ આવતા હોય તેનો સંપર્ક કરી તેને પોતાની શાળામાં એડમિશન માટે ફોર્સ કરે છે, અલબત તેને ફીમાં રાહત કે પછી રેહવા-જમવાની વ્યવસ્થા પણ ફ્રીમાં કરી આપે છે. આવામાં નબળા વિદ્યાર્થીનું શું? તમે જે હોશિયાર છે તેને જ ભણાવો તો તેને સારા માર્ક આવવાના જ છે. ૧૨મા ધોરણમાં એક શાળાની જાહેરાત હતી કે અમારી શાળામાંથી x વિદ્યાર્થીઓ ૯૮% ઉપર ટકાવારી મેળવેલ છે. અરે!!!!!એટલા બધા માર્ક્સ! શું વિદ્યાર્થીને ૨% જ ન આવડ્યું? એટલા બધા હોશિયાર છે બાળકો? અને ૧૯-૧૫ છોકરાના માર્ક્સ અને ફોટા સાથે તેઓ શું બનવા માંગે છે તે પણ જણાવે કે અમે સી. એ., સી.એસ., એમ.બી.એ. થવા માંગી છીએ. આટલા કાબેલ વિદ્યાર્થી પછી ક્યાં ખોવાય જાય છે, ડિગ્રી મેળવ્યા પછી?કેમ બેકારી દિવસે દિવસે વધતી જાય છે. આવા વિદ્યાર્થીને તો ખુબ સારી નોકરી મળવી જોઈએ, છતાં તે ૫૦૦૦/૬૦૦૦ ના પગારમાં કામ કેમ કરે છે? તેનામાં ટેલેંન્ટ નથી કે રોજગારી નથી?

  હમણાં એક ચર્ચા થઇ રહી હતી તેમાં ખ્યાલ આવ્યો કે નર્સરીની ફી ૧૨૫૦૦૦, અને શાળાવાળા કહે છે કે દર વર્ષે ૨૦-૨૫% શાળાની ફીમાં વધારો થશે તેની ગણતરી રાખવાની. અરે!!!!એટલી બધી ફી માત્ર નર્સરીની!!!!! શું કરાવતા હશે, કે પછી ૫* સ્કૂલ નો ચાર્જ છે? અમુક શાળામાં લાઈનમાં માં-બાપ આખી રાત ઉભા રહે, એટલી એડમીસન માટે મારામારી હોય છે.૧૨૫૦૦૦ દર વર્ષની ફી ગણીને ૧૨ વર્ષની ગણતરી કરી તો ૧૫૦૦૦૦૦ થાય. આવી શાળામાં ભણેલા છોકરા-છોકરી આટલું કમાય શકવાના છે? ગુજરાતી કે અંગ્રેજી માધ્યમમાં ભણવાથી ફર્ક પડે છે, પણ તે વ્યક્તિ પર જ આધારિત છે, ઘણી કોર્પોરેટ/પ્રાઈવેત માં જોયું છે કે બનેના પગાર અને ગ્રેડ સરખા જ છે. આપને કઈ રીતે ભણી છે તે જ મહત્વ નું છે. ગોખાનીયું જ્ઞાન ક્યાય કામે લાગતું નથી.

  Like

  1. દર્શનાજી
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપે જે વાત સ્પર્શી છે તે વિષે અને શિક્ષકની કે અન્ય નોકરી મેળવવા અભ્યાસ પૂરો કરી ડીગ્રી મેળવી લીધા બાદ કેટલી રક્મ ટ્ર્સ્ટીઓને કે ઉચ્ચ અધિકારીઓને લાંચ તરીકે આપવી પડતી હોય છે તે મુદો લેખના હવે પછીના હપ્તામાં આવરી લેવાનો છે. જે સહજ આપની જાણ માટે. ખેર ! આપે રસ લઈ સુંદર પ્રતિભાવ લખ્યો તે માટે ધન્યવાદ ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

   1. ભાઈશ્રી ભરત
    આપની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! અનુકૂળતાએ અન્ય લેખો વાંચતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવતા રહેશો તો મને આનંદ થશે. ચાલો આવજો ! મળતા રહીશું !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

 4. Dear Arvind,

  Really alerting for parents and students, but do they know? Is it alerting to them???
  nahiter Bhesh aagal bhagvat..

  tame jetlu satya lakhyu chhe ne jevo tame, temaj amaro sahu no jeev baro chhe teni kone padi chhe?

  aato gheta ni jem ek bija ne line me chali jay chhe.. not knowing where it is going to end..

  kharekhar dhayavad ne patra chho .. love your wrting and spirit.

  all good comments: maja avi

  Like

 5. વાસ્તવિકતા કડવી ચીજ છે,પણ થોડા મારા મુદ્દા ધ્યાનમાં લેશો.અમેરિકન ઈંગલીશ અને બ્રિટીશ ઇંગ્લીશમાં ફેર છે.જેવો ફેર ગુજરાતની ગુજરાતી અને કાઠીયાવાડી ગુજરાતીમાં હોય છે અને તે કોઈ ગુનો નથી.અમેરિકા આવવાની જે ઘેલછા છે તે ખોટી જ છે.એના માટે લાખો રૂપિયા લોકો ખર્ચે છે અને તે પણ ઈલીગલ રહેવા માટે એમાં કોઈ ફાયદો નથી.અમારા માણસાના એક પટેલનો છોકરો હાલ ટેક્સાસની જેલમાં છે.
  અંગ્રેજી સારું બોલે તે અસંસ્કારી હોય અને ગુજરાતી બોલે તે જ સંસ્કારી હોય તેવું કઈ રીતે મનાય?હિરેનભાઈ જવાબ આપશો જરા અને કોમ્પુટર એન્જીનીયર બન્યા તો પુસ્તકો ગુજરાતીમાં હતા?
  મેડીકલ સાયન્સ અને એન્જીનીયરીન્ગનું અને એવી અનેક શાખાઓનું શિક્ષણ ગુજરાતીમાં કઈ રીતે આપશો?એના માટે કોઈ ગુજરાતી પાઠ્યપુસ્તકો છે ખરા?
  સાયન્સ,એન્જીનીયરીંગ,મેડીકલ સાયન્સ અને ઘણી બધી બાબતોનું તમામ સંશોધન અને નવું નોલેજ હિન્દી કે ગુજરાતીમાં કરાયું હોત તો આજે જખ મારીને આખી દુનિયાને ગુજરાતી ભણવું પડતું હોત કે નહિ????હોત કે નહિ????હોત કે નહિ???
  આપણે રીસર્ચ કેટલું કરીએ છીએ???તો પછી મંદિરોમાં પૈસા કોણ નાખશે?
  દક્ષિણ ભારતીયો અંગ્રેજી તથા એમની માતૃ ભાષા બંને સારી રીતે બોલે છે.આપણે કેમ ના બોલી શકીએ?બે ભાષાઓ સારી રીતે શીખતા કોણ રોકે છે?
  મારા ભાઈના છોકરાં,અંગ્રેજી,ગુજરાતી,હિન્દી અને કન્નડ આમ ચાર ભાષાઓ જાણે છે.અમારી સાથે વાતચીત કરતા ક્યારેય અંગ્રેજીમાં બોલતા નથી.મારા દીકરાની વહુ પંજાબી,મરાઠી,ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી જાણે છે.મને એ સમજાતું નથી કે બે ભાષાઓ સારી રીતે શીખવામાં શું વાંધો?
  અંગ્રેજી પણ હવે મૂળ સ્વરૂપમાં રહેવાની નથી.એમાં મીનીટે મીનીટે નવા શબ્દો ઉમેરાય છે.પરિવર્તન સ્વીકારવું જ રહ્યું.જ્યાં સુધી ગુજરાત છે,ગુજરાતી છે ત્યાં સુધી ગુજરાતી ભાષા મરવાની નથી.બાળકો શુદ્ધ ગુજરાતી બોલે તેની તકેદારી માતાપિતાએ રાખવી જોઈએ.
  બાકી ગુજરતમાં શિક્ષણ એક વેપાર થઇ ગયું છે.એમાં આપની વાતમાં શંકાનું કોઈ કારણ નથી.કરપ્શન એમાં પણ વ્યાપી ગયું છે,અને નવા નવા રસ્તા એ માટે શોધાય છે તે બાબતે આપે બહુ સારી જાણકારી આપી.આપનો જુસ્સો માન આપવા લાયક છે.

  Like

  1. ભાઈશ્રી ભુપેંદ્રસિંહજી
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપે કહેલા બ્રિટિશ અને અમેરિકન અંગ્રેજીમાં શબ્દોના અર્થમાં અને ઉચ્ચારોમાં પણ ખૂબ જ ફેર છે જે પહેલી વાર અમેરિકા જાય ત્યારે સમજવામાં કઠણાઈ અનુભવે છે. અંગ્રેજી જોડણીમાં પણ ઘણો ફેર છે સાથે વ્યાકરણમાં પણ. તેમ છ્તાં મારો મત બાળકોને અંગ્રેજી નહિ શીખવવું તેવો નથી. અંગ્રેજી જરૂર શીખવો પણ માધ્યમિક શિક્ષણ સુધી માતૃભાષામા શિક્ષણ આપો અને અંગ્રેજીને એ રીતે શીખવો કે શીખનારને ભાષાનો બોજ ના લાગે ! આજે જે બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે કે કરી ચૂક્યા છે તેમને નથી લખતા કે નથી બોલતા આવડતું. ભાષા પ્રત્યે પ્રેમ ઉભો થાય તો જ ભાષા ચડે. ધરાર અંગ્રેજી માધ્યમમાં ભણનાર વેરથી ભણતા હોય છે. પોતાના વિષય સીવાય અન્ય કંઈ ખબર હોતી નથી. અંગ્રેજી અખબાર પણ વાંચવાનું ટાળતા હોય છે તો અન્ય સાહિત્ય વિષે શું ફરિયાદ કરવી. આજે અંગ્રેજી માધય્મ સ્ટેટસ બની ચૂકયું છે જ્યારે ગુજરાતી બોલતા-લખતા કે વાંચતા ના આવડે તેને ગૌરવ સમજાય છે.પરિણામે શિક્ષણ વેપાર બની ગયું છે અને જેનો લાભ રાજકારણીઓ પોતાની સતાનો ઉપયોગ કરી લઈ રહ્યા છે.ખેર ! ધન્યવાદ ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

   1. આપની વાત તદ્દન સાચી છે.મને યાદ છે વડોદરામાં એલેબ્મિક વિદ્યાલય જે ગુજરાતી માધ્યમની શાળા હતી ત્યાનો એક મિત્ર મારી સાથે કોલેજમાં આવેલો જે એટલું બધુ સુંદર અંગ્રેજી બોલતો કે ના પૂછો વાત.ગુજરાતી માધ્યમ સારું જેથી ગુજરાતી આવડે અને શાળાએ ધ્યાન રાખવું કે વિદ્યાર્થી અંગ્રેજીમાં પણ નિપુણ થાય જે છુટકો નથી.

    Like

    1. @ભુપેન્દ્રસિંહજી બાપુ.
     નમસ્કાર બાપુ,
     ગુજરાતી માધ્યમમાં શિક્ષણથી મારો મતલબ ૧૨ ધોરણ સુધીનો જ હતો. એ પછી તો અંગ્રેજી જરૂરી જ છે, અને એ પણ ખાલી ગુજરાત માટે જ વાત થાય છે. બીજી જગ્યાઓએ તેમની પોત પોતાની માતૃભાષા જ ગણવી. અંગ્રેજી પ્રત્યે મારો વિરોધ નથી, ઉપરથી મને તો બહુ ગમે છે, કોઈને “હું તને પ્રેમ કરૂં છું” કહેવા કરતા અંગ્રેજીમાં “I Love You” કહેવું વધારે સહેલું છે, તેવી જ રીતે “ભુલ થઈ ગઈ, માફ કરો” ને બદલે “Sorry” કહેવું જ વધારે સહેલું છે. મારો વિરોધ ખાલી બાલમંદીરથી લઈ અને ૧૦મા ૧૨મા સુધી લોકોની અંગ્રેજી માધ્યમ પ્રત્યેની ઘેલછાનો છે.

     ૧,૨૫૦૦૦ ફી થી તમને ચક્કર આવે છે, પણ આ ફી પણ માત્ર અંગ્રેજી માધ્યમ માટે જ છે. જો તમે કોઈ સારી ગુજરાતી માધ્યમની ખોટા દેખાડા વિનાની સ્કુલમાં જાઓ તો આજે પણ ફી નહીવત જ છે. અને એવી શાળાઓ માંથી ભલે રેન્કરો પેદા ન થતા હોય પણ લાંબી રેસના ઘોડા બધા ત્યાંથી જ આવે છે.

     અંગ્રેજી માધ્યમમાં ભણતા મોટાભાગના બાળક અસંસ્કારી બને છે એવું નહી પણ એ અવ્યવહારુ બને છે. અવ્યવહારુ બનવાનું પણ કારણ એ જ કે, એ ભણે છે અંગ્રેજીમાં પણ લોકલ દુનિયામાં વ્યવહાર ગુજરાતીમાં કરવો પડે છે, જે તેને માફક પણ નથી આવતો અને યોગ્ય પણ નથી લાગતો.

     બીજી વસ્તુ એ કે મોટાભાગના છોકરાઓ તેમના વાલીઓની પણ સહમતીથી ખાલી અંગ્રેજી જ જાણતા હોય છે, અને ગુજરાતી નથી જાણતા. અને અરવિંદભાઈ એ કીધું તેમ ગુજરાતી ન જાણવાનો ગર્વ પણ અનુભવે છે. આવા બાળકોના વડીલો, દાદા અને મોટાભાગના કેસમાં માતા પણ અંગ્રેજી ન જાણતા હોવાના કારણે તેમને મુળ શીખવવાની વાતો જ નથી શીખવી શકતા.

     એટલે ગુજરાતીમાં થોડું ભણી લે પછી ભલે ને તે અંગ્રેજી કોલેજોમાં જાય એને કમ સે કમ ગુજરાતી વ્યવહારો તો ખબર હોય.

     હા પણ કોઈ શિક્ષીત ઘર હોય તો એમના છોકરાઓ ચોક્ક્સ અંગ્રેજીમાં ભણી શકે અને તેમની તો વાત જ જુદી છે. આતો ફક્ત સમાજમાં દેખાવને ખાતર આવું કરતા માં-બાપો માટે છે. આવા બાળકો પછી અમેરીકન સ્ટાઈલમાં ફરે, માં બાપને પેલા ભુખભેગા અને પછી ઘરડા ઘર ભેગા કરે ત્યારે માં બાપે પણ તેને એ વખતે ગાળો દેવાને બદલે પ્રેમથી સ્વીકારવું જોઈએ કે ભઈ તમે શીખવ્યું જ નથી તો શું થાય?

     —————-

     રહી વાત બે ભાષા શીખવાનો તો, ભાષા તો જેટલી શીખો તેટલી ઓછી તેમાં મારો કોઈ વિરોધ નથી. હા, પણ તમે ગુજરાતીમાં આખો દિવસ ફાડ ફાડ કરતા હોય અને છોકરાને નાનપણથી જ અંગ્રેજી શિખવા મજબુર કરો તેનો માત્ર છે.
     અને રિસર્ચ જ કરવું હોય તો કોઈ પણ ભાષામાં થઈ શકે, તમે ગુજરાતીમાં પણ કરી જ શકો, પણ એ પહેલા શું શું વસ્તુ શોધાઈ ગઈ છે તેનું જ્ઞાન હોવું જરૂરી છે. આ વખતે અંગ્રેજીનું મહત્વ એટલા માટે કે તેને આંતરાષ્ટ્રીયભાષા તરીકે ગણવામાં આવી છે, એટલે જ બધા પુસ્તકો અંગ્રેજીમાં જ લખાય છે. બાકી જર્મન, ગ્રીક , લેટીનમાં પણ બહુ સંશોધનો થઈ ગયા પણ તે બધા અંગ્રેજીમાં જ પુસ્તક સ્વરૂપે આવવાનું કારણ આટલું જ.

     —————-

     અને હા બાપુ, મને ઈલેક્ટ્રોનીક્સ અને કોમ્યુનીકેશન એન્જીનીયરીંગમાં આવતા મહીને ડીગ્રી મળશે. એટલે વાઘ પાસેથી પાર્ટી લેવાનું ભુલતા નહી. કોલેજમાં ગયા પછી મેં એને મારા PA ની જવાબદારી સોંપી છે, એટલે પાર્ટી વગેરેનું આયોજન એ જ કરે છે 😉 😉
     (હાહાહાહા, બાપુ મજાક કરું છું, જો જો વાઘને ગંધ ન આવી જાય. તમારી મજબુત મેરાણીની વાતથી હજુ ધમકીઓ આપે છે.)

     જો કે વાઘ ભલે તમારી અને અન્ય મિત્રોની સામે દહાડે પણ મારી સામે ક્યારેય દલીલો નથી કરતા, એને ય ખબર છે, બંદા મરી જાશે પણ હાર નહી સ્વીકારે. પછી મુર્ખાઓ જોડે દલીલમાં નથી ઉતરવું એમ કહીને જાન છોડાવે છે.

     આભાર…. આનંદો આનંદો…
     🙂 😉

     Like

    2. ભાઈશ્રી હિરેન
     આભાર ! વિગતવાર સરસ રીતે ભાઈશ્રી ભુપેંદ્રસિંહજીને પ્રત્યુત્તર આપવા બદલ ધન્યવાદ ! એક વાત કહું અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા બાળકના માતા-પિતાને કોઈએ પૂછ્યું કે આપ બંનેને અંગ્રેજીની કેટલી એ બી સી ડી આવડે છે. જવાબમાં કહ્યું કે ચાર ! પેલા એ કહ્યું બીજી બોલી બતાવો ! જવાબ મળ્યો બીજી બોલતા નહિ આવડે ! હા ! હા ! હા ! હા હા ! આવી છે અંગ્રેજીમાં અભ્યાસ કરાવતા માતા -પિતાની હાલત ! ઘર અને આજુ બાજુમાં જો અંગ્રેજી બોલ-ચાલનો માહોલ ના હોય તો અંગ્રેજી જ માત્ર નહિ કોઈ પણ ભાષા બાળકને ચડે નહિ. અસ્તુ ! આવજો ! મળતા રહીશું !
     સ-સ્નેહ
     અરવિંદ

     Like

    3. શ્રી ભુપેંદ્રસિંહજી
     આભાર ફરી પધારવા બદલ ! આપને આપના પ્રતિભાવના સંદર્ભે ભાઈ હિરેને વિગતથી પ્રત્યુત્તર આપેલા હોઈ હું પુનરાવર્તન કરતો નથી. આવજો ! મળતા રહીશું !
     સ-સ્નેહ
     અરવિંદ

     Like

 6. મોટા ભાગના આ મા-બાપો અને બાળકો અભ્યાસ પૂરો કરી અમેરીકા જવાના સ્વપ્ના નિહાળતા હોય છે
  >> We should think, WHY? Why parents want to do this? If we dig more we get the answer.

  મોટા ભાગના મા-બાપોને પોતાના બાળકને ડૉકટર-એંજીનીયરીંગમાં મીકેનીકલ-સીવીલ-એવીએશન્-મરીન્-ઈલેક્ટ્રીકલ-ઈલેક્ટ્રોનીક્સ-કોમપ્યુટર વગેરે માં જ અભ્યાસ કરાવવો હોય છે.
  >> Again same, WHY?

  સરકાર અને ખાનગી ક્ષેત્રની મીલી ભગત આ નબળાઈનો બરાબર લાભ લઈ જુદી જુદી ફેકલ્ટીમાં સીટો વધારી રહ્યા છે અને ડોનેશન દ્વારા કમાણી કરી રહ્યા છે.
  >> This is called cash out the opportunity. Concept is being taught in MBA.

  શાળા કે કોલેજમાં પ્રવેશ મળી જતાં મા-બાપો પેલા ફુલણજી દેડકાની જેમ સમાજમાં ફુલાતા ફરે છે.
  >> This is what happens when people are not free thinker. Society is moving towards slavery. And SLAVE has no rights to think.

  Thanks,
  Vijay

  Like

  1. ભાઈશ્રી વિજય
   આભાર બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે ! ફરી પણ મુલાકાત લેતા રહેશો. આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 7. શ્રી અરવિંદભાઈ ખુબ સરસ.
  બાળકોને અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ભણાવવા માટે એટલું કહીશ કે, બાળક ગુજરાતીભાષામાં ભણી સંસ્કારી, કોઠા સુઝવાળું અને હુશીયાર બને છે અને આવડત પ્રમાણે હોશીયાર બને છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ભણતું બાળક આ દરેકથી વંચીત રહી જાય છે અને ખાલી અંગ્રેજીમાં ચબર ચબર કરી જાણે છે, અને ૯૦% બાળકો મુળભુત સંસ્કારો જ ન મળવાને કારણે અવ્યવહારુ બને છે. એ લોકો માતા પિતાના ખોટા દેખાડા જોઈને મોટા થઈને એ જ રસ્તો પકડે છે અથવા કોઈ સમજદાર હોય તો માતા પિતાને જ છોડી દે છે.
  મારા મતે બાળકને શિક્ષણ માતૃભાષામાં જ અપાવું જોઈએ, એટલે કે ગુજરાતીમાં.

  ટ્યુશન ક્લાસિસ માટે જો જુના ૧૦ અને ૧૨ ધોરણના ટોપર્સની યાદી જોશો તો ખબર પડશે કે તેમાંના એકપણ કંઈ ઉકાળી શકતા નથી. જે લોકો ઉકાળી જાય છે એ બધા મોસ્ટ ઓફ લાસ્ટ બેંચર્સ જ હોય છે. અહીંયા ઉકાળી જવાનો મતલબ પૈસા ભેગા કરવાનો નહી પણ ઈતિહાસમાં સારી જગ્યાએ નોંધ લેવાઈ તેનો છે.

  અરવિંદભાઈ તમે ૩૦૦૦ થી ૫૦૦૦ ની વાત કરો છો તેવી રીતે હું હમણા જુનમાં એન્જીનીયર બનીશ, ત્યારે મને મારી કોલેજ વાળા ફક્ત ૮૦૦૦ પગાર ઓફર કરે છે, અને એ પણ ત્રણ મહિને પગાર લેવાની શરતે. જેમાં અન્ય અમુક દંડ કપાય તે અલગ. જ્યારે મારો અત્યારનો મહિનાનો ખર્ચો ૮૦૦૦ થી વધુ છે.

  ક્રમશઃ ની આતુરતાથી રાહ જોઈશ.
  (લાંબી કોમેન્ટ બદલ માફી માંગુ છું, પણ ગુજરાતી યુનીકોડ ફોન્ટ એટલા મસ્ત છે કે લખ્યે જ જવાની ઈચ્છા થાય છે 🙂 )

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s