*** માર્ગ અકસ્માતમાં મૃત્યુનો પ્રથમ નંબર 2010માં પણ જાળવી રાખતું ભારત ! મેરા ભારત મહાન ! ? ! ***

*** માર્ગ અકસ્માતમાં મૃત્યુનો પ્રથમ નંબર 2010માં પણ જાળવી રાખતું ભારત ! મેરા ભારત મહાન ! ? ! ***

બે દિવસ પહેલાં પ્રસિધ્ધ થયેલા સમાચાર પ્રમાણે 2010 દરમિયાન પણ માર્ગ અકસ્માતમાં મૃત્યુનો વધુમાં વધુ દર મેળવી આપણાં દેશે જગતભરમાં પ્રથમ નંબર ગૌરવ ભેર ( ? ) જાળવી રાખ્યો છે. 2010માં માર્ગ અકસ્માતમાં એક લાખ સાઠ હજાર લોકોના મૃત્યુ થયા છે જ્યારે 2009માં આ આંકડો એક લાખ પચીસ હજાર જ હતો.

માર્ગ ઉપર વધતા મૃત્યુના દરને વાહનોની સંખ્યામાં થયેલો વધારો-ખાસ કરીને ટુ-વ્હીલર્સ અર્થાત બાઈક અને સ્કૂટરને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે.

દુનિયાભરમાં પ્રથમ નંબર જાળવી રાખવામાં મારાં મતે આ વિષે ખરા યશના અધિકારીઓ તો નીચે દર્શાવેલ લોકોને ગણી શકાય ! આવો, આપણે સૌ તેઓને સાથે મળી બિરદાવીએ !

( 1 ) સૌ પ્રથમ તમામ સ્તરે રાજકર્તા સર્વોચ્ચ હોદાઓ શોભાવતા પ્રધાનો અને અમલદારોને ધન્યવાદ ! આ તમામ લોકોમાં કાયદાના અમલ માટેની ઢીલી અને લાગતા-વળગતા તરફ ઝૂકતી નીતિ અને કાયદાના અમલ માટે મક્ક્મ ઈચ્છાશક્તિનો અભાવ !

( 2 ) ડ્રાઈવરો- ટ્રક-ટેન્કર અને ટ્રેકટર જેવા ભારેખમ વાહનોનું માત્ર હાઈ-વે ઉપર જ નહિ પણ શહેર કે ગામડાંના માર્ગો ઉપર પણ થતું બેફામ ડ્રાઈવીંગ ! કેટલાક નશામા ચકચૂર, કેટલાક મોબાઈલમાં તો કેટલાક આઈપોડના સંગીતમાં બે ફિકરાઈથી ચલાવતા ડ્રાઈવરો ! તેમને પણ ધન્યવાદ !

( 3 ) હાઈ-વે ઓથોરીટસમાં પ્રવર્તી રહેલી ફરજ પ્રત્યેની બેદરકારી અને નિરંકુશ ભ્રષ્ટાચાર !

( 4 ) રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસના મોટા ભાગના કર્મચારીઓ સાથે વગ ધરાવતા નાગરિકોની સાઠગાંઠ- ભ્રષ્ટાચાર આચરી આપવામાં આવતા વગર ટેસ્ટે લાઈસન્સો !

( 5 ) નીઓ રીચ અર્થાત નવા ધનિકોના નબીરાઓનું શહેરોના અંદરના માર્ગો ઉપર બે રોકટોક ધુમ સ્ટાઈલે ચલાવાતા કાર-બાઈક અને સ્કૂટરો દ્વારા સોટા પાડવાની વધતી જતી ઘેલછા !

( 6 ) ગાડી-બાઈક અને સ્કૂટર ઉપર ચાલુ વાહને મોબાઈલ-આઈપોડ વાતો કરવાની અને સંગીત સાંભળવાનું ગાંડપણ !

( 7 ) સમાજમાં છાકો/માભો મારવા મા-બાપો દ્વારા જ ટીન-એજર બાળકોને ચલાવવા અપાતા વગર લાઈસન્સે ગાડી-બાઈક અને સ્કૂટર, સાથે મોબાઈલ અને આઈપોડ પણ ખરા જ !

( 8 ) શહેરના ટ્રાફિક પોલીસોની ભ્રષ્ટાચારી ફરજ પરસ્તિ જેમકે લાઈસન્સ વગરના-ચાલુ વાહને મોબાઈલ ઉપર વાતો કરતા કે આઈપોડ ઉપર સંગીત સાંભળતા તરફ આંખ આડા કાન કરવા !
ટૂકમાં ઉપરોક્ત દર્શાવેલ આઠ પ્રકારના લોકો આ માર્ગ ઉપરના મૃત્યુ માટે આપણાં દેશને પ્રથમ નંબર મેળવી અપાવી ટોચ કક્ષા પ્રાપ્ત કરાવવા માટે સાચા યશના અધિકારીઓ છે આમાંના કેટલાકને ચૂટી કાઢી કદર કરી જાહેરમાં રાષ્ટ્રિય એવાર્ડ આપવા જોઈએ તેમ નથી લાગતું ? આપનો શું મત છે ?

મારા મતે તો આ તમામ લોકો દેશ ઉપર મોટો ઉપકાર કરી રહ્યા છે.હમણાં જ પ્રસિધ્ધ થયેલા વસતી ગણત્રીના આંકડા પ્રમાણે દેશની વસતી 1.21 કરોડે પહોંચી છે. દેશના લોકો વસતી નિયંત્રણ કરતા ના હોઈ વસતીને નિયંત્રણમાં રાખવા આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વર્ષો વર્ષ વધતી જતી હોઈ વસતી અંશતઃ તો ઘટતી રહે છે જે દેશ માટે તો આખરે આશીર્વાદ રૂપ જ છે. એક તરફ આ લોકો વધતી વસતીને કાબુ રાખે અને બીજી તરફ આતંકવાદીઓ તો છે જ !

અનેક લાશો ઢાળનાર કસાબ જેવા અને અફઝ્લ જેવાને આપણાં પૈસે એટલે તો વીઆઈપી ટ્રીટમેંટ આપી કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે જે સાંભળી હેડલી-રાણા જેવાને પણ આ દેશમાં શરણે આવવાની લાલચ થતી હશે ! અરે દાઉદ દેશ છોડવા બદલ પેટ ભરીને પસ્તાતો હશે. આ દેશમાં જ રહ્યો હોત તો જેલમાં આપણાં પૈસે જશમ મનાવતા મનાવતા પોતાના કાર્યો પણ આ રાજકારણી સત્તાધીશો અને ઉચ્ચકક્ષાના અમલદારો દ્વારા જ નિપટાવી શક્યો હોત ! આમ જોઈએ તો ઉપર દર્શાવેલા તમામ તત્ત્વો આખરે તો દેશનો સળગતો પ્રશ્ન વસતી વધારાને નિયંત્રિત કરવામાં સહાય જ કરી રહ્યા છે માટે આ તમામને લાખ લાખ ધન્યવાદ !

અંતમાં જે વાચકોને રસ હોય તેઓ આ પહેલાં ગત વર્ષમાં મારાં બ્લોગ ઉપર મૂકાયેલો લેખ માર્ગ અકસ્માતમાં વિશ્વમાં પ્રથમ નંબરે ભારત !!! મેરા ભારત મહાન !!! ( ??? )
વાંચવા વિનંતિ છે. જેની લીંક નીચે આપી છે.

https://arvindadalja.wordpress.com/2010/04/15/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%97-%e0%aa%85%e0%aa%95%e0%aa%b8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%ae%e0%aa%be/

Advertisements

7 comments

 1. सत्य के मार्ग पर वह व्यक्ति है, जिसने सारे मतों को तिलांजलि दे दी है। जिसका कोई पक्ष है और कोई मत है, सत्य उसका नहीं हो सकता। सब पक्ष मनुष्य-मन से निर्मित हैं। सत्य का कोई पक्ष नहीं है और इसलिए जो निष्पक्ष होता है, पक्ष शून्य होता है, वह सत्य की ओर जाता है और सत्य उसका हो जाता है। इसलिए किसी पक्ष को न चाहो, किसी संप्रदाय को न चाहो, किसी ‘दर्शन’ को न चाहो। चित्त को उस स्थिति में ले चलो, जहां सब पक्ष अनुपस्थित हैं। उसी बिंदु पर विचार मिटता और दर्शन प्रारंभ होता है। आंखें जब पक्ष-मुक्त होती हैं, तो वे ‘जो है’ उसे देखने में समर्थ हो पाती हैं। वास्तविक धार्मिक व्यक्ति वही है, जिसने सब धर्म छोड़ दिये हैं, जिसका अपना कोई धर्म नहीं है। और इस भांति धर्मो को छोड़कर वह ‘धर्म’ हो जाता है। मुझसे लोग पूछते हैं कि मैं किस धर्म का हूं? में कहता हूं कि मैं धर्म का तो हूं, पर किसी ‘धर्म’ का नहीं हूं। धर्म भी अनेक हो सकते हैं, यह मेरी अनुभूति में नहीं आता है! विचार भेद पैदा करते हैं, पर विचार से तो कोई धर्म में नहीं पहुंचता है। धर्म में पहुंचना तो निर्विचार से होता है और निर्विचार में तो कोई भेद नहीं है। समाधि एक है और समाधि में जो सत्य ज्ञान होता है, वह भी एक ही है। सत्य एक है, पर मत अनेक हैं।

  Like

  1. આપની વાત અંશતઃ સાચી છે તેમ છતાં પણ જો ટ્રાફિકના નિયમોનું સખ્તાઈથી પાલન કરાવામાં આવે તો અકસ્માતોનું પ્રમાણ ચોક્ક્સ ઘટી શકે. ખેર ! આવજો ! આભાર ! મળતા રહીશું.

   Like

 2. આ સાથે માણસની પોતાની ધીરજ પણ કંઈક અંશે જવાબદાર છે. મેં મારી નજરે જોયું છે કે રેલ્વે સિગ્નલ હોય કે ટ્રાફિક સિગ્નલ બધાને સૌથી પહેલા પહોચવું હોય છે. અને સૌથી પહેલા પહોચવાની તાલાવેલી પણ એટલા જ એક્સીડન્ટ કરાવે છે.

  Like

  1. આપની વાત સાચી છે. મેં પણ મારી નજરે આવા દ્રષ્યો અનેક વાર જોયા છે પરંતુ તેના કારણો અને આવી આદત પડવા પાછળ સરકારી કાયદાના અમલ કરવા/કરાવવાની સરકારી અમલદારોની નિષ્ક્રિયતા વધારે જવાબદાર છે તેમ મારું માનવું છે. જો આવા સિગ્નલો પાસે એક વાહનની પાછળ બીજા વાહનની કડકાઈથી લાઈન બનાવવાની ટેવ પાડવામાં આવે તો ટ્રાફિક વધારે સહેલાઈ અને સરળતાથી અને ઝડપથી પણ ક્લીયર થઈ શકે. આવી વ્યવસ્થા સરકારી તંત્ર જ ગોઠવી શકે. આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s