સ્વ-મૂલ્યાંકન—એક પ્રશંસનીય, પ્રેરણાદાયી અને અનુકરણીય પ્રસંગ !!!

વ્હાલા મિત્રો અને વડિલો,
આજે એક સ્વ-મૂલ્યાંકન વિષેનો પ્રસંગ વાંચવા મળ્યો, જે કોઈ અજ્ઞાત લેખક દ્વારા લખાયો છે, જે વાંચી હું તો અભિભૂત થયો, આપ સૌને પણ રસ પડશે, તેમ ધારી અજ્ઞાત લેખકશ્રીના આભાર અને સૌજન્ય સાથે, આપના કિમતી પ્રતિભાવની અપેક્ષા સાથે અત્રે પ્રસ્ત્તુત કરું છું.

સ્વ-મૂલ્યાંકન—એક પ્રશંસનીય, પ્રેરણાદાયી અને અનુકરણીય પ્રસંગ !!!

અગિયારેક વર્ષનો એક છોકરો પરદેશના એક સ્ટોરમાં દાખલ થયો.દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને સિક્કાવાળો ફોન વાપરવાની મંજૂરી માંગી.દુકાનદારે હા પાડી.છોકરાના હાથ મેલા અને ગંદા હતા એટલે સ્પીકર ફોન પર વાત કરતો હતો.અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ના હોવાથી દુકાનદાર તેની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામે છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી.

છોકરાએ કહ્યું,” મેડમ, તમે મને તમારી લોન કાપવાનું કામ આપી શકો ખરા ?

સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો “ નહી ભાઈ,લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે.”

છોકરો બોલ્યો, “મેડમ ! અત્યારે તમારે ત્યાં જે કોઈ કામ કરતું હોય એના કરતાં અડધી કિમતે હું લોન કાપી આપીશ.”

સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, “ના ભાઈ ! હાલ મારી લોન કાપવાનૂં જે કામ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી.”

છોકરાએ કહ્યું, મેમ ! લોન કાપવાની જોડાજોડ હું તમારો રસ્તોપણ વાળી આપીશ અને એ પણ કોઈ વધારાના ચાર્જ વગર !”

પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, “ના ભાઈ ! આભાર ! મારે હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી. મારા રોકેલા માણસથી મને સંપૂર્ણ સંતોષ છે ! “

આટલી વાતચીત પતાવીને ખુશખુશાલ ચહેરે એ બાળકે ફોનનું રીસીવર બંધ કર્યું. દુકાનદારનો ફરી એક વાર આભાર માનીને એ બહાર જવાની તૈયારી કરતો હતો એ જ વખતે દુકનદારે એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો.પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તે છતાં છોકરાના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી આવી કે જરય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં એની એ ખુમારી એને સ્પર્શી ગઈ હતી.

છોકરો પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું “ છોકરા ! પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું બોલ, મારે ત્યાં કામ કરીશ ?”

પેલા છોકરાએ હસતા હસતા ના પાડી.

દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું, “પણ દીકરા ! હમણા6 તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરતો હતો ! કામ ના જોઈતું હોય તો પછી એવું શા માટે કરતો હતો ?”

છોકરો હસતા હસતા બોલ્યો, નહીં સર ! હું જ એ મેડમને ત્યાં કામ કારું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં ફોન કરેલો ! જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે “

દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી.

દુકાનદાર એને જાતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ છોકરાની સ્વ-મૂલ્યાંકનની રીતને બિરાદાવતો રહ્યો !

( આપણાં દેશમાં આવું સ્વ-મૂલ્યાંકન સર્વોચ્ચ હોદેદારો/અમલદારોથી શરૂ કરી છેક છેવાડેની વ્યક્તિ સુધી કરવામાં આવે તેવી કોઈ સંભાવના ખરી ? )

Advertisements

3 comments

  1. ( આપણાં દેશમાં આવું સ્વ-મૂલ્યાંકન સર્વોચ્ચ હોદેદારો/અમલદારોથી શરૂ કરી છેક છેવાડેની વ્યક્તિ સુધી કરવામાં આવે તેવી કોઈ સંભાવના ખરી ? )

    Joke of the day.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s