દિ.ભાસ્કર સંદેશ ગુ. સમાચાર – અખબારોની ગુલામી માનસિકતા અને ટાઈમ્સ ઓફ ઈંડીયાનો ગુજરાત દ્વેષ !

દિ.ભાસ્કર સંદેશ ગુ. સમાચાર – અખબારોની ગુલામી માનસિકતા અને ટાઈમ્સ ઓફ ઈંડીયાનો ગુજરાત દ્વેષ !

29 અપ્રિલ 2011ના બ્રિટિશ પરિવારના નબીરાના લગ્ન સંપન્ન થયા તેનું ઉપરોક્ત જણાવેલા ગુજરાતી અખબારોએ આ લગ્નનો અહેવાલ અને ફોટોગ્રાફસ પ્રસિધ્ધ કરવામાં કોઈ વિવેક કે મર્યાદા જાળવી હોય તેવું દ્રષ્ટિ ગોચર થતું નથી.

૬૪ વર્ષની સ્વતંત્રતા પછી પણ બ્રિટિશરો તરફની ભક્તિ અને ગુલામી માનસિકતાનું આ અખબારોએ વરવું પ્રદર્શન કર્યું જણાય છે.અખબારના ૩૩% થી ૪૦% જગ્યા આ લગ્નનો અહેવાલ અને ફોટોગ્રાફ્સ માટે ફાળવવામાં આવી જણાય છે. દિ.ભાસ્કરે તો નવું શાહી દંપતિના મિનિટ મિનિટના ચહલ-પહલના અહેવાલો પ્રસિધ્ધ્દ કર્યા છે. મને તો ડર છે કે બ્રિટનના અખબારોએ પણ કદાચ આ અહેવાલો આપવામાં આટલી જગ્યા નહિ ફાળવી હોય ! અખબારોનું મુખ્ય કામ તો લોકોમાં સ્વાભિમાન અને દેશાભિમાન પ્રગટે તેવા સમાચારો કે લેખો આપવાનૂં હોવું જોઈએ !

સ્વર્ણિમ ગુજરાત-સ્થાપના દિન ૧ મે ૨૦૧૧- !!!

૧ મે ના ગુજરાતનો સ્થાપના દિન ! આ ભવ્ય દિવસના અહેવાલમાં હિમાલય સમાન ભૂલ નજરે ચડે છે જે મહાગુજરાત મેળવવા જબર જસ્ત આંદોલન થયેલું અને શ્રી મોરારજી દેસાઈએ કહેલૂં કે ગુજરાત મારી લાશ ઉપર જ મળી શકશે તેની સામે આ અલગ ગુજરાત મેળવવા આંદોલનની ધુરા સંભાળનાર –પ્રણેતા અને મુખ્ય સુત્ર ધાર આદરણીય સ્વ. શ્રી ઈંદુલાલ યાજ્ઞિકનો ફોટોગ્રાફ તો ઠીક પણ નામનો ઉલ્લેખ પણ કરવાનૂ આ કહેવાતા ગુજરાતી અખબારો એ ટાળ્યું છે જે અત્યંત શરમ જનક ગણાવું જોઈએ !

અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈંડીયાનો ગુજરાત દ્વેષ ! SHAME FULL TIMES OF INDIA

૧ મે ૨૦૧૧ ગુજરાત સ્થાપના દિન અને સ્વર્ણિમ ગુજરાતના ઉત્સવનું સમાપન અમદાવાદ મુકામે ધમાકેદાર કાર્યક્ર્મો દ્વારા કરવામાં આવ્યું તે વિષે આજના અર્થાત ૨ મે ૨૦૧૧ ના ટાઈમ્સ ઓફ ઈંડીયામાં એક શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જે અંગ્રેજી અખબારોનો ગુજરાત દ્વેષ સ્પષ્ટ રીતે દર્શાવે છે !

SHAME SHAME TIMES OF INDIA

ગુજરાતીઓએ આ તમામ અખબારોની નીતિઓની નોંધ લેવી રહી ! અસ્તુ

તા. ક. આજના ૩ મે ૨૦૧૧ના ટાઈમ્સ ઓફ ઈંડીયામાં પણ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી અંગેનો એક પણ શબ્દ પ્રસિધ્ધ થયો નથી આ અંગ્રેજી અખ્બારોનો ગુજરાત પ્રત્યેનો દ્વેષ સ્પષ્ટ પુરાવો છે.

Advertisements

13 comments

 1. શેતાનના ત્રણ રુપ વાળી વાત ગમી. પણ તેમાં થોડું કરેક્સન કરવા જેવું લાગે છે.

  પ્રેસ પંડીતો અને પોલીટીસીયનો ને બદલે મીડીયા, મૂર્ધન્યો અને નહેરુવીયન કોંગ્રેસીઓ એમ કહેવું જોઇએ (જોકે શબ્દોનો પ્રાસ નમળે પણ સત્યના ભોગે પ્રાસ ન મેળવીએ તો સારું.

  નહેરુવીયન કોંગ્રેસીયો એટલા માટે કે તેમણે ચાર દાયકાસુધી નિરપેક્ષ બહુમતીથી રાજ કર્યું છે એટલે વારસામાં મળેલી સીસ્ટમને સુધારવી, ચાલુ રાખવી, મઠારવી, રદ કરવી, નવી સુઘડ અને લોકહિત વાળી સીસ્ટમ લાવવી વિગેરે માટે કોંગ્રેસને અને ખાસ કરીને તેના આપખુદી નહેરુવીયન વડાપ્રધાનોને કે જેમને કોઈ રોકવા વાળું ન હતું તેને જવાબદાર ગણી શકાય.

  બીજેપીનું રાજ જોડાણ વાળું હતું અને તેમાં મમતા, માયા અને જયા જેવા સ્વકેન્દ્રી તત્વો બાજપેયીને ટેકો પાછો ખેંચી લેવા માટે અવારનવાર ધમકીઓ આપ્યા કરતા હતા તે વાત સુવિદિત છે.

  વળી એક વાત સમજવી જોઇએ કે જ્યાં સુધી પૈસાનું જોર દૂર ચૂંટણીમાં હશે ત્યાં સુધી કોઈ પણ પક્ષ સંપૂર્ણ શુદ્ધ રહી ન શકે. સવાલ છે પ્રમાણનો અને પ્રમાણના ભાનનો.

  નરેન્દ્ર મોદીને સંપૂર્ણ બહુમતિ મળી તો તેમણે વિકાસની વ્યાખ્યા કરી અને આંખોથી દેખી શકાય તેવો વિકાસ સાધી બતાવ્યો છે. હિતેન્દ્ર દેસાઈ, બળવંતરાય મહેતા અને બાબુભાઈ જશભાઈ પટેલે પણ ગુજરાતનો નમુનેદાર વિકાસ કરી બતાવ્યો હતો. પણ જ્યારથી ગુજરાત ઉપર ઈન્દીરાઈ કોંગ્રેસનો પંજો પડ્યો ત્યારથી સર્વ ક્ષેત્રે વિનિપાત થયો. અને સરકારી નોકરોના સંસ્કાર જ બદલાઈ ગયેલા.

  નરેન્દ્ર મોદીએ સરકારી કર્મચારીઓને અનેક જાતની ટ્રેનીંગો આપી પણ તેમને બદલવામાં એક પેઢીનો સમય લાગશે. આઈ.એ.એસ. અધિકારીઓ જ્યાં સુધી ખાઈ બદેલા હશે ત્યાં સુધી તેમના કલ્ચરને સુધારવું અશક્ય છે. જો મોટો સાહેબ જ ખાઉકડ હોય તો તેની નીચેનો સ્ટાફ ખાઉકડ બને જ.

  આપણે સમાચારોમાં જાણેલું જ કે પંજાબના પબ્લિક સર્વીસ કમીશનના ચેરમેન પાસેથી ઘરની દિવાલોમાંથી એક કરોડથી વધુ રુપીયાની રોકડ મળેલ. હવે જો રાજ્યોમાં આવી સ્થિતિ હોય તો તો કેન્દ્રની સ્થિતિ કેવી હોય તે આપણે સમજી શકીએ તેમ છે. તેથી આઈ.એ.એસ અધિકારીઓ કેવી રીતે આવે છે તે સમજી લેવાનું જરુરી છે.

  ટી.એન શેષન જેવા કેટલા આઈ.એ.એસ અધિકારીઓએ જન્મ્યા? ખરી રીતે તો બધા જ આઈ.એ.એસ. અધિકારીઓ તેના જેવા જ હોવા જોઇએ. જો તેઓ વેલ-ક્વોલીફાઈડ હોય તો તેમના સંસ્કાર પણ તેવા જ હોવા જોઇએ. તેઓ જે એમ કહે છે કે અમારી ઉપર રાજકીય નેતાઓનું દબાણ હોય છે, આ વાત તદન ન સ્વિકારી શકાય તેવી છે કારણ કે તેમની સર્વીસ વેલ પ્રોટેક્ટેડ હોય છે. રાજકીય દબાણ ની બચાવની વાત જ તેમને તેમના પદ માટે ગેરલાયક ઠેરવે છે.

  ગુજરાત અને ગુજરાતીઓ અને તેના ગુજરાતી નેતાઓ હમેશા કેન્દ્રનો અન્યાય સહન કરતા આવ્યા છે. ગુજરાતના કોંગ્રેસના નેતાઓ અને ખાસ કરીને મોરારજી દેસાઈ અને તેમના ગ્રુપના નેતાઓ અવિભાજીત કોંગ્રેસની નીતિને વફાદાર રહ્યા છે.

  કોંગ્રેસની નીતિ હતી અને મહાસભાનો ઠરાવ પણ હતો કે ભાષાવાર પ્રાંત રચના કરવી. પણ મુંબઈનું અલગ રાજ્ય કરવું જેથી તેનું પચરંગીપણું જળવાઈ રહે. પણ મહારાષ્ટ્રના કોંગીઓને ૧૯૫૪માં આ વાત પસંદ નહતી અને તેમને મુંબઈ જોઈતું હતું. આ બાબતના રાજકારણ વિષે ઘણું લખાયું છે. આ બાબતમાં નહેરુ અને તેમની ગેંગે મોરારજી દેસાઈને અને તેમના ગ્રુપને બદનામ કરવાની ભરપૂર કોશિસ કરેલી. અને સફળ પણ થયેલા. ગુજરાતને અને ગુજરાતના અવિભાજીત કોંગ્રેસના નેતાઓને થયેલા અન્યાય વિષે તો અમાપ લખી શકાય.

  ગુજરાતમાં કેન્દ્રના પબ્લિક એન્ટરપ્રાઈઝ કેટલા? શૂન્ય. અરે ઓ.એન.જી.સી.ના ચોથાવર્ગના કર્મચારીની નિમણૂંકના ઈન્ટરવ્યુ પણ દેહરાદુનની ઓફીસમાંથી લેવાય. ગુજરાતમાંથી નિકળતા તેલની રીફાઈનરી પણ યુપીમાં નખાય. તેને માટે ની પાઈપલાઈન પણ નખાય. પણ ગુજરાતની નર્મદા યોજનાને ટલ્લે ચડાવાય. સદભાગ્યે ૧૯૭૭માં જનતા પાર્ટીની સરકાર આવી અને ટ્રીબ્યુનલ નીમાઈ અને ચૂકાદો લીધો. ૧૯૭૧ થી ૧૯૭૭ સુધી ગુજરાત અને દેશમાં ઈન્દીરાની બોલબાલા હતી અને રાજ્યોમાં પણ ઈન્દીરા ગાંધીએ આપખુદ રીતે પસંદ કરેલા મુખ્ય મંત્રીઓ હતા. તો પણ નર્મદા યોજનાનો નિવેડો આવવા દીધો ન હતો. નર્મદા યોજનાનો યશ બાબુભાઈ જશભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ, કેશુભાઈ અને નરેન્દ્ર મોદીને જાય છે.

  પણ તમે જુઓ છો કે મીડીયા મૂર્ધન્યો નરેન્દ્ર મોદી અને બીજેપી પાછળ આદુ ખાઈને પ્રમાણ ભાન રાખ્યા વગર પડ્યા છે. અને તેમાં ગુજરાતી કટાર લેખકો પણ સામેલ છે. જે નીતિ ૧૯૫૨થી ૧૯૭૫ સુધી મોરારજી દેસાઈને બદનામ કરવા અખત્યાર કરાયેલી તેજ નીતિ આજે પણ ચાલુ છે. ગુજરાતીઓ (પંડિતો) ગાંડા છે તેનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે.

  Like

 2. I fully agree with views of above mentioned scholars. There have been lots of hypocrisy in the world of Press. Mid-day Gujarati and some Gujarati newspapers are also full of rubbishes and more over they exploit young journalists. They are gang of shameless bastards. Time will teach them lessons. God’s judgement must prevail one day. Om

  Like

  1. ભાઈશ્રી નિરવ
   બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! અન્ય લેખ ઉપરના પ્રતિભાવો માટે અપેક્ષા રાખુ છું. આવજો ! મળતા રહીશું.
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 3. Arvindbhai,

  Very good observation of the press in Gujarat. I have noticed one more thing, they have started giving judgements in several cases. for Eg. if you see today’s times of india , you will find ” The Tulsiram Prajapati fake encounter probe has got the CBI asking some uncomfortable questions to the CID (Crime) officials.” . Now here they have mentioned it “fake encounter” , is it proved yet ? which court gave the judgement ?

  The language they use resembles that of judgement by the court of law particularly when it comes to matters like 2002 riots or sohrabudding case. They write in language as if they are being paid for writing against gujarat and modi. It is the press who have kept the 2002 riots live in the mind of people, else the common man in gujarat is striving hard to earn his livelihood. Hindus and muslims work hand in hand at almost all places, but this people cannot digest the fact .

  Like

 4. Times Group is owned by Bennet & Coleman. ‘World Christian Council’ does 80 percent of the Funding, and an Englishman and an Italian equally share balance 20 percent. The Italian Robertio Mindo is a close relative of Sonia Gandhi.
  પણ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી-તમારી,ગુજરાતીઓની,તથા નરેન્દ્ર મોદીની છેઃ હવે સમજાયું તમારું ટાઇમ્સમાં કેમ નથી???

  Like

 5. મારા એક મિત્ર કહેતાં,” જેમ પરમાત્મા ના ત્રણ રુપ છે બ્રહ્મા, વિશ્ણુ અને મહેશ, તેમ જ શૈતાનના પણ ત્રણ રુપ છે પ્રેસ, પંડિતો અને પોલીટિશીયનો.” વાતમા દમ લાગે છે.

  Like

 6. સરસ અને બહુ ધારદાર મુદ્દો લાવ્યા છો, અરવિંદભાઈ !

  દૈનિકોમાં ખાસ કરીને કેટલાક અંગ્રેજી છાપાંઓમાં ટેનીસની સ્ત્રી ખેલાડીઓના અમુક એંગલથી ખાસ ફોટાઓ મુકવામાં આવે છે. પાનાંનાં પાનાં ભરીને નટનટીઓનાં જ ફોટાઓ આપવામાં આવે છે. જાહેરખબરો માટે જ પત્રકારત્વ કરતા કેટલાક દૈનીકો તો હવે પ્રથમ પાનું આખું ને આખું જાહેરખબરને આપીને પૈસાનું દાસત્વ દર્શાવે છે. એનો અર્થ જ એ થયો કે એમને મન સમાચારો બીજા કે ત્રીજા નંબરે હોય છે. લોકોને આપવાના સમાચારોનું મુલ્ય હવે શુન્યવત્ થતું જાય છે.

  ચેનલોમાં ખાસ કરીને હીન્દી સમાચાર ચેનલો બ્રેકીંગ ન્યુઝના નામે જાહેરાતોનો મારો ચલાવે છે. બે જ મીનીટ સમાચાર બતાવીને તરત જ એક છોટાસા – પાંચસાત મીનીટ –ના બ્રેકથી રુપીયા ઉભા કરી લે છે. એટલું જ નહીં હીન્દી સમાચાર ચેનલો પર હાસ્યની સીરીયલો જેવા કાર્યક્રમો પણ ચાલે છે !!

  પત્રકારત્વની તો વાત જ હવે કરવાની રહી નથી. ભેટકુપનોને નામે પણ ભંગાર ચીજો ભટકાડી દેવાય છે !

  આ દેશમાં ભ્રષ્ટાચાર માટે હવે કોઈ ખુણો ખાલી નથી. ચોખ્ખી જગ્યા શોધવાનો વીષય બની ગઈ છે. આપણી લોકશાહી આપણને ઉંઘવા માટે જાતજાતની ગોળીઓ ગળાવી દે છે. દાયકાઓથી સીનેમાએ આપણને હીંસા અને જાતીયતાના પાઠો શીખવાડ્યા. એ નટોનાં મંદીરો બને છે. હવે ક્રીકેટે આપણને ચગળવાની ગોળી ભળાવી દીધી છે. ક્રીકેટરોને કરોડો ઓછા પડે છે. ભારતરત્ન દરેકને આપી દ્યો તો કદાચ માની જાય. બેકારીનો ભોરીંગ હજી ધુણ્યો નથી કારણકે આ બધી ગોળીઓ ચગળવાનું ચાલુ છે. એની મીઠાશ કડવી બનશે ત્યારે કદાચ કશુંક થાશે !

  Like

  1. ફિલ્મી ટાયડા અહીં હીરો છે.લોકોના આદર્શ છે.બોલો જેણે ગુજરાત અપાવ્યું એને જ યાદ ના કર્યા.મોદી શું કરતા હતા?એમણે ઇન્દુચાચાને યાદ કરેલા કે નહિ?જુગલભાઈ મને લાગે છે ગાંધીજી જો હાલ આવે તો અહિંસા કે ઉપવાસ ભૂલી જાય,એમનો પ્રખ્યાત દંડો લઇ બધાને ચૌદમું રતન આપવા માંડે.

   Like

   1. મોદીએ અલબત્ત ઈન્દુચાચાને તથા અન્ય શહિદોને યાદ કરી અંજલી આપી હતી તેવો ઉલ્લેખ અખબારોમાં વાંચવા મળેલો.

    Like

 7. “જ્યાં મિડિયા સ્વતંત્ર છે ત્યાં જાહેરખબરદારો છાપાવાળાઓને જીવાડે છે અને જ્યાં મિડિયા સ્વતંત્ર નથી ત્યાં સરકાર છાપાવાળાઓને જીવાડે છે.” (બક્ષીના ‘યાર બાદશાહો…’ પુસ્તકમાં વાંચેલુ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s