ગુજરાતીનું ટ્રાન્સલેશન ગુજ્જુમાં!

ગુજરાત સમાચારની 26 એપ્રિલ 2011ની આવૃતિમાં વાત વાતમાં પ્રસિધ્ધ થતી મનુ શેખચલ્લીની કોલમ તેઓ બંનેના સૌજન્ય અને સાભાર સાથે આપ સૌ વાચકોને આપણી માતૃભાષા ગુજરાતીની ગુજરાત અને અન્ય સ્થળોએ થઈ રહેલી ગુજરાતીઓ દ્વારા જ અવહેલના અને ઉપેક્ષા પરિણામે આજના ગુજરાતી યુવા જનરેશન ને ગુજરાતીનું પણ ટ્રાન્સલેશન કરી આપવું અનિવાર્ય બનશે તેવી ભવિષ્યવાણી આ કટાક્ષિકા દ્વારા વેધક રીતે કહેવાઈ છે. અંગ્રેજી માધ્યમ પાછ્ળ પાગલ ગુજરાતીઓ ભાષાની કરૂણ હાલત વિષે જવાબદાર છે. મા ની જ અવગણના શું આપણી તાસીર તો નથી બની ગઈને ? પરિણામે આજની આ યુવા જનરેશનને નથી આવડતી ગુજરાતી કે નથી શીખતા સાચું અંગ્રેજી ! આ કેવી વેધક અને કરૂણ વિટંબણા ?

ગુજરાતીનું ટ્રાન્સલેશન ગુજ્જુમાં!

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્વાનોએ એક પરિસંવાદમાં કહ્યું કે જુદી જુદી ભાષાઓમાંથી અનુવાદો થવા જ જોઈએ.

આ વિશે આજની ‘યો’ જનરેશન શું કહે છે?…
***

‘‘ઓકે, વિદ્યાપીઠનું મિનીંગ સુ છે એની મને ફૂલ નોલેજ નથી, બટ, સેમિનારનું કન્સેપ્ટ ઑસમ છે.
આઈ મિન, આજકાલ તો ગુજરાતી ન્યુઝ-પેપરનું ગુજરાતી બી એટલુ હાર્ડ લાગે છે કે એનું સિમ્પલ ગુજ્જુ લેન્ગવેજમાં ટ્રાન્સલેશન થવુ જોઈએ.

નો ડાઉટ, યંગ જનરેશનને ઓલ્ડ એન ફેમસ ગુજુ રાઈટર્સનું ટુ-મચ નોલેજ નથી. બટ લાઈક, અમે ઝાવેરચંદ મેઘાની એન્ડ નરસી મેહતા ટાઈપ્સ પોએટ્‌સના નેઈમ્સ ડેફીનેટલી સાંભલેલા છે. બટ એમની ગુજુ લેન્ગ્વેજ હાઈલી સાન્સ્ક્રીટાઈઝ્‌ડ લાગે છે, એટલે એનું ટ્રાન્સલેશન થાય તો લાઈક, યુનો, અમને ઓલ્સો ગુજુ લેન્ગ્વેજ માટે પ્રાઉડ ફીલ કરવાનો ચાન્સ ગ્રેબ કરવા મલે. યુસી?
એન્ડ યસ, ઓલ્ડ માયથોલોજીમાં રામા, રાવના, શિવા, ક્રિષ્ના એટસેટરાની સ્ટોરીઝ ઓલ્સો સિમ્પલ ગુજુમાં ટ્રાન્સલેટ કરો! સમબડી ટોલ્ડ મિ કે ‘નર્મદા’ નામના એક એન્શીયન્ટ ગુજરાતી પોએટ હતા. આઈ વૉન્ટ ટુ રીડ ‘નર્મદા-પોએમ્સ’ ઈન ગુજુ!

આજકલ ટીવી સિરીયલ્સની વજહથી આપડી ગુજ્જુ જબાન જ્યાદા ઝક્કાસ અને દમદાર થઈ ગઈ છે. બોલે તો, ભારી ભરકમ વર્ડ્‌ઝનું ઈસ્તેમાલ કરવાનું દિન-બ-દિન આસાન પડે છે. દેખવા જાઓ તો ગુજરાતી કિતાબોના ઓરીજીનલ લબ્ઝોમાં બી આટલુ જોશ દિખાઈ પડતુ નથી. ઉપરથી એનું અટપટાપન સમજવામાં આપડા દિમાગનું દહીં નિકાડી કાડે છે!

એકચ્યુલી, ગુજુ જબાન તો આપડા ખૂનમાં બહે છે. મતલબ કે, આપડી જબાનને આપડે જ ધોકો આપીએ એ તો બેરહમી અને બેઈમાનીની મિસાલ છે ના?

અને યસ, વિદ્યાપીઠનું મિનીંગ સમજમાં આઈ ગયું! વિદ્યાપીઠ બોલે તો નોલેજની પીઠ! …મિન્સ કે, બિહાઈન્ડ ધ બૅક ઓફ નોલેજ!!

– મન્નુ શેખચલ્લી

Advertisements

7 comments

  1. ધરાજી
   આપની ફરમાઈશ મળી. ટીવી ધીમું ઝેર છે તે વિષય ઉપર નિબંધ જોઈએ છે તે જાણ્યું આ વિષય ઉપર લખતા થોડો સમય લાગશે કારણ હાલ હું બહાર છું ઉપરાંત બીજા વિષયો ઉપર લખવાનૂં પણ હોઈ વાર લાગશે તો ધીરજ રાખવા વિનંતિ. વિષય સુચવવા બદલ બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર. આવજો. મળતા રહીશું.
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 1. જેમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લક્ષમણનું કાર્ટુન તેમ ગુ. સ.માં આ મન્નુભ’ઈ વગર ‘નો વર્ક’…એ ‘લલિત’ભાઈ તો આપડો ય ઘન્નોજ ‘લાડ’લો હોં!

  Like

 2. વંડરફુલ એનાલિસિસ છે. મનુ શેખચલ્લી અને તમને કોંગેચ્યૂલેશન્સ. આવા આર્ટિકલો પબ્લિશ થતા રહે તો લોકો એન્જૉય પણ કરી શકે નહીતર ડલપટા રામાની જેમ કહી શકો કે “ચારપગાની જાન આ જોડી બેપગાં સારૂં, સમજો તો સારૂં, નહીં તો હસ્વા વારૂ”.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s