“આત્મ-મંથન—પર્વ” યોજવા શ્રી મોરારી બાપુને અનુરોધ !!!

“આત્મ-મંથન—પર્વ” યોજવા શ્રી મોરારી બાપુને અનુરોધ !!!

છેલ્લાં કેટલાક સમય થયા શ્રી મોરારીબાપુ પોતાના વતન મહુવા ખાતે “અસ્મિતા-પર્વ” યોજી રહ્યા છે જેમાં ગુજરાત ભરના સાહિત્યકારો-લેખકો-કવિઓ-ચિંતકો-ઈતિહાસ વિદો વગેરે અનેક વિષયના અભ્યાસુ અને નિષ્ણાત વિદ્વાનોને પોતાના વિષય વિષેના સંશોધાનાત્મક પેપર રજૂ કરવા નિમંત્રવામાં આવે છે. આ પર્વનું વિશિષ્ટ પાસું એ છે કે સમગ્ર સમય દરમિયાન મોરારીબાપુ માત્ર એક શિસ્તબધ્ધ શ્રોતા બની સર્વેને સાંભળતા રહે છે. અને આ પર્વ ગુજરાતમાં ઉભરી રહેલી નવી નવી પ્રતિભાઓને ઉજાગર કરે છે. આ પ્રયોગ માટે મોરારીબાપુને લાખ લાખ ધન્યવાદ ! આ રીતે ગુજરાતની અસ્મિતાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયોગ ખૂબ જ સરાહનીય છે.

આવો જ એક પ્રયોગ “વિશ્વ ધર્મ સંગોષ્ઠિ” દ્વારા બાપુએ થોડા સમય પહેલાં કરેલો અને જેમાં દલાઈ લામા સહિત અન્ય ધર્મોના મહાનુભાવો ઉપસ્થિત રહેલા અને વિશ્વ ધર્મ વિષે પોત પોતાના મંતવ્યો રજૂ કરેલા. આથી એમ માનવાને કારણ રહે છે કે મોરારીબાપુ માત્ર રામાયણી કથાકાર જ નહિ રહેતા પ્રયોગશીલ વિચારકની ભૂમિકા પણ ભજવવા તત્પર રહે છે. આથી એક નવો પ્રયોગ “આત્મ-મંથન પર્વ” યોજવા અનુરોધ કરવાની લાલચ થઈ આવે છે.

આ “આત્મ-મંથન પર્વ” દરમિયાન દેશભરમાં પ્રવર્તતા સંપ્રદાયોના વડાઓ-કથાકારો-આશ્રમોના પ્રમુખો/વડાઓ વગેરે સાથે અથવા પ્રાયોગિક ધોરણે ગુજરાત પૂરતું મર્યાદિત રાખી- ગુજરાતમાં પ્રવર્તતા સંપ્રદાયો-કથાકારો-આશ્રમોના વડાઓને નિમંત્રી એક સંવાદ-વાર્તાલાપ યોજવાનો( IDEA ) ખ્યાલ છે

આ પર્વમાં મારા મતે આપણાં સમાજને પજવી રહેલી એક મુખ્ય સમસ્યા જણાય છે તે અત્રે પ્રસ્તુત કરી છે..

એક અંદાજ પ્રમાણે આપણાં દેશમાં 25000 પચીસ હજારથી પણ વધારે સંપ્રદાયો અસ્તિત્વ ધરાવે છે.અને તેમાં વર્ષો વર્ષ વધારો થઈ રહ્યો છે. ઉપરાંત અનેક ધાર્મિક વડાઓના આશ્રમો કે જે ફાઈવ/ સેવનસ્ટાર હોટલો જેવી વૈભવી સગવડતાઓ ભાવિકોને આકર્ષવા પૂરી પાડે છે. બે-સુમાર નાના- મોટા મંદિરો સમગ્ર દેશમાં ચારે દિશાઓમાં ફેલાયેલ છે અને વધતા રહે છે. જાહેરમાર્ગોની વચ્ચો વચ્ચ ટ્રાફિકને અડચણ રૂપ મંદ્દિરો પણ વધ્યે જાય છે. તો બીજી તરફ અનેક કથાકારો રામાયણ-ભાગવત-ગીતા શીવ પુરાણ વગેરે કથાઓ યોજતા રહે છે અને લાખો લોકો આ કથાઓ શ્રવણ કરતા રહે છે. પરિણામે નાના-મોટા કથાકારો વધ્યે જાય છે. એક અંદાજ પ્રમાણે મોરારીબાપુએ જ 200થી પણ વધુ રામકથાઓ કરી છે જેમાં જલ તથા હવા અને હિમાલયનો સમાવેશ થાય છે.

ટૂંકમાં ચો-તરફ ધાર્મિક કથાઓના સુનામીથી દેશ ઉભરાઈ રહ્યો છે અર્થાત દેશનો એક પણ ખૂણો આવી ધાર્મિક કથા-/વાર્તાઓથી વંચિત રહ્યો નથી. તો બીજી તરફ ગુન્હાખોરી-ચોરી-લૂટ ફાટ લાંચ-રુશ્વત-ભેળસેળ-સ્ત્રીઓની અવહેલના અર્થાત છેડતી-બળાત્કાર-ખૂન-હત્યા અનીતિ-અનૈતિકતા-અપ્રમાણિકતા-ગેરરીતિઓ ભ્રષ્ટાચાર વગેરે દ્વારા યેન કેન પ્રકારેણ ધનિક થવાની ઘેલછા પણ તેની પરાકાષ્ટાએ પહોંચી છે.

આટ આટલી ધાર્મિક કથાઓ-વ્યાખ્યાનો-પ્રવચનો છતાં લોકોમાં ધાર્મિક દેખાવા બાહ્યાચાર અને આડંબર કેમ વધી રહ્યા છે તે વિષે “આત્મ-મંથન પર્વ” દ્વારા ચિંતન કરવાનું તમામ ધાર્મિક વડાઓ -આશ્રમના વડાઓ અને કથાકારોનું ઉત્તરદાયિત્વ બની રહેવું જોઈએ.

કથાકારો-આશ્રમના વડાઓ તેમજ અન્ય સાધુઓ-સંતો-સ્વામીઓ-મહંતો-ગુરૂઓ જે માત્ર હિંદુઓ પૂરતું મર્યાદિત નહિ રહેતા દરેક ધર્માચારીઓ જૈન-બૌધ્ધ-પાદરીઓ મુલ્લાઓ અને મૌલાવીઓ દ્વારા સતત ધાર્મિક ઉપદેશો દેશના ચારે ખૂણે વહેતા હોવા છતાં લોકો ઉપર નકારાત્મક અસર કેમ થઈ રહી છે ? સામાજિક ધોરણે સદાચાર જોજનો દૂર કેમ રહે છે ? તે વિષે આત્મ-મંથન કરવું સમાજના હિત અને કલ્યાણ માટે અનિવાર્ય બની ચૂક્યું છે.

આ બંને અંતિમો વચ્ચે આશ્રમના વડાઓ-તમામ કથાકારો-અને અન્ય સાધુ-સ્વામીઓ વગેરેના અંગત જીવન અત્યંત વૈભવી શૈલીના બની ગયા હોય તેમના વિચારો-વાણી અને આચરણ વચ્ચે આસમાન-જમીનનો ફેર હોય અર્થાત આ દેખીતો વિરોધા ભાસ મુખ્ય અડચણ રૂપ બનતો હોવાની સંભાવના હોઈ શકે.?. વિચાર-વાણી અને આચરણ વચ્ચે એક સંવાદિતા-એક રૂપતા કે એક સમાનતા સિધ્ધ કર્યા સિવાય આપવામાં આવતો ઉપદેશ ભેંસ આગળ ભાગવત જ ગણાય ખરૂં કે નહિ, વારૂ ?

ચાલુ કથામાં કથાકાર જ્યારે કોઈ ઉપદેશાત્મક વાત કરે કે ઉદાહરણ આપે ત્યારે તે જ સ્થળે શ્રોતાઓ અંદરોઅંદર જે વાતો કરે છે તે કાંઈક આ પ્રકારની હોય છે. કથાકારના વૈભવી જીવન વિષે ટીકા કરતા શ્રોતાઓ એક બીજાને કહેતા હોય છે કે પોતે ( કથાકાર ) તમામ પ્રકારની જાહોજલાલી ભોગવે છે અને આપણને ત્યાગ કરવાનું, સાદું પ્રમાણિક જીવન જીવવાનો ઉપદેશ આપી રહેલા છે. કથા કરવાના લાખો રૂપિયા રોકડમાં સ્વીકારે છે વગેરે ! સેંટ્રલી એસી મકાનમાં વસતા આ લોકો મકાનને કૂટિર કે મઢૂલિ તરીકે નામકરણ કરતા હોય છે.

ઉપર દર્શાવેલ તમામ સાધુ-સંતો-સ્વામીઓ વગેરે સમાજમાં વધી રહેલા દૂરાચાર અને દૂષણોથી અજાણ હોવાનું કોઈ કારણ નથી. કથાકારો-યોગ ગુરૂઓ, સંપ્રદાયના વડાઓ વગેરે પૂરેપૂરા જ્ઞાત હોવા છતાં કોઈ પોતાના ઉપદેશનો કે ક્થાનો સામાન્ય જનસમુદાય ઉપર કોઈ પ્રકારની હકારાત્મક પ્રભાવ/અસર કેમ થતી નથી તે વિષે ક્યારે ય મનોમંથન કરતા હશે ખરા ?

મારા નમ્ર મત પ્રમાણે તો આપણો સમાજ દુનિયાભરમાં નમૂના રૂપ આદર્શ સમાજ બની રહેવો જોઈએ પરંતુ થયું છે બિલકુલ વિપરીત ! જાણ્યે-અજાણ્યે આ કહેવાતા તમામ ધર્મના ધાર્મિક વડાઓ એક દંભી સમાજ પેદા કરી રહ્યા હોય તેવું લાગ્યા કરે છે.!

આ “આત્મ-મંથન પર્વ” દરમિયાન પોતે શું ભૂલો કરી છે કે પરિણામે સમાજમાં વીપરીત અને નકારાત્મક સંદેશો પહોંચી રહ્યો છે તે વિષે ધર્મો/સંપ્રદાયોના વડાઓ-કથાકારો વગેરેને ઋદયના ઉંડાણમાંથી મનોમંથન કરવાની જરૂરિયાત આજે છે તેવી કદાચ ક્યારે ય નહિ હતી
આપણાં સમગ્ર સમાજ માટે મારા મતે તો સંસ્કાર અને સંસ્કૃતિ માટે એક કટોકટી ઉપસ્થિત થયેલી જણાય છે અને સમાજ દિન-પ્રતિ-દિન દંભી બનતો જતો કેમ અટકાવવો તે યક્ષ પ્રશ્ન બની રહેલો છે ત્યારે આ ધાર્મિક વડાઓ-સંપ્રદાયના પ્રમુખો-સાધુઓ-સંતો-સ્વામીઓ-મહંતો-ગુરૂઓ-કથાકારો ઉપરાંત જૈનો-બૌધ્ધો-પાદરીઓ-મુલ્લા અને મૌલવીઓ વગેરે આગળ આવશે ખરા ?

આવા સંજોગોમાં “અસ્મિતા પર્વ” “વિશ્વધર્મ સંગોષ્ઠિ” જેવા તદન નવા પ્રકારના પર્વો વિચાર વિનિમય/મંથન માટે પ્રાયોગિક ધોરણે સફળતા પુર્વક યોજી શકવામાં માહેર મોરારીબાપુ “આત્મ-મંથન પર્વ” યોજવાની પહેલ કરી મારા નમ્ર અનુરોધનો સ્વીકાર કરશે તેવી મારી ધારણા સત્ય ઠરશે તો મને ખૂબ આનંદ થશે.

વાચક મિત્રોને નમ્ર વિનંતિ:- શ્રી મોરારીબાપુને “આત્મ‌-મંથન પર્વ” યોજવા માટેનો અનુરોધ કરતો આ લેખ યોગ્ય જણાય તો આપ સર્વેને આપના નામ શરનામા સાથે પત્ર દ્વારા શ્રી મોરારીબાપુને જણાવવા વિનંતિ છે.શ્રી મોરારીબાપુનું શરનામૂં તલ ગાજરડા ( તા.મહુવા ) ( જીલ્લો ભાવનગર )

41 comments

  1. Vartman samaje mota bhage kyarey ena samay na Mahapurush ni vandna karij nathi jetli eni ninda kari chhe…… Jem ke , Narsingh Mehta , Mirabai, Budhh etc. aa badha mahapurusho ni emna samaye je ninda kari chhe , emne je herangati kari chhe e jova jav to
    aa badha khotaj hata em thyu ne !!

    Pan, evu nathi aaj na samay ma aa bhkto , mahapurusho ni vani vadhare prasangik lage chhe e to mare ne tamare svikarvu j rahyu…..Ane aa post ane eni comment par thi aa vat j sabit thay chhe. 🙂

    Bapu ni mota bhag ni katha onu recording karva ma aavelu chhe….Atyar na samaj ne jetli ninda karvi hoy etli kari le…Pan, emni katha e je chhella manas sudhi vichao na bij ropvanu kam karyu chhe enu parinam aavshej….Ane ishvar ne prathna karu ke emi ninda karva vala
    e Pak ne lehrato jova mate lambu jive.

    Aapna ghare satynarayan ni katha hoy ane ema mehman ne bolaviye ne to emay badha kai dudhe dhoyela nathi hota….Chhatay bolava pade chhe. Ane aa jya jaher ma koi pan jat nu muly lidha vina ek manas RAMKATHA marfate samgr vishv ne svikar ma mate niklya chhe eni ninda j karvi chhe aapne badhaye.

    Katha ma aatlu badho kharcho thay ne parinam kai nahi…..Pan, mane e thay chhe mare ne tamare ek rupiyo nathi aapvano ema ane aapnne aatlo badho vandho seno chhe… Ane parinam aave chhe ke nhi eto nirntar enu shrvan karta hoy e shrota one j khbr hoy.

    Bapu e,
    Nathi koi Chamatkar ne Parcha ni vato felavi ,
    Nathi koi Guru-Shishy parmpara chalu kari…koi vyakti eni vyakti gat shrdhha thi bapu ne guru manta hoy to e emni svatntrata chhe ..bapu mate to badha emna shrota j chhe,
    Nathi koi Kanthi , mala ke dora dhaga bandhavani parmparma ke andhshrdhha sharu kari,
    1983 thi Parayan Dakshina levanu pan bandh kari didhu chhe..Pan, haji aaje ketlay ne khabr nhi kem e vhem chhe ke katha karva mate lakho rupiya le chhe…Jyare vyaspith par thi khula shbdo ma kehvama ma aave chhe ke katha karva mate hu ek pan paiso nathi leto…Ane leto hov to jagat ni same aavi ne kahi de ke me Bapu ne katha mate paisa aapya chhe….tyare to koi aavtu nathi ne pachhal thi j badhi vato !
    Mne ne tamne e dekhay chhe ke Bapu to viman ma katha kare , a.c hall ma katha kare…Pan, e kem nathi dekhatu ke varsho pehla sharuaat ni katha o emne vyaspith thi utara sudhi chali chali ne ke Bicycle par ketlay kilometer sudhi jaine katha kari chhe….Atyare, aayojako emne four-wheel ma besadi ne lai jay chhe to ema jay chhe…Ema mane ne tamne vadho su chhe e khabr nathi padti !!

    Bapu e samaj dvara jemne varsho thi tarchhodaya chhe eva Valmiki samaj, Vicharti jati etc. aava to ketlay samaj ni aarthik sahay mate pan katha karij chhe Katha nu list joi lejo ek var…Are Toilet bandha ma mate pan katha kari chhe.

    Ane manas chhe kyak bhul thay pan khari…ane e bhul samaj ni same svikari pan chhe Bapu e…

    Ane koi manas vishe bhutkal ma koi virudhdh ma boltu hoy ane samay jata ena paksh ma bole ke pachhi eni padkhe ubho rahe to ema kai, virudhdh ma bolnar vyakti eno thai gayo em na manvu.

    Bhutkal ma je bolayu hoy e kadach samay jata bolnar ne khotu bolay gayu hatu ke pachhi gersamjan thi bolay gayu hoy em samajay tyare pachhi potani bhul svikarvi j pade ane ena paksh ma bolvuj pade..

    Darek samay na tikakaro e aavi j vato ratta hoy chhe ke samaj ma pratishtha pamela manase aam karvu joi ne tem karvu joie….Pan, kyarek aapne pote pan kaik karay.

    Aa desh na darek sacha Sadhu-Santo , Bhakto ni ena vartman samaje sharuaat ma ninda ane herangati karvama kai baki nathi rakyu..Koi meera ne zer na katora aapaya chhe, Koi Narsingh mehta ne Karagar ma nakhaya chhe…Pan, samay jata aakhre samaj nej nichu jovu padyu chhe ane e bhkto no svikar karvo padyo chhe..

    Pan, aa bhumi na sadhuda ne koi ni ninda ke stuti thi koi farak nathi padto…Eto eni masti maj nijanad rahe chhe….ane e nijanad samaj ni jetli seva kare chhe etlu koi shetr nathi kartu. Ane tya Bapu em kehta hoy ke mare RAMKATHA sivay kashu karvanu nathi to ema mne koi aashchry nathi.

    છેલ્લે એટલુજ કહીશ કે ,

    સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા,.
    નથી મફતમાં મળતા રે એના મૂલ ચૂકવવા પડતાં. :-))

    Like

  2. હું ભુપેંદ્રભાઇની વાત સાથે સો ટકા સહમત છું. કેવળ મોરારી બાપુ જ નહીં પણ કથા વાર્તા કહેતા બાપુઓ અને મહારાજોમાંના પચાસથી સાઇઠ કે એથી પણ વધુ ટકા ઘેટાંની વેશભૂશા પહેરેલા વરુ જેવા હોય છે. જોકે આ કળીયુગમાં જેને માર્કેટીંગ કરતા આવડે તેની જ બોલબાલા થાય છે. જયારે બધા જ સાચા ઘેટાં નો અંત થશે પછી આ નકલી વરુઓ અંદર અંદર એક બીજાનો નાશ કરવા પે્રરાશે. હાલમાંતો “પરગુણ કથનૈહી સ્વાન ગુણાન ખ્વાપયંત” અર્થાત હું તારા વખાણ કરું ન ેતું મારા વખાણ કર જે એવો ઘાટ છે.

    Like

    1. ભાઈશ્રી ગિરીશ
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે. આપ ભુપેંદ્ર્ભાઈની વાત સાથે સહમત હોઈ મારા પ્રત્યુત્તરનું પુનરાવર્તન કરતો નથી, આપની વાત અહો રૂપમ અહો ધ્વનિ જેવું જ છે. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  3. पूर्ण मौन ही एक मात्र प्रार्थना
    प्रथम तो यह कि प्रभु नहीं, हम सो रहे हैं।
    वह तो नित्य जाग्रत है। उसे नहीं, वरन् हमें जागना है।
    फिर सोए हुए जाग्रत को जगावें, तो बड़े मजे की बात है।
    उसे पुकारना नहीं, उसकी ही पुकार हमें सुननी है।
    यह मौन में होगा- परिपूर्ण निस्तरंग चित्त में होगा।
    जब चित्त में कोई ध्वनि नहीं है, तब उसका नाद उपलब्ध होता है।
    पूर्ण मौन ही एक मात्र प्रार्थना है।
    प्रार्थना क्रिया नहीं अवस्था है।
    प्रार्थना की नहीं जाती है, प्रार्थना में हुआ जाता है।

    Like

  4. “આત્મ–મંથન” જેવા જ બીજા બે શબ્દો આપણી કને છેઃ “આત્મશ્લાઘા” અને “આત્મવંચના” !!

    પહેલાં આ બન્નેને તેઓ જો હટાવી શકે તો જ તમારો શબ્દ “આત્મ–મંથન” તેઓ વાપરી શકે, અન્યથા નહીં જ.

    સુંઠને ગાંગડે ‘કરિયાણા–ગાંધી’ થવાય; ગાંધીબાપુ નહીં…

    ‘બાપુ’ શબ્દ પણ કેટલાક સંતો પોતાને માટે વાપરે છે. એવું જ ‘આશ્રમ’ શબ્દનું છે. અમદાવાદમાં સાબરમતીને કાંઠડે બે બાપુઓના બે આશ્રમો છે !! ગાંધીજીના ‘રામ’નેય અજબ ‘આશા’ સાથે વટાવાયો છે.

    Like

    1. શ્રી જુગલકિશોરભાઈ
      આપની મારાં બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર. આપની વાત બિલકુલ સાચી છે. આ કહેવાતા સાધુઓ-સંતો-સ્વામીઓ-મહંતો અને કથાકારોના દિલમાં રામ હજુ પણ કદાચ વસ્તો હશે તેમ ધારી મેં આત્મ-મંથન પર્વ યોજવા આહ્વાન કર્યું છે જોઈએ કોના રુદયામાં રામ વસે છે. ફરી આભાર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  5. શ્રી અડાલજા સાહેબ
    પૂજ્ય શ્રી મોરારીબાપુ કે જે કોઇ પણ કથાકાર ધર્મ માટે પ્રયાસો કરે છે તે સારું જ છે, પણ આજના વિજ્ઞાન યુગમાં બદલાવ લાવવો અઘરો લાગે છે. બાકી તો તમે લખ્યું છે તેમ આર્થિક ગુનાઓ કરનારાઓ આ કથાઓ સાંભળવા તો આવે છે. પણ કથાઓ સાંભળીને પણ સુધર્યા નથી તો પછી આ કથાઓના આયોજનનું ઔચિત્ય કેટલું તે યજ્ઞ પ્રશ્ન છે. ગુજરાતમાં કહેવાતા ધાર્મિક લોકો માટે ધર્મ તે વ્યાપાર છે.
    પ્રફુલ ઠાર

    Like

    1. ભાઈશ્રી પ્રફુલ્લ
      આભાર મુલાકાત માટે અને પ્રતિભાવ માટે પણ ! કથા સાંભળવા તો સર્વે પ્રકારના લોકો આવતા રહે છે અને કથાકારના વિચાર-વાણી અને આચરણ વચ્ચે જે વિરોધાભાસ જુએ છે તે કારણે મનોમન આ શ્રોતાઓ આ કથા કહેનારાઓને દંભી ગણી પોતાની જાતમાં સુધારો કરવાની કોઈ પરવા કરતા નથી. ધર્મ માત્ર ગુજરાતમાં નહ સમગ્ર દેશમાં વગર રોકાણ કે જોખમ વગરનો ધંધો/વ્યાપાર બની ચૂકયો છે. ખેર ! આવજો ! મળતા રહીશું.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  6. પોથીવાચક શ્રીમોરારીદાસ હરિયાણીએ ગુજરાતના સાહિત્યકારોની વૈચારિક નસબંદી કરી છે.

    પોથીવાચક શ્રી મોરારીદાસે પોથી વાંચી વાંચી બાંધેલા મહેલ જેવા આશ્રમમાં નારિયેળીઓના સાનિધ્યમાં
    શીતળ શીતળ મંદ મંદ લહેરખીઓ માણતા સાહિત્યકારો ગુજરાતમાં સદભાવના પ્રસરાવવાના ગદર્ભગાન
    કરે છે તે વાસ્તવિકતાની ધરા પર કેટલું સત્ય છે તે પ્રજા જાણે છે. મહેલ… આશ્રમની પાડોશમાં જ નિરમાનું જમીન
    કારસ્તાન ચાલે છે. લકીરનો ફકીર જેવો ઋષિ શ્રી કનુભાઈ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા દિન-રાત લડી રહ્યા છે ત્યારે મોરારિદાસની શાહમૃગ વૃતિ જોઈને હસવું આવે છે. કટાર લહિયાઓને વારાફરતી મહુવા બોલાવી ૪-૫ દિવસ સરભરા કરવી…આફ્રિકાના જંગલોમાં ભ્રમણ કરાવવું…જેવી લાલચી પ્રવૃતિઓને વટાળ પ્રવૃતિ વૈચારિક નસબંદી સાથે સાંકળી શકાય. સદભાવના પ્રસરાવવાનો બહુ ઉમળકો હોય તો પ્રજાની વચ્ચે કામ કરો. ગુજરાતે ધર્મનું સ્વરૂપ બદલવાની જરૂર છે. પોથીવાચકોની કથાઓ પાછળ વર્ષે કરોડોના ધૂમાડા કરીએ છીએ પણ સમાજમાં લૂંટફાટ..ચોરીચકારી પ્રત્યે બેદરકાર છીએ. સૌથી વધારે ગંભીર આર્થિક ગુનાઓ કરનારાઓ આ કથાઓ સાંભળતા વર્ગમાંથી આવે છે. કથાઓ સાંભળીને પણ સુધર્યા નથી તો પછી આ કથાઓના આયોજનનું ઔચિત્ય કેટલું તે યજ્ઞ પ્રશ્ન છે. ગુજરાતમાં કહેવાતા ધાર્મિક લોકો માટે ધર્મ તે વ્યાપાર છે.

    Like

    1. ભાઈશ્રી જય
      આપની વાત સાચી છે ધર્મ અને કથાઓની પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે અને તેમ છતાં સમાજમાં નથી કોઈ પરિવર્તન નજરે ચડતુ કે નથી મૂલ્યોનું પુનઃસ્થાપન થતું. આથી જ જો કોઈ વ્યક્તિ કે જે આ કથાઓ અને ધર્મ સાથે સક્રિય રીતે જોડાયેલી હોય અને તેના માહ્યલાને ઢંઢોળી બસ હવે બસ ! ઘણું થયું. તે માટે સભાન બનાવાવા અને હવે જે સમય બચ્યો છે તેનો ખરા અર્થમાં સમાજ્માં મૂલ્યોનું પુનઃ સ્થાપના કરવા ઉપયોગ કરવો છે તેવો સંકલ્પ કરવા કદાચ દિલમં રામ વસે તેવી આશા સાથે હું પ્રયત્ન કરતો રહુ છું. સાથે સાથે વિચાર-વાણી અને આચરણમાં એક સંવાદિતા/એક રૂપતા લાવવા અપીલ કરું છું. ખબર નથી મારા આ પ્રયાસોને કેટલી સફળતા મળશે.

      Like

        1. આભાર ! હીરલજી આ જ રીતે પ્રોત્સાહિત કરતા રહેશો ! આવજો ! મળતા રહીશું !

          Like

  7. एक सर्द और अंधेरी रात में एक साधु किसी मंदिर में ठहरा था। उसने सर्दी दूर करने को भगवान की एक काष्ठ मूर्ति जला ली। आग जली देख पुजारी जाग गया। वह क्रोध में कुछ बोल भी न सका- वह कृत्य ऐसा ही असोचनीय था। तभी उसने देखा : साधु जली राख के ढेर में कुछ खोज रहा है। उसने पूछा कि क्या कर रहे हो? साधु ने कहा, ‘भगवान की देह की अस्थियां खोजता हूं।’ अब पुजारी के समक्ष उस साधु का पागलपन पूरी तरह स्पष्ट हो गया था। उसने साधु से कहा, ‘पागल! लकड़ी में अस्थियां कहां रखी हैं?’ साधु बोला, ‘तब एक मूर्ति और लाने की कृपा करो, रात बहुत सर्द है और बहुत लंबी भी।’
    मैं इस कथा को सोचता हूं और लगता है वह पागल साधु मैं ही हूं।
    मैं चाहता हूं कि हम मूर्तियों से मुक्त हो सकें, ताकि जो अमूर्त है, उसके दर्शन संभव हों। रूप पर जो रुका है, वह अरूप पर नहीं पहुंच पाता है। आकार जिसकी दृष्टिं में है, वह निराकार सागर में कैसे कूदेगा? वह जो दूसरे की पूजा में है, वह अपने पर आ सके, यह कैसे संभव है? मूर्त को अग्नि दो, ताकि अमूर्त ही अनुभूति में शेष रहे और आकार की बदलियों को विसर्जित होने दो, ताकि निराकार आकाश उपलब्ध हो सके। रूप को बहने दो, ताकि नौका अरूप के सागर में पहुंचे। जो सीमा के तट से अपनी नौका छोड़ देता है, वह अवश्य ही असीम को पहुंचता और असीम हो जाता है।

    Like

  8. પ્રિય મિત્રો;
    પ્રેમ;
    સમાજમા ગુન્હાખોરી-ચોરી-લૂટ ફાટ લાંચ-રુશ્વત-ભેળસેળ-સ્ત્રીઓની અવહેલના, છેડતી-બળાત્કાર-ખૂન-હત્યા અનીતિ-અનૈતિકતા-અપ્રમાણિકતા-ગેરરીતિઓ ભ્રષ્ટાચાર,યેન કેન પ્રકારેણ ધનિક થવાની ઘેલછા, સામાજીક મૂલ્યોનુ અધોપતનં, ગંદી રાજનીતિ, અંધશ્રધ્ધા પરાકાષ્ટાએ પહોંચી છે.પ્રથમ તો આવો હોબાળો મચાવો. પછી આ બધા દુષણો માટે રાજનેતા,નેતા, સંતો, મહંતો, મુલ્લાઓ, પાદરીઓ, કથાકારો, સમાજ, અન્ય લોકો, અંધશ્રધ્ધાળુઓ, મૂર્ખાઓ જ જવાબદાર છે તેવા આરોપો મૂકો. ત્યારબાદ આ લોકોને, અંધશ્રધ્ધાળુઓને, સમાજને, મુર્ખાઓને સુધરવાની જરુરીયાત છે તેવું બ્યુગલ વગાડો. જેટલું જોરથી બ્યુગલ વગાડો તેટલા વધુ રેશનાલિસ્ટ કહેવડાવો અને મોટાભાગે આવી વાતમા બધાજ સૂર પુરાવવાવાળા તરત જ મળી જશે. આપણી બુધ્ધીમાન તરીકે વાહ વાહ થશે તે નફામાં.
    આપણને બધાને સુધારી નાંખવા છે. સમાજને સુધારી નાંખવો છે પણ આપણે જાતે સુધરવું નથી. આપણને એટલી પણ ખબર પડતી નથી કે આ સમાજ મારા તમારા જેવા લોકોથી જ બનેલો છે. દરેકજણને ખબર પડવા માંડે કે સુધરવાની જરુર મને છે તો સમાજ આપોઆપ સુધરી જવાનો છે.પણ બીજાપર દોષાર્પણ કરીને આપણે સદા આપણી જાતને બચાવી લઈએ છીએ. અને આ મનની ચાલાકીની અને આપણા અહંકારની આપણને ખબર પડતી જ નથી. “આપ ભલા તો જગ ભલા” એવું ભલે સંતો કહેતા હોય. આમય આપણે ક્યારે સાંભળીએ છીએ? અને ક્યાંક ભૂલમા સંભળાઈ જાય તો બીજા કાને કાઢી નાખીએ છીએ. વાહરે મનવા તારી માયા?
    શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

    1. શ્રી શરદભાઈ
      આપનો પ્રતિભાવ કોના અને ક્યા સંદરભમાં લખાયો છે તે મારી નાની એવી સમજમાં આવી શક્યો નથી. મને ડર લાગે છે કે આપે કદાચ આપના જ સંદર્ભમાં તો વાત નહિ કરી હોય ને ? હું તો અલ્પ જ્ઞાની છું અને મારી રીતે મારા વિચારો-વાણી અને આચરણમાં કોઈ વિરોધા ભાષ ના પ્રગટે તે માટે સતત અને સભાન પ્રયત્ન કરતો રહું છું. હું મારી જાતને રેશનાલીસટ પણ ગણાવતો નથી પરંતુ માહ્લલાના અવાજને વફાદાર રહેવા મારાથી શક્ય તેટલી કોશિશ કરતો રહુ છું. સમાજમાં આગવું સ્થાન ધરાવતા સાધુઓ-સંતો-કથાકારો કે મહંતો ને સમાજમાં મૂલ્યોનો દ્વંસ થતો નજરે પડતો હોય ત્યારે તેમના માંહ્યલાને ઢંઢૉળી સમાજ્માં મૂલયોનું પુનઃ સ્થાપન કરવા સક્રિય થવા અપીલ કરવી તે કોઈ ગુંહો હોય તેમ માનતો નથી. હું માનું છુંકે સમાજ વ્યક્તિઓના સમુહ વડે બનતો રહે છે અને જો વ્યક્તિમાં આમુલ પરિવર્તન આવે તો સમાજમં પણ આવશે અને તેથી જ કોઈ પણ પરિવર્તન માટે અન્યોને ત્યારે જ કહી શકાય જ્યારે પોતે પોતાના વર્તનમાં મૂકે. અને મેં આ દિશામાં હંમેશા પહેલ કર્યા બાદ જ અન્યોને કહેવાનૂં સાહસ કરું છું. હું દંભનો વિરોધી છું હું જેવો છું તેવો મારા બાહ્ય વર્તનમાં પણ દેખાઉ તે માટે સભાન છું. અસ્તુ !

      Like

      1. પ્રિય અરવિંદભાઈ;
        પ્રેમ;
        મારો પ્રતિભાવ અને સંદર્ભ સમજી ન શકો એટલા નાદાન આપ નથી અને એટલે જ આપ વક્રોક્તિ પ્રશ્ન પુછી રહ્યા છો કે, “મને ડર લાગે છે કે આપે કદાચ આપના જ સંદર્ભમાં તો વાત નહિ કરી હોય ને ?”
        અરવિંદભાઈ, ડર રાખવાની કોઈ જરુર નથી. હું જે કાંઈ અભિપ્રાય અને પ્રતિભાવ તમારા કે અન્યના બ્લોગ પર આપુ છું તે મારા સંદર્ભે જ છે તેની ખાત્રી રાખજો. મારું કામ જ સાધનામા ઉતર્યા પછી આ છે કે હું મારી જાતને, મારા વિચારોને, મારા આવેગોને, મારી ભાવનાઓને,મારી વૃત્તિઓને, મારા મનના ખેલોને, મારી બુધ્ધીની અવળચંડાઈઓને, મારા અહંકારને ઓળખું. બસ આ પ્રક્રિયા દરમ્યાન મારું મન, બુધ્ધી, અહંકાર ના અવલોકનથી તેની ચાલકીઓની ખબર પડવા માંડી છે. અનુભવે મને એ પણ સમજાયું છે કે જેવું મન, બુધ્ધી અને અહંકાર મને છે તેવા જ બીજાઓને પણ છે જ અને તે બીજાઓને પણ પીડા આપે છે પરંતુ બીજાઓને તેમની પીડાઓનું કારણ હંમેશા બહાર દેખાયા કરે છે, જેમ મને પણ દેખાતું હતું. અને આથી જ જ્યારે આવા ચાલાક મનની વાતો સાંભળું છું ત્યારે મિત્રોને ચેતવવા પ્રયત્ન કરી લઉં છું. કદાચ કોઈ ચેતી જાય અને તેની પીડામાંથી તેને રાહત મળે.બાકીતો પીડાઓ પણ પુરાણી અને પરિચિત હોવાથી મોટાભાગે તો તેના ગાઢ પ્રેમમાં જ આપણે હોઈએ છીએ. છુટવાની બુમો માર્યા કરીએ છીએ પણ છુટવું નથી હોતું. મારી વાત પકડાતી હોય તો તમાર વાક્યોની ફેર મુલવણી પ્રામાણિકતાપુર્વક કરી જોજો, તો ઘણુ બધું સમજાઈ જશે.
        બીજું કે આપ લખો છ કે, “સમાજમાં આગવું સ્થાન ધરાવતા સાધુઓ-સંતો-કથાકારો કે મહંતો ને સમાજમાં મૂલ્યોનો દ્વંસ થતો નજરે પડતો હોય ત્યારે તેમના માંહ્યલાને ઢંઢૉળી સમાજ્માં મૂલયોનું પુનઃ સ્થાપન કરવા સક્રિય થવા અપીલ કરવી તે કોઈ ગુંહો હોય તેમ માનતો નથી.”
        સમાજમા આગવું સ્થાન ધરાવનારામાંથી મોટાભાગના ચાલાક ચોરો અને ગુંડાઓ છે જેમાના કોઈએ સાધુનો તો કોઈએ નેતાનો તો કોઈએ કોઈ બીજો વેશ ધરેલો છે. તેમના માહ્યલાને જગાવવાની વાત કરો છો પણ મને તો ઘણીવાર પ્રશ્ન એ થાય છે કે આ લોકોને માહ્યલા જેવું કાઈ હશે ખરું કે નહીં? આ બધા રેશનાલીસ્ટો તો કહે છે કે માહ્યલા(આત્મા) જેવું કાંઈ છે જ નહી. હોય તો તમે લેબોરેટરીમા સાબિત કરી આપો. રેશનાલીસ્ટોનુ માનીએ તો પહેલાં તો માહ્યલો છે કે નહી તે નક્કી કરવું પડે અને પછી પહેલા આપણા મહ્યલાને ઢંઢોળવો કે પહેલા બીજાના માહ્યલાને તે નક્કી કરવું પડે. માહ્યલા જેવું કાંઈ હોય તો, મને લાગે છે કે બુધ્ધીમત્તા એમાં જ છ કે પહેલાં આપણો માહ્યલો ઢંઢોળિએ તેનાથી કદાચ સમાજમા ભલે મુલ્યોનુ સ્થાપન થાય કે ન થાય પણ સમાજના એક વ્યક્તિમા તો મુલ્ય સ્થાપન થશે જ. બધા બીજાના માહ્યલાને ઢંઢોળવામાં જ રચ્યાપચ્યા રહેશે તો એકે નો માહ્યલો જાગશે નહી. જરા પોતાનો માહ્યલો ઢંઢૉળીને વાંચજો તો મારી વાત અને સંદર્ભ કદાચ સમજાઈ જશે.
        પ્રભુશ્રિના આશિષ;
        શરદ.

        Like

        1. તાકઃ અરવિંદભાઈ, તમારી અને મારી પાસે સમય ઘણો ઓછો છે. મને ૫૯ થયા અને તમને અંદાજે ૬૯ તો હશે જ. જે થોડો ઘણો સમય જે બચ્યો છે તેમા આપણો પોતાનો માહ્યલો જગાડી લઈએ તો ય ઘણું. જરા વિચારી જોજો, પછી જે તમને યોગ્ય લાગે તે જ હરી ઈચ્છા.

          Like

        2. શ્રી શરદભાઈ
          આપ સાધક છો અને આપના જણાવ્યા પ્રમાણે આપ સાધના દ્વારા અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી ચૂક્યા છો તે જાણી ખૂબ આનંદ થયો. મારી અલ્પ મતિ પ્રમાણે મને સાધના શૂં છે તે જ ખબર નથી. ધ્યાન-યોગ વિષે પણ જ્ઞાન નથી. આવા ભારેખમ શબ્દો વારંવાર સાંભળવા-વાંચવા મળે છે પણ ક્યારે ય સમજ પડતી નથી અને સમજવાની જરૂરિયાત પણ મહેસુસ થતી નથી. હું તો મારાંમાં જેમ એક નાનું બાળક પોતાની મસ્તીમાં મસ્ત રહે તેમ મસ્ત રહુ છું. માહ્યલાના અવાજને દબાવ્યા વગર અનુસરી મારું વર્તન ગોઠવું છું. મેં ક્યારે ય રેશનાલીસ્ટ હોવાનો દાવો કર્યો નથી. હા, કોઈ પણ વિષય વિષે વિચાર-મંથન કર્યા બાદ જો સ્વીકાર્ય લાગે તો જ સ્વીકારુ છું. મેં વેદ-ઉપનિષદ-પુરાણો વગેરે વિષે સાંભળ્યું છે પણ એક પણ પુસ્તક વાંચ્યું નથી. હું મારી જાતને એક પામર માનવી ગણી મનુષ્યાવતાર માટે ઈશ્વરનો ઓસીંગણ સમજુ છું અને તેનો સતત આભાર માનતો રહુ છું. કાંઠે ઉભેલો-છબ છબીયા કરનારી વ્યક્તિ છું. ઊંડૂ જ્ઞાન-ચિતન કે મનન કે સાધના કેમ કરી શકાય તેની મને કોઈ જાણકારી નથી અને આ મારું અજ્ઞાન મેં ક્યારે ય છાવર્યું નથી. મારાં પરિચયમાં આપ વાંચી શકશો. કોઈ ધાર્મિક કે આદ્યાત્મિક પુસ્તકોનું મેં પઠન કર્યું નથી તેથી તે કક્ષાનું ચિતન કે મનન મારા બસની વાત જ નથી. હા ! ઈશ્વર મળતો હોય તો મને કોઈ દલાલ-વચેટિયા ગુરૂ વગેરેની આવશ્યકતા જણાતી નથી. ઈશ્વર સાથે સીધો સંવાદ/સંદેશ વ્યવહાર થઈ શકે છે જે નરસિંહ અને મીરાંએ સમગ્ર જગતને વર્ષો પહેલાં જણાવ્યું છે. અને હવે તો નવી ટેકનોલોજી ખૂબ આગળ વધી છે અને ડાયરેકટ ડાયલીંગ ઉપલબ્ધ બની ચૂક્યું છે ત્યારે બૂકીંગ કરનારા વચેટિયા આપોઆપ નાબુદ થઈ ચૂકયા છે.
          “સાધના” વિષે મને એક વાત યાદ આવી ગઈ તે અત્રે જણાવું છું આશા છે કે આપ તે માટે ખરાબ નહિ લગાડતા ખેલદિલી પૂર્વક માણશો ! હું 1960-1962 દરમિયાન રાજકોટમાં લૉ નો અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં રહેતો ત્યારે મારો એક મિત્ર આ “ સાધના” પાછળ પાગલ બનેલો. આ સમય દરમિયાન “સાધના” નામની એક અભિનેત્રી લાઈમ લાઈટમાં આવેલી અને તેના ફોટા-કેલેંડર સીનેમાના છાપાઓથી અમારો રૂમ ભરચક રહેતો. “સાધના”ના નામની સતત સાધના કરતો રહે તો તે દિવસો યાદ આવી ગયા. અલબત્ત તેની “સાધના” મેળવવાની સાધના ફળી નહિ હતી. હા, “તેનઃ દિવસોઃ ગતાઃ!”
          એક બીજી વાત, ચોર‌-ડાકુ-લૂંટારા તમામને માહ્લલો હોય જ છે. અને જ્યારે પણ કોઈ ખોટું કામ કે અનૈતિક પ્રવૃતિ કરે ત્યારે તમામને માહ્લલાનો અવાજ ટકોર કરી ચેતવતો/રોકતો જ હોય છે પરંતુ માહ્લલાના અવાજને ટાપલી મારી દબાવીને અનીતિ કે અનૈતિક પ્રવૃતિમાં પ્રવૃત થતા રહે છે. જો ચોર-લૂંટારા કે ડાકુને માહ્લલો ના હોત તો નારદ મુની જેવાની એક ટકોરથી વાલિયો વાલમિકી ના બન્યો હોત !
          સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહું તો સૌથી મહાન ધર્મ છે પોતાના આત્મા પ્રત્યે સાચું બનવું અને તેમાંથી પ્રેરણા લઈ, અગાઉ કહ્યું તેમ, મારાં માહ્લલાના અવાજ ને અનુસરી મારાં વિચાર-વાણી અને આચરણમાં એક રૂપતા/એક સંવાદિતાથી જીવન બસર કરવા સતત સભાન અને સતર્ક બની પ્રયાસ કરતો રહુ છું. સાથો સાથ હું સ્વામી વિવેકાનંદે કહેલા શબ્દો “ મન-વચન-કર્મની એકતા હોય તો મુઠ્ઠીભર લોકો દુનિયાને પલટી નાખે” તેમાં સંપૂર્ણ શ્રાધ્ધા રાખી અન્યોના માહ્લલાને ઢંઢોળવા કોશિશ કરતો રહું છું અને નિષ્ફળ જઉં તો મન ઉપર ભાર રાખતો નથી.
          આપનો છેલ્લો સંદેશો વાંચ્યો. આપનું અનુમાન સાચું છે હું 72 પહોંચ્યો છું અને આ બોનસના વર્ષોમાં મારી અલ્પ સમજ પ્રમાણે સમાજના લાભાર્થે વહેંચતો રહું છું. અગાઉ પણ જણાવ્યું જ છે કે મને દંભી જીવન પસંદ ના હોય જેવો અંદર છું તેવો જ બહાર પણ દેખાવા પ્રયાસ કરું છું આશા રાખું છું કે આપને મારી આ સ્પષ્ટતાઓથી સંતોષ થયો હશે. તેમ છતાં ના થયો હોય તો તે માટે મારી અલ્પ સમજને જવાબદાર ગણી માફ કરી દેશો.
          મારા ધારવા મુજબ આવા વિષયોમાં અંતહીન ચર્ચાઓ ચાલ્યા કરે છે જે આખરે મનદુઃખમાં પરિણમતી હોય છે જેથી તેમ ના બને માટે અહિ જ અટકવું મને મુનાસિબ લાગે છે. હા, મારી કોઈ વાતે આપની લાગણી દુભાઈ હોય તો મને મારી અલ્પ સમજદારી માટે ઉદારદિલે ક્ષમા આપવા મારી નમ્ર અપીલ છે.
          અંતમા સંત કબીરનો એક પ્રસંગ ટાંકી વાત પૂરી કરું. સંત કબીરે એક બકરી પાળેલી. એ બકરી બાજુના મંદિરમાં જતી અને પ્રસાદ ખાઈ જતી. મંદિરના મહંતો એ કબીરજીને ફરિયાદ કરી કે તમારી બકરી મંદિરમાં આવી ને ત્રાસ કરે છે.કબીરજીએ શાંતિથી કહ્યું “પંડિતજી એ જાનવર છે, જતી હશે મંદિરમાં, હું તો નથી જતો.”
          સ-સ્નેહ
          અરવિંદ

          Like

  9. આત્મા તો છે, પણ એને સમજવા-ઓળખવાના બધા દરવાજા બંધ થતા જાય છે
    જીવન તો છે પણ એ જીવન સાથે જૉડાવાની બધી શકયતાઓ ક્ષીણ થતી જાય છે.

    Like

  10. બહુ જ સરસ વિચાર. પણ જ્યાં સુધી લોકો જાગૃત નહીં બને ; ત્યાં સુધી કશું થવાનું નથી.
    જ્યારે લોકો આ દુકાનોએ જવાનું બંધ કરશે; ત્યારે એ દુકાનો પોતે જ બંધ થઈ જશે.

    Like

  11. Respected sir,
    It is better to arrange the “આત્મ-મંથન—પર્વ” ourself, than saying the murari bapu to arrange.

    Let invite all dignatories stated in the blog, and discuss the “આત્મ-મંથન” for the Gujarat.

    The Aaj-tak and india time are arranging such an event globly, named “conclave” Where Mushruff to megha patekar shared their respective views. I know that shahrukh asked Mr rajnikant some good question. (at present I frogot the actual queation)
    Good Luck.

    Like

  12. મોરારીબાપુને અનુરોધ કરવો ખૂબ જરૂરી છે – અત્યારે જાહેરમાં અનુરોધ કરું છું કે આત્મ-મંથન પર્વ યોજવું જોઈએ – સાથે સાથે આ લેખના લેખકશ્રી, સમર્થકો, વાચકો ,પ્રતિભાવકો અને સર્વે અનુરોધકોને પણ આત્મ-મંથન કરવા અનુરોધ કરું છું.

    આપણે સહું મનો-મંથન, અને અન્યનું મંથન તો ઘણું કરતાં હોઈએ છીએ. સમુદ્ર-મંથન કરવામાં તો આપણાં દેવો અને દાનવો પણ કુશળ હતાં તે વાત પુરાણોમાંથી સાંભળી સાંભળીને આપણાં કાન સોજી ગયાં છે.

    તો હવે જે કોઈ મંથન કરી શકે તેવા હોય તે સહુ કોઇ આત્મ-મંથન કરે તેવી અપીલ છે. અને હા, મોરારીબાપુને તો ખાસ અપીલ છે કે તે આવું એક પર્વ દર વર્ષે જરૂર યોજે.

    Like

    1. ભાઈશ્રી અતુલ
      ખૂબ ખૂબ આત્મ-મંથન કર્યા બાદ જ મને મોરારીબાપુમાં આવા મંથન માટે આશાનું કિરણ દેખાયું છે અને તેથી જ આ અપીલ કરી છે. આપા તો તેની બાજુમાં જ છો તો ત્યાં એવી હવા ઉભીકરો જેથી બાપુને આત્મ-મંથન યોજવા પ્રેરણા મળે ! આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આવજો મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  13. મોરારીદાસ હરીયાણી એક કાબેલ માર્કેટિંગ નિષ્ણાંત છે.એકની એક સ્કુલમાં બધા પર્વો યોજે છે.સાક્ષરો એમના વિરુદ્ધ બોલી શકે નહિ.એક પછી એક બધા લેખકો એમના ગુણગાન ગાતા થઇ જવા જોઈએ,અને થઇ રહ્યા છે.હું વર્ષોથી બધા કટાર લેખકો અને બીજા લેખકોને વાંચું છું.એક સમયે મોરારીદાસની વિરુદ્ધ બોલનારા આજે એમના પડખે ભરાઈ ગયા છે.સદભાવના પર્વો જ્યાં સદભાવના ના રહી હોય ત્યાં યોજવા જોઈએ.સ્કુલમાં શું જરૂર?મોરારીબાપુ પાસેથી કોઈ આશા રાખવી વધુ પડતી છે.પોતે રામકથા સિવાય કશું કરવાના નથી.એમને પૂછી જુઓ કે રામે સીતાજીની અગ્નિ પરીક્ષા ખોટી લીધેલી અને ત્યાગ કરેલો તે પણ ખોટો હતો તેવું કથામાં કહી બતાવે.નહિ કહે.હવે નવી રીત ચાલુ કરી છે.ગાંધીજીની નકલ કરવાની.પોતે ૧૫ લાખની વ્યાસપીઠ ઉપર બેસે છે ત્યારે ગાંધીને ભૂલી જાય છે.એસી હોલમાં કથા કરે,વિમાનમાં કથા કરે ત્યારે ગાંધીજીની સાદાઈ યાદ આવતી નથી.એકાદ કંબલ કોઈ આદિવાસી સ્ત્રીને આપી આવા સદભાવના જેવા પર્વોમાં કહી બતાવી પોતે ગાંધી બની જવાનો ટ્રાય કરતા હોય છે.અતિશય નમ્રતામાં અહંકાર માણવો હોય તો મોરારીબાપુના ટીવી ઇન્ટરવ્યું જોઈ લેવા.

    Like

      1. ભાઈશ્રી હિમાંશુ
        બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! આપે જણાવ્યું છે કે સાહિત્યકારો ૧૧૧૧૧૧ લેવા માંડ્યા છે પણ તેમને આપે છે કોણ ? આફ્રિકા કોણ અને કોને લઈ ગયેલા ? ખેર ! આપની પાસે વિગત હોય તો જણાવશો તો અભારી થઈશ ! આવજો ! મળતા રહીશું !
        સસ્નેહ
        અરવિંદ

        Like

        1. આ પૈસા મોરારી બાપુ આપે છે નરસિં હ મહેતા એવોર્ડને નામે અને આફ્રિકા તેઓ જ લઈ ગયા હતા ૫૧ સાહિત્યકારોને જેમા રઘુવિર ચૌધરી પણ સામે લ હતા અને એ કદાચ પહેલી સાહિત્ય પરિષદ ત્યાં ભરાઈ હતી,હું વધારે ખોદકામ કરી તમ્ને છાપાની તરીખ શોધી આપિશ.

          Like

    1. શ્રી ભુપેંદ્રસિંહજી
      કદાચ આપની વાત સાચી હશે પરંતુ મારું નમ્ર માનવું એવું છે કે આવા કોઈ સેલીબ્રીટી કાર્યક્ર્મ ગોઠવે તો જ કેટલીક હસ્તીઓ હાજર રહે અને તેઓના પ્રયાસો સફળ પણ થવાની સંભાવના રહે ! આત્મ-મંથન પર્વ યોજવા માટે હું તો માત્ર મોરારીબાપુના આત્માને ઢંઢોળવા પ્રયાસ કરું છું કારણ તેમનામાં રામ વસતા હશે તો અવશ્ય તેઓ આ માટે ગંભીર પ્રયત્નો હાત ધરશે તેમ ધારું છું અને નહિ તો જય સીયા રામ ! આભાર મુલાકાત માટે ! આવજો !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  14. હમણાં મહુવામાં તો હોળી સળગે છે. નિરમાને જમીન આપવાથી ખેતરોમાં ખારાં પાણી ભરાઈ જવાનાં છે. જનતા આનો વિરોધ કરે છે. આ લોકપ્રિય કથાકાર ત્યાં જાય છે તો એમણે લોકો માટે બોલવું જોઇએ.

    Like

    1. આપની વાત સાચી છે કે લોકપ્રિય કથાકારે લોકો માટે બોલવું જોઈએ ! લોકો માટે બોલે તો અપ્રિય બોલવાનું થાય જે સત્તાધીશોને પસંદ ના પડે અને તો ન.મો. તેમના આશીર્વાદ લેવા અને કથા શ્રવણ કરવા પણ ના જાય અને તે તો આવા લોક પ્રિય કથાકારો કે સાધુ-સંતોને ના પરવડે !

      Like

Leave a comment