અખિલ ગુજરાત પ્રજાપતિ જ્ઞાતિના વિકાસ માટે વિવિધ અભિયાનો હાથ ધરવા પ્રજાપતિ સંઘે કરેલા સરાહનીય અને અનુકરણીય સંકલ્પો !!! ધન્યવાદ સાથે શુભેચ્છાઓ !!!!

અખિલ ગુજરાત પ્રજાપતિ જ્ઞાતિના વિકાસ માટે વિવિધ અભિયાનો હાથ ધરવા પ્રજાપતિ સંઘે કરેલા સરાહનીય અને અનુકરણીય સંકલ્પો !!! ધન્યવાદ સાથે શુભેચ્છાઓ !!!!

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘે સમાજના વિકાસ માટે અને શૈક્ષણીક જાગૃતિ માટે વિવિધ અભિયાનો હાથ ધર્યાના સમાચારો મળી રહ્યા છે. જેમાં 20 હજારથી પણ વધુ શિક્ષકો જ્ઞાતિ માટે વિધ્યા દાન આપશે. ઉપરોક્ત સંઘની રજતજયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતાં સમાજના આગેવાનોએ સંઘની 24 વર્ષની કામગીરીનો સંક્ષીપ્ત અહેવાલ રજૂ કર્યો હતો. ગુજરાત રાજયમાં અલગ અલગ શાખાના કુલ મળી અંદાજે છ લાખ પ્રજાપતિ પરિવારો છે. જેની વસ્તી અંદાજે ત્રીસ લાખ જેટલી ગણાય. જેમાં સાક્ષરતાનું પ્રમાણ હજુ પણ 25 થી 30 % ટકા જેટલું જ છે. જે આ સદીમાં 100% સુધી લઈ જવાની નેમ આગેવાનોએ વ્યકત કરી હતી. આ માટે સમાજના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિકમાં કાર્યરત વીસ હજારથી વધારે શિક્ષકોની સેવા લેવામાં આવશે. ઉપરાંત 10 અને 12 ધોરણમાં તથા કોલેજ કક્ષાએ યોગ્ય માર્ગદર્શન માટે શૈક્ષણિક શિબિરો અને અભ્યાસ કેન્દ્રો શરૂ થશે. યુપીએસસી અને જીપીએસસી ભરતી સંબંધી માહિતી અને કોચિગ આપવા માટેનું પણ આયોજન હાથ ધરાયું છે. અજ્ઞાનતાની સાથે જ સ્ત્રીભૂણ હત્યા, કુ રિવાજો અને અંધશ્રધ્ધા ડામવા પણ સમાજ વધુ કાર્યશીલ બનશે.વાચન શિબિરો, તાલીમ શિબિરો, રમતોત્સવ હરીફાઈઓ અને પસંદગી મેળા થકી સમાજ એકબીજાની વધુ નજીક આવે અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ થાય તે માટેના પ્રયત્નો સમાજે હાથ ધર્યા છે તેવું સમાજના અધ્યક્ષ દલસુખભાઈ અને મહામંત્રી દામજીભાઈએ જણાવ્યું હતું.

પ્રજાપતિ સમાજે જે નિર્ણયો કર્યા છે તે, સમાજમાં કહેવાતી પછાત જાતિઓ, સમયાનુસાર પ્રગતિશીલ વિચારો અપનાવી સમય સાથે તાલ મીલાવી રહ્યા છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ પહેલાં પટેલો કડવા અને લેઉઆ, ભરવાડો, મહેર વગેરે જ્ઞાતિઓ પણ સમયાનુસાર પ્રગતિશીલ વિચારો અપનાવી રહ્યાના સમાચારો વિષે મારાં બ્લોગ ઉપર લખી ચૂકયો છું

આ પરિપ્રેક્ષ્યના સંદર્ભે આવનારા દિવસોમાં કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ પોતાના અંગત અહમ અને રીત-રિવાજો, પરંપરા અને રૂઢિઓ વિષે સમય સાથે તાલ મેળવવા એકતા કેળવી પુનઃ વિચાર નહિ કરે તો આવનારા દિવસોમાં પછતનું લેબલ લાગી જતા વાર નહિ લાગે તેવું દિવાલ ઉપર સ્પષ્ટ કોતરાયેલું લખાણ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યું છે.

અંતમા પ્રજાપતિ જ્ઞાતિના તમામ શાખાના વડાઓને હાર્દિક અભિનંદન અને આવનારા દિવસોમાં દાખલ કરાનારા પ્રગતિશીલ વિચારોને સમગ્ર પ્રજાપતિ સમાજ એકી અવાજે અદભુત સફળતા અપાવે તેવી હાર્દિક શુભકામનાઓ !

Advertisements

2 comments

 1. પ્રજાપતિ સમાજમાં એકતા બીલકુલ નથી, સાવ બેકાર સમાજ છે.
  જાન્યુઆરી ૨૦૦૬ ચાર અસામાજીક લોકો એક ગાડી લઇને આવ્યા તેમાથી ત્રણ જણ હોક્કી લઇને નીચે ઉતર્યા મારા નાના ભાઇને ઘરમાથી બહાર બોલાવ્યો અને હોક્કી વડે મારવા લાગ્યા અવાજ સાંભળી ને મારા મમ્મી-પપ્પા બહાર આવ્યા તો તેમને પણ મારવા લાગ્યા પછી હું બહાર આવ્યો તો મને પણ હોક્કી વડે મારવા લાગ્યા આજુ-બાજુ ૫૦ થી ૬૦ પ્રજાપતિ ઉભા હતા પણ કોઇએ મદત ન કરી પછી મારા માથામા લોહી નીકડ્યુ લોહી જોઇને તે લોકો ભાગી ગયા.
  મારી કાકીએ પૈસા આપીને ગુન્ડા મોકલ્યા હતા, પ્રજાપતિ સમાજમાં વાત કરી તો સમાજ વારા કહે છે કે આ તમારા ઘરની સમસ્યા છે જાતે સોલ કરો, કસો ફાયદો નથી સમાજના લોકો વચ્ચે રહેવાથી ……..હવે તો મને મારા નામ પાછળ પ્રજાપતિ લખતા સરમ આવે છે, સાવ ઘટ્યા સમાજ છે, સચ્ચાઇ નો સાથ ના મમ્મી-પપ્પા એ આપ્યો ના સમાજે, આખરે મે કંટાળી ને ઘર છોડી દીધુ ૨૦૧૦ માં,

  Like

 2. પ્રજાપતિ સમાજ પણ બીજા સમાજ ની જેમ એક એવો સમાજ રહ્યો છે કે દેશ ની પ્રગતીમો સાથ સહકાર આપતો રહ્યો છે
  અને પોતાની જાતિના વિકાસના કામો કરતો રહ્યો છે ,શાંતિ પ્રિય ને સખત મહેનતુ લોકોનો બનેલો સમાજ છે ,જે અત્યારે
  સમાજના દરેક ક્ષેત્રે કામ કરતો થયો છે, જે નાનામો નાનું કામ પણ કરે છે , પોતાન પગ પર ઉભો રહેતો સમાજ બન્યો છે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s