ધાર્મિકતા-બાહ્યાચાર અને બાહ્યાડંબર જ માત્ર !!!

દેશના મોટા ભાગના લોકો સવારમાં સ્નાનાદિથી પરવારી ઘરમાં માનેલા અને પધરાવેલા ઈષ્ટદેવ સમક્ષ ધુપ-દીપ પ્રગટાવી પાર્થાના કરતા જોવા મળે છે. પરિવારના સભ્યો વચ્ચે અરસ પરસ ઈષ્ટદેવનો જય જય કાર પણ એક સુત્રોચ્ચાર માફક કરવામાં આવતો રહે છે.

નોકરી-ધંધાના સ્થળે પણ પ્રવેશ કરતા પહેલાં પ્રવેશ દ્વારના પડથારની રજ માથે ચડાવી પહેલું કામ ઈષ્ટ દેવને ધુપ-દીપ કરી વધુ અને વધુ બરકત મળે તેવી પ્રાર્થના કરવામાં આવતી જોવા મળે છે.

સવાર-સાંજ મંદિર/હવેલીમાં મોટાભાગના લોકો દર્શનાર્થે જતા જોવા મળે છે. મોટા ભાગના લોકો ધાર્મિકતાથી અભિભુત થતા રહે છે અને પોતાની ઓળખ એક ધાર્મિક વ્યક્તિ તરીકે સમાજમાં ઉભરે તેવી સભાનતા સાથે કોશિશ કરતા રહેતા જોવા મળે છે. જે સવાર સાંજ ઘરમાં કે નોકરી-ધંધાના સ્થળે ધુપ-દીપ કરતા રહેતા હોય મંદિર/હવેલીમાં દર્શનાર્થે જતા હોય કપાળમાં ટીલા કે તિલક કરતા હોય અને વાત વાતમાં પોતાના માનેલા ઈષ્ટ દેવનો જય જય કાર કરતા રહેતા હોય !

સંપ્રદાયોના વડાઓએ દીક્ષા/કંઠી બાંધતા સમયે શીખ કે આજ્ઞા પાઠવી હોય કે જ્યારે પણ કોઈને મળવાનું થાય ત્યારે, મળતી વખતે, બાદ છૂટા પડતી વખતે, ઘરમાંથી બહાર જવા સમયે કે, બહારથી ઘેર પરત આવતા, ટેલિફોન ઉપર વાત ચાલુ કરતા કે, અંતમાં પોતાના ઈષ્ટ દેવનો જય બોલવો ! આ ઉપરાંત મકાનો ઉપર વાહનો ઉપર પણ જે સંપ્રદાયના અનુયાયી બન્યા હોય તેના પ્રતિક સ્વરૂપે ઈષ્ટ દેવના નામો લખવા કે લખાવવા કે જેથી સમાજમાં જે તે સંપ્રદાયની જાહેરાત થતી રહે !

ઉદાહરણ તરીકે જેમકે જય શ્રી કૃષ્ણ !, જય સ્વામીનારાયણ ! જય જિનેંદ્ર, ! જય યોગેશ્વર, !જય માતાજીના, ! નમો નારાયણ, ! મહાદેવ હર ! જય આશાપુરા ! જય ખોડિયાર ! ઓમ નમઃસિવાય ! વગેરે વગેરે ! અને મોટાભાગના અનુયાયીઓ આ આદેશને ચુસ્ત રીતે પાળતા જોવા મળે છે. આ પ્રથા અંદાજે છેલ્લા 10-15-20 વર્ષમાં વધારે વેગીલી બનેલી જોવા મળે છે. જે સંપ્રદાયો વચ્ચે વધુ અને વધુ અનુયાયીઓ મેળવવાની હરીફાઈ દર્શાવે છે. પરિણામે જે તે સંપ્રદાયના અનુયાયીઓ આ રીતે પોતાના માનેલા ઈષ્ટ દેવનો જય જય કાર માત્ર અને માત્ર યંત્રવત અને ઔપચારિક રીતે-માંહ્લલાને-સાંકળ્યા વગર બોલી નાખતા રહે છે.. પરંતુ શું આ રીતે કોઈ પણ ઈષ્ટ દેવનું સ્મરણ કરવું/બોલવું આટલું સરળ અને સહેલું છે ?

*** પોતાના ઈષ્ટ દેવનો જય જય કાર કર્યા પછી લાંચ-રૂશ્વત લઈ શકાય ? અનીતિ કરી શકાય ? અનૈતિક પ્રવૃતિ કે ગેરરીતિ કરી શકાય ? ભ્રષ્ટાચાર કરી શકાય ? દુકાનમાં આવનાર ગ્રાહકને છેતરી શકાય ? ખાધ્ય કે પેય ચીજ –વસ્તુઓમાં કે દવા-ઔષધમાં ભેળસેળ કરી શકાય ? સ્ત્રીઓનો અનાદર અર્થાત છેડતી કે બળાત્કાર કરી શકાય ? બાળકો પાસે મજૂરી કરાવી શકાય ? ઘર કામ કરવા આવનારનું શોષણ કરી શકાય ? ચોરી કે લૂંટ-ફાટ કરી શકાય ? કાળા બજાર કરી શકાય ?

ક્યારે ક માંહ્લલા સાથે સંવાદ કરશું તો સમજાશે કે ઈષ્ટ દેવનું આ રીતે થતું સ્મરણ એ માત્ર અને માત્ર સ્વની ઓળખ ધાર્મિક હોવાની છાપ સામી વ્યક્તિ ઉપર ઉપસાવવા યંત્ર વત બોલાતું રહે છે. ઉપરાંત સંપ્રદાયોની ફરીફાઈમાં હું કોઈ એક સંપ્રદાયનો છું તે સામી વ્યક્તિને જાણ કરવા ઉચ્ચારાતા અને ભાવ ગુમાવી બેઠેલા અર્થહીન અને ખોખલા અને ઠાલા શબ્દ એટલે
જયશ્રી કૃષ્ણ ! જય સ્વામીનારાયણ ! જય જિનેંદ્ર ! જય યોગેશ્વર ! જય ભગવાન ! જય મતાજીના ! જય આશાપુરા !જય અંબાજી ! મહાદેવ હર ! નમો નરાયણ ! ઓમ નમ: શિવાય !
આવી આ પોકળ ધાર્મિકતા જે માત્ર બાહ્યાચાર કે બાહ્યાડંબરથી વિશેષ બની ને રહી ગઈ છે અને સામાન્ય જન પોતે અત્યંત ધાર્મિક વૃતિ ધરાવનાર છે તેવું જાણ્યે-અજાણ્યે માનતો રહે છે જેને સંપ્ર્દાયના વડાઓ પોતાના અનુયાયીઓ ખોઈ ના બેસે તેવી પીડીત માનસિકતા વડે પોષતા રહે છે.

ઉપરોક્ત મુદાઓ વિષે ક્યારેક એકાંતમાં સ્વ સાથે ક્ષણ ભર ગંભીરતાથી સંવાદ કરવા/વિચારવા નમ્ર પ્રાર્થના !

Advertisements

15 comments

 1. sry arvind kaka hu tamne evu nathi kehto ke pramukh swami avtari purush che hu to evu kev chu ke temna karela karyo ne apne birdavva joie me surat ma and valsad ma pur vakhte joie lu ke tena sadhu o ketli loko ne help kareli che tyrae hu baps pramukhswami maharaj vishe kharab bolto hato pn jyare me mari aankhe thi joyu and pachi mane vishvash thayo hu jyare amdavad ma pramukh swami ne malyo tyare mane lagyu ke aa koi k samanya vyakti nathi emnama me joyu che ke teo sacha sant che and swami vivekanand kehta hata manav seva e j prabhu seva temne aakhi jindagi manav seva j kari che bhuj ma bhukamp vakhte ketlay gamo banavi apya plz arvind bhai tame pramukh swami vishe kaik lakho plz ya tame mane ek miss call apo hu tamne call kara 9825909667 my num plz arvind kaka tamaro blog saras che and tame boh saru kam kari rahya cho samaj ne jagrut karvanu keep it up

  Like

 2. उसका कोई नाम नहीं है। वह अनाम है। सब नाम हमारे ही आविष्‍कार है।
  उपनिषदों ने उसे कहा है: ‘ तत्व मसि।‘ तुम वही हो। ‘वह’ , उसे में क्‍या कहूं ? नहीं, उसको मैं कोई नाम नहीं देता। सब नामों ने मनुष्‍य को धोखा दिया है। सब नाम बिना अपवाद के मनुष्‍य के शत्रु सिद्ध हुए है, इसलिए में उसे कोई नाम नहीं देना चाहता।

  Like

 3. रूप पर जो रुका है, वह अरूप पर नहीं पहुंच पाता है। आकार जिसकी दृष्टिं में है, वह निराकार सागर में कैसे कूदेगा? वह जो दूसरे की पूजा में है, वह अपने पर आ सके, यह कैसे संभव है? मूर्त को अग्नि दो, ताकि अमूर्त ही अनुभूति में शेष रहे और आकार की बदलियों को विसर्जित होने दो, ताकि निराकार आकाश उपलब्ध हो सके। रूप को बहने दो, ताकि नौका अरूप के सागर में पहुंचे। जो सीमा के तट से अपनी नौका छोड़ देता है, वह अवश्य ही असीम को पहुंचता और असीम हो जाता है।

  Like

 4. ज्ञान स्वयं का चक्षु है। उसके अतिरिक्त कोई शरण नहीं है।”
  सत्य न तो शास्त्रों से मिल सकता है और न ही शास्ताओं से। उसे पाने का द्वार तो स्वयं में ही है। स्वयं में जो खोजते हैं, केवल वे ही उसे पाते हैं।

  Like

 5. ज्ञान स्वयं का चक्षु है। उसके अतिरिक्त कोई शरण नहीं है।”
  सत्य न तो शास्त्रों से मिल सकता है और न ही शास्ताओं से। उसे पाने का द्वार तो स्वयं में ही है। स्वयं में जो खोजते हैं, केवल वे ही उसे पाते हैं।

  Like

 6. ભગવાનને (જે જોયો નથી) એને માણસ કરતા વધારે મહત્વ આપવામાં આવે છે. એટલે “જય જીનેન્દ્ર” વગેરે કહેવું પણ સામેવાળા માણસને છેતરી શકાય.

  માણસને થોડું પણ મહત્વ આપવામાં આવે તો?

  Like

  1. શ્રી નિહલ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપ પ્રમુખસ્વામી માટે મને લખવા જણાવો છો તે કરતાં આપ જ કદાચ વધારે યોગ્ય વ્યક્તિ ગણાવ તેથી આપા જ તેમના વિષે લખો તો વધારે સારું લખી શકાશે તેમ મારું ધારવું છે.માફ કરજો હું કોઈને પણ અવતારી પુરૂષ માની શકતો નથી તેમજ કોઈથી પ્રભાવિત પણ થતો નથી. પ્રમુખ સ્વામી મારાંથી અનેક ઘણાં વિદ્વાન-અભ્યાસુ-ચિતક અને વિશાળ વાચન ધરાવનાર હોઈ શકે તે સ્વીકારું છું પરંતુ તેથી તેઓ જે કોઈ વિચારો વ્યકત કરે અને તે હું મારા સ્વ સાથે સંવાદ કરી સ્વીકારવા યોગ્ય જણાય તો જ સ્વીકારું છું પછી તે વિચારો ગમે તેના હોઈ શકે છે. કોઈ સાધુ-સ્વામી-ગુરૂ કે મહંતની કંઠી હું બાંધનારો નથી. ઈશ્વરની પ્રાપ્તિ માટે કોઈ વચેટિયા એજંટની આવશ્યકતા હું જોતો નથી. મારાં આવા વિચારોને કારણે મને કોઈ વ્યક્તિ વિષે લખવા મારી આ પ્રકારની મર્યાદા નડતી રહે છે તો મને માફ કરવા વિનંતિ. આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  2. जीवन का पथ अंधकार पूर्ण है। लेकिन स्मरण रहे कि इस अंधकार में दूसरों का प्रकाश काम न आ सकता। प्रकाश अपना ही हो, तो ही साथी है। जो दूसरों के प्रकाश पर विश्वास कर लेते हैं, वे धोखे में पड़ जाते हैं।
   ज्ञान स्वयं का चक्षु है। उसके अतिरिक्त कोई शरण नहीं है।”
   सत्य न तो शास्त्रों से मिल सकता है और न ही शास्ताओं से। उसे पाने का द्वार तो स्वयं में ही है। स्वयं में जो खोजते हैं, केवल वे ही उसे पाते हैं।

   Like

  1. મીતાજી
   આપની બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! હા આપણે ત્યાંના મોટાભાગના લોકો યંત્રવત ક્રિયાઓ કરી રહયા છે શ્રી દીપકભાઈએ પણ તે જ વાત દોહરાવી છે. આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 7. કોઈ પણ કામ યંત્રવત કરવાથી એની પાછળની ભાવના મરી જતી હોય છે. ખાસ કરીને પ્રતીકોના ઉપયોગ બાબતમાં તો આ વાત વધારે સાચી છે. ટીલાંટપકાં, મુસલમાની ગોળ ટોપી, શીખોની પાઘડી, ખ્રિસ્તીઓનો ક્રૉસ, રોજ મંદિરની મુલાકાત, ભગવાં વસ્ત્રો, ગાંધી ટોપી…્કે તમે લખો છો એવા સૂત્રોચ્ચાર.
  આમાંથી કઈં પણ માણસને માણસ નથી બનાવતું.

  Like

  1. શ્રી દીપકભાઈ
   લાંબા સમય બાદ મળાયું ! આપનો સુંદર પ્રતિભાવ વાંચી આનંદ થયો. આજે તો સમગ્ર દેશમાં મોટેભાગે લોકો બાહ્યાચાર વડે જ પોતે ધાર્મિક છે તેવું દર્શાવી રહ્યા છે અને તેવી વૃતિને જાણ્યે-અજાણ્યે મોટા ભાગના સાધુઓ-સ્વામીઓ-ગુરૂઓ-મહંતો પોતાના સ્થાપિત હિતો અકબંધ રાખવા અને રક્ષવા પોષી રહ્યા છે.ખેર ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

   1. બાહ્યાચારથી ધર્મ સહેલો બની જાય છે. એનાથી માણસ ધાર્મિક હોવાની બીજા પર છાપ પડે છે.હું બીજા કરતાં અલગ કેમ દેખાઉં? આ કામ સંપ્રદાયો કરી આપે છે. માણસને માણસથી અલગ પાડવાનું.

    આ સંપ્રદાયોને જ આપણે ધર્મ કહીએ છીએ. સહેલાઈથી ધર્મિક દેખાઈએ તો અઘરો રસ્તો શા માટે લઈએ?! આને કારણે આપણે ધર્મ એટલે કે મૂલ્યોને બાજુએ હડસેલી દઈએ છીએ.

    આમાં ગાંધી ટોપી પણ આવી જાય છે! ટોપી પહેરી એટલે ગાંધીવાદી થઈ ગયા! હવે ગાંધી-મૂલ્યોને ન પાળીએ તો ચાલે!

    Like

    1. શ્રી દીપકભાઈ
     આપની ગાંધી ટોપી વાળી વાત માટે હું સંપૂર્ણ સહમત છું. ગાંધીજીએ પણ વિચાર-વાણી અને આચરણમાં એક સંવાદિતા નહિ રાખી હોત તો સફળ થયા હોત કે કેમ તે વિષે શંકા રહે છે ! જ્યાં સુધી વાણી-વિચાર અને આચરણ એક સરખા ના હોય ત્યાં સુધી અનુયાયીઓ કે શિષ્યો કે સામાન્ય જન ઉપર ઉપદેશ કે સલાહ કે સુચનોની કોઈ અસર ના થાય તે નિઃશંક વાત છે.

     Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s