ક્રિકેટ -ઉન્માદ-ઘેલછા અને ગાંડપણ !!!

ક્રિકેટ -ઉન્માદ-ઘેલછા અને ગાંડપણ !!!
વ્હાલા મિત્રો અને વડિલો
થોડા દિવસ પહેલાં દેશના મોટાભાગના લોકોએ જોયેલો ક્રિકેટ્નો-વર્લ્ડ ક્પ જીત્યાનો ઉન્માદ વિષે થોડું લખવા વિચારતો હતો તે દરમિયાન મારાં બ્લોગ મિત્ર શ્રી ભુપેંદ્રસીહે લખેલો ક્રિકેટોન્માદ લેખ તેમના બ્લોગ ઉપર વાચવા મળતા તેઓશ્રીના અને મારા વિચારોમાં ઘણી સામ્યતા અને સમાનતા જણાતા મેં અલગથી લખવાનું માંડી વાળી આપ સર્વેને ક્રિકેટોન્માદ અર્થાત ક્રિકેટ પાછળના અતિ ઉન્માદ-ઘેલછા અને ગાંડ્પણ વિષે વાંચવામાં રસ પડ્શે તેમ ધારી તેમના જ લેખની તેઓશ્રીની પરવાનગી મેળવી મારાં બ્લોગ ઉપર લીક આપી છે. આ વિષે આપના પ્રતિભાવો આવકાર્ય છે.
http://brsinh.wordpress.com/2011/04/06/ક્રીકેટોન્માદ/

વાચકોની જાણ માટે

જે રીતે રાજકારણી સત્તાધીશો ક્રિકેટરને પોતાના બાપના નાણાં હોય તે રીતે ઈનામો જાહેર કર્યા કરતા હતા ત્યારે જ મને વિચાર આવેલો કે આ દેશમાં એવું કોઈ નહિ હોય કે જે આવી બેજવાબદારી ભરી અને બેઈમાની ભરી ચેષ્ટાને દેશની સર્વોચ્ચ અદાલતામાં જન હિતની અરજી કરી પડકારે ? મને આપને જણાવતા આનંદ થાય છે કે કોઈક તો માઈનો લાલ નિકળ્યો અને આ ચેષ્ટાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી છે તેવા સમાચાર આજના ગુજરાત સમાચારે પ્રસિધ્ધ કર્યા છે. ચંડીગઢના ઓલ ઈંડીયા ફોરમ ફોર રીકન્સીલીએશન નામની એનજીઓએ જાહેર હિતની અરજી કરી છે અને આ રીતે અપાતી જંગી રકમનો ઉપયોગ વિકાસ કાર્યો માટે થવો જોઈએ તેવી રજૂઆત કરી છે. અલબત્ત આ અરજીનો ચુકાદો તો જે આવે તે પણ આવી જાગૃકતા આવી રહી છે તે જાણી થોડો આનંદ જરૂર થાય છે અને આપને પણ થશે તેમ ધારું છું.ચાલો આવજો !

Advertisements

2 comments

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s