ભ્રષ્ટાચાર સામે શ્રી અન્ના હઝારેના આમરણાંત ઉપવાસ ! જન સમુદાયને આગામી શનિવારે ઉપવાસ રાખવા આહ્વાન !

ભ્રષ્ટાચાર સામે શ્રી અન્ના હઝારેના આમરણાંત ઉપવાસ ! જન લોકપાલ બીલ તૈયાર
કરવામાં ના આવે ત્યાં સુધી અનશન જંગ !!! જન સમુદાયને આગામી શનિવારે ઉપવાસ રાખવા આહ્વાન !

એ તો દેશની જનતાને વિદિત છે જ કે છેલ્લા કેટલાક સમય થયા શાસક પક્ષના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે અને આ દેશના સર્વોચ્ચ સ્થાને બેઠેલા કે બેસાડવામાં આવેલા એવા પ્રોક્ષી વડાપ્રધાનશ્રી લોકસભમાં અને પત્રકારો સમક્ષ પણ એવા નિવેદનો કરી રહ્યા છે કે મને જાણ નથી-મેં કોઈને લોકસભાના સભ્યોને સરકાર બચાવવા નાણાં આપી મત ખરીદવા રોક્યા નથી-થોમસને સીવીસીના હોદા ઉપર નીમતા પહેલાં મને તેના ભ્રાષ્ટાચાર વિષે જાણ નહી હતી-કલમાડીના કબાડાથી પણ અજાણ છું અને આપ સૌ માનો છો તેટલો હું ગુન્હેગાર નથી ! રાજાએ પણ કબાડી કરી જે વિષે વડાપ્રધાને પોતાનું અજ્ઞાન જાહેર કર્યું ! આ દેશના વડાપ્રધાન દેશ ઉપરાંત પોતાની જાત પ્રત્યે કેટલા નિષ્ઠાવાન પ્રમાણીક અને વફાદાર છે તે ઉપરોક્ત ઉદાહરણો વડે આમ આદમી પણ સમજી શકે છે !
આવા સંજોગોમાં શ્રે અન્ના હઝારેની આમરણાંત ઉપવાસ સાથે આવતા શનિવાર અને 9 એપ્રિલ 2011 ના દેશના સમગ્ર લોકોએ જ્યાં હોય ત્યાં અર્થાત સૌ માટે દિલ્હી પહોંચવું શકય ના હોય ઉપવાસ કરવાનો સંકલ્પ જાહેર કરવો જ રહ્યો !
શાસ્ત્રીજીના સોમવારના એકટાણાં જેવો જ શ્રીઅન્નાજીનો શનિવાર બની રહેવો જોઈએ ! આપ સૌ શૂં માનો છો ? શ્રી હઝારેજી આપ આગે બઢો હમ આપકી સાથ હૈ !

13 comments

 1. અત્યારે તો શ્રી અન્ના હઝારે ના ઉપવાસ પુરા થઇ ગયા છે. જોઈએ હવે આગળ શું થાય છે.
  સાથે સાથે દરેક ભારતીય નાગરિકે પણ ભ્રષ્ટાચાર સામે એક થવાની જરૂર છે.

  Like

 2. aapda mr.thanda thanda cool cool prime minister ne bhrashtachar hatav vama lagirek ras hoy tevu lagtu nathi matej temne lokpal no kaydo banavva mate temnne desh ni andar rahi ne je vyakti taliban ne pan sharmave teva khel praja ni vachhe rahine karnar ghost mr.sharad pawar na naam nu samiti na adhyaksh tarike rakhva ni vaat kari tej batave che ke bharat ne aapda vada pradhane ketlo mahaaan desh! banavi didho che.

  Like

 3. આ સમાચાર જાણીને આટલે દૂર રહ્યાં છતાં, આત્મા ખળભળી ઊઠ્યો હતો…….
  અને આ આક્રોશ જાગી ઊઠ્યો હતો.
  http://gadyasoor.wordpress.com/2011/03/10/why/

  શું માનવતામાં પશુતા એટલી ધરબાઈને પડેલી છે કે, એનું આમૂલ પરિવર્તન કદી શક્ય જ નથી?

  શા માટે?
  શા માટે?
  શા માટે?
  ————————-

  પણ મને લાગે છે કે, આ રોગ રાજકારણીઓને કે સત્તા સ્થાને બેઠેલ મહારથીઓ પૂરતો મર્યાદિત નથી. આ રોગ તો ભારતીય જનતાના માનસમાં છેક ઊંડે સુધી વ્યાપી ગયેલો છે.

  દંભી અને પલાયનવાદી પ્રજાને આવા જ શાસકો મળે. નિર્વીર્ય થઈ ગયેલી પ્રજા પાસેથી શી અપેક્ષા રાખી શકાય?

  Like

 4. અન્નાજીને મારો નૈતિક ટેકો તો પહેલેથી ને કાલે પણ છે – ઉપવાસ કરી શકીશ નહિં કારણ કે હજુ મારે ઘણાં ટેકા આપવા માટે જીવતાં રહેવું જરૂરી છે. (ટુંકમાં મધુપ્રમેહના દર્દિઓને માટે ઉપવાસ વર્જ્ય હોય છે – પણ સંયમપૂર્વક ભોજન કરવું આવશ્યક હોય છે)

  Like

 5. If such an Act opens the Eyes of the Those on the wrong Path…it can be celebrated..If no result, then it MUST go to the next step…a Public Fasting near the Parliament…If this opens the Eyes then feel happy with the Changes ….but it MUST NOT stop there…..The Leadership must change the “direction” for the better Future !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Arvindbhai..Thanks for your visit/comment on my Blog !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s