મારી જીવનસંગીનીની 11 મી પૂણ્ય તિથિએ ગાંધીજીના “સત્યના પ્રયોગો”નું વિતરણ

મારી જીવનસંગીનીની 11 મી પૂણ્ય તિથિએ ગાંધીજીના “સત્યના પ્રયોગો”નું વિતરણ

લગભગ છેલ્લા 10 દિવસ થયા બીએસએનએલની કોઈ યાંત્રિક ગરબડને કારણે ઈંટર નેટ બિલકુલ બંધ રહેતા ના કોઈ મેલ નો જવાબ કરી શકાયો કે ના બ્લોગ ઉપર કોઈ નવી વાત મૂકી શકાય. તેમ છતાં આ દિવસો દરમિયાન જ મારી પ્રિય જીવન સંગીનીની 11 મી પૂણ્ય તિથિ 05, ફેબ્રુઆરીને શનિવારના હોય, આ દિવસની યાદમાં મહાત્મા ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” અત્રેની અર્થાત જામનગર શહેરમાં વસી રહેલા અમારી મોઢવણિક જ્ઞાતિના તમામ પરિવારો ઉપરાંત, અમારા વ્હાલા સ્વજનો, મિત્રો અને સ્નેહી સંબંધીઓને વિતરણ કરવાનું વિચારેલું તે કર્યું.

આશરે 375 મોઢવણિક પરિવારોને આ પુસ્તક ભેટ મોક્લ્યું. મોઢવણિક પરિવારો વચ્ચે ખાસ તો એ હેતુ સાથે વિતરણ કર્યું કે ગાંધીજી જન્મે મોઢવણિક હોવાથી અમારા જ્ઞાતિજનો આજે તેમને પોતાના ગણાવી ગૌરવ અનુભવે છે અને મોઢવણીકની કોઈ સંસ્થા તેઓને “મોઢરત્ન” જેવા ઈલ્કાબો આપી માન આદર કરી રહ્યા છે ! ત્યારે માત્ર એક વાત યાદ કરાવાની લાલચ રોકી શક્તો ના હોય એ વાત યાદ કરાવવા માટે આ પુસ્તકનું વિતરણ કરવાનું વિચારેલું. એવી તે કઈ વાત હોઈ શકે ? તે જાણવાની આપની ઈંતેજારી સમજી શકાય છે. તો જાણો, આ ગાંધીજી જ્યારે મોહનલાલ હતા ત્યારે, અને બેરિસ્ટર થવા વિલાયત જઈ રહ્યા હતા ત્યારે, આ જ જ્ઞાતિએ તેઓને જ્ઞાતિ બહાર મૂકેલા અને જ્યારે આ મોહનલાલ કાળક્ર્મે ગાંધીજી બનતા મોઢજ્ઞાતિ તેમના વિષે ગૌરવ લેવા લાગી અને આ સંજોગોમાં ગાંધીજી અમારી જ્ઞાતિના હતા તેમ કહેવું તે કેટલું યોગ્ય ગણાય ?

જ્યારે ખરા અર્થમાં ગાંધીજી તો જ્ઞાતિથી ઉપર ઉઠી વિશ્વ માનવ બની ચૂક્યા હોઈ તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ સામે તમામ એવોર્ડ ક્ષુલ્લ્ક બની ચૂકયા છે. ગાંધીજીનું વ્યક્તિત્વ આવા કોઈ પણ એવોર્ડનું ક્યારે ય મોહતાજ ના જ હોઈ શકે !
તેમ છતાં
“સત્યના પ્રયોગો””ના વાચન-મનન અને ચિંતન બાદ તેમાના કેટલાક અંશો આપણાં સર્વેના જીવનમાં યથાર્થ રીતે પ્રકટે અને તેને અનુસરવાનું સામર્થ્ય/બળ પ્રાપ્ત થાય તેવી આરઝુ અને અભ્યર્થના સાથે અંદાજે 700 પરિવારોને “સત્યના પ્રયોગો” ભેટ તરીકે મોકલી.

મારા દ્રઢ મંતવ્ય પ્રમાણે કેટલાક સમય થયા જે રીતે દેશમાં ભ્રષ્ટાચાર-માફીયાગીરી વગેરેના એક પછી એક બહાર આવી રહેલા બનાવો અને આ સામે સરકારની ગુન્હાહિત બેદરકારી ભરી નિષ્ક્રિયતા વચ્ચે જે રીતે મૂલ્યોનો દ્વંસ થઈ રહ્યો છે તેનું પુનઃ સ્થાપન કરવા માટે આજના આ સમયમાં ગાંધી વિચારધારાનો ઉપરથી છેક છેવાડાની વ્યક્તિ સુધી ફેલાવો અત્યંત પ્રસ્તુત બની રહેલો છે અને તેથી “સત્યના પ્રયોગો” તમામ નાગરિકો સુધી પહોંચે તેવી ક્યારે ય જરૂર નહિ હતી તેવી આજે દેખાઈ રહી છે.

આ પહેલાં 18, નવેમ્બરને ગુરૂવારના, મારી પ્રિય જીવન સંગીનીના જન્મદિને, અમારાં વિસ્તારના રહેણાંક ઘરોમાં, ઘરકામ કરવા આવતી બહેનો અને ભાઈઓને, એક બેડસીટ તથા સીઝ્નના પ્રથમ અડદિયાની લ્હાણી કરેલી.

આ બંને પ્રસંગોએ મારાં સહિત અમારા પરિવારના તમામ સભ્યોની સમાજ પ્રત્યે કંઈક અંશે ( અલબત્ત સુક્ષ્મ સ્વરૂપે ) ઋણ અદા કર્યાની લાગણી સંતોષાયેલી.

આ પ્રસંગો કોઈ પ્રસિધ્ધિ કે પ્રશંસા મેળવવાના ઉદેશ સાથે ઉલ્લેખ કરી રહ્યો નથી પરંતુ વાચનારને પણ પોતાના કે પરિવારના જીવન દરમિયાન સમાજ તરફ કંઈક કરવાની ઈચ્છા પ્રગટે ત્યારે ચીલાચાલુ રીતે નહિ પણ કંઈક નવી રીતે સમાજોપયોગી કાર્ય કરવાની પ્રેરણા મળે તેવા હેતુ અને ઉદેશ સાથે બ્લોગ ઉપર આ વાત મૂકી રહ્યો છું .અસ્તુ !

6 comments

 1. ઉગતા સૂર્યને સહુ પૂજે તે આનું નામ. ગાંધીજીને જ્ઞાતિ બહાર કાઢનારાઓ આજે તે અમારી જ્ઞાતિના છે એમ કહીને ગરવા લે છે. નરસિંહ મહેતા અને મીરાની સાથે પણ આવો જ અન્યાય થયેલો. હકીકત તો એ છે કે આપણને જીવતા માણસો આંખમાં કણાની જેમ ખુંચતા હોય છે એટલે દરેકે દરેક મહાપુરુષને એના જીવનકાળ દરમ્યાન સમાજ દ્વારા ભયંકર ત્રાસ આપવામાં આવે છે પણ એમના મૃત્યુ પછી એજ સમાજ એમની સમાધિ બનાવીને ફૂલ ચડાવતો હોય છે.

  Like

 2. મુ. શ્રી અરવિંદભાઇ,
  વાંચીને મન નમ્ર થઈ ગયું. ગીતા કહે છે: “હે અર્જુન, તું માત્ર નિમિત્ત બન.” તમને નિમિત્ત બનવાનું સદ્‍ભાગ્ય સાંપડ્યું. નાતે ગાંધીજીને એમના જમાનામાં ન સ્વીકાર્યા એ નવાઇની વાત નથી. નરસિંહ મહેતાને ભૂલી ગયા? મહાપુરુષોના જીવનની આ અનિવાર્ય ઘટના છે. પણ આજે મોઢ વણિકો એમના માટે ગર્વ લે છે, એ પરિવર્તન સૂચવે છે.

  Like

 3. મોઢ બ્રાહ્મણને આ પુસ્તક ભેટ આપી શકાય?
  જો હા અને બહારગામ એટલે કે ભાવનગર મોકલી શકાય તો મને પણ એક કોપી મોકલવા વિનંતી.
  ક્યાં મોકલવું તવો પ્રશ્ન થાય તો સરનામું નીચેની લિન્ક પરથી મળી જશે.

  http://bhajanamrutwani.wordpress.com/2010/05/01/jay-jay-garavi-gujarat/

  Like

 4. Arvindbhai,

  Blog is just like the Hyde Park of London where people can express their views freely and interact with other like minded people.It also serves the purpose of Pen Friend.If we send our article to any newspaper or magazine, most likely you will receive it back with”Sabhar
  Parat” but in Blog this will not happen.

  For people with writting flare this is good.

  Have a nice day and take care….Anil Bhatt

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s