વાત વાતમાં–મોટા લોકોના નાના બાયો ડાટા–મનુ શેખચલ્લી ગુજ.સમાચાર

તા.29 જાન્યુઆરી 2011 ને શનીવારના ગુજરાત સમાચારમાં શ્રી મનુ શેખ ચલ્લીની કોલમ વાત…. વાતમાં રજૂ કરેલા મોટા લોકોના નાના બાયુ ડેટા સાંપ્રત કાળમાં દેશના રાજકારણીઓ જે આબરૂ ધરાવે છે તે વિષે વેધક રીતે કરેલો વ્યંગ માણવાનું ગમશે તેમ ધારી અહિં રજૂ કરેલ છે.

મોટા લોકોના નાના બાયો-ડેટા!

પદ્મશ્રી તો શું ચીજ છે, તમારે ફાલતુ ‘ભીખાભાઈ મફતભાઈ સાહિત્યશિરોમણી’ એવોર્ડ લેવો હોય તો પણ ત્રીસ-ત્રીસ પાનાં ભરીને બાયો-ડેટા લખીને મોકલવો પડતો હોય છે.
પરંતુ આજના કેટલાક મહાનુભાવો એવા છે જેમણે પોતાના બાયો-ડેટા પાંચ સેન્ટિમીટરથી લાંબા રાખવાની જરૂર જ નથી! લો, વાંચો…
***
નામ ઃ માયાવતી
ઊંમર ઃ કુંવારા છે, ઊંમર નથી જણાવતાં.
અનુભવ ઃ લેવામાં નહિ, બીજાને ‘દુઃખદ’ અનુભવ આપવામાં માને છે.
આવડત ઃ પોતાની ગરજ હોવા છતાં ગધેડાઓને લાત મારીને કામ કરાવી શકે છે.
ખુબી ઃ ભલભલા હાથીઓને મચ્છર જેવું ફીલ કરાવે છે.
સફળતાનું રહસ્ય ઃ દુનિયાની સૌથી ભારે સાઉન્ડ સિસ્ટમ કરતાં મોટો અવાજ.
***
નામ ઃ શરદ પવાર
ઊંમર ઃ આ એક જ ચીજ એવી છે જેને તેઓ ‘નોર્મલ’ રીતે વધવા દે છે.
અનુભવ ઃ ક્રિકેટરોથી માંડીને કાંદા સુધીની તમામ ચીજોના ભાવ ૨૦ ગણા કરી નાંખવાનો અનુભવ છે.
આવડત ઃ સોનિયાથી માંડીને સટ્ટાબાજો અને વિરોધપક્ષોથી માંડીને વિદેશી બેન્કોને એકસાથે ખુશ રાખવાની અનોખી કળા ધરાવે છે.
સફળતાનું રહસ્ય ઃ મિલ બાંટ કે ખાઓ, સોનિયા કે ગુણ ગાઓ!
***
નામ ઃ મનમોહનસિંહ
ઊંમર ઃ અવાજના હિસાબે ૧૨ વરસ, દાઢીના હિસાબે ૬૨ વરસ.
અનુભવ ઃ છ વરસથી બંધ આંખે ચાંપતી નજર રાખે છે.
આવડત ઃ ઉકરડાનો વહીવટ કરવા છતાં ઈમેજ ચોખ્ખી રાખી છે.
ખુબી ઃ એમણે અક્કલનું એકપણ કામ કર્યું હોય તો બતાડો! છતાં ‘બુદ્ધિજીવી’ ગણાય છે ને?
સફળતાનું રહસ્ય ઃ મચ્છરને ય નથી નડતા એટલે આખલાઓ પણ એમને અડતા નથી!
– મન્નુ શેખચલ્લી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s