મહારાષ્ટ્ર સરકાર માટે શરમ જનક !!!ઓઈલ માફિયાઓએ એડિશનલ કલેક્ટર-યશવંત સોનાવણેને જીવતા સળગાવી દીધા !!!

મહારાષ્ટ્ર સરકાર માટે શરમ જનક !!!
ઓઈલ માફિયાઓએ એડિશનલ કલેક્ટર-યશવંત સોનાવણેને જીવતા સળગાવી દીધા !!!

મહારાષ્ટ્રના નાસિક પાસે પેટ્રોલ અને ડિઝલમાં ભેળ-સેળ કરનારાઓ વિરૂધ્ધ અભિયાન છેડનાર, એડિશનલ કલેકટર જીલ્લા મુખ્ય મથકથી 75 કીલો મીટરના અંતરે આવેલા પાનેવાડી પાસે, ટેંકરમાંથી ઓઈલ કાઢી રહેલી વ્યક્તિની પૂછ્પરછ કરતાં જ આ વ્યક્તિ નાસી છૂટી હતી. સોનાવણે એ તત્કાળ પુરવઠા અધિકારીને સ્થળ ઉપર પહોંચી તપાસ કરવા જણાવ્યું હતું. અને પોતે ઘટના સ્થળે અધિકારીની રાહ જોઈ રહેલા હતા ત્યારે મોટર સાયકલ પર સવાર થઈને કેટલાક લોકો આવી પહોંચ્યા હતા. તેમણે સોનાવણેને માર મારી કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. બાદમાં તેમનો મૃતદેહ લાંબો સમય સ્થળ ઉપર પડ્યો રહ્યો હતો.

સોનાવણે આ તેલ માફિયાઓ ઉપર દરોડો પાડવા જઈ રહ્યા હોવાની માહિતી તેમનાજ કોઈ સાથી દ્વારા માફિયાઓ સુધી લીક કરવામાં આવી હતી તેવી સંભાવના છે.

આ ઘટના મહારાષ્ટ્ર સરકાર ઉપર એક ના ભૂસી શકાય તેવું લાંછન/કલંક છે અને અત્યંત શરમ જનક છે. મહારાષ્ટ્ર હવે આદર્શ ( ? ) ભ્રષ્ટાચાર માટે આંતર રાષ્ટ્રિય જાણીતું બની રહ્યું છે.

સમાચાર માધ્યમોના જણાવવા પ્રમાણે આવી ભેળ સેળ કરનારા અંદાજે 300 ટ્રક ડ્રાઈવરોને 10 થી 15% રકમ ચૂકવવામાં આવે છે. અને જે મંત્રીશ્રીના આશીર્વાદથી આ ભેળસેળ ચાલી રહી છે તેઓને 25 થી 30% રકમ મળે છે. પરિણામે કુખ્યાત તેલ માફિયા પોપટ શિંદે આ જ વિસ્તારમાં 19 ધાબા ધરાવે છે અને આ ધાબાના ઓઠા હેઠળ ઓઈલ ભરેલા ટ્ર્કો આ સ્થળે પહોંચ્યા બાદ ભેળ સેળ કરી આગળ ચાલે છે અને બાદ જે તે પેટ્રોલ પંપોને ડીલીવરી આપતા હોવાનું જાણવા મળે છે.

સોનાવાણેને જીવતા સળગાવી દેવા પાછળ એક કારણ એવું હોવાનું મનાઈ રહ્યું છે કે હવે પછી એક પણ નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારી દરોડા પાડવાની આવી હિમત જ ના કરે તેવી ધાક જમાવી દેવાની આ સાઝિશ છે. જેથી તેલ માફિયાનું આ ભેળસેળ કરવાનું કૃત્ય બે રોક ટોક ચાલ્યા કરે ! આ કરૂણ અને અમાનવીય કૃત્યની મહારાષ્ટ્ર્ના મુખ્ય પ્રધાન શ્રી પૃથવીરાજ ચવ્હાણે તથા અન્ય પ્રધાન શ્રી બાલાસાહેબ થોરટે આકરી નિંદા કરી છે અને તેલ માફિયાઓ સામે મકોકા હેઠળ કઠોરમાં કઠોર કાર્યવાહી હાથ ધરાય તેવી સરકાર તકેદારી રાખશે તેમ જણાવ્યું છે.

સોનાવાણે પરિવાર નિરાધાર અને નિઃસહાય બન્યો છે. ઉપરાંત સોનાવાણે પરિવાર સહિત સામાન્ય નાગરિકોને પણ સરકારી રાજકારણી સત્તાધીશો ઉપર આવા ઠાલા વચનોમાં કોઈ વિશ્વાસ રહ્યો નથી. જો પૃથ્વીરાજ ચવ્હાણ અને બાલાસાહેબ થોરાટ આ વિષે ખરા અર્થમાં ગંભીર હોય તો સૌ પ્રથમ મીડીયાઓએ તેમના મંત્રી મંડળના એક સાથી મંત્રીના આશીર્વાદ સાથે આ કૌભાંડ ચાલી રહ્યું છે તેમ જણાવ્યું છે ઉપરાંત આ તેલ માફિયાઓ પાસેથી મોટી રકમ પણ મેળવી રહ્યા ના સમાચારો આપ્યા છે અર્થાત સોનાવાણેનો ખરો કાતિલ આપ સૌની સાથે જ છે તેને બેનકાબ કરી કઠોર સજા કરવા પહેલ કરવા આહવાન છે. ના, નહિ જ, રાજીનામું લેવું તે કોઈ સજા નથી જ નથી. આકરામાં આકરી જાહેરમાં, આવા મંત્રી સહિત માફિયાઓને સજા થવી જોઈએ કે જેથી લોકોને કાયદો હાથમાં લેવાની ફરજ કે મજબુર થવું ના પડે જે બિહારમાં બન્યું કે, એક સ્ત્રીએ પોતાની જાતિય સતામણી કરનાર ધારા સભ્ય વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નહિ લેનાર પોલીસોથી નારાજ અને ધારાસભ્યની હરકતોથી ત્રાહિમામ પોકારી કાયદો હાથમાં લઈ ધારાસભ્યના વિસ્તારમાં જ તેની છરીના અનેક પ્રહારો કરી હત્યા કરી નાખી. મારા મતે તો સોનાવાણેની માફક જ મુંબઈ જેવા શહેરમાં ફોર્ટ જેવા ભરચક્ક વિસ્તારમાં આવા મંત્રીઓ કે માફિયાઓને જીવતા સળગાવી દેવાની મહારાષ્ટ્રના લોકો મજબુર બને તે પહેલાં જ હે !પૃથ્વીરાજ, આપ જાગો, અને સમય ગુમાવ્યા વગર આપની સાથે જ બિરાજમાન મંત્રીને શોધી કાઢી પ્રાથમિકતાની ધોરણે આકરામાં આકરી અને કઠોરમાં કઠોર સજા લોકોની સામે જાહેરમાં ફટકારો ! યાદ રહે કે ન્યાયકીય પ્રક્રિયા અનહદ વિલંબ કરે છે અને લોકોની ધીરજ અને સહન કરવાની કસોટી કરવાનો આ વખત નથી ! આપ આવી નૈતિક હિમત દર્શાવી શકવા કટિબધ્ધ થઈ પ્રતિબધ્ધ છો તેની પ્રતિતિ લોકોને કરાવી દો ! આપ આ કરી શકશો ?

છેલ્લા સમાચાર મહારાષ્ટ્રના 20 લાખથી પણ વધુ કર્મચારીઓએ આજે હડતાલ કરી હતી પરિણામે સરકાર જાગી અને મળતા સમાચાર પ્રમાણે આજે માત્ર એક જ દિવસમાં 200 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને 188 લોકોને ગિરફતાર કરવામાં આવ્યા છે. આથી એક વાત તો સૂર્ય પ્રકાશ જેવી સાબિત થાય છે કે સરકારી અધિકારીઓ અને રાજકારણી સત્તાધીશોને કઈ જગ્યાએ દરોડા પાડવા અને કોને ગિરફતાર કરવા તેની માહિતી તો હતી જ પરંતુ સરકારમાં જ બેઠેલા આ માફિયાઓના ભાગીદારો કે જેમને વાર્ષિક ધોરણે અંદાજે સોળ હજાર કરોડના આ ભેળસેળના ધંધામાંથી 20% પોલીસોને તથા 30% નેતાઓ અર્થાત સત્તાધારી રાજકારણીઓને/અધિકારીઓને ભાગ મળી રહેતો હોય ક્યારેય કઠોર પગલાં લેવા શા માટે વિચારે ? એવું પણ જાણવા મળે છે કે પોપટ શિંદે આ પહેલા પણ ત્રણ વખત ગિરફતાર થયેલો છે અને કોઈ મહમદ અલીનો ખાસ માણસ છે અને આ અલીને ઉચ્ચ નેતાઓ સાથે ઘરોબો હોઈ છૂટી જવાનું સરળ બનતું. વાસ્તવમાં જો સોનાવાણેને ન્યાય આપવા મહારાષ્ટ્ર સરકાર ખરા અર્થમાં ગંભીર અને પ્રતિબધ્ધ હોય તો આ ટોચના નેતાજી કે, જે અલીના આકા હોવાનો પૂરો સંભવ છે તેમને ગિરફતાર કરવા રહ્યા અને તેની સજામાં સોનાવાણેની માફક જ જીવતા જાહેરમાં સળગાવવા રહ્યા ! મોટી મોટી કઠોર સજા કરવાના નિવેદનો કર્યા કરવા તે અર્થહીન બની રહેશે ! મહારાષ્ટ્ર સરકાર આવું કૌવત ધરાવે છે ખરી ? માત્ર સોનાવાણે પરિવારને 25 પચીસ લાખ ચૂકવવાથી ન્યાય નથી જ મળવાનો. મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓ આ વાત યાદ રાખે કે આજે નિષ્ઠાપૂર્વક વફાદારી અને પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવનાર કર્મચારીને જીવતા સળગાવી દેવાની સાઝિશ રાજકારણી સત્તાધીશોના આશીર્વાદ સીવાય સંભવ નથી જ નથી. અને માટે એક પણ રાજકારણી સત્તાધીશનો વિશ્વાસ કરવો એટ્લે જીવતા સળગી જઈ કમોતે મરવું !

Advertisements

2 comments

  1. આદરણિય અર્વિંદકાકા …. ફક્ત મહારાસ્ટ્ર સરકાર માટે જ નહિ પરંતુ આપણિ આખિ
    સિસ્ટમ માટે શરમજનક…
    શું આપણે લોકશાહી ને લાયક છે? આવો પ્રશ્ન પણ પુછવાનો રહેતો નથિજ………..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s