___ અને વડાપ્રધાન ( મૂળભૂત રીતે જન્મજાત સરદારજી ) મનમોહનસિંઘ ઉવાચ—!!!

___ અને વડાપ્રધાન ( મૂળભૂત રીતે જન્મજાત સરદારજી ) મનમોહનસિંઘ ઉવાચ—!!!

મોઘવારી કે ભાવ વધારો ક્યારે અટકશે તેવા પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, “હું કહી ના શકું કારણ કે, હું જ્યોતોષી નથી. તેમ છતાં માર્ચના અંત સુધીમાં ભાવો ઓછા થશે તેવી અપેક્ષા છે.”

આ વડાપ્રધાને બીજી ટર્મમાં સોગંદવિધિ બાદ ભાવો આવનારા 100 દિવસોમાં કાબુમાં આવી જશે તેવી જાહેરાત કરી હતી. આ 100 દિવસો વીત્યા બાદ ફરીને ડીસેમ્બર 2010 સુધીમાં તો ભાવો ચોક્ક્સ કાબુમાં આવી જ જશે તેવું જણાવેલ ! આ ડીસેમ્બર 2010 વીતી ગયા બાદ તેઓને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે તેઓ જ્યોતિષી નથી પરંતુ ભારત દેશના એક લાચાર અને અંગુઠાછાપ નામ પૂરતા શોભાના ગાંઠીયા જેવા વડાપ્રધાનથી વધારે કોઈ હેસિયત ધરાવતા નથી. હા, શક્ય છે કે, આ જ્ઞાન તેમના સાથીદાર શરદ પવારે આપ્યું હોય, કારણ થોડા દિવસો પહેલાં શરદ પવારે પણ આવું જ નિવેદન કરેલું. તેઓએ તો ત્યાં સુધી કહેલું કે, ભાવ વધારા માટે તેઓનું ખાતું જવાબદાર નથી ! ( અને એ તો જાણીતી વાત છે કે તેઓ કે તેઓનું ખાતું “ભાવ વધારો” ક્યારેય ખાતા નથી ! )

વિશ્વના કાબેલ અર્થશાસ્ત્રીઓમાંના એક ગણાતાં આ મનમોહનસિંઘ આપણાં દેશ માટે અનર્થ શાસ્ત્રી બની ચૂક્યા છે ! કોઈએ સાચુ જ કહ્યુંછે કે તેઓ એસ્ટ્રોલેજર નથી પણ ખરા અર્થમાં એસ્ટ્રોનોમર અર્થાત ઉંચે લઈ જનાર ( આપણાં દેશના સંદર્ભમાં ભાવો ઉંચે લઈ જનાર ) ખગોળશાસ્ત્રી છે !

અરે ભાઈ ! આપ દેશના સર્વોચ્ચ હોદા ઉપર બિરાજમાન હોવા છતાં આટલા લાચાર હો તો સત્તા/રાજ ભોગવવાની લાલચ કેમ છોડી શકતા નથી અને આપની આ લાચારી વડે પ્રજાને શા માટે પીડી રહ્યા છો ? જનતાને તેના ભાગ્ય ઉપર છોડી આપ ટળો તેવા સુત્રો સાથે જનતા આંદોલન કરે તેની રાહ જોઈ રહ્યા છો કે શું ?

___અને હવે જોઈએ સ્વીસ બેંકમાં રહેલા કાળા નાણાં અને તેમની નામાવલી માટે વડાપ્રધાનશ્રી શું કહે છે —

એક સમાચાર પ્રમાણે જાણવા મળે છે કે, સ્વીસ બેંકમાં ભારતીયોના હજારો અબજ ડોલર જમા પડ્યા છે. તેઓના નામ તથા વિગતો આપવા દેશની સર્વોચ્ચ અદાલતે સરકારને આદેશ આપ્યો છે. ત્યારે કેબીનેટ્ની મીટીંગમાં આ મુદે ચર્ચા કરવામાં આવી, પરંતુ મનમોહનસિંઘે સ્પષ્ટતા કરી કે કાળા નાણાંની વિગતો કે નામો જાહેર કરાશે નહિ ! કારણમાં કહ્યું કે, સરકારના હાથ અનેક કરારોથી બંધાયેલા છે. અલબત્ત આવા કરાર કોની સાથે ? ક્યા દેશો સાથે ? કે પછી દેશના ઉધ્યોગપતિઓ/રાજકારણીઓ/અમલદારો સાથે કરવામાં આવ્યા છે કે કેમ ? તે વિષે કોઈ સ્પષ્ટતા કર્યાનું જાણમાં આવ્યું નથી.

દેશના સમગ્ર હિતને ભોગે આવા કરારો કોણે કર્યા ? કોના સમય દરમિયાન થયા છે ? તેની માહિતી પણ આપવામાં આવી ન હતી. આવા તબક્કે એક અણીયાળો સવાલ પૂછવાનું મન થાય છે કે, વડાપ્રધાનશ્રી જો ખરેખર આવા કરારો કરવામાં આવ્યા હોય તો તે વ્યક્તિ કે સરકાર દેશદ્રોહી ગણાય કે કેમ ?

આપનો વિગતો કે નામો જાહેર નહિ કરવાનો અભિગમ જનતા માટે રહસ્ય્મય બન્યો છે, અને જો એ શંકા કરે કે, આવા નામોમાં આપના– અલબત્ત મીડીયા વાળાઓ તો આપ પ્રમાણિક હોવાનું વારંવાર કહેતા રહે છે– નામનો સમાવેશ તો નહિ જ હોય, તેમ છતાં સાધારણ જનતાના મનમાં આપ વિષે ગેર સમજ ફેલાય તેવી દહેશત રહે ઉપરાંત જેના વતી/માટે આપ વફાદારી પૂર્વક વડાપ્રધાનનું પદ શોભાવી રહ્યા છો તેમનું નામ અર્થાત સોનીયાજીનું પણ આ યાદીમાં હોવાની શંકા સામન્ય નાગરિક કરી શકે છે !

તેમ છતાં આપ વિગતો કે નામો જાહેર નહિ કરો અને પેલો વીકીલિંકસ વાળો આવા નામો જાહેર કરી દેશે તો તમે શું કરશો તે વિચારી રાખ્યું હશે. અને એ તો જાણીતી હકિકત બની ચૂકી છે કે અમેરીકા જેવો સુપર પાવર દેશ પણ આ વીકીલિંક્સને અટકાવી શક્યું નથી.

અંતમા, આ સ્વીસ બેંકમાં રહેલા કાળાનાણાંની વિગતો અને નામો જો ભારત સરકાર સીવાય વીકીલિંક્સ દ્વારા જાહેર થશે તો દેશના રાજ્કારણમાં/ઉધ્યોગપતિઓમાં અને અમલદારોમાં ધરતીકંપ સાથે જ જ્વાળામુખી પણ ફાટશે તે વિષે આપા સભાન હશો જ ! અસ્તુ !
Last but not the least I am confident You will also enjoy this JOKE

Today’s Joke: WHO IS IN CHARGE?
~~~~~~~~~~~~~

Our neighbors had put much time and effort into training their large dog to jump into the back of their SUV on command.

One morning I noticed Stan, the husband, with a look of frustration, holding the cell phone to the dog’s ear.

Suddenly the animal leaped into the vehicle.

“He wouldn’t move,” explained Stan, “so I phoned my wife to give the command. He always obeys her!”

NOW YOU KNOW WHO IS IN CHARGE

3 comments

  1. આદરણિય અરવિંદકાકા .. આપના લેખ મા તથ્ય છે.. આપણા આ મનમોહનસિંઘ ૧૯૯૧-૯૨ વાળા રહ્યા નથિ.. આપણા દેશમા મોંઘવારિ વિશે એમણે જે કારણ આપ્યા છે .. એ અર્થશાશત્ર સંબંધિ નથિજ .. અર્થશાશત્રનુ થોડુ પણ ગ્યાન ધરાવનાર આવા કારણો નાજ આપે.. વિકિલિક્શ થકિ કાળા નાણા વિશે જાણકારિ મળે એવિ આશા..
    યુવાનોએ આપના લેખ જરુર વાંચવા જોઇએ…….

    Like

Leave a comment