આપ માનો છો કે, રાહુલ ગાધી બાળક નથી અટલ બિહારી વાજપેયી કરતાં વધુ પાકટ છે ?

આપ માનો છો કે, રાહુલ ગાધી બાળક નથી અટલ બિહારી વાજપેયી કરતાં વધુ પાકટ છે ?

22, ડીસેમ્બર, 2010ને બુધવારના, દિવ્ય ભાસ્કરની આવૃતિમાં આપણાં જાણીતા મુર્ઘન્ય કોલમીસ્ટ, સાહિત્યકાર, લેખક, ચિંતક, અભ્યાસુ અને વિશાળ વાચન ધરાવનાર એવા શ્રી કાંતિભાઈ ભટ્ટે એક લેખ “વિકિલિક્સને ખાનગી વાતો કોણે પહોંચાડી ?” ના મથાળા નીચે લખ્યો છે જેમાં એક ફકરામાં તેઓ જણાવે છે કે,

“રાહુલ ગાંધીએ લશ્કર-એ- તોઈબા કરતાં હિન્દુ અંતિમવાદીઓ વધુ ખતરનાક છે તેમ કહ્યું એટલે તમામેતમામ લોકો ધોકો ને ધડકી લઈને તરવરિયા યુવાને જે કડવી હકીકત કહી તે બદલ તેને જથ્થાબંધ ધોઈ નાખ્યો છે.”

“ભારતના લોકોને તો શનિવારે ૧૮/૧૨/૨૦૧૦ના રોજ રાહુલ ગાંધીએ ત્રાસવાદ કરતાં આંતરિક કોમવાદ વધુ ખતરનાક છે તેમ કહ્યું એટલે કોઈ પણ અપવાદ ઉપર તેની ઉપર બધા જ તૂટી પડ્યા છે. માફ કરજો પણ રાહુલ બાળક નથી. અટલ બિહારી વાજયેપી કરતાં બુદ્ધિમાં વધુ પાકટ છે પણ જુવાન મગજથી આંતરરાષ્ટ્રીય નકશો ઉકેલી શકે છે. મારે રાહુલની ભેર તાણવી જ પડશે.”

આના અનુંસંધાને મેં દિવ્ય ભાસ્કરની સાઈટ ઉપર જે પ્રતિભાવ જણાવ્યો છે, તે મારા બ્લોગર મિત્રોના પ્રતિભાવ જાણવા અત્રે રજૂ કરું છું. આપ સૌ મિત્રોને મારી હાર્દિક વિનંતિ છે કે, આપ આ વિષે શું મત ધરાવો છો તે જરૂર જણાવશો જેથી શ્રી કાંતિભાઈની તથા મારી વાત તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી શકાય !

“મુરબ્બી વડિલ શ્રી કાંતિભાઈ,

આપ પીઢ, અનુભવી, વિશાળ વાચન ધરાવનાર, અભ્યાસુ, પત્રકાર જ નહિ પરંતુ લેખક, સાહિત્યકાર, ચિંતક અને એક અચ્છા વિષ્લેસ્ક કોલોમ્સીટ છો. આપના દિવ્ય ભાસ્કરમાં આવતા તથા અન્ય સામયિકોમાં આવતા લેખો વાંચવા ગમે છે અને નિયમિત રીતે વાંચતો પણ રહુ છું. આપનો ઉપરોક્ત લેખ વાંચી ખૂબજ દુઃખ સાથે આઘાત પણ લાગ્યો કારણ કે, આપે આ લેખમાં રાહુલ ગાંધીને અટલ બિહારી બાજપાઈ કરતાં બુધ્ધિમાં વધુ પાકટ ગણ્યો છે. અને તે જુવાન મગજથી આંતરરાષ્ટ્રિય નકશો ઉકેલી શકે છે તેમ જણાવ્યું છે. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી !! મને માફ કરજો, કાંતિભાઈ, પરંતુ મને આપના આ રાહુલ અંગેના મતથી આપની આ દેશના રાજકારણને સમજવામાં કંઈક ગંભીર ભૂલ થઈ રહી હોય તેવું જણાય છે. રાહુલ કે સોનિયા આપ જાણો છો તેમ, કોઈનું લખેલું વાંચી ગડગડાવી જતા હોય છે. જો ભૂલે ચુકે પણ કોઈ પત્રકાર કે અન્ય કોઈ સવાલો કરે તો ગેં ગેં ફેં ફેં થઈ ત‌‌‌‌‌‌..ત..પ..પ કરવા લાગે છે. આ બંનેને નથી આ દેશના ઈતિહાસની ખબર કે નથી ખબર સંસ્કૃતિની ! વળી રાહુલ આ દેશના મારા અને તમારા સહિત તમામ વયના અને સ્તરના લોકો જાણે છે તેમ આગામી દિવસોમાં આ દેશના વડાપ્રધાન થવાની તૈયારીમાં રાચે છે ! અને આ વડાપ્રધાન પદ પણ આકસ્મિક રીતે નહેરુ ખાનદાનમાં મળેલા જન્મને આભારી હશે નહિ કે તેનામાં રહેલી કોઈ વિશિષ્ટ આવડત કે જ્ઞાનને કારણે ! આવા સંજોગોમાં, રાહુલના કહ્યાનું વિશ્લેષણ રાહુલને એક રાજકિય પક્ષના પ્રતિનિધિએ કરેલી વાત જ ગણી શકાય અને તેથી વિશેષ બિલકુલ અર્થ ઘટાવી ના શકાય ! યાદ રહે કે રાહુલે આ વાત એક રાજકિય પ્રતિનિધિ તરીકે કરેલી છે નહિ કે કોઈ સમાજશાસ્ત્રી તરીકે ! અને ત્યારે તેનું અર્થઘટન પણ તે જ સંદર્ભમાં થવું જોઈએ ! આપે જણાવેલ કોમવાદ કે જ્ઞાતિવાદને રાહુલના કહેવા સાથે કોઈ સંબંધ હોય તેમ માનવા આ દેશનો કોઈ નાગરિક તૈયાર થાય તેમ હું ધારતો નથી ! આપે કરેલ વાત વિષે, રાહુલ આ જન્મમાં સ્વપ્નામાં પણ વિચારી શકે કે કેમ, તથા અત્રે અને અન્ય દેશોમાં કોમ કોમ વચ્ચે કે, ધર્મો વચ્ચે પ્રવર્તી રહેલા વેર ઝેર વિષે કે, જ્ઞાતિઓ વચ્ચે રહેલા વૈમંસ્ય કે, ભેદભાવ વિષે કોઈ પ્રકારની જાણકારી હોવા વિષે મને શંકા છે ત્યારે આપે તેની બુધ્ધિમાં પાકટતા જોઈ અને અટ્લ બિહારી બાજપાઈ કરતાં પણ આંતરરાષ્ટ્રિય નકશો ઉકેલી શકવા સમર્થ ગણાવ્યો, તે વાંચી, માફ કરજો, મને આપની આ પાક્ટ વયે, આ દેશના એક નંબરના તક સાધુ રાજકારણીઓને સમજવામાં, આપની સમજ ટૂંકી પડતી હોય તેવી શંકા થયા કરે છે !”

7 comments

    1. ભાઈશ્રી અમર
      આપે બ્લોગની મુલાકાત લીધી માટે આભાર ! આપે મોકલેલી લીંક ઉપરના લેખો વાંચી રાહુલ માટેના માન અને આદર ઘટ્યા ! જે સ્થળ ઉપર હાજર હોવા છતાં આવા અકસ્માતના સ્થળે મુલાકાતે જવાને બદલે લગ્ન કે બીજા સમારંભોને પ્રાધન્યતા આપનાર આ દેશનો વડોપ્રધાન થશે તો દેશ વધુ ઊંડી ગર્તામં અચુક સરી જશે તેમાં મને કોઈ શંકા નથી. ફરીને આભાર ! હું ઈચ્છું કે અન્ય લોકો સુધી આ હકિકત પહોંચવી જોઈએ જેથા રાહુલ્ના ખરા સ્વ્રૂરૂપની લોકોને જાણ થાય !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  1. માનનિય અરવિંદકાકા… આપનો પ્રતિભાવ બિલકુલ યોગ્ય છે. આપણે ગુણ પુજક નહિ પણ વંશ પુજક છિએ.. એટલે આવા રાહુલો આપણા દેશમા ચાલિજ જશે..
    રાહુલ જરુર એક દિવશ આપણા ભારત નો પ્રધાનમંત્રિ થશેજ.. એટલે કન્તિભાઈ અત્યારથિજ એમનિ વાહ વાહ કરે છે.. અને આમ પણ કોન્ગ્રેશને નેહરુ વંશ નિ વાહ વાહ કરનારાજ ગમે છે ને?
    આપના જેમ બધા વિચરતા થાય એવિ પ્રાથના

    Like

  2. તમે બિલકુલ સાચું લખ્યું છે. રાહુલ ગાંધીને અટલ બિહારી વાજપેયી કરતા વધુ પાકટ કહેવું એ બુદ્ધિનું દેવાળું કાઢવા બરાબર છે. બીજી વાત રાહુલે એમ નહોતું કીધું કે સરહદપાર થી ફેલાવતા આતંકવાદ કરતા આંતરિક આતંકવાદ વધારે નુકસાનકારક છે એણે લશ્કરે તૈયબા કરતા હિંદુ આતંકવાદ વધારે ખતરનાક છે એવો લવારો કરેલો. જો આંતરિક આતંકવાદની જ વાત હોય તો બાબલો રાહુલ નકસલવાદ, ઇન્ડિયન મુજાહિદીન અને સિમી દ્વારા ફેલાવાતા મુસ્લિમ આતંકવાદ અને એની દાદીએ જ જેને જન્મ આપેલો તે શીખ આતંકવાદ વિષે કેમ કશું ના બોલ્યો. જ્યાં સુધી મુસ્લિમ આતંકવાદીઓ નિર્દોષોના જીવ લેતા હતા ત્યાં સુધી આ બાબો ” આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો એવી પીપુડી વગાડતો હતો અને હવે મુસ્લિમ મતબેંકને ખુશ કરવા હિંદુ આતંકવાદનો રાગ તાણે છે.

    Like

Leave a comment