??? મુબઈની આદર્શ બિલ્ડિંગ તોડી પાડવા આદેશ !!! ???

??? મુબઈની આદર્શ બિલ્ડિંગ તોડી પાડવા આદેશ !!! ???

આજના અખબારમાં મુંબઈની આદર્શ બિલ્ડિંગ આગામી ત્રણ માસમાં તોડી પાડવાનો આદેશ પર્યાવરણ મંત્રી શી જયરામ નરેશે કર્યો હોવાના સમાચાર મળે છે. એપ્રિલ માસની પ્રથમ તારીખ ને તો હજુ વાર હોય આ સમાચાર દેશની જનતાને મૂર્ખ બનાવવા અર્થે તો નહિ જ પ્રકાશિત થયા હોય તેમ માનવાને કારણ રહે છે. ખરેખર જયરામ નરેશ, આ ભ્રષ્ટાચારીઓથી ઘેરાયેલા આપને, આવો હિમતભર્યો નિર્ણય લેવો તે કાબિલે દાદ છે. પરંતુ એક શક્યતા રહે છે કે, જો શ્રી જયરામ નરેશ આ આદેશ ખરા અર્થમાં પડાવી શકશે તો, આવનારા દિવસોમાં દેશભરના રાજકારણીઓ/સત્તાધીશો અને અધિકારીઓની મીલી ભગત દ્વારા થતા ભ્રષ્ટાચાર ઉપર કેટ્લેક અંશે અંકુશ આવવાની પૂરતી શક્યતા ઉભી થશે ! તેમ છતાં એક સીધો જ પ્રશ્ન જયરામ નરેશને પૂછવાની લાલચ થાય છે કે

Mr. JAIRAM NARESH DO YOU REALLY MEAN IT TO DEMOLISH ADARSH BUILDING IN MUMBAI ?

જો આપ આ માટે ખરેખર કૃતનિશ્ચયી બની નિર્ધાર કરી જ ચૂકયા હો તો આ નિર્ણયને વળગી રહેવા આ સ્થાપિત હિત ધરાવનારા રાજકારણીઓ/સત્તાધીશો અને અમલદારોના દબાવ-ધાક-ધમકી વગેરેથી પરમકૃપાળુ પરમાત્મા આપનું રક્ષણ કરે તેવી પ્રાથના કરવા સાથે ઈશ્વર આપના નિર્ધારને પરિણામ લક્ષી બનાવે તેવી હાર્દિક શુભેચ્છઓ !

આમ છતાં લોકોને ભોળવવા માટે સમય મેળવી લેવાની આ કોઈ રાજ રમત તો નથી ને તેવી શંકા પણ થયા કરે છે. કારણ આ સમાચાર સાથે જ એક સમાચાર એવા પણ છે કે આદર્શ બિલ્ડિંગના વકીલ સતીશ માનશિંદેએ જણાવ્યું હતું કે આ આદેશની નકલ મળ્યા બાદ તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. અર્થાત બાદમાં આ મેટર સબ -જ્યુડીશ થઈ જશે અને તેના વિષે કોઈ ચર્ચાઓ પણ નહિ કરી શકાય. કારણ દેશભરના નાગરિકોનો અનુભવ છે કે જે મેટર કોર્ટમાં ગઈ બાદ ન્યાય મેળવવા તો આવરદા અને નાણાં જોઈએ ! આમ થતું રોકવા આપે કોઈ નક્કર પગલાં જેવા કે મનાઈ હુકમ ( EX PARTY ) એક પક્ષી ના મેળવી શકાય તે માટે કેવીયટ ફાઈલ કરવી વગેરે વિચાર્યા જ હશે ખરું ને ?

બિલ્ડિંગ તોડી પાડવાનો આદેશ આપતા પહેલાં આપના વડાપ્રધાનશ્રીની તથા કોંગ્રેસ અને સરકારના અલિખિત વડા/સર્વોચ્ચ સોનીયાજીની પણ પરવાનગી લીધી જ હશે ને ? કે પછી ઉત્તરાયણ બાદ પ્રધાન મંડળમાં થનારા ફેરફારોની અફવામાં આપનું ખાતું બદ્લાઈ રહ્યું છે કે પડતા મૂકાનારા પ્રધાનોની યાદીમાં આપનું નામ છે ?

પ્રથમ કહ્યું તેમ જો આપ આદર્શ બિલ્ડીંગ ખરા અર્થમાં તોડાવી શકવા સમર્થ બન્યા તો દેશભરમાં જયરામજી આપનો જય જય કાર થશે તેમાં મને કોઈ શંકા નથી !
આ સરકાર તથા રાજકારણીઓ/સત્તાધીશો અને અમલદારોમાં થી હચમચી ગયેલો કે લગભગ સંપૂર્ણ રીતે ડગમગી ગયેલો વિશ્વાસ કેટ્લેક અંશે પુનઃસ્થાપિત થશે અને તેના યશના આપ ખરા અર્થમાં હક્ક્દાર બની રહેશો.

પરંતુ યક્ષ પ્રશ્ન તો એ છે કે આપને આવો યશ આપના સાથી પ્રધાનો-રાજકારણીઓ-સત્તાધીશો કે અમલદારો મેળવવા દેશે ખરા ?

Advertisements

4 comments

  1. શ્રી દીનેશભાઈ
   લાંબા સમય બાદ બ્લોગની મુલાકાતે પધાર્યા આભાર ! આપની વાત સાથે હું સહમત છું અને મેં પણ તેવીજ દહેશત વ્યકત કરી છે. આ સરકાર માત્ર લોકોને મૂર્ખ બનાવે છે અને આપ્ણી નિર્માલય પ્રજા આવા બધા તાયફા મૂંગે મોઢે જોયા કરે છે. કોઈ ઊંચે અવાજે બોલતા પણ ડરતા હોય તેવું લાગ્યા કરે છે. આદર્શ-કોમન વેલ્થ- રાજા અને તાજા સમાચાર પ્રમાણે હરિયાણામાં પણ 1700 કરોડની કિમત પાણીને ભાવે કોઈ બિલ્ડરને હુડા સરકારે સર્વોચ્ચ અદાલતના હુકમનો ભંગ કરી વેંચી નાખ્યાના સમાચાર આવી રહ્યા છે. માત્ર અને માત્ર ભ્રષ્ટાચારના નવા નવા સમાચાર સિવાય સવાર પડતી નથી. વડાપ્રધાનનુ પાંચીયું પણ ઉપજતું નથી છતાં હોદા અને સત્તાનો મોહ છોડી શકતા નથી ! ખેર ! આવજો ! ફરી સમય લઈ મુલાકાત લેતા રહેશો તો ગમશે !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 1. શ્રી હરનીશભાઈએ મોકલેલ એક અખબારમાં પ્રસિધ્ધ થયેલ નિવૃત કર્નલ દ્વારા લખાયેલ લેખ બ્લોગર મિત્રોની જાણ માટે અત્રે રજૂ કરેલ છે જે આપ સૌને પસંદ પડ્શે તેમ ધારુ છું.

  I can not believe what I was reading.
  Very intersting article-FYI.
  Harnish.

  ——————————————————————————–

  Brilliantly written with passion by a Retired Colonel
  . . . . . .
  The method of Adarsh Cooperative Housing Society scamsters of Mumbai was disarmingly simple. They simply co-opted in their scam whoever looked like standing in the way. If we judge the strategy by its results, it was spectacularly successful. It indeed disarmed everybody. From just 30-odd members, the eventual group grew to more than a hundred. Each new entrant not only removed a roadblock on the way but also increased the size of the cake.
  Thus, someone got the land title, someone the extra FSI. Someone got clearances, someone else made the Army and the Navy objections softer. They all became members.
  The scary bit about the scam is not that it happened. It is that in the entire chain, there was not one man (or woman) who refused to compromise himself (or herself). There was not one person whose integrity stood its ground in face of temptation. Right from the lowly collector, to the officials in urban development department and the MMRDA, to the ministers and chief minister, everybody proved over-eager to do his bit. About the bureaucrats and the ministers, we always knew. The really sickening part is that it went on all the way to at least three service chiefs.
  They all sold their souls. No whistle-blower in the entire system. Nobody thought something very gross was under way and he should put his foot down.
  And for what? A sea-facing apartment in Mumbai, worth perhaps Rs 8 crore. So there, folks, you have the price of this country. For a combined booty of no more than Rs 800 crore, you could buy the entire system. Our enemies reading about this can now rest their weapons. The message they get is that if they face the mighty Indian Army they only need to wave the allotment letters of a plush apartment.
  And lo! The battle is won. If the chiefs go for 1000 sq ft of Mumbai real estate, how much should the poor battlefield commander go for? A Shanghai penthouse, or a cottage in Murree?
  I would hate to be a soldier in our armed forces at this moment. The fellow has just seen Lt Generals being prosecuted for land scam. Now, an admiral and two generals are part of a housing scam. He is expected to die on their orders.
  If,after this, a soldier winces at such an order, can he be faulted? The former chiefs have now graciously offered to return the flats, professing ignorance about the fact that land was meant for martyrs’ families. As if that is the only thing wrong about the deal. It was stinking from start to finish and if the chiefs could not smell any of it, the forces have a lot to answer for the kind of persons they select for their top most posts.
  No, gentlemen, you have let down the proud institutions you headed. You have let down your colleagues who must suffer the suspicions you have aroused. You have let down your country that decorated you so much. Worst of all, you have let down that soldier who saluted you day in and day out. You owe him an apology, not just a glib explanation. About others, the less said the better. They occupy some of the most plum posts and yet possess all the integrity of a pickpocket.

  It is no wonder India has climbed further in corruption ladder. Merely dispossessing these scamsters of their ill-gotten apartment would be no punishment. They need to be dismissed from service and prosecuted for being unworthy custodians of our trust ……

  Like

 2. એક સુધારો સુચવું : “જયરામ રમેશ”
  જોઇએ જયરામની જય જય થાય છે કે પછી……
  જો કે ’આદર્શ બિલ્ડિંગ’ તોડી પડાય તેવું સ્વપ્ન પણ આપણે જનતાને ન આવી શકે ! હા, આગોતરી પહેલી એપ્રિલ મનાવાતી હોય તે વાત જ ઠીક જણાય છે !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s