@@@ મેલેરીયા ડેંનગ્યુ અને ચિકનગુનિયાથી બચવું શક્ય છે ??? !!! અલબત્ત આ શકય છે !!!

@@@ મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી બચવું શકય છે ? ? ?
!!! અલબત્ત આ શક્ય છે !!!

આપણે સૌ જાણીએ છીએ કે મેલેરીયા ડેંન્ગયુ અને ચિકનગુનિયા જેવા રોગો મચ્છરના કરડવાથી થાય છે. અને ક્યારે ક આવા રોગો જીવલેણ બની શકે છે. આવા મચ્છરો જ્યાં જ્યાં પાણી ભરાઈ રહે છે તેવા ખાબોચીઆ/ખાડાઓ આવા ચેપી મચ્છરોનું જન્મ સ્થાન છે. ઉપરાંત વિવિધ જાતની ગંદકી પણ આવા મચ્છરો પેદા કરે છે.

આ વિષે અવાર નવાર અખબારોમાં સમાચારો પ્રગટ થતા રહે છે.વૈજ્ઞાનિક સંશોધનાત્મક અભ્યાસ દ્વારા પ્રાપ્ત થતા પરિણામો પણ અવાર-નવાર પ્રસિધ્ધ થાય છે. આ લેખો આપણાં સૌ માટે આંખ ખુલનારી બની રહેવી જોઈએ તેમ માનું છું !
આપણાં વિસ્તારમાં આપણે સૌ ગંદકી મિટાવવાની પહેલ ના કરી શકીએ ? આવી પહેલ કરી આવો આપણે સૌ દેશભરના નાગરિકોને એક પ્રેરણાદાયી સંદેશો પાઠવીએ !

આવી સફાઈ/સ્વચ્છ્તાની પહેલ કરવા નીચે દર્શાવેલ સુચનોનું પાલન કરવું મારા ધારવા મુજબ આપણા સૌ માટે શક્ય છે.

1. આપણું આંગણું જરૂર સાફ-સુથરું રાખીએ પરંતુ આંગણામાં પડેલો કચરો બાજુમાં અર્થાત આપણાં પાડોશીના આંગણા તરફ ના ઠાલવીએ !

2. સફાઈ કામદાર જાહેર રસ્તાની સફાઈ કરી ગયા બાદ ઘરમાં થતો કચરો બહાર રસ્તા ઉપર ના ઠાલવતા ઘરમાંજ કચરાપેટીમાં રાખીએ અને બીજે દિવસે સફાઈ કામદાર સફાઈ માટે કે કચરો ઉઠાવવા આવે ત્યારે આપીએ !
3. ગૌ ગરાસ કે એઠવાળ કે શાક-ભાજીના છોતરા કોઈ રઝ્ડતી અને કોઈકની માલિકીની ગાય/ઢોર આવી ખાઈ જશે તેવી ધારણા સાથે રસ્તા ઉપર ના ઠાલવીએ કે જેથી જો કોઈ ગાય/ઢોર ના આવે તો રાહદારીઓના પગમાં આ કચરો આવતા ગંદકી ફેલાતી રહે ! આ માટે કોઈ એક જગ્યા નક્કી કરી ત્યાં ઉંડી કુંડી બનાવી તેમાં ઠાલવવાનું વિચારવું જોઈએ કે જેથી રસ્તા ઉપર કે કોઈના ઘર પાસે થતી ગંદકી નીવારી શકાય.
4. આપણું આંગણું પાણીથી ધોતી વખતે આ પાણી બહાર રસ્તા ઉપર ના જાય તેવી કાળજી રાખી પાણીનો નિકાલ આંગણામાં આવેલી ગટરના મેન હોલમાં ઠાલવીએ જેથી આજુ બાજુના વિસ્તારના ખાબોચીયામાં/ખાડાઓમાં આવું પાણી ભરાઈ ના રહે અને મચ્છર માટે પ્રસુતિગૃહ ના બની જાય ! ઉપરાંત આડોશ-પાડોશના રહેવાસીઓ તથા રસ્તા ઉપર ચાલનારાઓની તકલીફ/મુશ્કેલી નીવારી શકાય !
5. વાહનો સાફ/ધોતી વખતે પણ બાલદીમાં પાણી લઈ કપડાં વડે સાફ/ધોવાય તો રસ્તા ઉપર પાણી ના ભરાય અને વાહન સાફ/ધોવાઈ પણ જતા બંને હેતુ જળવાય રહે ! અને અન્ય કોઈને આ પાણીમાંથી ચાલવાની ફરજ ના પડે તથા આડોશ-પાડોશને પણ અગવડ/અડચણ રૂપ ના બને. આવું કામ કરનારા કર્મચારીને કાળજી રાખવા તાકીદ કરતા રહીએ !
6. નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે છે ત્યારે ઘરમાં આવેલા ટાંકાઓ છ્લકાઈ જઈ પાણી બહાર રસ્તા ઉપર ના જાય તે વિષે સતર્ક રહી કાળજી રાખીએ !
7. પાન-ગુટકા કે અન્ય ખાધ્ય પદાર્થ ખાઈ તેના કાગળો રસ્તા ઉપર નહિ ફેકતા ઘરની કચરા પેટીમાં નાખી બીજે દિવસે કચરા ઉઠાવવા સફાઈ કામદાર આવે ત્યારે અન્યકચરા સાથે ઉઠાવી જશે રસ્તા ઉપર કે કોઈના આંગણામાં થુકવુ કે પીચકારી નહિ મારતા પોતાના ઘરમાં કે દુકાનમાં થુકદાની રાખી તેમાં થુકવાની આદત કેળવવી જરૂરી ગણાય કે જેથી આજુ બાજુ વાળાઓને આ ગંદકી સહન ના કરવી પડે ! ચાલુ વાહને થુકવું કે પીચકારી પાછ્ળ આવનારની પરવા કર્યા વગર મારવી અસંસ્કારી વર્તન ગણાય તે યાદ રાખવું રહ્યું !
8. બગીચામાં વાવેલા ફૂલ/ઝાડને જરૂર પૂરતું જ પાણી આપીએ કે જેથી ક્યારા/કુંડામાંથી લીક થઈ બહારના ભાગમાં ગંદકી ના કરે !
મને વિશ્વાસ છે કે દેશના સંસ્કારી, સુસંસ્કૃત અને સજ્જન નાગરિક બહેનો અને ભાઈઓ પોતાના વિસ્તારની કોઈ પણ વ્યક્તિ મેલેરીયા-ડેન્ગ્યુ કે ચિકન ગુનિયાનો શિકાર ના બને તે માટે સતર્ક બની ઉપરોક્ત સુચનોનું ચુસ્ત પાલન કરવા સક્રિય બનશે તેમજ તેમના ઘેર કામ કરવા આવતા બહેનો/ભાઈઓને પણ આ વિષે કાળજી રાખવા તાકિદ કરતા રહેશે ! ઉપર સુચવેલા સિવાય કોઈ ભાઈ/બહેન પાસે અન્ય સુચનો હોય તો તે પણ આવકાર્ય છે. આપના પ્રતિભાવમાં જણાવવા હાર્દિક વિનંતિ છે.

અંતમાં મને શ્રધ્ધા છે કે આપણાં સૌના સામુહિક હિત માટે ઉપરોક્ત સુચનોનો અમલ કરવા માટે આપ સૌ સક્ષમ અને સમર્થ છો અને તેથી જ એ શકય છે.

5 comments

 1. મને વિશ્વાસ છે કે દેશના સંસ્કારી, સુસંસ્કૃત અને સજ્જન નાગરિક બહેનો અને ભાઈઓ પોતાના વિસ્તારની કોઈ પણ વ્યક્તિ મેલેરીયા-ડેન્ગ્યુ કે ચિકન ગુનિયાનો શિકાર ના બને તે માટે સતર્ક બની ઉપરોક્ત સુચનોનું ચુસ્ત પાલન કરવા સક્રિય બનશે તેમજ તેમના ઘેર કામ કરવા આવતા બહેનો/ભાઈઓને પણ આ વિષે કાળજી રાખવા તાકિદ કરતા રહેશે !
  Arvindbhai,
  Nice Post educating the General Public about the Environment & the Cleaniness & our HEALTH.
  Those interested about the HEALTH are also invited to visit my Blog CHANDRAPUKAR and CLICK on the Category TANDURASTI …HEALTH.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Arvindbhai…Not seen you on Chandrapukar..Hope to see you soon.. Inviting your READERS to my Blog too !

  Like

 2. ‘વરસાદ પડવાથી અનેક સ્થળોએ હંમેશાની માફક પાણી ભરાઇ રહેશે. વાસી પાણીમાં મચ્છર થવાની શક્યતાઓ વિશેષ હોય. મચ્છરનો ઉપદ્રવ વધી શકે. જેના કારણે ચિકનગુનિયા, ડેંગ્યૂ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગનું પ્રમાણ વધી શકે.’ સરકારી ચેતવણી ના અનુસંધાનમા તમારી વાત સાચી,આ પ્રશ્ન જનતાના સ્વાસ્થ્યનો છે. આ વાતનો અમલ કરવો હોય તો સમજાવટ પછી સરકારી રાહે કડક કાયદાકીય અમલ અને સ્વયંસેવક દ્વારા તે અમલમા મદદ જરુરી રહે.

  Like

 3. Dear Arvind bhai,

  All your instructions given in this article are so primary; are these for adult or children underage that needs to be decide!
  I opened the article with some quriocity to learn something, but endup with …! There is nothing new here. Does it show adults in India are not capable to maintain their cleanliness.
  Well in that case it is ok.
  Gustakhi lage to maff karjo…
  thx – Geeta

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s