@@@ “નગરપાલિકા-જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી – કોંગ્રેસના કાદવે ખીલવ્યું કમળ !!!”@@@

@@@ “નગરપાલિકા-જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી – કોંગ્રેસના કાદવે ખીલવ્યું કમળ !!!”@@@

ગુજરાતમાં બીજા તબક્કાની સુધરાઈ તથા જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના પરિણામો આવી ગયા. જેમાં 24 જિલ્લામાથી 21 જિલ્લામાં ભાજપ, 2 કોંગ્રસને અને, 1 ત્રિશંકુને મળ્યાના સમાચાર છે. કુલ 51 સુધરાઈમાંથી 42 ભાજપને, 4 કોગ્રેસને, 4 અપક્ષોને, 2 માં ટાઈ તથા 1 માં કોઈને બહુમતિ મળી નથી. તો 208 તાલુકામાંથી 155 ભાજપને, 35 કોંગ્રેસને અને 2 અન્યોને મળ્યાના ખબર આવ્યા છે બાકી રહેતી 16 ના પરિણામો આવવા બાકી છે.

ગુજરાતના આજના મુખ્ય અખબારોએ પ્રથમ પાને આ સમાચારને નીચે પ્રમાણેના શબ્દો દ્વારા મૂલવ્યા છે. ગુજરાત સમાચાર કહે છે “ગુજરાતમાં મોદીનું સ્ટીમ રોલર કોંગ્રેસનો સફાયો !” તો સંદેશ કહે છે કે, “ભાજપમાં દિવાળી-કોંગ્રેસમાં માતમ ! “ દિવ્ય ભાસ્કરના શબ્દોમાં “કોંગ્રેસના કોફિન પર ભાજપના વિજયનો ખીલો !”

સમગ્ર રીતે આ પરિણામોની અગાઉ આવી ગયેલા મોટા શહેરોની 6 નગરપાલિકાના પરિણામો સાથે સરખામણી કરીએ તો કોંગ્રેસ મૂળીયા સહિત લગભગ ઉખડી ગયેલી દેખાય છે. ગામડાંઓમાં જે કોંગ્રેસના કહેવાતા કમીટેડ મતદારોએ પણ કોંગ્રેસ તરફથી નજર ફેરવી લીધી છે. આમ કેમ થયું ? મોદીની એવી તે કઈ કરિશ્માએ કોંગ્રેસને મૂળીયા સાથે ફેંકી દીધી ?

મારા મતે એક વાત સર્વસ્વીકૃત છે કે કમળને ખીલવા માટે બંધીયાર પાણી/તળાવડી કે જે કાદવથી ભરપુર હોય તેની આવશ્યકતા પૂર્વ શરત છે. છેલ્લાં 8-9 વર્ષ થયા આવી કાદવ યુકત તળાવડી રચવાના કોંગ્રેસે ભરપુર પ્રયાસો કર્યા છે જે આજે સફળ થયા હોઈ તેવું જણાય રહ્યું છે ! કોંગ્રેસ જિંદાબાદ ( ? )

આ કાદવ ક્યાં ક્યાંથી અને કેવીરીતે મેળવાયો તે વિષે મારાં અગાઉના “નગરપાલિકા ચૂટણી-કોંગ્રેસ અને નરેન્દ્ર મોદી ( વામન બન્યો વિરાટ )!!! “ ના લેખમાં વિગતે લખેલ હોય અત્રે પુંરાવર્તન નહિ કરતા સીધી કમળની ખીલવાની મારી સમજ આપની સાથે શેર કરવા જણાવી રહ્યો છું. ઉપરોક્ત ઉલ્લેખ કરેલ લેખમાં ગુજરાત કોંગ્રેસ 6 ( છ ) ખૂણા ધરાવતી ષટ કોણી છે જેમાં આ વખતના ચૂંટણી જંગમા ખાસ દિલ્હીના ખાસ દૂત અને સોનીયાજીના રાજકીય સલાહકાર અહનદ પટેલનો ઉમેરો થતા કોંગ્રેસ સપ્તકોણી બની. ગુજરાત કોંગ્રેસે હાઈ કમાંડના આશીર્વાદ વડે તળાવડી બનાવેલી અને તે તળાવડીમાં જ્યાંથી મળે ત્યાંથી એકઠો કરેલો કાદવ ભરી અત્યંત કાદવયુકત બનાવેલી. જેમાં ઉતરેલ કઢી જેવા અને હવે અંગ ક્યાંયનો નહિ તેવા શંકરસિંહ વાઘેલાને પણ કાદવ પધરાવવા ખાસ સામેલ કરી સહયોગ મેળવેલો. આમ આ તળાવડી લગભગ સંપૂર્ણ રીતે કાદવ યુકત બનવા આવી હતી અને જેને માટે ગુજરાતના અને દિલ્હીના કોંગ્રેસીઓ ગૌરવ અનુભવવા લાગ્યા હતા તે ટાંકણે જ આ ચૂંટણીઓ આવી પડી ! કોંગ્રેસીઓ ભૂલી ગયા કે બંધીયાર પાણી વાળી કાદવ યુકત તળાવડી કમળના ખીલવા માટે યોગ્ય વાતાવરણ રચે છે !

મોદી અને ભાજપને બદનામ અને દુર્ગંધ યુકત કાદવથી કચડી નાખવાના તમામ મનસુબા નિષ્ફળ ગયા કારણ કમળ ક્યારે ય વહેતા પાણીમાં કે ચોખ્ખા પાણીમાં ખીલતા નથી હોતા. કમળને ખીલવા માટે કાદવ પ્રથમ વણ લખી શરત છે અને જે કોંગ્રેસે પોતાની તમામ શક્તિ સાથે તળાવડી ભરી દેવાના પ્રયાસો કર્યા જેમાં છેક દિલ્હીથી પધારેલા અહમદ પટેલે પણ મોદી અને ભાજપને ગાંધીજી અને સરદારને યાદ કરવા માટે લબડ ધક્કે ચડાવી જણાવ્યું કે તેઓ બંને કોંગ્રેસના છે અને મોદી અને ભાજપ માત્ર ચૂટણી સમયે આ લોકોને યાદ કરે છે જ્યારે અમે નહેરુ ભક્તિ કે સોનીયાજીની સેવા અર્ચનામાં તેઓને ભલે ભૂલી જતા હોઈએ પરંતુ મોદી કે ભાજપથી તો તેઓના નામ પણ ના લેવાય ! તો દુનિયાભરમાં મોટામાં મોટું અને ઉંચામાં ઉંચુ સરદારનું બાવલુ બનાવવાનો મોદીને કોઈ અધિકાર ના હોઈ શકે ! ભલે થુલિયા જેવા સંજય ગાંધી કે, જગજીવનરામ કે, રાજીવ ગાંધીના નામના ઘાટ દિલ્હીમાં બનાવવામાં આવે કે, સંસદમાં સરદારની તસ્વીર મૂકવામાં આવે કે ના આવે, તેની ભલે સતત ઉપેક્ષા કરવામાં આવે, તેની સાથે ગુજરાત કે ગુજરાતીઓને શુ નિસ્બત ? તેઓ અમારા છે, અમને ફાવે તેમ તેનો ઉપયોગ કરીએ પણ તેઓ મોદી કે ભાજપના નથી જ નથી અને જો તેઓ તેમનો ઉપયોગ કરે તો અમારી તમામ તાકાત વડે અમે તેનો વિરોધ કરીશું.

આમ આખરે અહમદ પટેલના સાથ અને સહકારથી અને સોનીયાજીએ છેક દિલ્હીથી મોકલેલ વિશિષ્ટ જાતના કાદવ – સંભવ છે કે ઈટાલીથી આયાત પણ કર્યો હોય આખરે “મોતના સોદાગર” સામે લડવાનું હતું ને ભાઈ ! – વડે કોંગ્રેસે બનાવેલી તળાવડી પૂરેપૂરી રીતે કાદવ યુકત બની રહી તેમ છતાં કોઈક સ્થળોએ આ કાદવ પૂરેપૂરી રીતે નહિ ફેલાતા કેટલાક સ્થળોએ કોંગ્રેસનો હાથ દ્ર્શ્યમાન બન્યો ! અલબત્ત આ માટે પણ કોંગ્રેસીઓની અંદરોઅંદરની સાઠમારીએ ફાચર મારી હોવાની સંભાવના વધુ જણાય છે. આ માટે કોંગ્રેસ હાઈ કમાંડ પાસે સ્વતંત્ર એજંસી દ્વારા તપાસ કરવાની માંગણી પણ કેટલાક કોંગ્રેસીઓએ કરી હોવાનું જાણવા મળે છે.

અંતમા આખરે કોંગ્રેસીઓએ જ કમળને ખીલવા સુંદર અને સરસ અને પર્યાવરણને બિલકુલ નુકશાન ના થાય તે રીતે કાદવયુકત તળાવડી અર્થાત વાતાવરણ સર્જી એક અદ્વિતિય સિધ્દ્ધિ પ્રાપ્ત કરી લીધી. કોંગ્રેસની આ સિધ્ધિ ગીનીશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવા કોંગ્રેસ હાઈકમાંડે પ્રયાસો શરૂ કર્યાના અનધિકૃત સમાચારો સાંપડી રહ્યા છે.

ધન્યવાદ તમામ ગુજરાતના અને હાઈકમાનંડના કોંગ્રેસીઓને !!!! મેરા ભારત મહાન !!!

Advertisements

17 comments

 1. ચીમનભાઈ પછી કોન્ગ્રેસ્સમાં કોઈ મોટા ગજાનો નેતા થયો નથી

  મોટા ગજાના નેતાની હયાતીમાં તે કોઈ હરીફ ને ઉભો થવા દેતો નથી

  તેથી તેના ગયા બાદ કોઈ સારો નેતા પક્ષ પાસે રહેતો નથી આજે કોંગ્રેસના

  આ હાલ માટે ચીમનભાઈ જવાબદાર છે,ભવિષ્યમાં મોદી ભાજપ માટે જવાબદાર

  રહેશે કારણ કે તેમના હાથ નીચે કોઈ નવો નેતા તેયાર થવાનો નથી . ડો. ફેનેલોન નામના વિદ્વાને કહેલું કે ‘સિગ્યુલારિટી ઈઝ ડેન્જરસ’ એક જ માણસ ઉપર-એક જ પર્સનાલિટી ઉપર ચાલતું તંત્ર એ ખતરનાક છે આજે ગુજરાત તથા ભાજપ ખુબ ખતરનાક માહોલમાં છે,તોપણ તેઓ ખુશ થયા કરે છે

  ભવિષ્યમાં શું હાલ થશે તેનો વિચાર ગુજરાતની પ્રજા કરતી નથી તેમજ ભાજપ પણ કરતો નથી ,ગુજરાતે સરદાર,મોરારજી,ચીમનભાઈ પછી

  નરેન્દ્ર મોદીને લાવતા ખુબ રાહ જોવી પડી હતી તેવી રીતે મોદી પછી નવો નેતા લાવતા રાહ જોવી પડશે,અટલ બિહારી પછી ભાજપ પાસે કોઈ

  રાષ્ટ્રિય નેતા ક્યાં છે ? ક્યારે ત્ય્યાર થશે ?

  Like

  1. ભાઈશ્રી
   આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આવજો ! ફરી પણ બ્લોગ ઉપર પધારી આભારી કરતા રહેશો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. અરવિંદભાઇ …નમસ્કાર…આપ સરસ વિવેચન કરી રહ્યા છો અને મૌલીક અભ્યાસ અને બૌધિકશૈલીમાં આપ સારું વાંચન આપો છો…..આભાર……..

  આપને સમય મળે ત્યારે……

  http://rajprajapati.wordpress.com/
  ની મુલાકાત લેશો… અને જ્યાં જ્યાં આવશ્કતા હોય ત્યાં આપનું માર્ગદર્શન આપશો…….

  આભાર…….

  Like

  1. ભાઈશ્રી રાજ
   આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો ! આભાર ! આપના બ્લોગની મુલાકાત જરૂર લેવાનું મારી અનુકૂળતાએ રાખીશ ! ધન્યવાદ ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. શ્રી દિનેશભાઈ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે પણ ! આપને મારી રજુઆત પસંદ પડી તે જાણી આનંદ ! આ પહેલાંનો લેખ નગરપાલિકા ચૂંટણી-કોંગ્રેસ અને નરેન્દ્ર મોદી ( વામન બન્યો વિરાટ ) આપે વાંચ્યો જ હશે તેમ ધારું છું. ના વાંચયો હોય તો કૃપયા વાંચી આપનો પ્રતિભાવ અવશ્ય જણાવશો તો મને આનંદ થશે !
   આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 3. I happened to come across your blog on results of recent elections in Gujarat. While Himanshubhai has made valid points about your hesitation to give due credit to Narendrabhai and BJP, I do agree with some of your observations.

  I know Narendrabhai on first name basis since more than 30 years and an admirer of his integrity, character and vision like millions of people but I am not a blind follower. I consider Congressmen traitors of the nation and Congress party a super Muslim League and believe that their place is either in Andman prison or in front of the firing squad, yet I deplore the fact that there is no credible opposition left in Guajrat.

  Democracy can remain healthy only if there is constructive opposition. When one party has consistent super majority, it tends to lose focus and become corrupt.

  For BJP to remain vibrant force in Gujarat, it should have a cadre of second line of leaders who can continue what Narendrabhai has started when time comes. True democracy cannot be dependent on individual leaders; unfortunately in Bharat we have what I call disease of “Vyakti Puja”. Nanrendrabhai will not be there for ever. He will move to national stage or age will catch up with him. So, what is the game plan of BJP to create leaders who would be at least 50% as dynamic, as endowed with sterling character, as visiionary, as inspiring, as hard working and as charismatic as Narendrabhai?

  All four points you have made for election reform are only way to safeguard people from tyranny of leaders and parties that use sham democracy to murder the spirit of democracy.

  Like

  1. ભાઈશ્રી ગૌરાંગ
   આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ જણાવ્યો આભાર ! આપ પણ મારા આ પહેલા લખેલો લેખ નગરપાલિકા ચૂંટણી-કોંગ્રેસ અને નરેન્દ્ર મોદી ( વામન બન્યો વિરાટ ) વાંચસો તો મોટા ભાગના મુદાઓનો જવાબ મળી રહેશે ! આ ઉપરાંત ભાઈ હિમાંશુ ઉપરનો જવાબ પણ ઘણાં મુદાઓ આવરી લે છે. વિજયથી મદમાં આવી એકાધિકાર જન્મે તો ભાવિ ધુંધળું બની જાય તે નિઃશંક વાત છે. એક વાત આપણાં સમાજમાં મોટી નબળાઈ છે કે સફળ વ્યક્તિની વ્યક્તિપૂજા લોકો કરવા લાગે છે અને પેલી વ્યક્તિ ફુલાય પોતે જે કરે તે સાચું જ છે તેમ માનવા લાગે અને તેમાંથી જન્મે સરમુખત્યાર ! મોદીએ પોતે જ પોતાની હાજરીમાં જ સેકન્ડ કેડર તૈયાર કરવાની અનિવાર્યતા મારા મતે છે અને તે માટે મોદી સભાન હશે જ તેમ ધારું છું ! કોંગ્રેસને કેન્દ્રમાં અને અન્ય રાજ્યોમાં ભીડવવા નવી નવી વ્યુફરચના આજ થી જ વિચારવી રહી ! મારા મતે મેં સુચવેલા ચૂંટણી ધારાના સુધારા ગુજરાતે કરવાની ફેલ કરી જબરજસ્ત પ્રચાર દેશ ભરમાં કરવો જોઈએ.અલબત્ત મેં સુચવેલા સુધારા ઉપર નિષ્ણાતોની સાથે ચર્ચાઓ કરી જે કોઈ સુધારા કરવા જરૂરી લાગે તે કરી બાદમાં પહેલ કરવી રહી ! મને વિશ્વાસ છે કે આવા સુધારા કરવાની ગુજરાતની પહેલ કોંગ્રેસ અને કેન્દ્ર્ સરકારને કોર્નર કરી ભીડવી શકશે ! કોઈ પણ સંજોગોમાં ગુજરાતમાં મોદી પછીની સેકંડ કેડર મોદીએ જ તૈયાર કરવી જોઈએ ! દીવા પાછળ અંધારુ ના થાય તે માટે યોગ્ય કાળજી લેવાવી જોઈએ ! ખેર ! અન્ય વિગતો આપ હિમાંશુને આપેલ જવાબમાં જોઈ લેશો તેવી વિનંતિ. આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. શ્રી અરવિંદભાઈનો લેખ એક તથ્ય ને ખૂબ જ સરસ રીતે રજૂ કરેછે. શ્રી હિમાંશુભાઈએ ,શ્રી નરેન્દ્ર મોદીની મહેનત ને કાર્ય નિષ્ઠાને વખાણી એ પણ સાચું જ છે. સાથે સાથે ગુજરાત માટે અને સાંપ્રદાયિકતાના સૂરો છેડતા અને બહુમતીને કાયમ અન્યાય કરતા વિધાનો પણ કોંગ્રેસથી સૌને સારા ભારતમાંથી ટેકો ભવિષ્યમાં ઘૂમાવતા જશે એ સમય જ બતાવશે.રાજકારણમાં ઘણી બધી વાતો પરઆધાર હોય છે અને મારે તેની તલવાર
  પણ અગત્યનો ભાગ ભજવે છે. બેની લડાઈમાં ત્રીજા પણ ફાવી જતા હોય છે. સંજોગો પણ રાતોરાત
  ભૂકંપો સર્જી જાય છે. હવે સલામતી માટે જો સરકાર વિચારશે તો એક ડગલું આગળ વધશે..તેમાં ધરખમ આધુનિકતા અને આયોજનની જરૂર વધતી જાય છે અને તે ઝડપી હોવું જોઈએ જેથી
  નિર્ણાયક બની ભરોસો જગવી શકે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. શ્રી રમેશભાઈ
   મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! આપની વાત સાચી છે કે રાજકારણ અનેક તથ્યો અને સંજોગો ઉપર આધાર રાખે છે. કોંગ્રેસની દંભી સાંપ્રદાયિકતા તેને આવનારા સમયમાં ડુબાડશે તે દિવાલ ઉપરનું લખાણ કોંગ્રેસ સિવાય તમામ વાંચી શકે છે. સામાન્ય લોકોની સલામતી માટે સખ્ત પગલાં લેવા અત્યંત જરૂરી બન્યા છે. ગુજરાતમાં પણ ગુન્હાઓનું પ્રમાણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે જે મોદી સરકારની કાયદાઓનું પાલન કરાવી શકવાની અસમર્થતા સાબિત કરે છે. આવનારા દિવસોમાં આ વિષે ગંભીરતાથી વિચારી અસરકારક પગલાં લેવા જ રહ્યા ! સૌ પ્રથમ તો બેફામ ચલાવતા બાઈક સ્વારોને અંદર કરવાની આવશ્યકતા છે. ચેઈન પુલીંગ દરેક શહેરમાં વધી રહ્યું છે તે અંકુશમાં લાવવા બાઈક સ્વારો ઉપર કડક કાર્યવાહી અનિવાર્ય બની છે ! ખેર ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 5. કાકા,

  તમારું જેટલું ગુજરાતી નહિ લખી સકુ, પણ પ્રતુત્યાર ૧૦૦% આપીશ.

  Congress is the same since last 60 years (during and after Nehru), only difference is, now public of our Gujarat has been matured, not only city people but at village level also.

  Now due to education and development works visible clearly they have left that liquor, caste, dynasty phenomenal. Still it is there in some areas but in almost above 80% areas, it has been removed.

  I will again iterate that congress is not weak now a days, it is the same congress which is ruling AP, MAH, RAJ, DELHI based on same tactics. It is the only modi who has nullified it.

  Now, coming to Modi, he is the man above any critisism, speculations, our mean beliefs because he has nationalism at his heart with innovative nature and crystal clear vision.

  If you are saying that congress weak aggression has made stronger, then you forget so many things, it was the modi who has make new Kutch without any provocation, it was modi who has started vibrant summit, vibrant navratri, day celebration in different districts each time, krushi mahotsav, narmada dam speedy progress.

  It was only occasional that congress has provided him no balls. Main thing is, he has got innovation at his heart, he is constantly thinking about the Gujarat and Nation which drives him for such a great success.

  Still you are talking about over-confidence and other things, second cader etc. Just tell me one instance where in last seven years he has shown his over-confidence, he is telling that he is common man, but he is not. If you have little idea about how his office works, you will not raise this question……………………………..everything was micro-planned.

  Else your points towards election process are absolutely right.

  Conclusion: Forget about congress, just show people how things happen which people have already seen.

  Just look at this example I made in my blog;

  http://hims30482.blogspot.com/2010/10/question-why-japan-singapore-has-made.html

  Reply back. It is good to debating with people like you, who hesitates in praising (modi) openly, but dont hesitate to defaming others (congres). Dont show it indirectly, show it directly (કોંગ્રેસની બદબોઈ નહિ પણ નબળાઈ દર્શાવવા /ઉજાગર કરતા સાથે જ મોદીની પ્રશંસા આપોઆપ થઈ જાય છે.).

  Like

  1. ભાઈ હિમાંશુ
   આપે જો આ પહેલાનો મારો લેખ નગરપાલિકા ચૂંટણી-કોંગ્રેસ નરેન્દ્ર મોદી ( વામન બન્યો વિરાટ ) વાંચ્યો હોત તો તમારા મોટા ભાગના મુદાઓના જવાબ મળી રહ્યા હોત ! મોદીના વખાણ આપ કહો તે રીતે જ કરવામાં આવે તો જ વખાણ કર્યા કહેવાય ? વળી તે પણ યાદ રાખો કે માત્ર વખાણ અને માત્ર વખાણ વ્યક્તિને એકાધિકારી અને સરમુખ્ત્યાર બનાવી દે છે.” ઈન્દીરા ઈઝ ઈંડીયા યાદ આવે છે ?”વિજયનુ ઉન્માદ કે પરાજયની નિરાશા/હતાશા ના હોવી જોઈએ ! આજ મોદીનો સિતારો ચમકે છે તેમના વ્યક્તિત્વમાં જાદુ કરતાં તેમની વ્યુહાત્મક રમત/ચાલ દ્વારા આ વિજયથી ફુલાઈ નહિ જતાં આવનારા દિવસોમાં કોંગ્રેસને અન્ય રાજ્યોમાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં કેવી રીતે મ્હાત/ભીડવી શકાય તેની વ્યુહ રચના આજથી અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ ! આપ જ કહો છો કે કોંગ્રેસ 60 વર્ષ થયા સત્તા ભોગવે છે તેને આ હારથી અંડર એસ્ટીમેટ કરી ના શકાય ! તેઓ પણ અનેક પ્રકારની ગૂઢ વ્હૂહરચના વિચારી શકે તેવા આગેવાનો ધરાવે છે તે નહિ ભૂલવું જોઈએ !
   મારાં મતે જેમ ફરજિયાત મતદાન કરવા ચૂંટણી ધારામાં સુધારો કરવાની પહેલ કરી તેજ રીતે મારાં સુચનો કે અન્યો કોઈના તેવા જ સુચનો ઉપર ગંભીરતાથી વિચાર કરી નિષ્ણાતોનો મત/અભિપ્રાય મેળવી ગુજરાતે પહેલ કરી આવા નિયમો બનાવવા જોઈએ અને તેને તમામ માધ્યમો દ્વારા પ્રદર્શિત કરી સમગ્ર દેશનો લોકમત કેળવવા પ્રાથમિકતા આપવી જોઈએ. મને વિશ્વાસ છે કે આ માટે લોક જુવાળ ઉભો થઈ શકશે અને જો કોંગ્રેસ કે કેન્દ્ર સરકાર આનો વિરોધ કરશે તો આપોઆપ જન સમુદાયમાં ખુલ્લા પડશે ! આ ઉપરાંત રાહુલ ગાંધી માત્ર વંશીય પાત્રતા ધરાવે છે માટે જ તેઓને ભવિષ્યના વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરાય રહ્યા છે બાકીના કોઈ યુવાનો/યુવતીઓને કોઈ સ્થાન નથી. આ યુવા ધનનો માત્ર પ્યાદા/હાથા તરીકે ઉપયોગ પૂરો થયા બાદ ફેંકી દેવામાં આવશે તે ગુજરાતના યુવાધનને બરાબર સમજ આપવી રહી ! ખેર ! હું ધારું છું કે આપને મારા આ જવાબથી કંઈક અંશે સંતોષ થશે !
   આભાર સાથે આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 6. કાકા,

  કોન્ગ્રેસ્સ ની જેટલી બુરાઈ કરી સકો છો , તેટલી ભાજપ અને મોદી ની તારીફ કેમ નથી કરતા?

  કાદવ ની વાત કરી તો કમળ ક્યાંથી આવ્યું અને કઈ રીતના ખીલ્યું તે પણ લખશો. મોદી ૧૦૦% તારીફ ના હકદાર છે, તેમાં પણ બન ના કાઢશો. આગળ શું થશે, મોદી ફૂલી ગયા છે, મોદી પછી શું………………..ઈ બધું છોડીને મોદી કઈ રીતના કામ કરે છે, તેમની કાર્યશૈલી, વહીવટકર્તા ના ગુણ , વિચારો વગેરે વિષે પન કઈ લખો તો મજા આવશે

  તમારે આ માટે મસાલો જોઈતો હોય તો અહી જુવો મારા બ્લોગ પર………..

  Whole GUJARAT model needs to be replicated all over India. It is clear win of Leadership with larger Vision and development in all the fields. Take it agri, financial planning, law & order, industry, road, water any

  See here how GUjarat was before 2001 (deveoped but missing many things)

  http://hims30482.blogspot.com/2009/0…till-2001.html

  then how it become in 2009 :

  http://hims30482.blogspot.com/2009/0…fter-2001.html

  and read it here, how this transformation happened (all round development )

  http://hims30482.blogspot.com/2009/0…-taken-by.html

  but before seeing that accept this as fact:

  Most of the people know/see Gujarat through lens of Biased Media/Print Please read this post without any prejudice/Purvagraha. You just read first than compare it with half hearted truth/propaganda spread by media. Now you will see something that you might not know or you know only some portion of it. In coming posts I will try to accommodate all the ground level facts with Government initiative and results with substantial evidence/reports. But first be clear on below mentioned facts;

  Like

  1. ભાઈશ્રી હિમાંશુ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! મારા લેખનું હાર્દ અને મર્મ બરાબર સમજવાની કોશિશ કરશો તો મને વિશ્વાસ છે કે કોંગ્રેસની બદબોઈ નહિ પણ નબળાઈ દર્શાવવા /ઉજાગર કરતા સાથે જ મોદીની પ્રશંસા આપોઆપ થઈ જાય છે. એક વાત હું દ્રદ્ર્તાથી માનું છું કે જો કોંગ્રેસે મોદી અર્થાત ભાજપ માટે આટલી ટીકાઓ/અડચણો/ અને અવરોધો રૂપી કાદવ અને કીચડ ના ઉછાળ્યો હોત તો મોદીમાં આંતરીક રહેલી ટેલંટ બહાર આવતા હજુ લાંબો સમય નીકળત અથવા ક્યારે ય બહાર જ નહિ આવતે ! કસોટી અને તે પણ આકરી કે જેમાં મારા મતે અસ્તિત્વની લડાઈ લડવાની આવે ત્યારે વ્યક્તિ જીવ ઉપર આવી જે કોઈ હથિયાર મળે તેનાથી વળતો હુમલો પોતાને રક્ષવા કરતી હોય છે. મોદીએ આ રચનાત્મક રીત અપનાવી ગુજરાત અને ગુજરાતીઓની અસ્મિતાને તેની તાકાતને ઢંઢોળી લડાકુ બનાવી સાચા અર્થમાં ગુજરાત અને ગુજરાતીઓના દુશ્મનો કોણ છે તે બતાવી સભાન બનાવ્યા અને ગુજરાતને વિકાસની ટ્રેક ઉપર ચડાવ્યું તે આ બુધ્ધિના બેલ જેવા ગુજરાતી કોંગ્રેસીઓ હાઈકમાંડના ચમચા બનવાની હોડમાં ના સમજ્યા ! અને મોદીએ તેમને મહાત કર્યા ! અને તે માટે મોદી ધન્યવાદના અધિકારી છે જ તે નિઃશંક વાત હોવા છતાં માત્ર એક જ વ્યક્તિ ઉપર આધાર રાખી ભવિષ્ય ના ચણી શકાય ! આવી અભૂત પૂર્વ સફળતા કોઈને પણ અહંકારી બનવી દે ! કઈ વ્યક્તિ INDESPENSABLE કયારે ય નહિ બનવી જોઈએ ! સેકંડ કેડર તેની હયાતીમાં જ તૈયાર કરવાનું ઉતરદાયિત્વ તેમણે નીભાવવુંજ રહ્યું ! અને તે માટે મારાં આ પહેલાના લેખમાં સમગ્ર દેશની લોકશાહી વધુ મજબૂત અને તંદુરસ્ત બને તે માટે કેટ્લાક સુચનો કર્યા છે જે ફરી નીચે આપું છું તે વિષે જે રીતે મતદાન ફરજિયાત બનાવવાની પહેલ ગુજરાતે કરી છે તે રીતે આ સુચનો ઉપર ગંભીર વિચારણા કરી નિષ્ણાતોનો અભિપ્રાય મેળવી ગુજરાતે અર્થાત મોદીએ કેન્દ્ર સરકારને ભીડવવી જોઈએ તેમ મારું માનવું છે. આ સુચનો આ પ્રમાણે છે-
   ( 1 ) પંચાયતથી માંડી પાર્લામેંટ સુધી કોઈ પણ વ્યક્તિને બે ટર્મથી વધારે એક જ સ્થાન./હોદા ઉપર ચીટકી રહેવાની તક ઉપલબ્ધ નહિ હોવી જોઈએ.

   ( 2 ) કોઈ પણ સ્થાનની પંચાયતથી પાર્લામેંટ સુધી જે ઉમેદવાર પડેલા મતોના 51% મતો મેળવે તેને જ ચૂંટાયેલો જાહેર કરવો જોઈએ. શરૂઆતમાં સંભવ છે કે આ પધ્ધ્તિ ખર્ચાળ લાગશે પરંતુ સમય જતા મતદારો અને ઉમેદવારો પણ આ બાબત જાગૃત થતા આપોઆપ બીજી વાર ચૂંટણી કરવાની નોબત નહિ આવે !

   ( 3 ) પાછા બોલાવાનો અધિકાર-( RIGHT TO RECALL ) -મતદારોને જ્યારે જણાય કે તેઓએ ચૂટેલો ઉમેદવાર લોક હિત કે કલ્યાણના કાર્યો કરવાને બદ્લે અંગત સ્વાર્થ કે ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે તો મતદારો તેને મુદત પહેલાં પાછો બોલાવી શકે જે માટે 25% મતદારોના મતો પૂરતા ગણાવા જોઈએ.

   ( 4 ) ચૂંટણી ખર્ચ સરકારે મર્યાદા નક્કી કરી સરકારી તિજોરીમાંથી ચૂકવવું જોઈએ પરિણામે ચૂંટણીમાં બે નંબરના નાણાં વપરાતા બંધ થશે અને ચૂંટણી પ્રક્રિયા વધારે તંદુરસ્ત અને બીન ખર્ચાળ બનતા સાધારણ લોકો પણ ચૂટણી લડવા સક્ષમ બનશે !
   આશા રાખું છું કે આપ પણ મારાં આ સુચનો સાથે લાંબા ગાળાના લાભ માટે સહમત થશો !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s